સરસ મજાનું નાનકડું શિવગઢ નામનું નું ગામ હતું.ગામ ની ચારે તરફ લીલાછમ ડુંગરો, નિર્મણ વેહતી દુધ જેવી સફેદ નદી, નદીના કિનારે સુંદર મજાનું મન ને પવિત્ર કરતુ શિવ નું મંદિર! આ ગામ માં ત્રણ ચીજો પ્રખ્યાત હતી. એક ત્યાંના કેસર આંબા, બીજું ભીખા પટેલ ની ગૌશાળા (જેનું શુદ્ધ ઘી અને દુધ ની ખ્યાતિ ઠેર ઠેર હતી) અને ત્રીજા શિવમંદિર ના પુજારી ગોરબાપા! હવે તમને એ થશે પહેલી બે વાત તો સમજ્યા પણ આ ગોરબાપા માં વળી એવી શું વિશેષતા ? આપણી ત્રીજી વિશેષતા વાળા ગોરબાપા નું પુરુ નામ ભોગીલાલ જટાશંકર ગોર.શિવ મંદિર ના પુજારી અને પ્રખર કર્મકાંડી! આસપાસ ના ગામમાં કોઈ કથા હોય , જન્મ હોય કે પછી મરણ! તેમા ગોરબાપા તો હોય જ ! આ એમનો પરીચય હવે વાત તેમની ખાસીયત ની તો આપણા ગોરબાપા ને ખાવાથી ખુબ પ્રેમ હતો.અરે...ખાવના એટલે હદ સુધી શોખીન કે ભલભલા ના જમણવાર ના એસટીમેટ ફેરવી નાખે ! ગામ માં કોઈને ત્યા જમણ હોય તો તેમને નોતરુ હોય કે ના હોય બાપા ખમ્ભે ગમચું નાખી પોગી જ જાય.ગામ માં જમણ હોય અને બાપા નું નામ પડે એટલે ભલભલા ના ટાટીયા ધ્રુજે. પરંતુ ગામના ગોરબાપા અને એમા પાછા વડીલ એટલે કોઈ એમનો અનાદર ના કરતું.
ગોરબાપા - પરોઠા શાકનું જમણ - 1
સરસ મજાનું નાનકડું શિવગઢ નામનું નું ગામ હતું.ગામ ની ચારે તરફ લીલાછમ ડુંગરો, નિર્મણ વેહતી દુધ જેવી સફેદ નદી, કિનારે સુંદર મજાનું મન ને પવિત્ર કરતુ શિવ નું મંદિર! આ ગામ માં ત્રણ ચીજો પ્રખ્યાત હતી. એક ત્યાંના કેસર આંબા, બીજું ભીખા પટેલ ની ગૌશાળા (જેનું શુદ્ધ ઘી અને દુધ ની ખ્યાતિ ઠેર ઠેર હતી) અને ત્રીજા શિવમંદિર ના પુજારી ગોરબાપા! હવે તમને એ થશે પહેલી બે વાત તો સમજ્યા પણ આ ગોરબાપા માં વળી એવી શું વિશેષતા ?આપણી ત્રીજી વિશેષતા વાળા ગોરબાપા નું પુરુ નામ ભોગીલાલ જટાશંકર ગોર.શિવ મંદિર ના પુજારી અને ...Read More
ગોરબાપાનો ગળ્યો દાવ: દૂધપાકનો બદલો મોહનથાળથી - 2
ગામના પાદરે આવેલા મોટા વડલાના ઓટલે રાતના અંધારામાં પાંચ-છ બીડીઓના ટપકાં ચમકતા હતા. મંગલ, લાખો, ભીખો, ધીરજ અને જયસુખની જામી હતી. વાતાવરણ ગંભીર હતું. પેલી 'પરોઠા-કાંડ'ની રાત પછી આખી ટોળકીનું લોહી ઉકળતું હતું. જેમ બિલાડીના મોંમાંથી કોળિયો છીનવાઈ જાય અને બિલાડી જેવી ખીજાય, એવી જ હાલત લાખા અને ધીરજની હતી.મંગલ ઓટલા પર પલાંઠી વાળીને બેઠો હતો. હાથમાં રહેલી સળીથી જમીન ખોતરતા ખોતરતા તેણે મૌન તોડ્યું, "જુઓ ભાઈઓ, આમ હવે નહીં ચાલે. ગોરબાપા છે તો આપણા પૂજનીય, પણ એમની જીભને હવે થોડો વિરામ આપવો પડશે. પરોઠા તો ગયા, પણ આપણી આબરૂ પણ ગઈ."લાખાએ હોઠમાં દબાવેલી બીડીનો ધુમાડો કાઢતા કહ્યું, "સાચી ...Read More