લાગણીના પવિત્ર સંબંધો

(170)
  • 74k
  • 28
  • 50.1k

"લાગણીના પવિત્ર સંબંધો ..." કહાનીમાં જીવંત સંબંધોમાં રહેલી પવિત્રતા અને નિઃસ્વાર્થ ભાવે કરેલા પ્રેમ ની જીત... જેવા જિંદગીના અણમોલ મૂલ્યોનું ભાવપૂર્ણ અને રસપ્રદ રીતે વર્ણન કર્યું છે. આશા રાખું છું આપ સૌને જરૂરથી ગમશે. તો કહાનીને વાંચો..માણો...અને તમારા સુંદર પ્રતિભાવો જરૂરથી મોકલો... - મૌસમ

Full Novel

1

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 1

લાગણીના પવિત્ર સંબંધો કહેવાય છે કે કુદરતનું સૌથી સુંદર સર્જન એટલે સ્ત્રી. તેમાં પણ જો કોઈ પ્રકૃતિને જોવે તો જ કહે, ભગવાને નવરાશના સમયે તેને બનાવી હશે.આમ તો તે 35 વર્ષની થઈ ગયેલી પણ તેને જોઈ 18 વર્ષના યુવાનો પણ તેના પ્રેમમાં પડી જાય તેવું તેનું આકર્ષક જોબન. સાદગી તેના જીવનનું આભૂષણ.પરંતુ તેનું પ્યારું સ્મિત..!! નાના મોટા સૌનું દિલ જીતી લેતું. તેની દસ વર્ષની દીકરી ક્ષિપ્રા, તેનો પ્રેમાળ પતિ અભિષેક અને વયોવૃદ્ધ સાસુ સસરા તથા બેન્કની જોબ..જેવી વિવિધ જવાબદારીઓથી ઘેરાયેલી હોવા છતાં પ્રકૃતિ પોતાનુ ...Read More

2

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 2

પ્રકૃતિ એ થોડા અકળાઈને કહ્યું, " માત્ર જોવા માટે અહીં ટોળે વળ્યાં છો..?? આ માણસને બિચારાને કોઈ મદદ તો એકે કહ્યું, " 108 બોલાવીએ તો સાથે જવું પડે.. કોણ જાય સાથે..? બધા પોતાના કામથી બહાર નીકળ્યા હોય." બીજા આદમીએ કહ્યું, " અને પોલીસ કેસ થાય તો પોલીસ થાણે પણ જવું પડે..! લેવા ખાવાનું કોણ આમ હેરાન થાય...? " માણસાઈ જેવું કંઈ રહ્યું જ નથી લોકોમાં..! મનમાં બબળતા પ્રકૃતિએ ભલા દેખાતા કાકાની તરફ જોઈ કહ્યું, "કાકા, થોડી મદદ કરો તો હું મારી ગાડીમાં તેને નજીકના હોસ્પિટલમાં લઈ જાઉં." તે કાકા તરત આવ્યા. તેમને જોઈ બીજા બે ભાઈઓએ મળીને તે વ્યક્તિને ...Read More

3

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 3

પ્રકૃતિએ સૌરભની હોસ્પિટલ આગળ પોતાની ગાડી ઊભી રાખી. સૌરભના કહેવાથી બે વ્યક્તિઓ પહેલાંથી જ સ્ટ્રેચર લઈ ઊભાં હતા. તે વ્યક્તિઓ એ ગાડીમાંથી ઘાયલ વ્યક્તિને સ્ટ્રેચરમાં સુવાળ્યો. ઘાયલ વ્યક્તિ પ્રકૃતિને જ જોઈ રહ્યો હતો. સાવ બોલી ન શકે તેવી હાલત માં પણ તે ન હતો. છતાં તે મૌન રહ્યો. પ્રકૃતિ અને તે કાકા સૌરભ સાથે વાત કરતા કરતા હોસ્પિટલના જનરલ વૉર્ડમાં ગયા, જ્યાં ઘાયલ વ્યક્તિને સુવાળ્યો હતો. કાકા પ્રકૃતિ અને સૌરભને કહેતા હતા કે , " એક ગલુડિયાને બચાવવા જતા આ ભાઈ માણસનું બાઇક સ્લીપ ખાઈ ગયું ને અકસ્માત થયો.""ચિંતા કરવા જેવું નથી, પણ છોલાયું હોવાથી વધુ લોહી વહે છે." ...Read More

