મિત્રો હું છું હાર્દિક ગાળિયા. અહીંયા યુવા મિત્રોને ગમે અને જીવનમાં કેવી રીતે ઉપયોગી બને તે રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતાને શબ્દો દ્વારા અને પોડકાસ્ટ ના સ્વરૂપમાં અહીં લખવાનો પ્રયત્ન કર્યો છે જેમાં ભગવદ ગીતાના સિદ્ધાંતો પ્રમાણે અને રીયલ લાઈફ ના એક્ઝામ્પલ તેનું રિસર્ચ કરી બંનેને સાથે લાવીને મૂક્યા છે. હાર્દિક: હેલ્લો.. હેલ્લો.. માઈક ટેસ્ટિંગ.. ૧, ૨, ૩.. ઓકે! કેમ છો મારા વ્હાલા વાચકો, સોરી સોરી..સ્વાગત છે તમારા સૌના ફેવરિટ અડ્ડા પર. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત, હાર્દિક!
ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2
હાર્દિક: કેમ છો મિત્રો! મજામાં? સ્વાગત છે ફરી એકવાર ‘ગીતા : સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના’ પોડકાસ્ટ પર. ગયા આપણે જોયું કે આપણા હીરો ‘અર્જુન’નું ફ્યુઝ ઊડી ગયું હતું. ભાઈ ફુલ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને છેલ્લે હાથ ઊંચા કરી દીધા કે - "કૃષ્ણ, હવે તું જ કે મારે શું કરવાનું?" આજે આપણે ત્યાંથી જ ગાડી આગળ વધારવાની છે. આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે - શાસ્ત્રીજી. વેલકમ શાસ્ત્રીજી!શાસ્ત્રીજી: જય શ્રી કૃષ્ણ હાર્દિકભાઈ.હાર્દિક: શાસ્ત્રીજી, હવે મને એમ કહો કે અર્જુને સરેન્ડર કર્યું, એટલે કૃષ્ણએ શું કર્યું? મને તો એમ લાગે છે કે કૃષ્ણએ એને ઊભો કરીને બે-ચાર લાફા માર્યા હશે ...Read More
ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 3
હાર્દિક: કેમ છો મિત્રો ! સ્વાગત છે ફરી એકવાર પોડકાસ્ટ ‘ગીતા : સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના’. હું છું હાર્દિક મારી સાથે છે આપણા ગુરુ, ગાઈડ અને જેમની વાતો 5G કરતા પણ ફાસ્ટ મગજમાં ઉતરી જાય છે - એવા શાસ્ત્રીજી!શાસ્ત્રીજી: નમસ્તે હાર્દિક, નમસ્તે મિત્રો.હાર્દિક: શાસ્ત્રીજી, આજે મારો મૂડ જરાક ઓફ છે.શાસ્ત્રીજી: કેમ ભાઈ? હજી તો શરૂઆત છે. શું થયું?હાર્દિક: અરે શું વાત કરું! મેં ગયા મહિને ઓફિસમાં એટલી મહેનત કરી, રાતે ૧૦-૧૦ વાગ્યા સુધી રોકાયો, બોસનું બધું કામ પતાવ્યું. મને એમ હતું કે આ વખતે તો ‘એમ્પ્લોય ઓફ ધ મન્થ’ પાક્કો! અને આજે સવારે ઈમેઈલ આવ્યો... એવોર્ડ કોને મળ્યો? પેલા ...Read More