પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ

(7)
  • 32.9k
  • 0
  • 16.7k

" અનામિકા .... બેટા પ્લીઝ અહીં આવતી રહેજે , ત્યાં બહાર ખુબ જ ઠંડો બર્ફીલો પવન ચાલે છે .... અનુ ... ક્યાં જતી રહી આ છોકરી પણ .. " - મીનાબેન ઘરની અંદરથી બુમાબુમ થતાં હતાં . અનામિકા દાંત કકડાવતી ઘર અંદર એક ડોગને લઈ આવે છે અને ફટાફટ દરવાજો બંધ કરી સગડી પાસે તાપ લેવા બેસી જાય છે . મીનાબેન પણ ત્યાં જ અનુ માટે ટીશર્ટ ગુંથતા હતાં . નાનું ડોગ જોઈ મીનાબેન ચોંકીને : " અરે આ શું અનુ !!! આ કોનાં માટે લઈને આવી ગઈ , ક્યાંથી મળ્યું તને આ ડોગ ... કોનું છે ??? જા અત્યારે જ પાછુ મુકી આવ જ્યાંથી લાઈ આવી છો ત્યાં જ . " અનુ ચિડાઈને : " બહાર કેટલી ઠંડી છે મોમ . અને આ ડોગ .. એ એટલી ઠંડીમાં જીવી શકે ?? તેને આમ એકલાં મુકી હું ન આવી શકત એટલે મેં તેને ઘર પર લાવવાનું નક્કી કર્યું . અને આ કેટલું ક્યુટ અને માસુમ છે જો તો જરાક . કોણ એને આમ છોડીને જતું રહ્યું હશે નિર્દય વ્યક્તિ હન ... "

1

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 1

ભાગ - ૧" અનામિકા .... બેટા પ્લીઝ અહીં આવતી રહેજે , ત્યાં બહાર ખુબ જ ઠંડો બર્ફીલો પવન ચાલે .... અનુ ... ક્યાં જતી રહી આ છોકરી પણ .. " - મીનાબેન ઘરની અંદરથી બુમાબુમ થતાં હતાં . અનામિકા દાંત કકડાવતી ઘર અંદર એક ડોગને લઈ આવે છે અને ફટાફટ દરવાજો બંધ કરી સગડી પાસે તાપ લેવા બેસી જાય છે . મીનાબેન પણ ત્યાં જ અનુ માટે ટીશર્ટ ગુંથતા હતાં .નાનું ડોગ જોઈ મીનાબેન ચોંકીને : " અરે આ શું અનુ !!! આ કોનાં માટે લઈને આવી ગઈ , ક્યાંથી મળ્યું તને આ ડોગ ... કોનું છે ??? જા ...Read More

2

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 2

ભાગ - ૨ભાગ - ૧ ક્રમશઃ ....ચાંદની ચાંદની શિયાળાની રાતને વધુ સફેદ અને ઠંડી બનાવતી હતી . ચારે બાજુ જ બરફ હતો . બધું જ સફેદ લાગતું હતું . બારી પાસે બેસી અનુ રોજની જેમ એનાં પિતાજીની રાહ જોતી હતી . પણ આજ સમય થોડો અલગ હતો . મનમાં એક ડર હતો , મમ્મી સાથે તો ગમે તેમ લડી લીધું પણ ડેડ પાસે શું બોલશે !!! સાચી માથાકુટ તો ડેડ સાથે જ કરવાની હતી . ડરની લાગણી ઉછાળા મારે ત્યાં તેને ડોગને જોઈને હિંમતનાં ભાવ પણ જાગતા હતાં . તેને વિશ્વાસ હતો કે કંઈ પણ કરીને એ લડી લેશે ...Read More

