પ્રાયશ્ચિત

(9.3k)
  • 923.6k
  • 691
  • 784.8k

જામનગર જતો સૌરાષ્ટ્ર મેઈલ સુરત સ્ટેશન ઉપર રાત્રે 12:30 વાગે આવતો હતો. કેતન સાવલિયા પોતાના તમામ સામાન સાથે રાત્રે બાર વાગ્યે જ પ્લેટફોર્મ પર આવી ગયો હતો. ફર્સ્ટ ક્લાસ એસી નું રિઝર્વેશન હતું એટલે એને બીજી કોઈ ચિંતા ન હતી. કુલીને એડવાન્સ પૈસા પકડાવીને તમામ સામાન ટ્રેઈનમાં ગોઠવી દેવાની જવાબદારી સોંપી દીધી હતી. કેતનના મોટાભાઈ અને ભાભી પણ કેતન ને વિદાય આપવા માટે પ્લેટફોર્મ ઉપર હાજર હતા. " ભાઈ તું તારી આ જિદ છોડ. હજુ પણ સમય છે. ઘરે પાછા જઈએ. ઈશ્વરે આટલી બધી સમૃદ્ધિ આપણને આપી છે. તને જોઈએ તો મારા હિસ્સામાંથી પણ તું ભાગ લઈ લે પણ આ રીતે બધું છોડીને વનવાસ જવાની વાત ના કર !! " સિદ્ધાર્થ બોલ્યો.

Full Novel

1

પ્રાયશ્ચિત - 1

પ્રકરણ ૧ જામનગર જતો સૌરાષ્ટ્ર મેઈલ સુરત સ્ટેશન ઉપર રાત્રે 12:30 વાગે આવતો હતો. કેતન સાવલિયા પોતાના તમામ સામાન રાત્રે બાર વાગ્યે જ પ્લેટફોર્મ પર આવી ગયો હતો. ફર્સ્ટ ક્લાસ એસી નું રિઝર્વેશન હતું એટલે એને બીજી કોઈ ચિંતા ન હતી. કુલીને એડવાન્સ પૈસા પકડાવીને તમામ સામાન ટ્રેઈનમાં ગોઠવી દેવાની જવાબદારી સોંપી દીધી હતી. કેતનના મોટાભાઈ અને ભાભી પણ કેતન ને વિદાય આપવા માટે પ્લેટફોર્મ ઉપર હાજર હતા. " ભાઈ તું તારી આ જિદ છોડ. હજુ પણ સમય છે. ઘરે પાછા જઈએ. ઈશ્વરે આટલી બધી સમૃદ્ધિ આપણને આપી છે. તને જોઈએ તો મારા હિસ્સામાંથી પણ તું ભાગ લઈ લે ...Read More

2

પ્રાયશ્ચિત - 2

પ્રકરણ 2 કેતને સ્વામીજીને મળવા જવા માટે ચાર વાગે કાર સ્ટાર્ટ કરી. રમણભાઈ મિલવોકી એરિયા માં રહેતા હતા. ૪૦ તો એ પહોંચી ગયો. સમય કરતા દસ પંદર મિનિટ વહેલા પહોંચી જવું સારું. રમણભાઈ પટેલ કેતનને સારી રીતે ઓળખતા હતા એટલે એમણે હસીને એનું સ્વાગત કર્યું અને ડ્રોઈંગરૂમ માં વેઇટ કરવાનું કહ્યું. સ્વામીજીને એક અલગ રૂમ આપેલો હતો અને અત્યારે એમની સાથે કોઈની વાતચીત ચાલુ હતી. ડ્રોઇંગરૂમમાં બીજી પણ એક વ્યક્તિ વેઇટિંગમાં હતી. એ સમય કરતાં થોડા વહેલા આવી ગયા હતા. રમણભાઈ એની સાથે સ્વામીજીની વાતો કરતા હતા. " આમ તો છેલ્લા ત્રણ વર્ષથી હું સ્વામીજી ને ઓળખું છું. ઇન્ડિયા ...Read More