4

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 4

પ્રકૃતિ ઘરે પહોંચી ત્યારે ક્ષિપ્રા સુઈ ગઈ હતી. પ્રકૃતિ ક્ષિપ્રાની પાસે જઈને બેઠી. તેના માથે હાથ ફેરવી તેને ચૂમી એક માની મમતા પ્રકૃતિના ચહેરા પર વરતાતી હતી. “ શું થયું મારા દીકરાને...? ” એમ કહી ક્ષિપ્રાનો હાથ લઈને ચુમી લીધો. પછી પ્રકૃતિએ તરત અભિષેકની ફોન લગાવ્યો. " હેલો.. અભિષેક..!! ક્ષિપ્રાની તબિયત સારી નથી. તમે ઘરે આવો છો, કે હું જ તેને હોસ્પિટલ લઇ જાઉ..?" "કેમ શું થયું અચાનક ક્ષિપ્રા ને..?" ચિંતિત સ્વરે અભિષેકે કહ્યું. " સ્કૂલમાં એને ચક્કર આવતા પડી ગઈ હતી. અત્યારે પણ ઠીક નથી લાગતું તો સૂઈ ગઈ છે." પ્રકૃતિ એ કહ્યું. " એક કામ કર તું ...Read More

5

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 5

બીજા દિવસે પ્રકૃતિએ તે યુવાનની શોધખોળ શરૂ કરી દીધી. આ માટે તેણે પ્રીતિનો સાથ લીધો. પ્રીતિએ બે દિવસ તપાસ બાદ તે યુવાનનો આખો બાયોડેટા પ્રકૃતિને આપ્યો. એ યુવાનનું નામ પ્રારબ્ધ છે. ગામડાના સામાન્ય પરિવારમાંથી તે આવ્યો છે. અભ્યાસમાં ટોપર છે. થોડા દિવસ પહેલા જ તેણે આ કોલેજ જોઈન કરી છે. સ્વભાવે દયાળુ અને વિનમ્ર છે. પણ જો કોઈ તેને છંછેડે તો જલદી ગુસ્સે થઈ જાય છે. અમદાવાદમાં રહેવા માટે મકાનની શોધમાં છે. પ્રીતિની વાતો પરથી પ્રકૃતિને લાગ્યું કે સામાન્ય પરિવારથી આવે છે અને એ પણ ગામડાનો છે.એટલે સ્વભાવે સારો જ હશે. પણ એનો ઘમંડ તો તોડવો જ પડશે. આ ...Read More

6

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 6

પ્રારબ્ધ ગુલાટી સરના સ્વભાવ વિશે અજાણ હતો. તેણે તો તરત સર પાસે જઈ કહ્યું, " મને બોલાવ્યો સર..! " સરે કોઈ જવાબ આપ્યો નહીં. તેઓ તેમના કોઈ ગાણિતિક કોયડોના ઉકેલમાં વ્યસ્ત હતા. પ્રારબ્ધને થયું કદાચ સરે મારો અવાજ સાંભળ્યો નથી. તેણે ફરીથી જોરથી કહ્યું,"મને બોલાવ્યો સર..મારુ કોઈ કામ હતું..?" ગુલાટી સરે પ્રારબ્ધની સામે ગુસ્સાથી જોયું અને ગુસ્સાથી બોલવા લાગ્યા. " ડફોળ..! દેખાતું નથી..? હું મારા કામમાં વ્યસ્ત છું.છતાં બુમો પાડીને બોલે છે..?આજકાલના છોકરાઓને સહેજે કોઈ મેનર્સ જ નથી. અત્યારે હું તને કેમ બોલાવીશ..? તને કોણે કહ્યું કે હું તને બોલવું છું..? " ગુસ્સામાં બોલતા થૂંક પણ ઉડવા લાગેલું. આ ...Read More

7

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 7

પ્રકૃતિ હવે પ્રારબ્ધને હેરાન કરતી બંધ થઇ ગઇ. કેમ કે તેની બાજી ઉલટી પડતી હતી. પ્રારબ્ધને હેરાન કરવા માટે જે કંઈપણ નુસખા અજમાવ્યા હતા તે દરેકમાં પ્રકૃતિ અસફળ રહી હતી. પ્રકૃતિ ધીમે ધીમે પ્રારબ્ધને ઓળખવા લાગી હતી. તે સમજતી હતી તે એટલો પણ પ્રારબ્ધ ખરાબ ન હતો. પ્રારબ્ધ પણ પ્રકૃતિના નિખાલસપણાંને ઓળખતો થઈ ગયો હતો. પરંતુ હજુ પણ તે તેને ભાવ આપતો ન હતો. પ્રારબ્ધના મતે એવું હતું કે અમીર છોકરીઓની દોસ્તી કરવી એટલે પૈસાની બરબાદી. પ્રારબ્ધ રહ્યો મધ્યમ કુટુંબનો. તે મોજશોખ પાછળ પોતાના પૈસા વેડફી શકે તેવો ન હતો. આથી તે છોકરીઓની દોસ્તીથી દૂર જ રહેતો. પણ અંદરખાને ...Read More

