તારીખ: ૧૨ ઓગસ્ટ, ૨૦૨X સ્થળ: હિમાલયની પહાડીઓમાં આવેલી 'આર્યભટ્ટ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી' રાતના ત્રણ વાગ્યા હતા. બહાર બરફીલા પવનો ફૂંકાઈ રહ્યા હતા, પણ ઓબ્ઝર્વેટરીની અંદર વાતાવરણ ગરમાગરમ હતું. મુખ્ય વૈજ્ઞાનિક આર્યન તેની મોટી કમ્પ્યુટર સ્ક્રીન સામે એકીટશે જોઈ રહ્યો હતો. તેની આંખો લાલ ચોળ થઈ ગઈ હતી, કારણ કે છેલ્લા ૭૨ કલાકથી તે સુતો નહોતો. "આ શક્ય જ નથી..." આર્યન મનમાં બબડ્યો.
કાયામત: અંતિમ આશ્રય - 1
પ્રકરણ ૧: આકાશનો છાયડોતારીખ: ૧૨ ઓગસ્ટ, ૨૦૨Xસ્થળ: હિમાલયની પહાડીઓમાં આવેલી 'આર્યભટ્ટ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી'રાતના ત્રણ વાગ્યા હતા. બહાર બરફીલા પવનો રહ્યા હતા, પણ ઓબ્ઝર્વેટરીની અંદર વાતાવરણ ગરમાગરમ હતું. મુખ્ય વૈજ્ઞાનિક આર્યન તેની મોટી કમ્પ્યુટર સ્ક્રીન સામે એકીટશે જોઈ રહ્યો હતો. તેની આંખો લાલ ચોળ થઈ ગઈ હતી, કારણ કે છેલ્લા ૭૨ કલાકથી તે સુતો નહોતો."આ શક્ય જ નથી..." આર્યન મનમાં બબડ્યો.તેણે ફરીથી ટેલિસ્કોપના ડેટાને રી-કેલ્ક્યુલેટ કર્યો. તેના હાથ ધ્રૂજી રહ્યા હતા. અવકાશના અનંત અંધકારમાં એક નાનકડું ટપકું દેખાતું હતું, જે પૃથ્વી તરફ અત્યંત ઝડપે ગતિ કરી રહ્યું હતું. તે કોઈ સામાન્ય ઉલ્કા નહોતી. ડર અને રહસ્ય સાથે તેણે ધ્રુજતા અવાજે ...Read More
કાયામત: અંતિમ આશ્રય - 2
પ્રકરણ ૨: પ્રોજેક્ટ 'સેફ ગાર્ડ'સ્થળ: જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ – એક અજ્ઞાત અંડરગ્રાઉન્ડ કોન્ફરન્સ હોલ.સમય: ઉલ્કાની શોધના ૪૮ કલાક પછી.દુનિયાના સૌથી સાત દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને ટોચના વૈજ્ઞાનિકો એક ટેબલ પર બેઠા હતા. સુરક્ષા એટલી સખત હતી કે પક્ષી પણ પર મારી શકે તેમ નહોતું. હોલમાં સન્નાટો હતો, જે માત્ર આર્યનના બૂટના અવાજથી તૂટ્યો. આર્યન પોતાની સાથે તમામ માહિતીઓ સાથે અહીં હાજર હતો. તેના ધ્રુજતા હાથમાં તે માહિતીની ફાઈલ હતી.આર્યને સ્ટેજ પર જઈ ડિજિટલ નકશો પ્રદર્શિત કર્યો. લાલ રંગનું એક ટપકું પૃથ્વી તરફ આગળ વધી રહ્યું હતું."માનનીય નેતાઓ," આર્યનનો અવાજ ગંભીર હતો. "આ ઉલ્કાનું નામ અમે 'કયામત' રાખ્યું છે. તેની ગતિ 70,000 ...Read More
