પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ

(758)
  • 148.1k
  • 247
  • 53.7k

આયખાનો મોટો ભાગ આ ઘરમાં જ વીતાવ્યો હોવા છતાં સુખ તો ક્યારેય જોયું નથી. દુનિયાની નજરે મારા પતિ શિષ્ટ, ઉદાર, સૌમ્ય અને સજ્જન જણાતા હતા. પણ એ તો જેને વીત્યું હોય એને જ ખબર પડે ને! પોતાના ઘરના ભોગે પારકાનું ભલું કરનારનો તો દુનિયા પ્રસંશા કરે જ ને? ઘરના માણસો માટે પ્રાણ પાથરનારની પ્રસંશા કરી છે આ દુનિયાએ ક્યારેય? એવા લોકો તો દુનિયાની દ્રષ્ટિએ સ્વાર્થી, કંજૂસ અને આચારભ્રષ્ટ ગણાય છે. એ જ રીતે બહારના લોકો માટે જીવનભર ઝઝૂમનારની પ્રસંશા ઘરવાળાં શી રીતે કરે!

Full Novel

1

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 1

આયખાનો મોટો ભાગ આ ઘરમાં જ વીતાવ્યો હોવા છતાં સુખ તો ક્યારેય જોયું નથી. દુનિયાની નજરે મારા પતિ શિષ્ટ, ઉદાર, સૌમ્ય સજ્જન જણાતા હતા. પણ એ તો જેને વીત્યું હોય એને જ ખબર પડે ને! પોતાના ઘરના ભોગે પારકાનું ભલું કરનારનો તો દુનિયા પ્રસંશા કરે જ ને? ઘરના માણસો માટે પ્રાણ પાથરનારની પ્રસંશા કરી છે આ દુનિયાએ ક્યારેય? એવા લોકો તો દુનિયાની દ્રષ્ટિએ સ્વાર્થી, કંજૂસ અને આચારભ્રષ્ટ ગણાય છે. એ જ રીતે બહારના લોકો માટે જીવનભર ઝઝૂમનારની પ્રસંશા ઘરવાળાં શી રીતે કરે! ...Read More

2

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 2

‘નવરસ’ ના સંપાદક પં. ચોખેલાલનાં ધર્મ પત્નીના અવસાન બાદ એમને સ્ત્રીઓ પ્રત્યે સવિશેષ લાગણી થવા માંડી છે. એમનામાં રસિકતાની માત્રા પણ ગઇ છે. પુરુષ લેખકોના સારા લેખો પસ્તીમાં જતા પણ સ્ત્રી લેખિકાઓના ગમે તેવા લેખ એ તરત જ સ્વીકારી લેતા. એટલું જ નહીં. લેખના સ્વીકૃતિપત્ર સાથે એ પ્રસંશાનાં થોડાં વાક્યોય લખી નાખતા કે - ‘‘આપનો લેખ વાંચીને હૈયું ગદ્‌ગદિત થઇ જાય છે. ભૂતકાળ આંખો સમક્ષ સજીવ બને છે. આપની લાગણીઓ તો સાહિત્યસાગરનાં અણમોલ રત્નો છે. ...Read More

3

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 3

રાત્રે ‘‘ભક્તમાળા’’ વાંચતાં વાંચતાં કોણ જાણે ક્યારેય ઊંઘ આવી ગઇ. કેવા કેવા મહાત્મા હાતા એ! એમને માટે ભગવત પ્રેમ સર્વસ્વ ભક્તિ તો ભારે તપ કરવાથી જ પ્રાપ્ત થાય. શું હું એવું તપ કરી ના શકું? અને આ જીવનમાં હવે એવું કયું સુખ બચ્યું છે? મને હવે ઘરેણાં પ્રત્યે વિરક્તિ જાગી છે. ધનદોલતનું નામ સાંભળતાં જ મારે શરીરે બળતરા થાય છે. સુશીલાએ હજુ તો કાલે જ કેટલા ઉલ્લાસથી મને શણગારી હતી, મારા ચોટલે ફૂલ ગૂંથતાં કેટલી હરખાતી હતી એ? મેં ઘણીય ના પાડી પણ એ તો માની જ નહીં. આખરે મને બીક હતી એમ જ થયું. ...Read More