8

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 8

રીમઝીમ રીમઝીમ વરસાદ વરસતો હતો. વાતાવરણ ખુશનુમા હતું. ને એમાં પણ પ્રકૃતિના નાટક..! પ્રકૃતિને આમ રોડ પર પલાંઠી વાળી જોઈ પ્રારબ્ધને વધુ હસવું આવ્યું. “ શું થયું પ્રારબ્ધ..! કેમ હસવું આવે છે..? ” એમ કહી પ્રકૃતિએ પ્રારબ્ધનો હાથ પકડી તેને બાજુમાં બેસાડી દીધો. “એક વાત કહું પ્રારબ્ધ..! આ વરસાદી મૌસમ મને બહુ જ ગમે છે. મન થાય બસ પલડ્યા જ કરુ..! કેટલી સુંદર ઋતુ છે નહીં..? ને તેને માણવાનો અહેસાસ તો કંઈક ઓર જ છે.” મોઢા પર આવેલા ભીના વાળ ઉપર તરફ કરતા કરતા પ્રકૃતિએ પ્રારબ્ધને કહ્યું. “હું ક્યારેય આવી રીતે રસ્તા પર ચાલુ વરસાદે પલાઠી વાળીને બેઠો નથી. ...Read More

9

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 9

પ્રકૃતિ ફરી વિચાર માં પડી ગઈ. ક્યાં ગયો હશે..? હાલ તેની શું સ્થિતિ હશે..? તેને પણ લગ્ન કરી લીધા ને..? વગેરે બાબતો અંગે પ્રકૃતિ વિચારોમાં ખોવાઈ ગઈ.તે જ વખતે અચાનક પ્રકૃતિની પાછળથી અભિષેકે તેને કમરથી પકડીને કહ્યું, " તું જેના વિચારોમાં ખોવાયેલ છે તે હાજર છે તારી સામે..મારી સ્વીટ હાર્ટ પ્રકૃતિ..!" આ સાંભળીને પ્રકૃતિ અભિષેકના બંને હાથ પકડી નકલી સ્મિત સાથે તેને ભેટી પડી. તેની આંખોમાં અશ્રુ બિંદુ છલકાઈ ગયા હતા. તમારા માટે પાણી લાવું..કહી તે રસોડામાં ચાલે ગઈ..સાથે તેની લાગણીઓને છુપાવવાનું ઠેકાણું મળી ગયું. બાય બેટા..! કહી પ્રકૃતિએ ક્ષિપ્રાને સ્કૂલ રવાના કરી, તે ઓફીસ જવા નીકળી. હજુ પણ ...Read More

10

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 10

" હેય..પ્રારબ્ધ..! તે પ્રવાસની ફી ભરી..? " ખુબજ આતુરતાથી પ્રકૃતિએ કહ્યું. " ના,મારે નથી જવું. એકાદ મહિના પછી આપણી આવશે. મારે વાંચવું છે. હું નથી ભરવાનો પ્રવાસની ફી." " ઓય..! ભણેશ્રીના બેટા..! પરીક્ષા તારે એકલાએ નથી આપવાની હો..!" " પણ મારે કોઈ પ્રવાસમાં નથી જવું..!" " સારું...! પાક્કુંને...? તું ફી નથી ભરવાનો ને..?" " હા..હા.. પાક્કું. તું ને પ્રીતિ જઈ આવો બધા સાથે પછી બધું વિગતે કહેજો." " હું પણ નથી જવાની..." " હે..! પણ તે તો પ્રવાસની ફી ભરી દીધી છે. તો કેમ ના પાડે છે..?" " બસ મારે પણ નથી જવું...આમ તો ઘણી ઈચ્છા હતી પ્રવાસ જવાની ...Read More

11

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 11

" પ્રારબ્ધ નથી આવ્યો તો શું થયું..? એના વગર પણ આપણે એન્જોય કરી શકીએ છીએ પ્રકૃતિ..!" પ્રકૃતિનો મૂડ સારો પ્રીતિએ કહ્યું. " એન્જોય તો કરી લઈશું પણ એ હોત તો મને વધુ ગમતું. ખબર નહીં કેમ પણ એ સાથે હોય છે ત્યારે હેપ્પી વાળી ફીલિંગ આવે છે. એની સાથે કોઈ અદ્દભુત કનેક્શન હોય એવું લાગે છે." પ્રકૃતિએ પહેલી વાર પ્રારબ્ધ વિશે પોતાના મનની વાત પ્રીતિને કહી. સાંજના સાડા પાંચ થઈ ગયા હતા. બંને સખીઓ વાતો કરતા કરતા કોલેજ પહોંચી ગયા. ઘણા બધા લોકો આવી ગયા હતા. ગુલાટી સર પાસે અટેન્ડન્સ પુરાવી એક એક કરી બધા ટ્રાવેલમાં ગોઠવાઈ ગયા. પ્રકૃતિ ...Read More

