અમદાવાદના એચ એલ કોમર્સ કોલેજના કેમ્પસમાં વસંતના દિવસની હળવી ધૂપ, લીલાં ગાર્ડન અને ગુલાબના ફૂલોની સુગંધ બધું શાંત અને મીઠી લાગણી ભરતું હતું. સંદીપ એ ખૂણામાં, પોતાના નોટબુક અને પેન સાથે બેઠો, પાનું પર શબ્દો ખેંચતો રહ્યો. ક્યારેક કવિના હૃદયની ઊંડાઈમાંથી ઉકળતી લાગણીઓ પાનું પર ઉતરતી, ક્યારેક અનામી પ્રેમની ચુપ્પી ગાળવામાં જ રહી. હર સમય સંદીપ ની નજર એ એક જ વ્યક્તિ પર ઝુકેલી હતી અને તે હતી કામિની તેની સહપાઠી. તે પ્રથમ દિવસ થી જ કામિની ને મનોમન પસંદ કરવા લાગ્યો હતો. સંદીપ એક શરમાળ, ડરપોક અને ભણવામાં વ્યસ્ત છોકરો હતો, જે ક્યારેય પોતાના હૃદયની લાગણીઓને સીધા વ્યક્ત ન કરતો. કોલેજના ગાર્ડન, ક્લાસ, લાઇબ્રેરી તે માત્ર એ સ્થળો હતા જ્યાં સંદીપ કામિનીને દૂરથી જોઈ શકે.
સ્નેહની ઝલક - 1
એક મૌન નજરઅમદાવાદના એચ એલ કોમર્સ કોલેજના કેમ્પસમાં વસંતના દિવસની હળવી ધૂપ, લીલાં ગાર્ડન અને ગુલાબના ફૂલોની સુગંધ બધું અને મીઠી લાગણી ભરતું હતું. સંદીપ એ ખૂણામાં, પોતાના નોટબુક અને પેન સાથે બેઠો, પાનું પર શબ્દો ખેંચતો રહ્યો. ક્યારેક કવિના હૃદયની ઊંડાઈમાંથી ઉકળતી લાગણીઓ પાનું પર ઉતરતી, ક્યારેક અનામી પ્રેમની ચુપ્પી ગાળવામાં જ રહી.હર સમય સંદીપ ની નજર એ એક જ વ્યક્તિ પર ઝુકેલી હતી અને તે હતી કામિની તેની સહપાઠી. તે પ્રથમ દિવસ થી જ કામિની ને મનોમન પસંદ કરવા લાગ્યો હતો. સંદીપ એક શરમાળ, ડરપોક અને ભણવામાં વ્યસ્ત છોકરો હતો, જે ક્યારેય પોતાના હૃદયની લાગણીઓને સીધા વ્યક્ત ...Read More
સ્નેહની ઝલક - 2
લતા મંગેશકર અને રાજ સિંહ ડુંગરપુર ની અધૂરી પ્રેમકથા: સુર અને ક્રિકેટ ની અમર ગાથા1929ની સપ્ટેમ્બરની એક શાંત સવારે, સાંકડી ગલીમાં એક નાનકડી બાળકીનો જન્મ થયો—નામ પડ્યું લતા મંગેશકર. ઘરમાં સંગીતની મહેક ફેલાતી. પિતા દીનાનાથ મંગેશકર, મરાઠી રંગમંચના પ્રખ્યાત ગાયક અને નાટ્યકાર, તબલાની થાપ પર રાગ આલાપતા. માતા શેવંતી, ગુજરાતી ગૃહિણી, પોતાના પ્રેમથી પરિવારને જોડી રાખતી. લતા પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી—ભાઈ હૃદયનાથ અને બહેનો આશા, ઉષા, મીના. નાનપણથી જ લતાને સંગીતનો રંગ ચડ્યો. પાંચ વર્ષની ઉંમરે, પિતાની પાછળ નાનકડા પગલાંઓથી સ્ટેજ પર ચડી, તે ગાતી—*“જય જગદીશ હરે”*ની ધૂનમાં તેનો અવાજ એટલો મધુર હતો કે લોકો ચોંકી ઊઠ્યા, “આ ...Read More
સ્નેહ ની ઝલક - 3