4

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 4

વિપિનબાબુ સ્ત્રીને સંસારનું સૌથી સુંદર સર્જન માનતા હતા. એ કવિ હતા. એમની કવિતાનો મુખ્ય વિષય હતો સ્ત્રી અને સ્ત્રીનું સૌંદર્ય, માધુર્ય સૌંદર્ય અને યૌવનની જીવતી જાગતી પ્રતિમા માનતા. સ્ત્રી શબ્દ સાંભળતાં જ એમની હૃદયવીણા પુલકિત થઇ ઊઠતી. એમનું મન મલ્હાર આલાપવા બેસી જતું. પાકી સમજણ આવી ત્યારથી તેમણે કામિનીની કલ્પના કરવાની શરૂઆત કરી દીધી હતી. એવી કામિની કે જે એમના હૃદયની રાણી બનશે, એનામાં ઉષાની પ્રફલ્લતા હશે. ...Read More

5

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 5

હિન્દુ સમાજની લગ્નપ્રથા એટલી હદે દૂષિત અને ચિંતાજનક બની ગઇ છે કે એને શી રીતે સુધારવી એ જ સમજાતું સાત પુત્રોના જન્મ પછી અવતરનારી દિકરીને હર્ષથી વધાવે એવાં માતા પિતા કોઇક વિરલ જ હશે! કન્યાના જન્મથી જ એના લગ્નની ચિંતા માબાપને સતાવવા લાગી છે. એટલે જ દિકરીના અવસાનનું દુઃખ કદાચ માતાપિતાને નહીં થતું હોય! દહેજપ્રથાનો વધતો જતો ઊંચો આંકડો જ આ સ્થિતિ માટે જવાબદાર છે. લગ્નના ખર્ચા એટલા બધા વધી ગયા છે કે શિક્ષિત સમાડ દિવસે દિવસે નિરધન થતો જાય છે. એનું પરિણામ શું આવશે એ તો ભગવાન જાણે! ...Read More

6

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 6

‘‘ત્યાં ઓસરીમાં જ ઊભી રહેજે’’ - પરશુરામે કહ્યું. મર્યાદાએ પ્રતિભાવ આપ્યો - ‘‘કેમ, મારાથી અભડાઇ જવાશે?’’ ‘‘આટલા દહાડા તું ક્યાં હતી? સાથે રહી હતી? કેવી રીતે રહી હતી? અને અહીં કોની સાથે આવી?’’ ‘‘આ વેળા એ બધું પૂછવાની છે? શું ફરીવાર વખત નહીં મળે?’’ ‘‘હા, આ જ વેળા છે. નદીએ નાહીને તો મારી સાથે આવી હતી તું. મારી પાછળ પાછળ જ ચાલતી હતી.ને. પછી તું એકાએક ક્યાં અદ્રશ્ય થઇ ગઇ હતી?’’ ...Read More

7

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 7

પંક્તિ હૃદયનાથની અયોધ્યામાં ભારે બોલબાલા હતી. ખાસ શ્રીમંત નહીં. પણ ખાધેપીધે સુધી ખરા મકાનના ભાડામાંથી નિર્વાહ કરતા હતા એ. એ આમ ભણેલા ગણેલા વિચારશીલ માણસ હતા. દુનિયાનો સારો એવો અનુભવ હતો એમને, પણ એમનામાં ક્રિયાશીલતાનો અભાવ હતો. સમાજ એમની નજરોમાં એક ભયંકર ભૂત હતું. એ એનાથી ડરતા હતા હંમેશાં. એમની પત્ની જોગેશ્વરી એમનું જ પ્રતિબિંબ હતી. પતિનો વિચાર એ જ એનો વિચાર, પતિની ઇચ્છા એ જ એની ઇચ્છા. ...Read More

8

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 8

પંડિત બાલકરામ શાસ્ત્રીની ધર્મપત્ની માયાને ઘણા દિવસોથી હારની લત લાગી હતી. અનેકવાર એ માટે પંડિતજીને આગ્રહ કરવા છતાં એમણે વાત ગણકારી ન હતી. એમ તો શી રીતે કહેવાય કે પાસે પૈસા નથી. એમ કહેતાં તો એમના નામને બટ્ટો લાગે. એટલે તેઓ તર્ક અને બહાનાંનો આશરો લેતાં. ઘરેણાંથી શો ફાયદો? સોનું ચોખ્ખું મળે નહીં. તેમાંય સોની રૂપિયાના આઠ આના કરી આલે. વળી ઘરેણાં ઘરમાં રાખવાથી માથે ચોરીનોય મોટો ભય! ક્ષણવારના મોજશોખ માટે આટલી મોટી આફત વહોરી લેવી એ તો મૂર્ખતાની નિશાની ગણાય. ...Read More

