અંતરના દર્પણથી

(6)
  • 2.7k
  • 0
  • 842

મિત્રો, ઘણા સમય પછી તમારી સમક્ષ ફરી અલગ અલગ ટૂંકી વાર્તાઓ રજૂ કરવા જઈ રહી છું. મારી આ વાર્તાઓનું મુખ્ય શીર્ષક “અંતરના દર્પણથી” રહેશે, જેમાં અલગ અલગ ટૂંકી વાર્તા રજૂ કરીશ. પાત્રો અને સ્થળ કાલ્પનિક છે જેની સૌએ નોંધ લેવી. ભાગ – 1 - માધુ ની વફાદારી ઉનાળાની એ ધખધખતી ધોમ તપતા સૂરજની બપોર હતી. આટલી લૂ વા વા છતાં પણ લોકો પોત પોતાના જે કામ હતા અને જેમણે બહાર નીકળવું જ પડે તેમ હતુ તે ફરી રહ્યા હતા.

1

અંતરના દર્પણથી - ભાગ 1

મિત્રો, ઘણા સમય પછી તમારી સમક્ષ ફરી અલગ અલગ ટૂંકી વાર્તાઓ રજૂ કરવા જઈ રહી છું.મારી આ વાર્તાઓનું મુખ્ય “અંતરના દર્પણથી” રહેશે, જેમાં અલગ અલગ ટૂંકી વાર્તા રજૂ કરીશ.પાત્રો અને સ્થળ કાલ્પનિક છે જેની સૌએ નોંધ લેવી.ભાગ – 1 - માધુ ની વફાદારીઉનાળાની એ ધખધખતી ધોમ તપતા સૂરજની બપોર હતી. આટલી લૂ વા વા છતાં પણ લોકો પોત પોતાના જે કામ હતા અને જેમણે બહાર નીકળવું જ પડે તેમ હતુ તે ફરી રહ્યા હતા.આવા સમયે એક મજૂર વર્ગનો માણસ જેનું નામ માધુ હતુ તે પણ પોતાની પેંડલ રીક્ષામાં સામાન લાદવીને નીકળ્યો હતો. ધોમધખતો તડકો અને ચામડી ને તપવી નાખે ...Read More

2

અંતરના દર્પણથી - ભાગ 2

(પાત્રોના નામ અને સ્થળ કાલ્પનિક છે જેની સૌએ નોંધ લેવી.) સમી સાંજના આછા આછા ગુલાબી અને કેસરી રંગના મધ્યે સૂરજ છુપાવવાની તૈયારી કરી રહ્યો હતો, એવા સમયે મુંબઈના દરિયા ના એ કાંઠે બેસીને ઊંડે ઊંડે દરિયાના મોજાની પાણી સાથેની રમત એકધારી રીતે વ્યોમેશ જોઈ રહ્યો હતો. વ્યોમેશ દેખાવે તો સારા ઘરનો લાગતો હતો. મજબૂત કદ કાઠી હતી અને ઘંઉવર્ણી કાયા એની મોટી મોટી આંખો અને કાળા વાંકડિયા ઝુલ્ફો જે ઉડાઉડ થતા તેનાથી તે વધુ રૂઆબદાર લાગી રહ્યો હતો. વ્યોમેશ બેસી ને બસ શું વિચારતો હશે એ તો એને જ ખબર, પરંતુ તેની આંખોમાંની ઉદાસીનતા છુપી રહેતી ન ...Read More