3

પ્રાયશ્ચિત - 3

પ્રકરણ- ૩ સ્વામીજીના આદેશને માથે ચડાવીને કેતન અજાણ્યા માર્ગ ઉપર ચાલી તો નીકળ્યો પરંતુ આગળની કોઈ દિશા એને સૂઝતી હતી. ' જામનગરમાં રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ છે પરંતુ ત્યાં જઈને હું કરીશ શું ? માની લો કે પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ કોઈ પ્રવૃત્તિ વિના સમય કેવી રીતે પસાર થશે ? ત્યાં નથી કોઈ સગાં વ્હાલાં કે નથી કોઈ મિત્ર ! નવી દુનિયા મારે જ વસાવવાની છે. કરોડો રૂપિયા લોકોના કલ્યાણ માટે વાપરવાના છે પરંતુ એનો કોઈ જ નકશો મારી પાસે નથી.' ' ચાલો.. પડશે એવા દેવાશે. જે દિવ્યશક્તિએ સ્વામીજીની અચાનક મુલાકાત કરાવરાવી એ જ આગળ ઉપર મારું ...Read More

4

પ્રાયશ્ચિત - 4

પ્રકરણ ૪ પટેલ કોલોની શેરી નંબર ૪ માં મારુતિ વાને પ્રવેશ કર્યો અને જે મકાન ભાડે રાખ્યું હતું આગળ જઈને માલવિયાએ વાન ને ઉભી રાખી. નીચે ઊતરીને એણે દરવાજો ખોલ્યો. ડેલીબંધ મકાન હતું. એસ્ટેટ બ્રોકરે બંગલો શબ્દ વાપર્યો હતો પરંતુ ખરેખર આ કોઈ બંગલો ન હતો પરંતુ એક વિશાળ ટેનામેન્ટ હતું !!મોટુ એવું કમ્પાઉન્ડ હતું જેમાં ગ્રે કલરના પોલીશ પથ્થર જડેલા હતા. એક નાનો તુલસીક્યારો હતો અને આસોપાલવ નું એક ઝાડ પણ હતું. મકાન ગઈકાલે જ સાફ કરાવ્યું હતું એટલે એકદમ સ્વચ્છ હતું. અંદરથી પણ મકાન ખૂબ વિશાળ હતું. મોટો ડ્રોઈંગ રૂમ એક બેડરૂમ અને કિચન હતું. ગેસનો બાટલો અને સ્ટવ ...Read More

5

પ્રાયશ્ચિત - 5

પ્રાયશ્ચિત - પ્રકરણ ૫ મનસુખ કિચનમાં ગયો અને દૂધની બે થેલીમાંથી એક થેલી ફ્રીજ માં મૂકી. બીજી અડધા દૂધની ચા બનાવી અને બાકીના અડધા દૂધ ને સ્ટવ ઉપર ગરમ કરવા મુક્યું. મનસુખને ચા બનાવવાની સારી એવી પ્રેક્ટિસ હતી અને જયેશભાઈ ની ઓફિસમાં પણ રોજ એ જ ચા બનાવતો. " સાહેબ ખાંડ કેટલી ? મીઠી બનાવું કે થોડી મોળી ? " ચામાં ખાંડ નાખતા પહેલાં મનસુખે પૂછ્યું. " અરે ભાઈ હજુ તો હું જવાન છું. ચા તો આપણને મીઠી જ ભાવે. " અને કેતને મમ્મીએ પેક કરેલું નાસ્તાનું મોટું બોક્સ ખોલ્યું. એક ડબ્બામાં ઘણાં બધાં મેથીનાં થેપલાં મૂક્યાં હતાં. એક ...Read More

6

પ્રાયશ્ચિત - 6

પ્રાયશ્ચિત પ્રકરણ-૬ કેતનની આ વાત સાંભળીને જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા એકબીજાની સામે જોઇ રહ્યા. એમના તો માન્યામાં જ આવતું કે જીવનમાં અચાનક આટલું મોટું પરિવર્તન આવશે !! દોઢ લાખ એ બહુ મોટી રકમ હતી. ખરેખર તો જયેશને મહિને એવરેજ પચાસ હજાર જેટલી આવક થતી હતી. એમાંથી પંદર હજાર તો માલવિયાને એ પગાર આપતો. જામનગર જેવા શહેરમાં બહુ મોટા ખર્ચા નહોતા એટલે પાંત્રીસ હજારમાં તો આખું ઘર ચાલી જતું. જ્યારે કેતન શેઠ દોઢ લાખ પગારની વાત કરતા હતા. એના માટે ખરેખર આ અધધધ રકમ હતી !! " હું મજાક નથી કરતો જયેશભાઈ. હું એકદમ સિરિયસ છું. મને તમારા જેવા ...Read More