9

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 9

લગ્નની બાબત એ તો ભાગ્યના ખેલ છે. એમાં માણસનું શું ચાલે! ભગવાને કે બ્રાહ્મણોએ નક્કી કર્યું હોય ત્યાં જ એ ભારતનાથે લીલા માટે વર ગોતવામાં કશી કમી રીખી ન હતી તોય એમની ઇચ્છા પ્રમાણેનાં વર કે ઘર ના મળ્યાં. દરેક પિતાની ઇચ્છા પ્રમાણે એ પણ દિકરીને સુખી જોવા ઇચ્છા હતા. એમને ધન દોલત જ સૌથી વધુ મૂલ્યવાન હતાં. શિક્ષણ અને ચારિત્ર્યને એ ગૌણ સમજતા. ચારિત્ર્યની તો વાત જ કરવા જેવી નથી. અને આજકાલના જમાનામાં શિક્ષણનું શું મૂલ્ય છે? સંપત્તિની સાથે શિક્ષણ હોય તો તો પૂછવું જ શું? એવું ઘર શોધવા છતાં એમને મળ્યું નહીં. ...Read More

10

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 10

ગામ આખામાં મથુરા જેવો મજબૂત જુવાન શોધ્યોય ના જડે. વીસ વર્ષની ઉંમર હશે એની. એ આખો દહાડો ગાયો ચારતો. દૂધ કરતો. કુસ્તી લડતો. ને પાવો વગાડતો. આમ તેમ ફર્યા કરતો. આમ તો એ પરણેલો હતો પણ કોઇ સંતાન ન હતું. ઘેર ખેતીવાડીય ખરી. ભાઇઓ સાથે હળીમળીને એ ખેતી કરતો. મથુરા આખા ઘરનું નાક હતો. ...Read More

11

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 11

આખા નગરમાં શ્રીમાન યશોદાનંદની વાહ વાહ થઇ રહી હતી. એમની કીર્તિ ચોમેર ફેલાયેલી હતી. છાપાંઓમાં એમની આલોચના થતી મિત્રોના તો કોઇ પાર ન હતો. ઠેરઠેર ચર્ચા થતી હતી આને સમાજસેવા કહેવાય! ઊંચા વિચારો ધરાવનાર વ્યક્તિનાં કાર્યો આવાં જ હોય છે! શ્રીમાને શિક્ષિત સમાજનું મસ્તક ઉન્નત કરી દીધું હતું. હવે કોઇ કેહશે કે આપણા નેતાઓ માત્ર વાતોનાં વડાં કરવામાં જ પાવરધા છે, કામ કરવામાં નહીં? એમણે ધાર્યું હોત તો એમના દીકરા માટે લગ્નના દહેજમાં ઓછામાં ઓછા વીસ હજાર રૂપિયા મેળવી શક્યા હતો. ...Read More

12

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 12

માધવી બે સહારા થઇ ગઇ હતી. એને મદદ કરનાર કોઇ ન હતું. નિરાધાર સ્થિતિમાં નિર્ધન ઘરમાં રડી રડીને એ જીવી હતી એના અંધકારમય જીવનમાં આશાનું કોઇ કિરણ ઉગે એમ લાગતું ન હતું. પતિના અવસાનને બાવીસ વર્ષ વીતી ગયાં હતાં. ઘરમાં ખાવાને કોળિયો ધાન ન હતું. ન હતો એની પાસે કાણો પૈસોય આવી વિષમ પરિસ્થિતિમાંય એણે એના દિકરાને પાળી પોષીને ઊછેર્યો હતો. ...Read More

13

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 13

ઘરવાળાંને અને ખાસ કરીને પ્રસૂતા સ્ત્રીને જે વાતની શંકા હતી તે જ થયું. ત્રણ દિકરીઓ બાદ દિકરીનો જન્મ થયો હતો. ભયંકર અનર્થ! મા, પિતા અને વૃદ્ધ દાદીમા ઉપર તો આખું આભ તૂટી પડ્યું જાણે. હવે તો ભગવાન બચાવે તો બચાય એમ હતું. સૌ નવજાત બાળકીને રાક્ષસી માનતાં હતાં. થતું - ‘‘આ અભાગણી આ ઘરમાં શું કામ આવી? ને આવવું જ હતું તો વહેલી કેમ ના આવી? ભગવાન દુશ્મનને ઘેર પણ તેંતર ને જન્મ ના આપે.’’ ...Read More