3

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 3

ભાગ - ૩ ભાગ - ૨ ક્રમશઃ કરતાં .... આગળનાં ભાગમાં આપડે જોયું કે વિનુભાઈ અનુ સામે ડોગ રાખવાની માટે એક પ્રોમિસ માંગે છે . હવે આગળ શું થશે ચાલો જાણીએ .... અનુ ખુશ થઈ : " હા , હા ડેડ બિલકુલ .... હું ... હું બસ એનું ધ્યાન રાખવા માંગુ છું . એનો માલિક આવશે પછી હું તેને આ ડોગ સોંપી દઈશ ખુશી ખુશી ... પાક્કું ,, થેન્ક યુ ડેડ ... થેન્ક યુ સો મચ . " અનુ ખુશ થઈ વિનુભાઈને ભેટી પડે છે .. વિનુભાઈ આગળ બોલતાં : " અને હજુ સાંભળ આગળ .... " અનુ : ...Read More

4

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 4

ભાગ - ૪ભાગ - ૩ ક્રમશઃ .... કહાનીનો બીજો પહેલું , એટલે કે બીજી બાજુ જોઈએ તો અવિનાશ તેનાં અને દીદી સાથે કશ્મીર ફરવા આવ્યો હોય છે . અવિનાશનો દેખાવ એકદમ કાળા વાળ , કાચો સફેદ વાન હોવાથી વધુ ઘેરા લાગતા હતા , આંખો નાની અને બદામ જેવી , હોઠ લાલ કલરના નેચરલી લિપ કલર જ જોઈ લો ... , બોડી બિલ્ડ જોઈ લાગતું હતું જીમ જરૂર જોઈન્ટ કરેલું હોવું જોઈએ , ખાધે પીધે સુખી પણ મિડલ ક્લાસ ૨૪ વર્ષનો છોકરો . પણ તેના જીજાજીને ખુબ સારૂ હતું . એને જ અવિનાશને લોખંડનાં સ્પેરપાર્ટ બનાવવાના ધંધામાં ચડાવ્યો હતો . ...Read More

5

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 5

ભાગ - ૫ ભાગ - ૪નો વાર્તાલાપ ક્રમશઃ ... ટીના કટાક્ષ ભરી નજરે : " હા , હસી લો .. બસ એ જ તો બાકી રહી ગયું છે આપડે બીજુ શું કરવાનું હવે !! જતી રહીશને ક્યાંક ત્યારે ખબર પડશે તમને બંનેને ... " મિહિર મજાક કરતા : " અરે નહીં નહીં ... તું ક્યાંય જતી નહીં ભાઈ . સોરી ઓકે . નહીં કરું હવે આવી ભુલ ... તું જતી રહીશ તો અમારું કોણ ?? કેમ અવિનાશ ??? !!! " અવિનાશ : " હા , દીદી તું તો લાઈફનો મોટામાં મોટો હિસ્સો છે મારો . એમ કેમ જવા દઉં ...Read More

6

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 6

ભાગ - ૬ભાગ - ૫ ક્રમશ: ..... આગળનાં ભાગમાં આપડે જોયું કે અવિનાશ નિચે જઈ તેનાં જીજુ પાસે બેસી છે . બાજુમાં આધેડ વયના એક ભાઈ બેઠાં હતાં જે મિહિરના સગા સંબંધી હતાં . મિહિર અવિનાશ સાથે રાજેશભાઈનો પરિચય કરાવે છે . રાજેશભાઈ પણ અવિનાશનો થોડો પરિચય લે છે . થોડી વાર વાત - ચીત ચાલે છે ત્યારબાદ અવિનાશ મિહિરની રજા લઈ બહાર કામથી જતો રહે છે . રાજેશભાઈ : " મિહિર , મને આ છોકરો ગમે છે ... શું હું તેના મમ્મી પપ્પાને મારી રુહી સાથે વાત કરી શકું !!! ??? " મિહિર ખુશ થઈ : " અરે ...Read More