7

પ્રાયશ્ચિત - 7

પ્રાયશ્ચિત- પ્રકરણ ૭દુનિયામાં બધા જ માણસો સરખા નથી હોતા. કેટલાક લોકોને તમાશો જોવામાં બહુ જ રસ હોય છે. આવા કોઈ પડોશીએ સાંજે પોલીસ સ્ટેશને ફોન કરી દીધો. " સાહેબ પટેલ કોલોની શેરી નંબર ૪ માં એક છોકરીએ બપોરે પંખે લટકીને આત્મહત્યા કરી હતી. સમયસર મેડિકલ સારવાર મળતાં છોકરી તો બચી ગઇ છે પરંતુ એ લોકોએ પોલીસ સ્ટેશનને જાણ નથી કરી. એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ હતી એટલે મેં આપને ફોન કર્યો. " અને એ જાગૃત નાગરિકે મિસ્ત્રી પરિવારનું એડ્રેસ પણ આપી દીધું અને પોતે પોતાના મકાનના આગળના વરંડામાં ખુરશી નાખીને પોલીસ જીપની રાહ જોતો બેસી ગયો. અડધી કલાકમાં લગભગ સાંજે સાત ...Read More

8

પ્રાયશ્ચિત - 8

પ્રાયશ્ચિત - પ્રકરણ ૮ પટેલ કોલોની માં કેતન શેઠની વાહવાહ થતી જોઈ મનસુખ માલવિયા પણ પોરસાયો. બે દિવસમાં જ શેઠને બધા ઓળખતા થઈ ગયા. ખરેખર મરદ માણસ છે !! સાંજે સાત વાગ્યે એ કેતન શેઠ ના ત્યાં હાજર થઈ ગયો. હવે એ કેતન શેઠ નો ડ્રાઇવર હતો !! " મેં તપાસ કરાવી લીધી છે. મારુતિના શો રૂમમાં વાઈટ મોડલની સિયાઝ ગાડી તૈયાર છે. " મનસુખે આવીને તરત જ કહ્યું. " ચાલો સરસ. આ કામ તમે સરસ કર્યું. તમને બેંક ચેક આપી દઉં છું. સારો દિવસ જોઈને તમે છોડાવી લો. " " સાહેબ પરમ દિવસે જ એકાદશી છે એના જેવું ...Read More

9

પ્રાયશ્ચિત - 9

પ્રાયશ્ચિત પ્રકરણ-૯ગાડીમાં બેઠા પછી કેતને ગાડી સીધી જલ્પા ના ઘરે લેવાનું મનસુખને કહ્યું. " મનસુખભાઈ એક મોટું કામ પાર પાડ્યું. સમાજમાં સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર હું બિલકુલ સહન કરી શકતો નથી. જલ્પાને ન્યાય મળી ગયો. આજે હું ખૂબ ખુશ છું. " " જી સાહેબ. તમે ગઈ કાલે જે પણ કર્યું છે એનાથી લોકોમાં તમારા વિશે એક સારી છાપ ઉભી થઇ છે. " જો કે કેતન શેઠ અત્યારે પોલીસ સ્ટેશન કેમ ગયા હતા એ એને સમજાતું ન હતું. થોડીવારમાં મારુતિ વાન શેરી નંબર ૪ માં પ્રવેશીને જલ્પાના ઘર આગળ ઉભી રહી. મનસુખને સાથે લઈ ને કેતન જશુભાઈ મિસ્ત્રીના કમ્પાઉન્ડમાં દાખલ થયો. ડોરબેલ વગાડતાં નીતા એ ...Read More

10

પ્રાયશ્ચિત - 10

પ્રાયશ્ચિત પ્રકરણ ૧૦ કેતન અબજોપતિ બાપનો દીકરો હતો. ત્રણસો કરોડની પેઢીનો ભાગીદાર હતો. સુરતમાં ડાયમંડ માર્કેટમાં એ મોટું નામ હતું. જગદીશભાઈ ના બે દીકરા હતા. મોટા સિદ્ધાર્થના લગ્ન થઈ ગયેલા હતા જ્યારે કેતન હજુ કુંવારો હતો. મેનેજમેન્ટની ડિગ્રી લીધા પછી ઉચ્ચ અભ્યાસ અર્થે કેતન અમેરિકા ગયો હતો એટલે પોતાની કન્યા માટે ઘણા કરોડપતિ મા-બાપની નજર કેતન ઉપર હતી. કેતન દેખાવમાં પણ ઘણો હેન્ડસમ હતો. કેતન કોલેજમાં ભણતો ત્યારે પણ એની ફ્રેન્ડશીપ માટે સારા સારા ઘરની છોકરીઓ તરસતી હતી પરંતુ કોણ જાણે કેમ કેતનને આવી બધી બાબતોમાં રસ ઓછો હતો. એ લફરાબાજ ન હતો. આટલી ઉંમરે પણ એનું ચારિત્ર શુદ્ધ ...Read More

