ધર્મસંકટ

(1)
  • 22
  • 0
  • 152

"વિપ્લવ, તારાં મત પ્રમાણે, પ્રેમને સૌથી સચોટ રીતે કોણ પારખી શકે? મન કે મસ્તિષ્ક?" -રમાએ પોતાના પતિને પૂછ્યું. "પ્રિયે, આ પ્રશ્ન જટિલ છે. પ્રેમને ન તો મસ્તિષ્ક પારખી શકે, કે ના તો મન..!" -રમણે હળવું હસીને જવાબ આપ્યો. બન્ને પતિપત્ની, સાંજની મધુર વેળાએ પોતાના નાનકડા, સાધારણ, પરંતુ સુંદર સુશોભિત ઘરના આંગણામાં ખાટલો ઢાળી બેઠાં હતાં. રમા શાક સમારી રહી હતી. તો વિપ્લવ વાંસનો હાથપંખો ગૂંથી રહ્યો હતો. "તો પછી? પ્રેમ ક્યાં પરખાય છે? -રમાએ પ્રતિપ્રશ્ન કર્યો.

1

ધર્મસંકટ - 1

પ્રકરણ ૧ :"વિપ્લવ, તારાં મત પ્રમાણે, પ્રેમને સૌથી સચોટ રીતે કોણ પારખી શકે? મન કે મસ્તિષ્ક?" -રમાએ પોતાના પતિને આ પ્રશ્ન જટિલ છે. પ્રેમને ન તો મસ્તિષ્ક પારખી શકે, કે ના તો મન..!" -રમણે હળવું હસીને જવાબ આપ્યો.બન્ને પતિપત્ની, સાંજની મધુર વેળાએ પોતાના નાનકડા, સાધારણ, પરંતુ સુંદર સુશોભિત ઘરના આંગણામાં ખાટલો ઢાળી બેઠાં હતાં. રમા શાક સમારી રહી હતી. તો વિપ્લવ વાંસનો હાથપંખો ગૂંથી રહ્યો હતો."તો પછી? પ્રેમ ક્યાં પરખાય છે? -રમાએ પ્રતિપ્રશ્ન કર્યો."જો રમા, રમણ મને કહેતો હતો કે, મસ્તિષ્ક એટલે કે મગજ, એ આપણું એક યંત્ર સમાન અંગ છે જે માથામાં સ્થિત છે, જ્યાં પ્રેમ, ઘૃણા, ડર, ...Read More

2

ધર્મસંકટ - 2

પ્રકરણ ૨ :મુરુગન એક સિદ્ધહસ્ત ઋષિ હતા, કે જેઓ વર્ષોથી નિયમિત રીતે તપ, સાધના અને અનુષ્ઠાનો કરતાં રહેતા. જેનાં સ્વરૂપે તેમને કેટલીક નાનીમોટી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઇ હતી. એમાં વળી બૃહસ્પતિદેવ પાસેથી એક વિશિષ્ટ સિદ્ધિ પણ પ્રાપ્ત હતી, જે મુજબ તેઓ બે મૃત વ્યક્તિઓ શરીરમાં પ્રાણ ફૂંકી શકે તેમ હતાં. પણ આ એક અપૂર્ણ સિદ્ધિ હતી, એટલે એક વ્યક્તિને જીવંત કરી શકવા સુધી તો બધું સલામત રહે, પરંતુ વધુ એક વ્યક્તિના શરીરમાં જીવ રોપવાની કિંમત રૂપે તેમણે પોતાનો જીવ આપવો પડશે, એવી ચેતવણી પણ જોડે મળેલી. આમ એ એક અધૂરી સિદ્ધિ હતી,જો કે આની પૂર્ણતા માટે તેમને કોઈ ઉતાવળ ...Read More