વેકેશન તો વિદ્યાર્થીઓનુ!!

(9)
  • 28k
  • 2
  • 10k

નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? પરીક્ષાઓ હવે પૂરી થશે. હવે એકાદ બે પેપર બાકી હશે. કેટલાંક બાળકોને તો પરીક્ષા પૂરી થઈ ગઈ હશે. પરીક્ષા પછી તે છેક શાળાઓ ખૂલે ત્યાં સુધીનો સમય લગભગ દોઢ મહિનાનો સમય તમારી પાસે હોય છે. ઘણાં બધાં બાળકોને આ વેકેશનમાં શું કરવી ? તે સમજાતું નથી. આ અમૂલ્ય સમય જેમતેમ વેડફાઈ જાય છે. તો આ વખતે વેકેશન એક અલગ રીતે જ પસાર થવું જોઈએ. આવો સમય વારંવાર આવતો નથી. તમે વિદ્યાર્થી છો તો વેકેશન છે, બાકી મોટાં થયાં પછી ક્યારેય વેકેશન નહી આવે. ચાલો આજે આપણે વેકેશન દરમિયાન કઈ કઈ પ

Full Novel

1

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 1

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! ભાગ - 1નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? પરીક્ષાઓ હવે પૂરી થશે. હવે બે પેપર બાકી હશે. કેટલાંક બાળકોને તો પરીક્ષા પૂરી થઈ ગઈ હશે. પરીક્ષા પછી તે છેક શાળાઓ ખૂલે ત્યાં સુધીનો સમય લગભગ દોઢ મહિનાનો સમય તમારી પાસે હોય છે. ઘણાં બધાં બાળકોને આ વેકેશનમાં શું કરવી ? તે સમજાતું નથી. આ અમૂલ્ય સમય જેમતેમ વેડફાઈ જાય છે. તો આ વખતે વેકેશન એક અલગ રીતે જ પસાર થવું જોઈએ. આવો સમય વારંવાર આવતો નથી. તમે વિદ્યાર્થી છો તો વેકેશન છે, બાકી મોટાં થયાં પછી ક્યારેય વેકેશન નહી આવે. ચાલો આજે આપણે ...Read More

2

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 2

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! ભાગ - 2 વેકેશન: મનપસંદ પ્રવૃત્તિઓનો શંભુમેળો. નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? તમારું વેકેશન પડી ગયું, બરાબર ને ? આ વેકેશન તમારું ક્વોલિટી વાળું પસાર થવું જોઈએ. તમારાં માતા પિતાને તમારાં માટે, એક્સ્ટ્રા એક્ટિવિટિઝની ચિંતા સતાવતી હોય છે. કે તેમને આ વેકેશનમાં શું પ્રવૃત્તિ કરાવવી. સ્વીમીંગ કરાવવું, ક્રીકેટનું કોચિંગ કરાવવું, કરાટે કરાવવા કે પછી શું કરાવવું ? માતાપિતા બાળકોની રુચી જાણ્યા વગર જ તેમની પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવતા રહે છે. પછી બાળકને તેમાં રસ હોય કે ન હોય. પણ કોઈક પ્રવૃત્તિ તો તેની પાસે કરાવતા જ હોય છે. ઘણીવાર માતાપિતા એટલા કન્ફ્યુઝ ...Read More

3

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 3

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! ભાગ - 3વેકેશનની મોજ.નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? હવે તો બરાબર વેકેશેન આવીને ઉભુ છે. છેલ્લાં બે લેખોથી વેકેશનમાં શું કરશો? તે વિષે વાંચો છો. આજે પણ વેકેશનની મોજ લઈને આવી છું. તો છો ને તૈયાર? વેકેશનમાં હજુ વધારે સરસ રીતે પસાર કરવા માટે હું બીજી સરસ મજાની વાતો લઈને આવી છું. તો ચાલો જાણીએ! સફાઈનું મહત્ત્વ : સફાઈનું મહત્ત્વ સમજવા માટે તમારે આખું વેકેશન, ઘરમાં કોઈને કોઈ જગ્યાએ સફાઈ સફાઈ કરતાં રહેવું. એક દીવસ ચોક વાળો, એક દિવસ ઘરમાં અંદરથી પોતું મારો તો ક્યારેક ટોયલેટ સાફ કરો તો ક્યારેક તમારો રૂમ ...Read More

4

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 4

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! ભાગ - 4વેકેશનમાં વિકસો !!!નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? હવે તો તમે વેકેશનનાં મૂડમાં હશો. અગાઉ જણાવ્યા મુજબ તમે તમારું વેકેશનનું આયોજન કરી દીધું હશે. વેકેશનને આનંદમય બનાવવાં માટેનું સમયપત્રક પણ તૈયાર થઈ ગયું હશે. સાથે સાથે તમારું પરિણામ પણ આવી ગયું હશે. તો આવેલા પરિણામને આધારે તમારે તમારાં કામનું આયોજન કરવાનું છે. વેકેશનને આનંદમય બનાવવાં માટે બાકી રહેલી વાતો ફરીથી આજે કરીશું. તમે છો ને તૈયાર ? હા, તો ચાલો જાણીએ! પરિણામ શું આવ્યું ? બાળકો, તમારી વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવી ગયું હશે. આવેલ પરિણામને લઈને, સારા પરિણામથી ફુલાઈ જવું નહીં ...Read More