અમદાવાદની રફ્તાર રાત્રે પણ થંભતી નથી, પણ પાલડી વિસ્તારમાં આવેલું એ જૂનું મ્યુઝિયમ 'ધરોહર' જાણે સમયના પ્રવાહથી અલગ પડી ગયું હતું. તેની પથ્થરની દીવાલોમાં સેંકડો વર્ષોનો ઇતિહાસ કેદ હતો. સવારના સાડા પાંચ વાગ્યા હતા. આકાશમાં હજુ સૂરજની પહેલી કિરણો ફૂટવાની બાકી હતી, પણ મ્યુઝિયમની બહાર લાલ અને ભૂલી લાઈટોનો કોલાહલ જામ્યો હતો. મ્યુઝિયમની અંદર, 'મધ્યકાલીન વસ્ત્રકળા' નામના અંધારિયા ખંડમાં એક વિચિત્ર સન્નાટો પ્રસરેલો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા પોતાના રૂમાલથી કપાળનો પરસેવો લૂછી રહ્યા હતા. તેમની સામે જે દ્રશ્ય હતું, તે કોઈ હત્યાકાંડ ઓછો અને કોઈ વિભત્સ કળાકૃતિ વધુ લાગતું હતું.
સૂક્ષ્મવેધ - 1
ભાગ ૧: અદ્રશ્ય પ્રહારઅમદાવાદની રફ્તાર રાત્રે પણ થંભતી નથી, પણ પાલડી વિસ્તારમાં આવેલું એ જૂનું મ્યુઝિયમ 'ધરોહર' જાણે સમયના અલગ પડી ગયું હતું. તેની પથ્થરની દીવાલોમાં સેંકડો વર્ષોનો ઇતિહાસ કેદ હતો. સવારના સાડા પાંચ વાગ્યા હતા. આકાશમાં હજુ સૂરજની પહેલી કિરણો ફૂટવાની બાકી હતી, પણ મ્યુઝિયમની બહાર લાલ અને ભૂલી લાઈટોનો કોલાહલ જામ્યો હતો.મ્યુઝિયમની અંદર, 'મધ્યકાલીન વસ્ત્રકળા' નામના અંધારિયા ખંડમાં એક વિચિત્ર સન્નાટો પ્રસરેલો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા પોતાના રૂમાલથી કપાળનો પરસેવો લૂછી રહ્યા હતા. તેમની સામે જે દ્રશ્ય હતું, તે કોઈ હત્યાકાંડ ઓછો અને કોઈ વિભત્સ કળાકૃતિ વધુ લાગતું હતું.કાચની એક વિશાળ પેટી, જેમાં ૧૭મી સદીના રેશમી જામો ...Read More
સૂક્ષ્મવેધ - 2
ભાગ ૨: મૌનનો ગુંજારવમ્યુઝિયમની પેલી બારીમાંથી આવતા સૂરજના કિરણો દેવવ્રતની નિશ્ચેતન આંખો પર પડતા હતા, પણ માર્તંડ શાસ્ત્રીની નજર અધૂરા 'શૂન્ય' પર સ્થિર હતી. ઇન્સ્પેક્ટર ઝાલાના વાયરલેસ સેટનો કર્કશ અવાજ રૂમની શાંતિ ભંગ કરી રહ્યો હતો, પણ શાસ્ત્રીના મનમાં એક જુદો જ ગુંજારવ ચાલતો હતો."ઝાલા," શાસ્ત્રીએ રૂમાલને પ્લાસ્ટિકની બેગમાં સીલ કરતા કહ્યું, "જ્યાં કળા પૂરી થાય છે, ત્યાંથી જ ગુનો શરૂ થાય છે. દેવવ્રત પાસે દુનિયાની મોંઘી વસ્તુઓ હતી, પણ આ રૂમાલ... આ મલમલ કંઈક એવું કહી રહ્યું છે જે દેવવ્રતના બેંક બેલેન્સ કરતાં વધુ કિંમતી છે."તપાસના ચક્રો ગતિમાન થયા. માર્તંડ શાસ્ત્રીને જાણવા મળ્યું કે દેવવ્રતના જીવનમાં છેલ્લા છ ...Read More