12

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 12

" ઠીક છે બેટા..! હવે સુઈ જાઓ સવારે ક્ષિપ્રાને સ્કૂલ માટે તૈયાર કરવા તમારે વહેલા ઉઠવાનું છે." "હા બાપુજી..! દવા પણ અહીં જ મુકું છું. ફરી ઉધરસ આવે તો લઈ લેજો." પ્રકૃતિ તેના રૂમમાં જઈ સુઈ ગઈ. પણ બાપુજીને હજુ એવું થતું હતું કે પ્રકૃતિ કોઈ ટેન્શનમાં છે. પણ તે જણાવતી નથી. પ્રકૃતિ પોતાના રોજીંદા ક્રમ પ્રમાણે કામ કરે જતી હતી પરંતુ તેના દિલો દિમાગને હજુ પ્રારબ્ધની ચિંતા સતાવતી હતી.એવું તે શું કરે જેથી તે પ્રારબ્ધ સુધી પહોંચી શકે..? સમય વિતતો જતો હતો. મગજ વિચારે ચડી જતું હતું. પણ પ્રારબ્ધ સુધી પહોંચવાનો કોઈ રસ્તો જડતો ન હતો. અચાનક તેને ...Read More

13

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 13

આજ તો અભિષેક સવારના 5 વાગે ઊઠી ગયો હતો. તે ઘણા દિવસથી પ્રકૃતિને નોટિસ કરતો હતો. તે કોઈ ટેન્શનમાં હતી.આથી અભિષેકે પ્રકૃતિને સરપ્રાઈઝ આપવા નાહ્યા ધોયા વગર જ રસોડામાં ઘૂસી ગયો. સ્ટવ ચાલુ કરી માસ્ટર શેફની સ્ટાઇલમાં મસાલેદાર ચા બનાવી. અને ટૉસ્ટરમાં ટોસ્ટ ગરમ કર્યા. એના ચહેરા પર ગજબની ખુશી હતી. તે એમ જ વિચારતો હતો કે મારી આ સ્ટાઈલથી પ્રકૃતિ બહુ જ ખુશ થઈ જશે અને તેને રોજિંદા કાર્યમાં થોડો ચેન્જ આવશે. તેને ટ્રેમાં કપરકબી મૂકી ચા ભરી,બાજુમાં સરસ રીતે ટોસ્ટ ગોઠવી બે હાથે પકડીને પોતાના બેડરૂમમાં જવા પ્રયાણ કર્યું. પ્રકૃતિને સરપ્રાઈઝ આપવાની ખુશી હતી,પણ કપમાં રહેલી ચા ...Read More

14

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 14

રવિવારે ત્રણેયને રિસોર્ટમાં ખૂબ મસ્તી કરી. ખૂબ એન્જોય કર્યું. ઘણા ફોટા પડ્યા. અભિષેક અને ક્ષિપ્રા ને ખુશ જોઈ પ્રકૃતિ મનમાં મલકાતી.આખરે અભિષેકે જે પ્લાન કરેલું તે મુજબ જ દિવસ પસાર થયો. થાક્યા પાક્યા રાતે ઘરે આવી ત્રણેય સુઈ ગયા. સોમવારની સવારે રોજીંદા કાર્ય પ્રમાણે પ્રકૃતિ એ પોતાના કામ પતાવ્યા. શનિવાર નું કામ તેને આજ કરવાનું હતું.પ્રારબ્ધ વિશે જાણવા તેને સૌરભની હોસ્પિટલમાં જવાનું હતું. ઘરથી થોડી વહેલા નીકળી ગઈ. આજ તો પ્રારબ્ધ વિશે કંઈક તો જાણવા મળશે જ તે વિચારથી ખુશ થતી પોતાના એકટીવા પર જતી હતી. સવારના ઠંડા પવનને તે મહેસુસ કરતા કરતા પોતાના ભૂતકાળમાં માં ખોવાઈ ગઈ. * ...Read More

15

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 15

પ્રકૃતિ રીસેપ્શનમાં જઈ રજીસ્ટરમાં જોવે છે. પણ નવાઇની વાત તો એ હતી કે પ્રારબ્ધ નામના વ્યક્તિનું કોઈ જ નામ હતું. તેને તારીખ સમય બધું જ ફરી ચેક કર્યું. હા એજ તારીખ હતી..પરંતુ ક્યાંય પ્રારબ્ધ નામ ન હતું. તેને બે ત્રણ વખત રજીસ્ટરના પાના ફેરવ્યા. તેને વિશ્વાસ થતો ન હતો. તેણે તે તારીખના પાનાંનો ફોટો પોતાના મોબાઇલમાં લઇ લિધો. તેને તરત સૌરભ પાસે જઈ પૂછયું, " હું જે વ્યક્તિને લઇ ને આવી હતી તે વ્યક્તિએ રજિસ્ટમાં પોતાની વિગતો ભરી હતી..?" " હા, કેમ કે રજિસ્ટરમાં નોંધ કરવી ફરજીયાત છે. કેમ કે તેના આધારે જ બિલ બને છે અને બિલ પે ...Read More

