મોબાઇલ પર સતત વાગતી રિંગટોનને અણગણીને સાહિલે તેની કારની ઝડપ વધારી. ફોનની કર્કશ ચીસ તેના મગજને ડહોળી રહી હતી, પણ તેણે તેને સંપૂર્ણપણે અવગણી. તેના મનમાં એક જ લક્ષ્ય હતું: કોઈ પણ ભોગે સવારના સૂર્યોદય પહેલા એરપોર્ટ પર પહોંચી જવું. બહારની દુનિયા એક અસ્પષ્ટ, ધૂંધળી સમાંતર રેખા બની ગઈ હતી. કારની હેડલાઇટ્સની તેજસ્વી લાઈટ્સ સિવાય, રસ્તા પર સૂનકાર છવાયેલો હતો. ન્યુ યોર્કની ભવ્ય ઇમારતોની છાયાઓ બંને બાજુએ ઝડપથી સરકી રહી હતી, જાણે ભૂતિયા ગતિથી પાછળ દોડી રહી હોય. રસ્તાની બાજુના મોટા બિલબોર્ડ્સ અને નિયોન સાઇન્સ એક ઝાંખા, ગતિશીલ રંગના પટ્ટામાં ભળી ગયા હતા. ડામરનો રસ્તો કારના ટાયર નીચે સણસણતો અવાજ કરી રહ્યો હતો, જે સાહિલની વધતી ધડકન સાથે મેળ ખાતો હતો.
ધ સ્પાર્ક: વિશ્વાસઘાત અને બલિદાનની ગાથા - 1
ભાગ - ૧: ભાગેડુની દોડમોબાઇલ પર સતત વાગતી રિંગટોનને અણગણીને સાહિલે તેની કારની ઝડપ વધારી. ફોનની કર્કશ ચીસ તેના ડહોળી રહી હતી, પણ તેણે તેને સંપૂર્ણપણે અવગણી. તેના મનમાં એક જ લક્ષ્ય હતું: કોઈ પણ ભોગે સવારના સૂર્યોદય પહેલા એરપોર્ટ પર પહોંચી જવું.બહારની દુનિયા એક અસ્પષ્ટ, ધૂંધળી સમાંતર રેખા બની ગઈ હતી. કારની હેડલાઇટ્સની તેજસ્વી લાઈટ્સ સિવાય, રસ્તા પર સૂનકાર છવાયેલો હતો. ન્યુ યોર્કની ભવ્ય ઇમારતોની છાયાઓ બંને બાજુએ ઝડપથી સરકી રહી હતી, જાણે ભૂતિયા ગતિથી પાછળ દોડી રહી હોય. રસ્તાની બાજુના મોટા બિલબોર્ડ્સ અને નિયોન સાઇન્સ એક ઝાંખા, ગતિશીલ રંગના પટ્ટામાં ભળી ગયા હતા. ડામરનો રસ્તો કારના ટાયર ...Read More
ધ સ્પાર્ક: વિશ્વાસઘાત અને બલિદાનની ગાથા - 2
સાહિલ આંખો બંધ કરીને બેઠો હતો, પણ તેની માનસિક સફર હજી શરૂ જ થઈ હતી. તેની ચેતના પાછી વળીને મહિના પહેલાં, અમેરિકાની ધરતી પર મૂકેલા પહેલા ડગ પાસે પહોંચી ગઈ.એ દિવસ! હા, એ દિવસ યાદ છે. ન્યૂ યોર્કનું JFK એરપોર્ટ. પ્લેનમાંથી ઉતરીને જ્યારે તેણે અમેરિકાની જમીન પર પગ મૂક્યો હતો, ત્યારે શરીરમાં એક અદભૂત રોમાંચની લહેર દોડી ગઈ હતી. સ્વપ્ન સાકાર થયું હોય એવો અહેસાસ હતો.તેણે વિચાર્યું હતું કે, "અહીં કેટલું ફરવું છે! ટાઇમ્સ સ્ક્વેરની ચમક, સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની ભવ્યતા, નાયગ્રાના ધોધનો ઘૂઘવાટ... આ બધું અનુભવવું છે."તેના પિતરાઈ ભાઈ સાથેની મુલાકાતો યાદ આવી. સેન્ટ્રલ પાર્કની લીલોતરીમાં હસવું. બ્રુકલિન બ્રિજ ...Read More
