વાર્તા ના મુખ્ય પાત્રો મિત– એક સીધો સાદો લાઇબ્રેરિયન, પરંતુ ભૂતકાળ માં મોટી ભૂલ કરી છે. કાવ્યા – શહેર માં નવી આવેલી યુવતી, જેનું પોતાનું કોઈ ગુપ્ત રહસ્ય છે. ડાયરી નો લેખક કોણ? – એ વ્યક્તિ ની ઓળખ અજાણી છે, પણ એ જ વાર્તા નો લેખક છે. અધ્યાય ૧ – “જૂની લાઇબ્રેરીનો રહસ્ય” શહેરની બહાર પડેલા જૂના રસ્તા પર એક ઢળી ગયેલું મકાન હતું. લોકો એને “લાઇબ્રેરી” કહેતા,ત્યાં ભૂલ થી ભટકી ને ક્યારેમ કોક પુસ્તક વાંચવા આવતું.... પણ ઘણા સમયથી ત્યાં કોઈ આવતું-જતું નહોતું.... ધીમે ધીમે દીવાલો પર ભંગાણ પડ્યું, દરવાજાની કડી ઝાંઝરી ગઇ, પણ અંદર પુસ્તકો હજુ પડેલા હતા — ધૂળથી ઢંકાયેલા, ચૂપચાપ.
રહસ્ય - 1
“રહસ્ય” એ એક એવી માનસિક થ્રિલર વાર્તા છે, જ્યાં એક લેખક મિત અચાનક એક અજાણી ડાયરી હાથમાં લે છે. એ લખાયેલું બધું હકીકતમાં બનવા લાગે છે. શરૂઆતમાં આકર્ષક લાગતી આ ઘટના ધીમે ધીમે તેને પોતાના ભૂતકાળની આગ, વિશ્વાસઘાત અને એક અંધકારી છાયા તરફ ખેંચી જાય છે. દરેક પાનાં સાથે એક નવું સત્ય ખુલ્લું પડે છે— પણ અંતે રહસ્ય એ જ રહે છે કે મિત પોતાની છાયા સામે ઊભો રહી શકશે કે નહીં. ...Read More
રહસ્ય - 2
અધ્યાય ૩ – “નામનું રહસ્ય”ડાયરી ના પીળાશ પડેલા પાનાં પર મારું નામ જોઈને હું ગાબડું ખાઈ ગયો.આ બધું કેવી શક્ય હતું?હું તો આ ડાયરી આજે જ શોધી હતી.“આ… આ કોણે લખ્યું હશે?” મારી જીભ કંપતી હતી.યુવતી એ પાનાં પર હાથ ફેરવ્યો, જાણે એની પરિચિત હોય.“હું તમને આખું સત્ય નથી કહી શકતી,” એણે ધીમે કહ્યું.“પણ એ નામ… એ ક્યારેય ખોટું નથી પડતું. જે લખાય છે, એ જ બને છે.”હું ઘૂંટણ સુધી ઠંડક અનુભવી રહ્યો હતો.મારા મન માં વિચારો વાવાઝોડા જેવા દોડવા લાગ્યા.શું કોઈ મને ઓળખતું હતું?શું કોઈ એ મારા માટે ખાસ આ ડાયરી લખી હતી?કે પછી આ માત્ર કિસ્મતનો ખેલ ...Read More
રહસ્ય - 3
અધ્યાય ૬ – “રાત્રિનો મહેમાન”એ રાત અજીબ રીતે લાંબી લાગી રહી હતી.ઘડિયાળના કાંટા જાણે અટકી ગયાં હતાં, પણ હકીકતમાં ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો.દરેક સેકન્ડ મને “સત્યની છાયા”ની યાદ અપાવતો હતો.લાઇબ્રેરીની બારીમાંથી ઠંડી હવા અંદર આવી રહી હતી.પાનાં ફરફરાવાની ખંખેરા જેવી અવાજો ઊઠતા હતા.હું ડાયરીને હાથમાં પકડીને બેસેલો હતો, પણ હિંમત કરી એને ખોલી શકતો નહોતો.કવ્યા ક્યાંક ગાયબ થઈ ગઈ હતી.એ ગઈ ત્યારે ફક્ત એક જ વાત કહીને ગઈ હતી:“જે આવે, એને ઓળખવાનો પ્રયાસ કરજે. કદાચ એ છાયા જ તને તારા જવાબ સુધી લઈ જશે.”મારી આંખો ભારેથી બંધ થવા જતી હતી ત્યારે દરવાજો ધીમેથી ચરચર્યો.હું ચોંકીને ઊભો થયો.દરવાજાની ...Read More