16

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 16

પીછોલા તળાવ, જગમંદિર, સિટી પેલેસ મ્યુઝિયમને જોયાં, તેનો ઈતિહાસ જાણ્યો અને તેના અદ્દભુત અને ભવ્ય શિલ્પકલા જોતાં જોતા આખો પસાર થઇ ગયો. બીજા દિવસે ચિત્તોડ ગઢ, ઢેબર સરોવર, હલદી ઘાટી અને મહારાણા પ્રતાપના મ્યુઝિયમને જોયા તથા તેના ઇતિહાસને જાણ્યો. ત્રીજા દિવસે ઉદયપુરના બજારોમાં બધા ફર્યા અને શોપીંગ કરી. આ ત્રણ દિવસ દરમિયાન પ્રારબ્ધએ પ્રકૃતિનું ખૂબ ધ્યાન રાખ્યું. તેની નાની વાતોની તે કાળજી લેતો. પ્રકૃતિને પણ પ્રારબ્ધ સાથે રહી તેની આદત પડી ગઈ હતી. બંનેની દોસ્તી તો ગજબની હતી જ. ત્રણ દિવસ સાથે રહી બંનેને એકબીજાની આદત પડી ગઈ હતી. તેઓની દોસ્તી હવે એક કદમ આગળ વધી ગઈ હતી. પણ ...Read More

17

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 17

હા.. બોલ..એમાં પૂછવાનું થોડી હોય..?" પ્રારબ્ધએ થોડા નૉર્મલ થવાનો પ્રયત્ન કરતા બોલ્યો." જો હું તને કંઇક કહેવા માગું છું. લાગણી કહેવા માગું છું જે હું અનુભવું છું. મને નથી ખબર તારા મનમાં શું છે..? તું શું વિચારે છે..? એટલે મારાથી કંઈ ખોટું બોલાઈ જાય તો પ્લીઝ તું ખોટું ના લગાડતો. અને આપણી દોસ્તી ના તોડતો. તને યોગ્ય ન લાગે તો આ વાત અહીં જ ભૂલી જઈશું પણ દોસ્તી તોડશું નહીં. ઓકે..!" ખચકાતા ખચકાતા પ્રકૃતિએ પ્રારબ્ધને બાંધ્યો. સામે પ્રારબ્ધના ધબકારા વધી ગયા હતા.તેને થોડો અંદાજ તો આવી ગયો હતો. પણ તે પ્રકૃતિને પહેલા સાંભળવા માંગતો હતો. તેણે થોડો સ્વસ્થ થઈ ...Read More

18

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 18

પ્રારબ્ધના કહેવાથી પ્રકૃતિએ પોતાની મમ્મીને પ્રારબ્ધ વિશે જણાવ્યું. પ્રકૃતિ તેની મમ્મીની ફ્રેન્ડ જેવી હતી. પ્રારબ્ધ અને તેના ફેમેલી બેકગ્રાઉન્ડ જાણી તે બોલી, " તું શું બોલે છે તને ભાન છે બેટા..! આજ તારા માટે છોકરો જોવા જવાનું છે. તારા પપ્પા એ સામેના વ્યક્તિને કહી પણ રાખ્યું છે કે આજ અમે આવશું. ને તું હવે મને આ વાત જણાવે છે..?" " પણ મમ્મી હું તને કહેવાની જ હતી. બસ પ્રારબ્ધના રિઝલ્ટની રાહ જોતી હતી. પણ મને ખબર પડી કે તું ને પપ્પા આજ મારા માટે છોકરો જોવા જવાના છો. તો આજ તને કીધું." " બેટા, તને લાગે છે કે તારા ...Read More

19

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 19

પ્રકૃતિના માતા પિતા છોકરાના ઘરે જઈ આવ્યા.પ્રકૃતિ તેના રૂમમાં બેઠી પ્રારબ્ધ સાથે મોબાઈલમાં વાતો કરતી હતી. ત્યાંજ તેના પપ્પાએ બોલાવીને કહ્યું, " બેટા આવ, બેસ..આજ તારા માટે છોકરો જોવા ગયા હતા. છોકરો દેખાવે ખૂબ સરસ છે. તેણે અત્યારથી જ તેના પિતાનો બિઝનેસ સંભાળી લીધો છે. ખૂબ સુખી ઘર પરિવાર છે. માણસો પણ મને સારા લાગ્યા. મને તો બધું સારું લાગ્યું. હું તો પાક્કું જ કરવાનો હતો પણ તારી મમ્મીએ તને પૂછ્યા વગર પાક્કું કરવાની ના પાડી હતી.બેટા તારો શું વિચાર છે..? તારે તેને એકવાર મળવું હોય તો તેઓને આપણા ઘરે બોલાવીએ પછી પાક્કું કરીએ." "પપ્પા તમે મારા માટે સારું ...Read More

