સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ

(57)
  • 53.3k
  • 13
  • 20.3k

નાથો ભાભો મોઢવાડિયા સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ ભાગ 1 સમી સાંજરે, ગોધૂલીને સમયે, વાજોવાજ પોતાના ગોધલા હાંકતો એક ગાડાખેડુ બરડા મુલકના સીસલી નામે ગામડાના ઝાંપામાં દાખલ થયો. એનું નામ નાથો; મોઢવાડા ગામનો એ મેર હતો. ખેડ કરીને પેટ ભરતો. કદમાં બેઠી દડીનો, દેખાવે બૂડથલ, અને બોલવામાં કુહાડા જેવી જીભવાળો હતો. ધણના ખુંટડા નાથાના નનકૂડા ગોધલાને ઢીંકે ચડાવ્યે જાય છે, અને ખુંટીયાના બરડા ઉપર પરોણાની પ્રાછટ બોલાવતો નાથો હેમખેમ ગાડું બહાર કાઢી એક શેરીમાં વાળે છે. પહોળા ફળીઆમાં ગાડું થોભાવીને નાથો ઠેક્યો અને હાથમાં રાશ હતી તે ગોધલાને માથે એમ ને એમ ઢળકતી મેલી દઈ એાસરીએ ગયો. નાથાને દેખતાંની વાર જ ઘરમાંથી એક આધેડ મેરાણીએ બહાર આવીને ઓવારણાં લીધાં. ​“કાંઈ ફુઈ ! કાંવ કરવા બોલાવ્યો'તો મુને ? ઘઉંના કોસ છોડે મારે આવવું પડ્યું છે. કાલ થાહે તાં બધા ય ક્યારા બળીને રાખ થે જાહે. એવડી તે તારે કીવાની ઉતાવર હુતી ?” "હા ભા ! તારે ઘઉંનાં વાવેતર ખેાટી થાય છે, ને આંહી મારાં છોકરાં પાવળું દૂધ વન્યા વીયાળુ કરે છે, અને ઈ બધુંય મારો નાથા જેવો જમદઢ ભત્રીજો બીઠે મારે ભોગવવું સરજેલ હશે ને ! આજ મારો ભા વાશીયાંગ હત ને, તો ઈ પીટ્યાઓનાં પેટમાંથી છઠ્ઠીનાં ધાવણ સોત ઓકાવે આવત.”

Full Novel

1

સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - ભાગ 1

નાથો ભાભો મોઢવાડિયા સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ ભાગ 1સમી સાંજરે, ગોધૂલીને સમયે, વાજોવાજ પોતાના ગોધલા હાંકતો એક ગાડાખેડુ મુલકના સીસલી નામે ગામડાના ઝાંપામાં દાખલ થયો. એનું નામ નાથો; મોઢવાડા ગામનો એ મેર હતો. ખેડ કરીને પેટ ભરતો. કદમાં બેઠી દડીનો, દેખાવે બૂડથલ, અને બોલવામાં કુહાડા જેવી જીભવાળો હતો.ધણના ખુંટડા નાથાના નનકૂડા ગોધલાને ઢીંકે ચડાવ્યે જાય છે, અને ખુંટીયાના બરડા ઉપર પરોણાની પ્રાછટ બોલાવતો નાથો હેમખેમ ગાડું બહાર કાઢી એક શેરીમાં વાળે છે. પહોળા ફળીઆમાં ગાડું થોભાવીને નાથો ઠેક્યો અને હાથમાં રાશ હતી તે ગોધલાને માથે એમ ને એમ ઢળકતી મેલી દઈ એાસરીએ ગયો.નાથાને દેખતાંની વાર જ ઘરમાંથી એક આધેડ ...Read More

2

સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 2

કટારી નુ કીર્તન રાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર કાવ્યકળાના તો પોતે સાગરઃ કચેરીમાં અમીર ઉમરાવો કરતાં પણ અદકાં આદરમાન કવિઓને આપે.પોતાની નાકડી રાજસભામાં પોતે ચારપાંચ કવિરત્નોને વસાવ્યાં હતાં: એક તો કવિ દુર્લભરામ વરસડા; બીજા જૈન જતિ જીવનવિજય; ત્રીજો જેસો લાંગો ચારણ; ચોથો પોલો ચારણ; અને પાંચમો એક બાવો. એ પાંચ અને છઠ્ઠા પોતેઃ છએ મળીને 'પ્રવીણસાગર'નો પ્રેમગ્રંથ લખ્યો.એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણમાત્ર વલોવી લીધું. શી કવિતા! શો વ્રજ ભાષાનો મરોડ! શી વિવિધ ભાત્યની વિદ્યા! અને શી વિજોગી નાયક-નાયિકાની હૈયાવીંધણ વાણી! ' પ્રવીણસાગર' રચીને તો કવિઓએ હાથ ધોઈ નાખ્યા છે.એક ...Read More

3

સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 3

બાયલા ધણીની ઘરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો નમતી સાંજના ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાનાં નાનાં, અરધાં નાગાંપૂગાં છોકરાંની ઠઠ જામી પડી છે. કોઇના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે; ને કોઇ મોટાં નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની અક્કેક ગાંગડી, ટોપરાની બબ્બે કરચો અને તુળસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની અક્કેક અંજળિ વહેંચાશે એની આશાએ આ ભૂલકાં નાચી રહ્યાં છે. બાવાજીએ હજી ઠાકરદ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે.મોટેરાંઓ પણ ધાવણાં છોકરાંને તેડી આરતીની ...Read More