14

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 14

જેને ઘેર માત્ર દિકરીઓ જ અવતરતી હોય એ માણસ સદા નિરાશ રહે છે. એ એટલું તો સમજે છે કે એમાં કોઇ દોષ નથી. છતાં તે પત્નીને અભાગણી માનીને એના પર મોંઢું ચઢાવે છે. નિરુપમા આવી જ એક અભાગણી સ્ત્રી હતી. ઘમંડીલાલ ત્રિપાઠી એનો પતિ હતો. નિરુપમા એક પછી એક એમ ત્રણ પુત્રીઓને જન્મ આપ્યો હતો. આખા ઘરમાં એ અપ્રિય થઇ ગઇ હતી. સાસુ સસરાની તો ખાસ ચિંતા ન હતી. ...Read More

15

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 15

કોર્ટનું કામકાજ પૂરું થઇ ગયું હતું. સંધ્યાનો સમય હતો કોર્ટના કર્મચારીઓ અને પટાવાળા ગજવાં ખખડાવતા ઘેર જઇ રહ્યા હતા. કંઇક જડવાની ભંગી કચરાના ઢગ ફંફોસી રહ્યો હતો. કોર્ટના ઓરડામાં ચામાચિડીયાં આમ તેમ ફરી રહ્યાં હતાં. બહાર ચોગાનમાં લીમડાનાં ઝાડ નીચે કૂતરાં બેઠેલાં હતાં. બરાબર એ સમયે ફાટેલાં તૂટેલાં લૂગડાંવાળૅ એક વૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે ન્યાયાધીશના બંગલે આવી બહાર છજા નીચે ઊભો. ન્યાયાધીશનું નામ હતું મિસ્ટર જી.સિન્હા. ...Read More

16

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 16

લૈલા કોણ હતી, ક્યાંથી આવી હતી અને શું કરતી હતી તેની કોઇને કશી ખબર ન હતી. એક દિવસ લોકોએ એક સૌંદર્યને તેહરાનના ચૌટામાં ચક ઉપર હાફિઝની ગઝલ ઝૂમી ઝૂમીને ગાતાં જોયું - ‘‘રસાદ મુજરા કિ ઐયામે ગમ ન ખ્વાવહા માંદ ચૂના ન ર્માંદ, ચૂની નીજહમ ન ખ્વાહદ ર્માંદ.’’ એ લૈલા હતી. સમગ્ર તેહરાન એના પર ફીદા હતું. ઉષાની પ્રફુલ્લ લાલિમા જેવું એનું સૌંદર્ય હતું. બુલબુલના ટહુંકા જેવો મીઠો એનો કંઠ હતો. લૈલા...લૈલા કાવ્ય, સંગીત. સૌરભ અને સુષ્માની એક મનોરમ પ્રતિમા હતી. એ પ્રતિમા સામે ગરીબ અમીર અને નાના મોટાનાં મસ્તક ઝૂકી જતાં હતાં. ...Read More

17

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 17

આપણા દેશમાં ધીરધારના ધંધા જેવો બીજો કોઇ ધંધો નથી. સામાન્ય રીતે વાર્ષિક વ્યાજનો દર રૂપિયા પચ્ચીસ હોય છે. આંટમાં લીધેલી વસ્તુ સેંકડે બાર રૂપિયા વ્યાજ લેવામાં આવતું. એથી ઓછા વ્યાજે રૂપિયા મળવા અશક્ય હતું. વકીલ, ડાક્ટર, સરકારી અધિકારીઓ, જમીનદાર તથા જેની પાસે વધારાનો પૈસો હોય એ ધીરધારનો ધંધો કરી શકતા. એકઠી થયેલી મૂડીનો એ સૌથી સફળ સદુપયોગ થયો ગણાતો. લાલા દાઉદયાળ આવો ધીરધારનો ધંધો કરનારા મહાજન હતા. એમનો ધંધો વકીલાતનો હતો. ...Read More

18

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 18

કિશોરાવસ્થામાં શાળામાં ભણતો હતો ત્યારે મને ખાસ વ્યવહારિક જ્ઞાન ન હતું છતાંય હું નશાનિવારણી સભાનો ઉત્સાહિત સભ્ય હતો. હું મેળાવડાઓ માં હાજરી આપતો. ફાળો ઉઘરાવતો. એટલું જ નહીં, હું અટલ વ્રતધારી પણ હતો. પ્રધાન મહોદયે દિક્ષા લેતી વખતે મને પૂછ્યું હતું ‘‘તમને વિશ્વાસ છે કે આજીવન તમે આ વ્રત પાળશો?’’ ત્યારે મેં નિશંકભાવે જવાબ જવાબ આપ્યો હતો કે ‘‘હા, મને પૂર્ણ વિશ્વાસ છે.’’ પ્રધાન મહોદયે પછી મારા હાથમાં પ્રતિજ્ઞા પત્ર મૂક્યું હતું. મને તે દિવસે અપાર આનંદ થયો હતો. ...Read More