11

પ્રાયશ્ચિત - 11

પ્રાયશ્ચિત પ્રકરણ - ૧૧કેતન પ્રતાપભાઈ બદીયાણીને મળવા ગયો ત્યારે એને જરા પણ જાણ ન હતી કે પ્રતાપભાઈએ પોતાની વેદિકા માટે માગું નાખેલું છે. કારણકે અમેરિકાથી આવ્યા પછી એના ઘરમાં લગ્ન અંગેની કોઈ ચર્ચા બે મહિનામાં મમ્મી પપ્પા એ કરી ન હતી. એટલે જ્યારે પ્રતાપભાઈ ના ઘરે એની આટલી બધી આગતા સ્વાગતા થઈ અને વેદિકા સાથે અલગ બેડરૂમમાં બેસી એકબીજાને ઓળખવાની વાત જ્યારે દમયંતીબેને કરી ત્યારે કેતન ખરેખર વિમાસણમાં પડી ગયો કે આ બધું શું ચાલી રહ્યું છે ? વેદિકા સાથે બેડરૂમમાં જવાનું શા માટે કહ્યું અને એકબીજાને ઓળખવાની વાત કેમ કરી ? કેતનને ખ્યાલ આવી ગયો કે કાં તો કોઈ મોટી ...Read More

12

પ્રાયશ્ચિત - 12

પ્રાયશ્ચિત પ્રકરણ-12કેતન મમ્મી પપ્પાનું ઘર છોડીને કાયમ માટે જામનગર જતો રહ્યો પછી ઘર સાવ સૂનું થઈ ગયું. કેતન રાત્રે સાડા બાર વાગે ટ્રેનમાં બેસી ગયો પરંતુ એ આખી રાત ઘરના સભ્યો ઉંઘી શક્યા નહીં. મમ્મી જયાબેને તો એ આખો દિવસ કંઇ ખાધુ જ નહીં. ઘરનો યુવાન દીકરો જૈન દીક્ષા લઇ લે અથવા તો સંન્યાસી બની જાય એવું વાતાવરણ ઘરનું થઈ ગયું હતું. કેતન અમેરિકા હતો એ સમયની વાત જુદી હતી. ભલે એ ઘરમાં ન હતો પણ એની ગેરહાજરી સાલતી નહોતી કારણ કે ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરીને એ ઘરે પાછો આવવાનો હતો અને ધંધો પણ સંભાળવાનો હતો. સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો ...Read More

13

પ્રાયશ્ચિત - 13

પ્રાયશ્ચિત પ્રકરણ-13રીક્ષાવાળાએ કેતનના બંગલા પાસે જઈને રિક્ષા ઊભી રાખી ત્યારે સાંજના સાડા સાત વાગ્યા હતા. જાનકીએ રીક્ષા ચૂકવી દીધું અને મકાનમાં પ્રવેશ કર્યો. મકાન ખુલ્લું હતું અને એક મોટી ઉંમરના બહેન રસોડામાં રસોઈ કરી રહ્યા હતા. જાનકીને કંઈ સમજાયું નહીં કે કેતન ના ઘરમાં બીજા કોઈ બેન કઈ રીતે હોઈ શકે ? એડ્રેસ તો બરાબર જ હતું !!" માસી કેતન અહીં જ રહે છે ને ? " જાનકી રસોડામાં ગઈ અને દક્ષાબેનને પૂછ્યું. " હા.. હા.. આવો ને !! સાહેબ તો અડધી કલાકથી બહાર ગયા છે. ક્યાંથી આવો છો બેન ? " દક્ષાબેને પૂછ્યું. " હું મુંબઈથી આવું છું. તમારી ઓળખાણ ...Read More