4

સૌરાષ્ટ્ર નો અમર ઈતિહાસ - ભાગ 4

મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણે કોઇ જોગણના અંચળા જેવું દેખાતું હતું.એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે,ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઊઘડી અને જુવાન રજપૂત ચાંપરાજ વાળો જંગલ જવા નીકળ્યો (વાળા રજપૂતો વટલીને કાઠી થયા પહેલાંની આ વાત હોવાનો સંભવ છે.) એક હાથમાં પોટલિયો છે, બીજો હાથ બગલમાં દાબેલી તરવારની મૂઠ ઉપર છે. અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા ચાંટા ઝીલતો આવે છે.એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો. કાન માંડ્યા. આઘેઆઘેથી કોઇ રોતું હોય ને ભેળું ગાતું પણ હોય ...Read More

5

સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 5

કામળીનો કોલ" આ ગામનું નામ શું ભાઈ?”“નાગડચાળું. કયાં રે'વાં ?”“રે'વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ”“ચારણ ?”“ હાં, આંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું ખોરડું છે આંહી ?”“હા, હા. દરબાર સાંગાજી ગેાડની ધીંગી ડેલી છે ને, ગઢવા ! પાધરા હાંકી જાઓ. કવિઓની સરભરા કરવામાં અમારા સાંગાજી ઠાકોરનો કચ્છમાં જોટો નથી, ગઢવા ! હાંકો પાધરા. ”એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો. ખૂણે ઊભો રહીને તાલ જોવા લાગ્યો. 'આજ બેટાને બરાબર ભેખડાવી મારું. બેટો સાંગડો, ગામ આખાનાં વાછડાં ચારે, ને હું કોટવાળ તોયે મારાં ત્રણ વાછડાંની ચરાઈની કોરી માગી હતી દીકરે! આજ આ ગઢવો જો ...Read More

6

સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 6

ભાઇબંધી સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ પડખોપડખ ઘોડા રાખીને બેય ભેરુબંધ હાલ્યા જાય છે. પારકરની ધરતીના તરણેતરણાને જાણે કે એકલમલ્લ હોય તેમ ઝાડવાં, દેવસ્થાનો, નદીનાળાં અને ગઢકાંગરાનાં નામ લઇ લઇ ઓઢાને હોંશે હોંશે ઓળખાવતો જાય છે. બેય ઘોડા પણ એકબીજાનાં મોં અડકાડતા, નટવાની જેમ નાચ કરતા કરતા, નખરાંખોર ડાબા નાખતા ચાલ્યા જાય છે.બરાબર રાતને ચોથે પહોરે નગરસમોઇને ગઢે પહોંચ્યા. એ કોટમાં સાતવીસ સાંઢયો પુરાય છે. દેવળના થંભ જેવા પગવાળી,રેશમ જેવી સુંવાળી રુંવાટીવાળી, પવનવેગી અને મનવેગી–એવી અસલ થળની સાતવીસ સાંઢ્યો તો બાંભણિયા બાદશાહનાં સાચાં સવા-લખાં મોતી જેવી છે.રાતોરાત પચાસ-પચાસ ગાઉની મજલ ખેંચીને એ પંખિણી જેવી સાંઢ્યોબાંભણિયાને ઘેર લૂંટનો માલ પહોંચાડે છે. એનો ...Read More

7

સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 7

સિંહનું દાનમૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે નાહવા ગયા હતા. ગેામતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દરબારે કાંઈક વ્રતો લીધાં, પણ ચાંચેાજીએ તો એવું વ્રત લીધું કે 'મારી પાસે જે કાંઈ હશે તે હું મારા જાચનારને આપીશ.'ત્રણે જાત્રાળુઓ ઘરે આવ્યા. બે મોટા દરબારોનાં વ્રત થોડે વખતે છૂટી ગયાં, પણ ચાંચોજીની પ્રતિજ્ઞા તો જીવસટોસટની હતી.હળવદ દરબારે પોતાના દસોંદી ચારણને ઉશ્કેર્યા. વચન આપ્યું કે પરમારનું નીમ છોડાવ તો તું જે માગે તે તને આપું.ચારણ કહે: “પરમારનો પુત્ર હું માથું માગીશ તો માથુંયે વધેરી દેશે.”દરબાર કહે : “એવું કંઈક ...Read More

8

સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 8 - છેલ્લો ભાગ

રામવાળોવ. સ. ૧૯૭૦ થી ૧૯૭૧.મરાઠાએ મારી મારીને જેર કરેલી કાઠી કોમ ગાયકવાડનાં ધારી અમરેલી પરગણામાં નવરી પડી હતી. ચોરવું, અને અબળાઓની આબરૂ પાડવી એ એના એદી જીવતરના ત્રણ ઉદ્યમેા થઈ પડ્યા હતા. એના ગરાસ ચાસ તો ગાયકવાડના અક્કડ કાયદાની અને વ્યાજખાઉ વેપારીઓની ભીંસમાં ભાંગી ગયા હતા. પુરૂષ કાઠી અધર્મો આચરતો છતાં એના ઘર અંદરની જોગમાયાઓએ જૂનાં શીલ છોડ્યાં નહોતાં. એારડે બેસીને આઈઓ ઉને આંસુએ ધણીઓનાં પાપ ધોતી અને એકાદ બે ભેંસોનાં ઘી ઉતારી પુરુષોનાં પેટ પૂરતી હતી.કાઠી કોમને ચોફરતા ત્રણ સર્પોએ ભરડો લીધો હતો : ગાયકવાડી ગામડાંના પટેલોએ, વ્યાજભૂખ્યા વેપારીઓએ અને એના નિજના અધર્મો એ. એ ત્રિવિધ તાપની ભઠ્ઠીમાં ...Read More