કાયામત: અંતિમ આશ્રય - 3
પ્રકરણ ૩: પાતાળનું નિર્માણસમય: ઉલ્કાના ટકરાવના ૧૪ મહિના પહેલા.સ્થળ: મધ્ય ભારત અને સાઇબેરિયાના ઊંડા જંગલો.દુનિયા અત્યારે એક ભ્રમમાં જીવી હતી. સમાચાર પત્રોમાં હેડલાઇન્સ હતી: "વિશ્વના સાત દેશો વચ્ચે ઐતિહાસિક સમજૂતી - 'ગ્લોબલ હાઇપરલૂપ ટનલ' થી આખી દુનિયા જોડાશે." સામાન્ય માણસ ખુશ હતો આ વિકાસ થકી તમામ દેશની વચ્ચે જોડાવાથી બીજા લાભો પણ મળશે અને હવે મુસાફરી ઝડપી બનશે, પણ જમીનની હજારો ફૂટ નીચે સત્ય કંઈક અલગ જ આકાર લઈ રહ્યું હતું, જે ઉપરની દુનિયા કરતાં તદ્દન ભિન્ન હતું.આર્યન અત્યારે મધ્ય ભારતના એક પહાડી વિસ્તારમાં બનેલા 'સેક્ટર-૭' નામના સાઇટ પર હતો. અહીં હજારો મજૂરો દિવસ-રાત કામ કરી રહ્યા હતા. વિશાળ ...Read More
કાયામત: અંતિમ આશ્રય - 4
પ્રકરણ ૪: ન્યાયનો દિવસ અને ગુપ્ત મહોરસમય: ઉલ્કા ટકરાવાના ૧૦ મહિના પહેલા.સ્થળ: વિક્ટર સ્ટીલનું રહસ્યમય કંટ્રોલ સેન્ટર – પૃથ્વીના અંધકારમાં માત્ર કમ્પ્યુટર સ્ક્રીન્સનો વાદળી અને લાલ પ્રકાશ રેલાઈ રહ્યો હતો. ત્યાં ફેલાયેલો સન્નાટો, અને સામેની વિશાળ વોલ-સ્ક્રીન પર આઠ અબજ લોકોની વસ્તી ધરાવતી પૃથ્વીનો નકશો હતો. ત્યાં બેઠેલા શક્તિશાળી લોકોના હાથમાં આજે એવો નિર્ણય હતો જે નિર્ણય લેવાની હિંમત ઈશ્વરે પણ ન કરી હોય: માનવજાત માંથી કોને બચાવવા કોને રાખી દેવા " કોણ બંકરમાં હશે કોણ નહીં હોય " કોણ જીવશે અને કોણ મરશે?"આર્યન રૂમમાં દાખલ થયો ત્યારે તેના ચહેરા પર ગુસ્સો અને થાક હતો. તેણે ટેબલ પર ફાઇલ ...Read More
કાયામત: અંતિમ આશ્રય - 5
પ્રકરણ ૫: આકાશનું પહેરું અને અંતિમ વિદાયસમય: ઉલ્કા ટકરાવાના ૬ મહિના પહેલા.સ્થળ: શ્રીહરિકોટા લોન્ચિંગ પેડ અને પૃથ્વીની ભ્રમણકક્ષા.પૃથ્વીની સપાટી અત્યારે ઉનાળો આકરો હતો, પણ વૈજ્ઞાનિકો માટે આ 'વિનાશનો તાપ' હતો. 'પ્રોજેક્ટ સેફ ગાર્ડ' તેના સૌથી નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો હતો. આકાશમાં એક વિશાળ સ્પેસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું — 'ગ્રીન-ઝોન'. આ સ્ટેશન પૃથ્વી પર ટકરાનાર ઉલ્કાની ક્ષણે-ક્ષણની વિગતો અને બંકરોના સંચાલન પર નજર રાખવા માટેનું મુખ્ય મથક હતું.