19

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 19

બાળક સ્વભાવે જ ચંચળ હોય છે. સુખ કે દુઃખની સ્થિતિમાંય એ વિનોદપ્રિય હોય છે. નથુવાનાં મા બાપ મરી ગયા પછી અનાથ છોકરો ભોલેનાથ ને ઘેર જ મોટે ભાગે પડ્યો રહેતો હતો. રાય સાહેબ ભોલેનાથ દયાળુ માણસ હતા. ક્યારેક તેઓ પેલા છોકરાનો વાપરવા અધેલોય આપતા. એમના ઘરમાં એઠું જૂઠું ખાવનું તો એટલું બધું વધતું હતું કે આવાં તો કઇક અનાથ બાળકોનું પોષણ થઇ શકે! નથુવાને પહેરવા ઉતરેલાં લૂંગડાં મળી રહેતાં. એટલે નથુવા અનાથ હોવા છતાં દુઃખી ન હતો. ...Read More

20

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 20

હોળીનો દિવસ હતો. મિસ્ટર એ.બી.ક્રોસ શિકારે ગયા હતા. ગાડીવાન, પટાવાળો, ભિસ્તી, ધોબી વગેરે તમામ હોળીનો ઉત્સવ મનાવવામાં ખોવાઇ ગયા સાહેબના ગયા પછી બધાએ ખૂબ ભાંગ પીધી હતી. અત્યારે તેઓ બગીચામાં બેસીને હોળીના ફાગ ગાઇ રહ્યા હતા. તેમ છતાં બધાંની નજર તો બંગલાના દરવાજા ભણી હતી. કદાચ સાહેબ આવી જાય તો? એટલામાં શેખ નૂરઅલી ત્યાં આવીને ઉભો રહ્યો. ...Read More

21

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 21

પોતાના રૂપને દર્પણમાં જોતાં કોઇ રૂપવતી નારીને જેવો આનંદ થાય, તેવો જ આનંદ મોલથી હર્યાંભર્યાં ખેતરોને જોઇ ખેડૂતને થાય શેરડીથી લહેરાતાં ખેતરોને જોઇ ઝીંગુરને એક અજબ પ્રકારનો કેફ થઇ આવતો. ત્રણ વીઘાં શેરડી હતી. રૂપિયા છસો તો અમથા અમથાય મળી જાય. અને જો ઇશ્વર પાઘરો ઉતર્યો તો તો વાત જ પૂછવા જેવી ના રહે. એના બંન્ને બળદો ઘરડા થઇ ગયા હતા. ક્યાંક બે વીઘાં જમીન વધારે મળે તો લખાવી લેવાય એમ હતું. પૈસાની હવે શી ચિંતા હતી? વાણિયા તો અત્યારથી જ એની ખુશામત કરતા હતા. એ ગામમાં પોતાની જાતને દાદો માનતો. કોઇની સાથે લડ્યા વગર રહ્યો ન હતો. ...Read More

22

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 22

નઇમ અને કૈલાસમાં ઘણો જ તફાવત હતો. નઇમ એક વિશાળ વટવૃક્ષ હતો તો કૈલાસ બગીચાનો એક કુમળો છોડ. નઇમ અને વિલાસી યુવાન હતો જ્યારે કૈલાસ ચિંતનશીલ અને આદર્શવાદી જીવ હતો. નઇમ સમૃદ્ધ પિતાનો એકમાત્ર પુત્ર હતો. કૈલાસ એક સામાન્ય બાપનું ફરજંદ હતું. એને પુસ્તકો માટે ખાસ પૈસો મળતો ન હતો. માગી તાગીને કામ ચલાવતો. એકને માટે જીવન આનંદનો વિષય હતો અને બીજાંને માટે મુશ્કેલીઓનો ભારો. આટઆટલી વિષમતા હોવા છતાં બંન્ને ઘનિષ્ટ મિત્રો હતા. બંન્નેને પરસ્પર વિરુદ્ધ પ્રેમબંધને બંધાયેલા હતા. ...Read More

23

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 23

રામધન આહીરના ખોરડે એક સાધુએ આવી ને ટહેલ નાખી - ‘‘બચ્ચા, તેરા કલ્યાણ હો. સાધુ પર કુછ દયા કર.’’ રામધને એની કહ્યું - ‘‘બારણે સાધુ પધાર્યા છે. એમને ભિક્ષા આપ.’’ એની પત્ની વાસણ માંજતી માંજતી આજે શું રાંધવું એની ચિંતા કરી રહી હતી. ઘરમાં અનાજનો એક દાણોય ન હતો. ...Read More