7

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 7

ભાગ - ૭ ભાગ - ૬ ક્રમશઃ ..... મિહિર હસીને : " કેમ તું આવું વિચારે છે ,,, ??? !!! એવું કંઈ નથી . અહીં કોણ હોય !! તું વધુ વધુ પડતી પસેસિવ છો ટીનુ .... " ટીના : " તો કેમ હસતાં હતાં ??? કોઈ જોક યાદ આવી ગયો હતો ??? " મિહિર : " ના .... ના ... એક ખુશ ખબર છે ખાસ તો તારા માટે . " ટીના : " શું ??? મારાં માટે !!!! કોઈ સરપ્રાઈઝ ??? " મિહિર : " ના .... ના ... ખુશખબરી સરપ્રાઈઝ આપવાની નથી . અને તને લાગતી વળગતી કોઈ ...Read More

8

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 11

ભાગ - ૧૧ સવારનો સમય ..... એક તો શિયાળાની સવાર ... ઉપરથી કશ્મીર .... અવર્ણનીય આનંદ ..... બર્ફીલા પહાડો , સફેદ ચાદર ઓઢેલી જમીન પર સૂરજના કિરણો પડી ચુક્યા હતા . ઠંડા પવનની સુસ્કારીઓ જાણે વાતાવરણને છેડી રહી હોય એમ સીસોટીઓ વાગી રહી છે . ખુશનુમા વાતાવરણમાં બધાં સ્ફુર્તિ સાથે પોત - પોતના કામમાં વ્યસ્ત થઈ ગયાં છે . વહેલી સવારનો સમય છે એટલે માર્કેટમાં આજ ચહેલ - પહેલ ઓછી છે . દુકાનદારો પોતાની સ્ટોલ ખોલી કામ કરવામા લાગી ગયાં છે ..... કેટલીક સ્ટોલ તો ખુલી પણ નથી . અનુ તેનાં મેરીકને લઈ તૈયાર થઈ પહોંચી માર્કેટ પહોંચી ગઈ ...Read More

9

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 8

ભાગ - ૮ તમારો ખુબ ખુબ આભાર વાચક મિત્ર , કે તમે મને વાંચી ... અને તમારા સુંદર પ્રતિભાવ આપ્યા . જેથી હું મારા લેખનને વધુ મજબુત અને રસપ્રદ બનાવી શકુ છુ . આવી જ રીતે મારા લેખનને પ્રોત્સાહન આપશો એ આશા સાથે હું આગળ વધુ છુ . ભુલ તરફ ધ્યાન દોરવજો મિત્રો .... અને અભિપ્રાયો આપતાં રહેજો . આભાર ... ભાગ - ૭ ક્રમશઃ ...... આગળનાં ભાગમાં આપડે જોયું કે ટીના ખુબ જ ખુશ થઈ જાય છે અવિ વિશે વાત સાંભળી . પણ શું ખરેખર અવિના લગ્ન એ છોકરી સાથે થઈ જશે !!! હજુ આપડા સ્ટોરીમાં હિરોઈનની મુલાકાત ...Read More

10

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 9

ભાગ - ૯ ભાગ - ૮ ક્રમશઃ ...... અનુ ગુસ્સા સાથે : " તમારા જેવા બેફીકર લોકોનાં લીધે જ રખડી પડે છે .... કેરલેસ માણસ . સાચવતા ન હોય તો રાખતાં જ કેમ હશો એમને તમારી સાથે . " અવિ થોડો ઢીલો પડતાં : " અત્યારે તો આખી દુનિયાના મહેણામારે સાંભળવાના છે તારા વધુ . બાકી મને ખબર છે મારો પ્રેમ ટોમી સાથે કેટલો હતો એ . એ જરૂર પાછો આવશે . ચાલો બાય .... અને સોરી . " અનુને અવિનો ફેસ જોઈ દુઃખ થાય છે તેને અહેસાસ થાય છે કે તેના શબ્દોએ અવિને દુઃખી કર્યો છે . અનુ ...Read More