20

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 20

પ્રકૃતિની વાત સાંભળી તેના પપ્પાને થોડો ગુસ્સો આવ્યો પણ તેમણે પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખ્યો."એટલે તમે બંને એકબીજાને પ્રેમ છો એમ? શું કરી શકો છો એકબીજા માટે..?"" બધું જ સર.પ્રકૃતિની ખુશી માટે હું બધું જ કરવા તૈયાર છું." ક્યાંય પાછો ન પડવાવાળો પ્રારબ્ધ આજ પ્રકૃતિના પિતા આગળ ઢીલો પડ્યો. કેમ કે પ્રકૃતિની સુખ સાહિબીથી તે અજાણ હતો. તે પણ સમજતો હતો કે કોઈ પણ બાપ આટલી સમૃદ્ધિમાં ઉછરેલી પોતાની લાડલીને આમ મારા જેવા સામાન્ય માણસને ના જ શોપે. હા તે પ્રકૃતિને ખૂબ પ્રેમ કરતો હતો. એટલે જ પ્રારબ્ધને થતું કે જે માહોલમાં તે ઉછરી છે. જે ભૌતિક સુખ પ્રકૃતિએ ...Read More

21

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 21

" ચાલ લાગણીઓની લેવડદેવડ કરીએ.. હું આપું અઢળક સ્નેહ તને.. ને તું આપ મીઠું સ્મિત મને.." રોમેન્ટિક અંદાજમાં અભિષેકે પાસે જઈ કહ્યું. પ્રકૃતિ આકુળ વ્યાકુળ થઈ ગઈ. પ્રકૃતિને થયું,"હવે તો અભિષેકને સાચ્ચે સાચ્ચું જણાવવું જ પડશે." "રાવલ સાહેબ..! બસ આ છોકરાઓ ફાઇનલ કરે તો આપણે વેવાઈ બની જઈએ.તમારી દીકરી રાજ કરશે અમારા ઘરે.." ભટ્ટ સાહેબે કહ્યું. " ફાઇનલ જેવું જ છે. તમારા અભિષેકે તો પહેલી નજરમાં જ મારું દિલ જીતી લીધું હતું.મને તેના પર વિશ્વાસ છે તે મારી ગુડિયા ને હંમેશા ખુશ રાખશે." રાવલ સાહેબે ઉમેર્યું. એવામાં જ અભિષેક આવ્યો અને બોલ્યો, "બધું બરાબર છે પણ મારે આ લગ્ન ...Read More

22

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 22

પ્રારબ્ધએ અમદાવાદમાં જ ભાડે નાનું મકાન રાખ્યું. મિત્રની મદદથી થોડી ઘણી ઘરવખરી વસાવી.તેનો પહેલો પગાર થવામાં હજુ અઠવાડિયું બાકી પણ ત્યાં સુધી શું કરવું..? તેને યાદ આવ્યું. જોબ મળી ત્યારે બેંકમાં ખાતું ખોલાવેલું.ત્યાંથી ક્રેડિટ કાર્ડ પણ મળેલું. તેનો ઉપયોગ કરી અઠવાડિયું કાઢ્યું. પહેલા પગારમાં પ્રારબ્ધએ પ્રકૃતિને હનીમૂન લઈ જવાનું નક્કી કર્યું. તેણે તેના લગ્ન નો મહિનો પૂરો થતો હતો તે જ દિવસની સાપુતારાની હોટેલ બુક કરવી.તે પ્રકૃતિ ને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. પ્રકૃતિએ પણ પ્રારબ્ધ માટે એક ગિફ્ટ તૈયાર રાખી હતી. " હેલો પ્રકૃતિ.. આજે સાંજે તું રેડી રહેજે હું આવું પછી શોપિંગ માટે જવું છે.." " પ્રારબ્ધ..! હજુ ...Read More