નંદિતા આજે ચાલીસ વર્ષની હતી. એની આંખોમાં અનુભવની શાંતિ ઝળકતી હતી, પરંતુ હૃદયમાં એક અધૂરી પીડા હજી પણ જીવંત એના ચાંદી જેવા વાળ પવનમાં લહેરાતા, જાણે જીવનની ઉદાસી અને આશા બંનેની વાર્તા કહેતા હોય. નંદિતાનું જીવન બહારથી સફળ લાગતું હતું—એક સારી નોકરી, આદરણીય સામાજિક સ્થાન, અને એક શાંત રૂટિન—પરંતુ એના હૃદયની એક ખાલી જગ્યા હજી પણ એને ડંખતી હતી. આ વાર્તા છે એના યુવાનીના પ્રેમની, એની નિરાશાની, અને એક નવી આશાની, જે એના જીવનમાં ચાંદનીની જેમ પ્રકાશ લઈને આવી.નંદિતાની યુવાની કોલેજના રંગીન દિવસોમાં ખીલી હતી. તે સમયે એ એક ઉજ્જવળ વિદ્યાર્થિની હતી, જેની આંખોમાં સપનાં અને હૃદયમાં ઉત્સાહ ભરેલો ...Read More
સ્નેહ ની ઝલક - 4
એક હતું રાજકોટ શહેર – ધૂળના ગોળા ઊડે, રિંગ રોડ પર ટ્રાફિકનો શોર હોય, અને યુવાનોના દિલમાં એક અજાણી શહેરના પશ્ચિમ છેડે રેસકોર્સ – નામ તો રેસકોર્સ છે, પણ ત્યાં ઘોડા નથી દોડતા. ઘોડા તો ઘણાં વર્ષો પહેલાં બંધ થઈ ગયા. હવે ત્યાં ફક્ત ખુલ્લું મેદાન છે, ચારે બાજુ લીલું ઘાસ, દૂર દૂર સુધી ફેલાયેલું આકાશ, અને સાંજે ચાયની ટપરી પર ચર્ચા થાય કે “આજે માર્કેટ કેવું રહ્યું?” પણ આ વાર્તાનું મેદાન નહોતું ઘોડાઓનું, એ હતું બે દિલોનું – રિયા અને અર્જુનનું.રિયા રાજકોટની જ. રેસકોર્સની બાજુમાં જ એનું ઘર બાલ્કનીમાંથી દેખાતું એ ખુલ્લું મેદાન, જ્યાં એ દર સાંજે ચા ...Read More
સ્નેહ ની ઝલક - 5
કોલેજ સમયેવિજયનું નામ સાંભળતાં જ લોકો કહેતા, “અરે, એ તો કવિ છે!” પણ વિજય પોતે હસતો અને કહેતો, “ના હું તો બસ શબ્દોનો ચાહક છું.” એની કલમમાં શબ્દો હંમેશા વહેતા, જાણે નદીનું પાણી. પણ એ પાણી કાગળ સુધી કદી પહોંચતું નહીં. દરરોજ સવારે ચા પીતાં પીતાં એ વિચારતો, “આજે તો લખીશ… એ બધી સુંદર પળો, જે જીવન એ મને આપી છે.” પણ ઓફિસનું બેગ ઊંચકીને નીકળી પડતો, અને રાતે ઘરે પાછો ફરતો ત્યારે થાકેલું શરીર અને મન બંને ઊંઘી જતા.વિજયનું ઘર શહેર ના એક શાંત વિસ્તારમાં હતું. નાનું, પણ હૂંફાળું. બારીમાંથી દેખાતું એક નાનું બગીચું, જ્યાં એની પત્ની પ્રિયા ...Read More
સ્નેહ ની ઝલક - 6