14

પ્રાયશ્ચિત - 14

પ્રાયશ્ચિત પ્રકરણ 14સવારના પહોરમાં કોઇ ખૂબસૂરત યુવતી ને કેતન ના કમ્પાઉન્ડમાં જોઈને ત્રીજા મકાનમાં રહેતી નીતા મિસ્ત્રી ખૂબ જ થઈ ગઈ. તે દિવસની જલ્પા ની ઘટના પછી કેતને પોતાના પરિવાર માટે જે પણ કર્યું અને પપ્પાને બે લાખ રૂપિયા જેવી રકમ જીજાજી પાસેથી પાછી અપાવી એનાથી નીતા કેતનથી ખુબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. કોઈ સ્પોર્ટ્સમેન ને પણ શરમાવે આવે એવી કેતન ની પર્સનાલિટી હતી !! નીતા મુગ્ધ થઈ ગઈ હતી !! શું કેતન પરણેલા હશે ? કોઈ બહાનું કાઢીને સાચી વાત તો જાણવી જ પડશે. એણે થોડું વિચારી લીધું અને કેતનના મકાનમાં પ્રવેશ કર્યો. " અંદર આવું સાહેબ ? " " હા ...Read More

15

પ્રાયશ્ચિત - 15

પ્રાયશ્ચિત પ્રકરણ - 15દ્વારકાધીશનાં દર્શન કરીને લગભગ સાડા દસ વાગે કેતન લોકો જામનગર જવા માટે નીકળી ગયા. ઘરે પહોંચતા બપોરનો એક વાગી ગયો. જો કે નાસ્તો કરી લીધો હતો એટલે ખાસ ભૂખ લાગી ન હતી. ઘરે પહોંચતા જ દક્ષાબેન ની રસોઈ તૈયાર જ હતી !!" મનસુખભાઈ તમે ગાડી લઈને જાવ અને ઘરે જમીને આવી જાવ. તમે હવે જલ્દી થી નવું બાઈક પણ છોડાવી લો. તમારે ક્યાંય પણ જવું હોય તો તકલીફ ના પડે " કેતને કહ્યું. " હા સાહેબ આવતીકાલે બાઈક છોડાવાનો વિચાર છે. આજે તમારે ક્યાંય જવાનો પ્રોગ્રામ છે ? તો હું એ પ્રમાણે આવી જાઉં " મનસુખે પૂછ્યું. " ...Read More

16

પ્રાયશ્ચિત - 16

પ્રાયશ્ચિત પ્રકરણ -16બપોરે એક વાગે જાનકીને એરપોર્ટ ઉપર મૂકીને કેતન ઘરે આવી ગયો. કોણ જાણે કેમ પણ જાનકી વગર સૂનું સુનું થઈ ગયું હોય એમ લાગ્યું. જામનગર આવ્યો ત્યારે તો એ એકલો જ હતો છતાં એને એકલવાયા પણાનો કોઈ અહેસાસ થયો નહોતો પરંતુ બે દિવસ જાનકી રહી ગઈ ત્યારે આજે એને જાનકીની ખોટ સાલવા લાગી. સ્ત્રીના સહવાસની એક અલગ સુગંધ હોય છે, એક અલગ મહેક હોય છે. સ્ત્રીના અસ્તિત્વથી ઘરમાં એક જીવંતપણું આવે છે. સ્ત્રી વગરનું ઘર માત્ર ચાર દીવાલો વાળુ એક મકાન જ બની રહે છે. જાનકી ની હાજરીમાં જેટલું જાનકી વિશે નહોતો વિચારતો એટલું અત્યારે એ એની ગેરહાજરીમાં ...Read More

17

પ્રાયશ્ચિત - 17

પ્રાયશ્ચિત પ્રકરણ - 17*****************નીતા સાથે એકાંતમાં પાંચ મિનિટ વાત કરવાનું જશુભાઈએ કહ્યું ત્યારે કેતન થોડો વિચારમાં પડી ગયો. પાસે દઝાડતું સૌંદર્ય હતું. નીતાને પહેલીવાર જોઇ ત્યારથી જ કેતનના હૃદયમાં કંઈક અલગ પ્રકારનાં સ્પંદનો પેદા થયાં હતાં. જાનકીએ પણ એને તે દિવસે સાવધાન કર્યો હતો કે આ છોકરીથી સાવધાન રહેજો. નીતા જેવી બેડરૂમમાં ગઈ કે તરત જ એની પાછળ પાછળ કેતન પણ ગયો. નીતાએ એને બેડ ઉપર બેસવાનું કહ્યું અને પોતે સામે ખુરશીમાં બેઠી. " બોલ નીતા... તારે વળી મારું શું કામ પડ્યું ? " કેતને નીતાની સામે જોઇને પૂછ્યું. " સર તમારે મારુ એક કામ કરવાનું છે અને આ કામ માત્ર તમે ...Read More