આર્યન અત્યારે લોન્ચિંગ પેડ પર ઉભો હતો. તેની સામે એક વિશાળ રોકેટ 'એટલસ-૯' ઉભું હતું, જે તેને અને અન્ય ૧૦૦ શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોને અવકાશમાં લઈ જવાનું હતું."સર, બધું તૈયાર છે," માયાએ આવીને કહ્યું. ...Read More
કાયામત: અંતિમ આશ્રય - 6
પ્રકરણ ૬: અંતિમ એલર્ટ અને મહાનિષ્ક્રમણસમય: ઉલ્કા ટકરાવાના ૩૦ દિવસ પહેલા.સ્થળ: પૃથ્વીની સપાટી અને બંકરોના પ્રવેશદ્વાર.હવે સત્ય છુપાવવું અશક્ય આકાશમાં 'કાયામત' ઉલ્કા હવે રાત્રે પણ સૂર્ય જેવો લાલ પ્રકાશ ફેંકી રહી હતી. પૃથ્વીના વાતાવરણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી. સમુદ્રના મોજાં નિયંત્રણ બહાર હતાં. આખી દુનિયામાં સત્તાવાર રીતે 'વૈશ્વિક કટોકટી' જાહેર કરવામાં આવી અને તમામ સામાન્ય કામકાજ બંધ કરી દેવામાં આવ્યા. લોકોને હવે પૃથ્વીનો અંત પોતાની આંખ સામે થતો જોવા મળી રહ્યો હતો. પૃથ્વીના વાતાવરણની અંદરના ફેરફારો હવે ઘણી જગ્યાએ સહાય થઈ પડ્યા હતા તો ક્યાંક ક્યાંક ધાર્મિક સ્થાનોમાં પૃથ્વીમાં મૃત્યુ પછીના જીવન વિશે ધર્મગુરુ સમજાવતા હતા.ટીવી અને રેડિયો ...Read More
કાયામત: અંતિમ આશ્રય - 7
પ્રકરણ ૭: શૂન્યકાળ - મહાપ્રલયસમય: ટકરાવની અંતિમ ઘડીઓ.સ્થળ: 'ગ્રીન-ઝોન' સ્પેસ સ્ટેશન અને પૃથ્વીનું વાતાવરણ.અવકાશની અનંત શાંતિમાં 'ડેથ-વોકર' ઉલ્કા હવે નાનું ટપકું નહોતી, પણ પૃથ્વીના કદને પડકાર આપતો એક સળગતો પહાડ બની ગઈ હતી. આર્યન અને તેના સાથી વૈજ્ઞાનિકો સ્પેસ સ્ટેશનના ગ્લાસ ડોમ પાસે સ્તબ્ધ થઈને ઉભા હતા. તેમના ચહેરા પર પ્રતિબિંબિત થતી લાલ રોશની એ વાતની સાક્ષી હતી કે હવે અંત નજીક છે. હવે આ હસ્તી રમતી પૃથ્વી નો અંત નજીક જણાતો હતો. જેનું વૈજ્ઞાનિકો અને આ દુનિયાના તમામ લોકો વાટ જોઈ રહ્યા હતા એ અંત હવે નજીક હતો."ઈવા, ટાઈમ ટુ ઈમ્પેક્ટ?" આર્યનનો અવાજ ગળામાં જ અટકી રહ્યો હતો."૬૦ ...Read More
કાયામત: અંતિમ આશ્રય - 8