સલીમ અનારકલીથી કિશોર કુમાર સુધી મધુબાલાની અધૂરી પરંતુ અમર સફરબોમ્બેની વરસાદી સાંજ હતી, 1951ની. ફિલ્મ સિટીના સેટ પર વરસાદના ઝાપટા પડી રહ્યા હતા. લાઇટબૉય્સ ભીંજાતા હતા, કેમેરા કવરમાં છુપાયો હતો, અને દિગ્દર્શક બૂમો પાડી રહ્યા હતા. એ જ વખતે એક યુવાન છોકરી ચૂપચાપ ઊભી હતી, જેની આંખોમાં સમુદ્રની લહેરો રમતી હતી. તેનું નામ હતું મધુબાલા. અને તેની સામે એક ઝાડ નીચે ઊભા હતા ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર જેમની આંખોમાં કંઈક એવું હતું જે કોઈ સ્ક્રિપ્ટમાં લખાયું નહોતું.દૂરથી રેડિયો પર ગીત વાગી રહ્યું હતું “સીને મેં સુલગતે હૈ અરમાન…” દિલીપે ધીમેથી ગણગણવા માંડ્યું. મધુબાલા હસી. “આ ગીત તો આપણી ફિલ્મ ...Read More
સ્નેહ ની ઝલક - 7
સ્વપ્ન અને હકીકત નો સામનો 1૧૯૮૦નું તે નિર્દોષ અને સોનેરી દાયકો. સોસાયટીના જૂના મકાનોમાં સાંજ પડતા દીવડા ઝળહળતા. એ સોસાયટીમાં સામસામાં ઘરોમાં રહેતા હતા અર્પિત અને રુદ્રા બાળપણથી એકબીજાને જોવા વાળા, પણ હૃદયની અંદર ક્યાંક કોઈ અજાણ્યો નરમ રંગ ધીમે ધીમે ચઢતો હતો.તે સમયમાં છોકરીઓ ફુલકાઝળી અને સોળ સોમવાર એવા અનેક વ્રતો કરતી, અને ત્યારે સોસાયટીમાં રાત્રે જાગરણનો રંગ જ આગવો રહેતો હતો. શાંત ચાંદનીમાં છોકરીઓ તથા છોકરા ઓ તેમજ સોસાયટી ની અમુક સ્ત્રી ઓ ના ગીતો અંતાક્ષરી માં ગુંજતા અને બાળકોની તથા તેમાં જોડાતા અમુક મોટા લોકો ની રમતોમાં હાસ્યની છાંટા છૂટતી.એ જ રમતોમાં આગવી રમત એટલે સાત ...Read More
સ્નેહ ની ઝલક - 8
સ્વપ્ન અને હકીકત નો સામનો 2અર્પિત અને રુદ્રાનો પ્રેમ કોઈ ફિલ્મી ગાજવીજથી ભરેલો નહોતો; તે બે લોકોની શાંતિપૂર્ણ સમજણમાંથી સંબંધ હતો.બન્ને ભણવામાં તેજસ્વી — અર્પિતે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી માસ્ટર શરૂ કર્યું અને UPSC ની તૈયારી પણ આગળ વધારી રહ્યો હતો.રૂદ્રા પણ પોતાના અભ્યાસમાં એ જ ઉત્સાહથી આગળ વધી, અને ગ્રેજ્યુએશન સુધી પહોંચી.બંધ બારણાં પાછળની ઘણી કાળજી છતાં, એક દિવસ વાત તેમના ઘરના કાન સુધી પહોંચી ગઈ.જબ્બર ધબકારા ભરેલી એક સાંજે રૂદ્રાએ અચાનક અર્પિતને કહ્યું:“અપણે કેટલું પણ ધ્યાન રાખ્યું, હવે પપ્પા ને બધી ખબર પડી ગઈ છે… અને તેઓ મારા માટે છોકરા જોવા લાગ્યા છે. મારી અને મોટી બહેન ...Read More
સ્નેહ ની ઝલક - 9
શ્વાસ માટેનો સંઘર્ષઅશોકભાઈ અને મનીષાબેનનું જીવન બહારથી નિરાંતે ભરેલું લાગતું હતું. પોતાના મકાનમાં વર્ષો સુધી તેઓએ પુત્ર–પુત્રી સાથે સુખપૂર્વક કર્યો હતો. પુત્રીનું લગ્ન થઈ ગયું હતું, પુત્ર અભ્યાસ માટે બીજા શહેરમાં રહેવા જતો રહ્યો હતો. હવે ઘરમાં માત્ર દંપતી જ રહેતા હતા.