ધ સ્પાર્ક: વિશ્વાસઘાત અને બલિદાનની ગાથા - 3
ભાગ - ૩: ગાયબ થવાનું રહસ્ય અને અપહરણએન્ડ્રુ અને ડેવિડ બંને એક સાથે અચાનક ગુમ થઈ ગયા હતા. અભિષેક કંપનીના રોકાણકારોનું દબાણ વધી રહ્યું હતું, કારણ કે એન્ડ્રુનું અચાનક ગાયબ થવું એ કંપનીના $50 મિલિયનના પ્રોજેક્ટ માટે ઘાતક હતું.સાંજનો સમય હતો. અભિષેક પોતાની કાળી લક્ઝરી સેડાન ચલાવીને એન્ડ્રુના ઘરે પહોંચ્યો. અભિષેક સાથે સાહિલ પણ હતો, જે મારિયાને સધિયારો આપવા માંગતો હતો.દરવાજો કાયલાએ ખોલ્યો. એન્ડ્રુનું વૈભવી ઘર આજે ડરામણી રીતે શાંત હતું. ભવ્ય લિવિંગ રૂમમાં, જ્યાં હંમેશા હાસ્ય અને સંગીતનો અવાજ રહેતો, ત્યાં આજે સન્નાટો છવાયેલો હતો. બારીઓમાંથી આવતો ઝાંખો પ્રકાશ અને લેમ્પની નબળી રોશની વાતાવરણને વધુ ગંભીર બનાવી રહી ...Read More
ધ સ્પાર્ક: વિશ્વાસઘાત અને બલિદાનની ગાથા - 4
ભાગ - ૪: ડરની પકડ અને છટકવાનો માર્ગકેદના પ્રથમ ત્રણ દિવસો ભારે દબાણવાળા હતા. અભિષેક અને કાયલાને વારંવાર પૂછપરછ લઈ જવામાં આવતા, જ્યારે સાહિલ, મારિયા અને નાની લિયા એક ખૂણામાં બેસી રહેતા.આ અપહરણકર્તાઓનું જૂથ, જેનો મુખ્ય સૂત્રધાર 'ધ કિંગમેકર' તરીકે ઓળખાતો હતો, તે સતત 'સ્પાર્ક' કોડની માંગણી કરી રહ્યો હતો. એન્ડ્રુ હજી પણ બોલી શકતો નહોતો.એક રાત્રે, જ્યારે ગાર્ડ્સ બેદરકાર હતા, ત્યારે સાહિલ પાણી પીવા માટે ઊભો થયો. મારિયા તેની પાસે આવી."સાહિલ, મારો ભાઈ… મારો મોટો ભાઈ મને હંમેશા કહેતો કે મુશ્કેલ સમયમાં હથિયાર નહીં, પણ બુદ્ધિ વાપરવી. અહીંથી જલ્દી બહાર નીકળવું પડશે," મારિયાએ ધીમા, ગંભીર અવાજે કહ્યું."પણ એન્ડ્રુની ...Read More
ધ સ્પાર્ક: વિશ્વાસઘાત અને બલિદાનની ગાથા - 5
ભાગ - ૫: પાછા ફરવાનો નિર્ણય (The Turnaround)સાહિલ ખુરશી પર બેસીને થાકી ગયો હતો, પણ તેના મનમાં ચાલી રહેલો સમાપ્ત થયો નહોતો. તે વેઇટિંગ રૂમની અસહ્ય ગરમીમાં ઊભો થયો અને વોશરૂમ તરફ ચાલ્યો.વોશરૂમની ઠંડી, આરસની દીવાલો અને તેજસ્વી સફેદ લાઇટમાં, તેણે અરીસામાં પોતાનો ચહેરો જોયો. આંખોમાં ડર, કપાળ પર પરસેવો અને ગાલ પર ઉઝરડાના નિશાન – આ ચહેરો એક ભાગેડુનો હતો.તેના મગજમાં છેલ્લી બે રાતોની ઘટનાઓ ઝડપથી ફરી વળી, તેને સમજાતું નહતું કે હવે આગળ શું કરવું શું થશે તેના માટે આ મુલ્ક અજાણ્યો હતો. અહીં ના કાયદાથી તે તદ્દન અજાણ હતો. અત્યારે તેના મગજ માં કોલાહલ હતો અને ...Read More