23

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 23

"તું શું લાવી..? મારે તો ચાલે... મને કોઈ ગિફ્ટની આદત નથી.." કહેતા તેને પણ બોક્સ ઓપન કર્યું. તેમાં એક બ્રેસલેટ હતું. તેની પર પ્રારબ્ધનો પહેલો અક્ષર 'પ્રા' અને પ્રકૃતિનો છેલ્લો અક્ષર 'તિ' એમ 'પ્રાતિ' લખેલું હતું.પ્રારબ્ધ તે જોઈ ખૂશ થઈ ગયો. પ્રકૃતિએ તેના હાથે જ પ્રારબ્ધને તે બ્રેસલેટ પહેરાવ્યું. "થેન્ક્સ યાર..આ બ્રેસલેટને હું ક્યારેય મારાથી અલગ નહીં કરું" ભાવુક થઈ પ્રારબ્ધએ કહ્યું. " મને એક સરસ વિચાર આવ્યો છે. જ્યારે પણ આપણું બચ્ચું આવશે તે છોકરી જ હશે અને આપણે આપણી ઢીંગલીનું નામ પ્રાતિ રાખીશું..પ્રકૃતિ અને પ્રારબ્ધના પ્રેમની નિશાની એટલે પ્રાતિ.." પછી તો બંનેએ સાથે બ્રેકફાસ્ટ કર્યું. બે દિવસમાં ...Read More

24

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 24

દર બે મિનિટએ પ્રકૃતિ ઘડિયાળમાં જોતી અને પછી દરવાજા સામે જોતી..પણ અફસોસ..! પ્રારબ્ધનો અણસાર પણ નહોતો થતો. બારીના કાચમાં જણાતું હતું કે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.તેવા માં જ મોબાઈલની રિંગ વાગી... "હેલો.." "હા ભાભી.." "હા બોલો ભાઈ..પ્રારબ્ધ ફોન નથી કરતો...તેનો કોઈ મેસેજ પણ નથી... રાત્રે 10 વાગ્યા સુધીમાં તો આવવાનું કહેતો હતો તે..2 વાગવા આવ્યા..ક્યાં પહોંચ્યા તમે લોકો..?" એકીટશે પ્રકૃતિએ પ્રશ્નોનો વરસાદ કર્યો. " ભાભી..અમારી ગાડીનું એક્સિડન્ટ..." " શું કીધું..? એક્સિડન્ટ...? કોઈ ને કંઈ થયું તો નથી ને..?" " ભાભી .. પ્રારબ્ધ..!" " શું થયું મારા પ્રારબ્ધ ને...તમે સરખું બોલતા કેમ નથી..?..સાચું કહો ને...શું પ્રારબ્ધ..?" " ભાભી બહુ ...Read More

25

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 25

" મેં પોલીસ ને કીધું છે કે અમારો એક મિત્ર નથી મળ્યો. પોલીસ એ રેસ્ક્યુ ટિમ બોલાવી છે. તેની ચાલુ જ છે.અકસ્માત તો સાંજના જ થયો હતો.પણ અમારી ગાડી ખીણમાં પડી ગઈ હતી. એટલે બધા ને શોધતા વાર લાગી.જેવા પ્રારબ્ધ વિશે સમાચાર મળે તેવો તમને કોલ કરું છુ. તમે ચિંતા ન કરો.મળી જશે પ્રારબ્ધ..!" ચિંતામાં ને ચિંતામાં સવાર ક્યાં પડી ગઈ ખબર જ ન પડી. પ્રકૃતિ વારંવાર તે મિત્ર ને ફોન કરે જતી હતી, પરંતુ પ્રારબ્ધના કોઈ સમાચાર ન મળ્યા. રેસ્ક્યુ ટીમે આખો દિવસ ધોધમાર વરસાદમાં પ્રારબ્ધની શોધખોળ ચાલુ રાખી પણ અફસોસ ક્યાંય પ્રારબ્ધ ન મળ્યો. પ્રકૃતિ રોઈ રોઈ ...Read More

26

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 26

" અરે ..! આ તો પ્રકૃતિ છે..! પણ કેમ આમ રસ્તા પર..? પ્રકૃતિ.. પ્રકૃતિ..!" તેના ગાલ થપથપાવી તે યુવાને જગાડવાનો પ્રયત્ન કર્યો. પણ પ્રકૃતિ જાગી નહીં. તેણે પ્રકૃતિને ઉઠાવી ગાડીમાં સુવાડી. પછી તરત તેણે રાવલ સાહેબને ફોન કર્યો પણ તેમનો ફોન નંબર બદલાઈ ગયો હોવાથી સંપર્ક થયો નહીં. શું કરવું તે સમજાતું ન હતું. છેવટે તે પ્રકૃતિને પોતાના ઘરે જ લઈ ગયો. તે યુવાનના ઘરમાં જ રહેતી બાઈએ તેની સેવા કરી. સવાર પડતા જ પ્રકૃતિ ભાનમાં આવી. પ્રકૃતિએ ઉઠીને જોયું તો તે કોઈના ઘરમાં હતી. કોઈ યુવાન રૂમની ગેલેરીમાં પડેલી ખુરસીમાં બેઠો બેઠો છાપું વાંચી રહ્યો હતો. "હું ક્યાં ...Read More