પ્રકરણ ૮: બંકર યુગ - અંધકારમાં જીવનની શરૂઆતસમય: ટકરાવના ૧ અઠવાડિયા પછી.સ્થળ: સેક્ટર-૯ (સબ-બંકર) અને 'ઝીરો બંકર'.પૃથ્વીની સપાટી પર કાળો અંધકાર હતો. ક્યાંય કોઈ જગ્યાએ જીવન માત્ર નો સંચાર ન હતો. ઉલ્કાના ટકરાવથી ઉડેલી રાખ અને ધૂળના વાદળોએ સૂર્યપ્રકાશને પૂરી રીતે રોકી દીધો હતો. પૃથ્વી પરથી ક્યારેક મંગળ ગ્રહની સ્થિતિ જોયેલી હતી તેવી સ્થિતિ અત્યારે પૃથ્વીની હતી. પૃથ્વીનું તાપમાન ઝડપથી ગગડી રહ્યું હતું, પણ જમીનની હજારો ફૂટ નીચે, બંકરોની અંદર એક અલગ જ સંઘર્ષ ચાલતો હતો.સબ-બંકરની સ્થિતિ કોઈ ખાસ સારી ન હતી.માયાની આંખો ખુલી ત્યારે તેને ચારેબાજુ ગુંજારવ સંભળાયો. સબ-બંકરની છત પરની એલઇડી લાઇટો ઝાંખી પીળી રોશની આપી રહી ...Read More
કાયામત: અંતિમ આશ્રય - 9
પ્રકરણ ૯: ગુપ્ત સંદેશ અને શંકાની સોયસમય: ટકરાવના ૧૫ દિવસ પછી.સ્થળ: સેક્ટર-૯ (સબ-બંકર) અને 'ગ્રીન-ઝોન' સ્પેસ સ્ટેશન.સબ-બંકરની અંદરનો સમય થંભી ગયો હતો. દિવસ છે કે રાત, તે જાણવાનો કોઈ રસ્તો નહોતો. દીવાલો પરથી ઉતરતો ભેજ અને હવામાં રહેલી ગૂંગળામણ લોકોને હતાશા તરફ ધકેલી રહી હતી.ત્યાં રહેલા તમામ લોકોમાં એક અજીબ બેચેની હતી. માયા અત્યારે બંકરના એન્જિનિયરિંગ યુનિટમાં હતી, જ્યાં તેને ટેકનિકલ મેઈન્ટેનન્સનું કામ સોંપાયું હતું.તેણે આસપાસ જોયું. ગાર્ડસ જે વિક્ટરની કંપનીના ભાડૂતી સૈનિકો હતા, તેઓ થોડે દૂર ઉભા રહીને વાત કરી રહ્યા હતા. માયાએ તક ઝડપી અને એ જૂના ટર્મિનલ પર પોતાની આંગળીઓ ચલાવી.સ્ક્રીન પર ફરી એ જ અક્ષરો ...Read More
કાયામત: અંતિમ આશ્રય - 10
પ્રકરણ ૧૦: બળવાની પ્રથમ કણીસમય: ટકરાવના ૨૦ દિવસ પછી.સ્થળ: સેક્ટર-૯ (આઈસોલેશન સેલ) અને 'ગ્રીન-ઝોન' સ્પેસ સ્ટેશન.સેક્ટર-૯ ના સબ-બંકરમાં વાતાવરણ બની ગયું હતું. વિક્ટરના આદેશ મુજબ છેલ્લા ૨૪ કલાકથી ખોરાક અને પાણીનો પુરવઠો બંધ હતો. ભૂખથી ટળવળતા બાળકોના રડવાનો અવાજ આખા બંકરમાં ગુંજતો હતો. લોકો હવે માયાને પોતાના દુખનું કારણ માનવા લાગ્યા હતા.આઈસોલેશન સેલની અંદર રહેલમાયાને એક અંધારી અને નાની કોટડીમાં રાખવામાં આવી હતી. તેના મનમાં પસ્તાવો હતો કે તેના એક મેસેજને કારણે હજારો લોકો ભૂખ્યા રહ્યા. પણ તેને આર્યન પર વિશ્વાસ હતો.અચાનક, કોટડીનો દરવાજો ધીમેથી ખુલ્યો. તે કોઈ સૈનિક નહોતો, પણ બંકરનો એક યુવાન ટેકનિશિયન 'કબીર' હતો."ચૂપ રહેજે માયા," ...Read More