11

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 10

ભાગ - ૧૦નમસ્તે વહાલા વાચક મિત્રો , આગળનાં ભાગમાં આપડે જોયું કે મેરીક જ ટોમી હતો . એ વાત સાબિત કરી લીધી હતી . એનો ચહેરાનો રંગ એકદમ ફરી જાય છે . તેને ખુબ જ ચિંતા થવાં લાગે છે . શું કરવુ કશું જ સમજાતું અનુને સમજાતું નહતું , એક બાજુ તેને અવિનાશ માટે દુઆ માંગી હતી કે તેને જલ્દી જ તેનું ખોવાયેલું ટોમી મળી જશે . તો બીજી બાજુ એ ડોગને મુકવા નહતી માંગતી . અવિની હાલત તે સમજી શકતી હતી પણ તેની હાલત જે હવે થવાની હતી તે અવિ જેવી જ હતી . સપનું જોયું અને પુરુ ...Read More

12

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 12

ભાગ - ૧૨ ભાગ - ૧૧ ક્રમશ: .....મેરીકની આંખ પણ એ સ્ત્રી સાથે સ્થિર થઈ ચમકી રહી હતી . મહિલા : " અ .. હેય , લોકિંગ સો પ્રિટી ડોગ ... આ તમારું ડોગ છે ??? " અનુ પુરા આત્મવિશ્વાસ સાથે : " હા , કોઈ શક ??? " તે મહિલા : " અરે ના ... ના ... મારા ભાઈ પાસે પણ સેમ આ જ ડોગ હતું એટલે . " અનુ ચોંકીને : " હતું મતલબ ???? અત્યારે .... " અનુની વાતને વચ્ચે જ અધુરી મુકતા એ સ્ત્રી બોલી ઊઠે છે , " હા ... અમે અહીં ફરવા આવ્યાં ...Read More

13

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 13

ભાગ - ૧૩ ભાગ - ૧૨ ક્રમશ: ......મીનાબહેન અનુનો ઉદાસ ચહેરો ઉપરની રૂમમાં બારી પાસે બેઠાં બેઠાં જોઈ રહ્યાં . એ સમજી ગયા હતાં મેરીક હજુ સાથે છે એટલે એ છોકરા સાથે કોઈ મુલાકાત નહીં થઈ હોય . તે ઉતાવળા પગલે નીચે આવી દરવાજો ખોલે છે .અનુ થોડી સ્માઈલ આપી કશું બોલ્યાં વગર અંદર આવે છે . અને ડાઇનિંગ ટેબલ પર બેસી જાય છે . મીનાબેન દરવાજો બંધ કરી અનુ અને મેરીક માટે લંચ તૈયાર કરતા કરતા : " શું થયું દિકા ,,, કેમ આમ ઉદાસ થઈ ગઈ ???? એ છોકરો મળી જશે ઉપાડી ન કર . " અનુ ...Read More

14

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 14

ભાગ - ૧૪નમસ્તે વહાલા વાચક મિત્રો , આગળના ભાગમાં આપડે જોયું કે ટીના અને અવિની જે છોકરી સાથે મુલાકાત છે તે એક જ છોકરી હોય છે અને તે છે અનુ ... અનુ એની મોમને આખી વાત ઉપર રૂમમાં કરી દે છે .... શું થશે હવે આગળ ???? ... અનુનાં જૂઠ પકડાઈ જવા પર તે ટીનાને શું જવાબ આપશે ??? .......જાણવા માટે ચાલો સાથે મળીને આગળ વધીએ .... ભાગ - ૧૩ ક્રમશ: ....ટીના : " અવિ હું સવારે જે છોકરીની વાત કરતી હતી તે આ જ છે ... " અવિનાશ ચોંકીને : " શું ??? તમે આ છોકરીને મળ્યા હતા ...Read More