27

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 27

અભિષેકને પાછો આવેલો જોઈ પ્રકૃતિ ચોંકી. " શું થયું..કેમ પાછા આવવું પડ્યું..?" "હું તને આ લોકો સાથે એકલા નહીં દઉં.ચાલ તને તારા ફાધર પાસે મૂકી જાઉં. આ લોકો તને મહેણાં મારી તને શાંતિથી જીવવા દેશે નહીં. અને તારું ભરણપોષણ પણ તું કેવી રીતે કરીશ..?" " હું મારા પિતાના ઘરે જવા નથી માંગતી. મારાથી બહુ દુઃખી થાય છે તેઓ.હવે હું તેમને વધુ દુઃખી કરવા માંગતી નથી." " પ્રકૃતિ મારી સાથે લગ્ન કરીશ..? હું તને પ્રેમ કરું છું અને તને આવી હાલતમાં જોઈ શકતો નથી." " તમારી સાથે હું લગ્ન કેવી રીતે કરી શકું..? હું તમને એક પત્નિ તરીકેનું કોઈ સુખ ...Read More

28

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 28

પ્રકૃતિ અભિષેકને બધી માંડીને વાત કરે છે. તે અભિષેકને સૌરભની હોસ્પિટલના રજિસ્ટરનો ફોટો પોતાના મોબાઈલમાં બતાવે છે. " આ જ દિવસ નું રજીસ્ટ્રેશન છે જે દિવસે હું તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પણ ક્યાંય તેનું નામ નથી. સૌરભનું એવું કહેવું છે કે તેને રજીસ્ટ્રેશન તો કરેલું." " તું પ્રારબ્ધનો અવાજ ઓળખી શકે..?" " હા કેમ નહીં..?" " ઓકે..હું આ દરેકને ફોન લાગવું છું.. પણ વાત તારે કરવાની..!કદાચ તે પોતાની ઓળખ છુપાવવા નામ જુદું લખ્યું હોય..!" અભિષેકે વારાફરથી દરેકને કોલ લગાવ્યા..તેમાંથી પ્રકૃતિને કિશન મારવાડીનો અવાજ પ્રારબ્ધ જેવો લાગ્યો. ત્યારબાદ અભિષેકે કિશન મારવાડીનું લોકેશન ટ્રેક કર્યું. લોકેશન અમદાવાદના રિંગ રોડ પર ...Read More

29

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 29

થોડીવાર બધા શાંત થયા પછી અભિષેકે ધીમેથી પૂછ્યું, " બા..! તમારે બે જુડવા બાળકો હતા..? મારો મિત્ર બિલકુલ આના જ લાગતો..પણ તે ગાયબ થઇ ગયો છે." " ના બેટા..! આ મારો દીકરો નથી પણ સગા દીકરા કરતા પણ સારી સેવા કરે છે." બાએ કહ્યું. " બા.. મહેરબાની કરીને જણાવોને કે આ ભાઈ તમને કેવીરીતે મળ્યો. પ્લીઝ..!" તો સાંભળ..!, "લગભગ દસ વરસ પહેલાંની વાત છે. અમે આબુમાં પર્વત નીચે નેસડામાં રહેતા હતા. ચોમાસું બેસવાની તૈયારીમાં હતું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું. નિયતિના બાપુ ઘેટાં બકરાં ચરાવવા જતા હતા. નિયતિને વાંચતા વાંચતા વાતાવરણ જોઈ થયું બાપુને એકલા નથી મોકલવા. તો ...Read More

30

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 30 (અંતિમ ભાગ)

કિશને તેના હાથમાં રહેલા બ્રેસલેટ વિશે ન વિચાર્યું..? તેમાં પ્રાતિ લખેલું છે..! કોઈ સાગએ જ તેને આપ્યું હશે..! આવો ન આવ્યો તેને..? પ્રકૃતિએ નવાઈ વ્યક્ત કરતા પૂછ્યું. તેને હાથમાં વધુ વાગેલું. આથી મેં તે બ્રેસલેટ કાઢીને મૂકી દીધેલું.વિચાર્યું સાજો થશે ત્યારે આપી દઈશ પણ સાજો થયા પછી પણ તે વારંવાર પોતાના વિશે જાણવા મથતો હતો અને ખૂબ વ્યાકુળ થઈ જતો. ક્યારેક તો તે એટલો બધો તણાવમાં આવી જતો કે તે બેભાન થઈ જતો.આથી તે પોતાના ભૂતકાળ વિશે વધુ ન વિચારે તેમાં જ તેનું સ્વાસ્થ્ય જળવાય તેમ હતું.આથી મેં ત ...Read More