એક સાંજ મનીષાબેન બોલ્યાં:“અશોક, હવે આ મકાન રાખીને શું કરવાનું? સીડીઓ ચઢવું–ઉતરવું ભારે પડી જાય છે. એક સુંદર ફ્લેટ હોય, એક જ માળમાં બધું હોય તો કેવું સારું લાગે!”અશોકભાઈએ થોડી વેળા ચૂપ રહીને કહ્યું:“આ ઘર સાથે કેટલી યાદો છે મનીષા… પરંતુ તારી વાત સાચી છે. ચાલ ફ્લેટ જોવાનું શરૂ કરીએ.”સ્વપ્નનું ઘરશહેરના મધ્યમાં એક જૂનું એપાર્ટમેન્ટ હતું. ત્રીજા માળે ...Read More
સ્નેહ ની ઝલક - 10
દોસ્તી – લાગણી અને મર્યાદા વચ્ચે વહેતી એક વાર્તાશાળાની સવાર હંમેશાં થોડી અવ્યવસ્થિત હોય છે. ઘંટ વાગે તે પહેલાં મેદાન અવાજોથી ભરાઈ જાય. કોઈ દોડે છે, કોઈ હસે છે, કોઈ છેલ્લી ક્ષણે ક્લાસ શોધે છે. એ ભીડમાં આર્યન હંમેશાં શાંત દેખાતો. તે બહુ બોલતો નહોતો, પણ બધું ઊંડાણથી જોતા શીખ્યો હતો. એને લાગતું કે ભીડમાં રહેવું સહેલું છે, પણ કોઈ એક સાથે સાચું રહેવું બહુ મુશ્કેલ છે.એ જ ક્લાસમાં નૈના હતી. આત્મવિશ્વાસભરી, પોતાની વાત સ્પષ્ટ રીતે કહેતી, અને આંખોમાં અજાણ્યા સપનાઓ રાખતી. તે સૌ સાથે સ્નેહથી વર્તતી, પણ પોતાની અંદરની નાજુક દુનિયા સુધી દરેકને પ્રવેશ ન આપતી. બંને એકબીજાને ...Read More
સ્નેહ ની ઝલક - 11
પરિવાર એટલે સંપૂર્ણ બ્રહ્માંડશહેરના જૂના ભાગમાં આવેલી એ સંકડી ગલીમાં એક નાનકડું મકાન હતું. મકાન શું, બસ બે રૂમ, જૂની ખુરશી, કાચા રંગની દીવાલો અને છતમાંથી ટપકતી બૂંદો. વરસાદ પડે ત્યારે ઘરની અંદર પણ છત્રી ખોલવાની ફરજ પડે એવી હાલત. છતાં, એ ઘરમાં એક એવી ગરમી હતી, જે મોટા બંગલામાં પણ ભાગ્યે જ મળે.રમેશ એ મકાનનો આધારસ્તંભ હતો. દિવસના બારથી ચૌદ કલાક મજૂરી, ક્યારેક બાંધકામ પર, તો ક્યારેક ટ્રકમાંથી માલ ઉતારતો. હાથમાં પડેલા કાઠાં, પગમાં સતત દુખાવો પણ ચહેરા પર કદી ફરિયાદ નહીં. એ જાણતો હતો કે એની થાકેલી આંખો પાછળ એક પરિવાર રાહ જોઈ રહ્યો છે.સીતાબેન, એની પત્ની, ...Read More
સ્નેહ ની ઝલક - 12
⭐ રાજેશ ખન્ના : પ્રેમ, પ્રતિષ્ઠા અને પડછાયાજતિન ખન્ના જ્યારે મુંબઈના નાના નાટ્યમંચ પર ઊભો રહીને પોતાના સંઘર્ષને શાંતિથી કરતો હતો, ત્યારે તેને કદાચ ખબર પણ નહીં હોય કે આવનારા સમયમાં તેનું પ્રેમજીવન તેની કારકિર્દી જેટલી જ ચર્ચિત અને વિવાદાસ્પદ બનશે. આ કહાણી માત્ર એક સુપરસ્ટારની નથી, પરંતુ એક એવા માણસની છે, જે પ્રેમમાં અતિ સંવેદનશીલ હતો, સફળતામાં અહંકારથી ઘેરાઈ ગયો અને અંતે એકાંતમાં ડૂબતો ગયો. અંજુ મહેન્દ્રુ અને ડિમ્પલ કપાડિયા બંને અલગ સ્વભાવ, અલગ સપના અને અલગ જીવનદૃષ્ટિ ધરાવતી સ્ત્રીઓ હતી. અને વચ્ચે હતો રાજેશ ખન્ના જેને દુનિયાએ ‘કાકા’ તરીકે પૂજ્યો, જેના ગીતોએ પ્રેમને અવાજ આપ્યો, પરંતુ જેણે ...Read More
સ્નેહ ની ઝલક - 13
શહેરની ભીડમાં ઘણી વાર માણસ સૌથી વધુ એકલો હોય છે. રસ્તાઓ પર લોકોની કતારો, બસમાં દબાણ, ઓફિસો માં હસતી ઓ બધું હોવા છતાં અંદર ક્યાંક એક ખાલીપો રહે છે. આ ખાલીપો કોઈ શોરથી ભરાતો નથી, તેને તો માત્ર એક સાચી આત્માની શાંતિ જોઈએ.આકાશ એ ખાલીપામાં જીવતો હતો.તે કોઈ ઉદાસ વ્યક્તિ નહોતો. લોકો તેને સ્માર્ટ, સફળ અને સ્થિર માનતા. મોટી કંપનીમાં સિનિયર મેનેજર, સારી આવક, પોતાનું ઘર, કાર, મિત્રવર્તુળ બધું હતું. છતાં દર રાતે જ્યારે તે બારીમાંથી બહાર જોતા, ત્યારે કોઈ અદૃશ્ય તરસ અંદરથી તેને કચોટતી. જાણે હૃદય કંઈક એવું શોધી રહ્યું હોય જે શબ્દોમાં કહી શકાય નહીં.તેને લાગતું આ ...Read More
સ્નેહ ની ઝલક - 14
જ્યારે પ્રેમ પથદર્શક બનેરાત ફરી એકવાર મારી બારી સુધી આવી હતી. શહેર ઊંઘતું હતું, પરંતુ મારી અંદર એક અજાણી જાગતી હતી. ટેબલ પર પડેલી ડાયરી ખુલ્લી હતી, પાનાં પર અડધા લખાયેલા વાક્યો હતા, જાણે કોઈ મારી આત્માને ધીમે ધીમે કાગળ પર ઉતારી રહ્યો હોય.મીરાએ પાછળથી મને જોયો. તેના વાળ ખભા પર ફેલાયેલા હતા, અને આંખોમાં એવો સ્નેહ હતો જે શબ્દોમાં આવતો નથી. તે મારી પત્ની હતી, પરંતુ હજી પણ મારા માટે મારી પહેલો પ્રેમ.તે ધીમેથી બોલી,“તું દરરોજ લખે છે… પણ ક્યારેય મને કહ્યું નથી કે કોના માટે?”હું કલમ રોકી દીધી. આવા સવાલનો જવાબ શબ્દોમાં મૂકવો સહેલું નથી. છતાં મેં ...Read More
સ્નેહ ની ઝલક - 15
છાયાઓની પાછળનો સૂર્યશહેરના સૌથી મોટા ફેમિલી કોર્ટમાં તે દિવસ અસામાન્ય ભીડ હતી.માત્ર એક છૂટાછેડાની સુનાવણી નહોતી, પણ એક માણસની જાહેર વિઘટન થવાનો હતો.“મારા પતિ સંપૂર્ણ પુરુષ નથી, માનનીય જજ સાહેબ!એ મને કદી માતૃત્વ આપવાનો લાયક નથી!”કેવલ આ શબ્દો નહીં, પણ તે શબ્દોમાં છુપાયેલ અપમાન, તિરસ્કાર અને વર્ષોનું દબાયેલું ગુસ્સો – બધું મળીને અદિત્યના હૃદયમાં વીજળીની જેમ વાગ્યું.તે શાંત ઊભો હતો.હૃદયમાં વાવાઝોડું, ચહેરા પર ખાલી શાંતિ.સામે ઉભેલી સ્ત્રી રીવા જે માટે તેણે આખી દુનિયા સામે લડાઈ લડી હતી, આજે તે જ તેની સૌથી મોટી આરોપી બની હતી.અદિત્ય અને રીવાની કહાની કોઈ ફિલ્મ જેવી હતી.બે અલગ દુનિયાઓમાંથી આવેલા બે મન.અદિત્ય એક ...Read More