18

પ્રાયશ્ચિત - 18

પ્રાયશ્ચિત પ્રકરણ - 18સાઈટ ઉપર જઈને બંગલાની ડીઝાઈન અને આજુબાજુ ની ગાર્ડન માટે ની વિશાળ જગા જોઈને કેતને નંબર નો બંગલો લેવાનું મનોમન નક્કી કરી દીધું. દરવાજો પૂર્વ તરફ ખુલતો હતો એ પણ એક પ્લસ પોઈન્ટ હતો. એ લોકો ફરીથી બિલ્ડરની ઓફિસમાં આવ્યા. " જુઓ નીતિનભાઈ સાત નંબર નો બંગલો અમે ફાઇનલ કરી રહ્યા છીએ. આ સાહેબ આપણા જામનગરના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબ ના રિલેટિવ છે અને ભાવ પણ એ રીતે લેવાનો છે. તમે પપ્પા આવે એટલે એમની સાથે વાત કરી દેજો અને ફાઈનલ કિંમત મને ફોન ઉપર કહી દેજો અથવા પપ્પા સાથે વાત કરાવજો. કાલે હું ફુલ પેમેન્ટનો ચેક આપી ...Read More

19

પ્રાયશ્ચિત - 19

પ્રાયશ્ચિત - પ્રકરણ 19વેદિકા ના ગયા પછી થોડીવારમાં જ દક્ષાબેન રસોઇ કરવા આવી ગયાં. એમણે આવીને ઘરમાં જે જે ખલાસ થઈ ગઈ હતી એનું લિસ્ટ બનાવ્યું. પંદરેક મીનીટ પછી મનસુખ માલવિયા બાઈક લઈને આવી ગયો. દક્ષાબેને એ લીસ્ટ મનસુખને આપ્યું. સાથે બે લિટર દૂધ પણ લાવવાનું કહ્યું. અડધા કલાકમાં તો મનસુખ દૂધ અને સામાન લઈને આવી ગયો. " કાલે રસોઈમાં મારી જરૂર હોય તો વહેલો આવી જાઉં દક્ષાબેન !!" મનસુખે કિચનમાં જઈને દક્ષાબેનને પૂછ્યું. " રસોઈમાં તો મારે તમારી જરૂર નહીં પડે પણ મોટા સાહેબ આવે તે પહેલાં તમે આવી જજો. કારણકે પીરસવામાં તમારી જરૂર પડશે. " દક્ષાબેને કહ્યું. " હા એમ તો ...Read More

20

પ્રાયશ્ચિત - 20

પ્રાયશ્ચિત પ્રકરણ - 20 " પપ્પા ફોટો જોઈને હું શું કરું ? જો કેતન જામનગરમાં જ સેટલ થવાનો હોય મને એનામાં કોઈ જ રસ નથી. લગ્ન એ મારી અંગત બાબત છે અને આખી જિંદગીનો સવાલ છે. તમે પ્લીઝ બિઝનેસના સંબંધોને વચ્ચે ના લાવશો. મુંબઈ છોડીને કાયમ માટે જામનગર જાઉં ? નો વે ... પપ્પા !! " નિધી બોલી. સુનિલભાઈએ જ્યારે રાત્રે ઘરમાં નિધીની કેતન સાથેની સગાઈની ચર્ચા કાઢી અને એનો ફોટો બતાવ્યો ત્યારે એમની દીકરી નિધીએ પોતાનો વિરોધ જાહેર કર્યો. સુનિલભાઈએ કેતન માટે નિધીનું માગુ નાખ્યું હતું અને આજે જ નિધીના કેટલાક ફોટા સિદ્ધાર્થભાઈના મોબાઇલમાં ફોરવર્ડ કર્યા હતા. સામે કેતનનો ...Read More

21

પ્રાયશ્ચિત - 21

પ્રાયશ્ચિત પ્રકરણ - 21" સુનિલ અંકલ હું મુંબઈ આવી ગયો છું. એરપોર્ટ પાસે હોટલ હિલ્ટનમાં છું અત્યારે. તમને સાંજે વાગે ફાવશે ? તો એ પ્રમાણે હું નીકળું અહીથી " હોટલ પહોંચીને ફ્રેશ થઈ ગયા પછી કેતને સુનિલ અંકલને ફોન કર્યો. " અરે કેતનકુમાર તમારું જ ઘર છે. તમારે સમય પૂછવાનો થોડો હોય ? ખરેખર તો આપણા સંબંધો એવા છે કે તમારે હોટલમાં ઉતરવાની પણ કોઈ જરૂર ન હતી. સીધા ઘરે જ આવી જવાય !! " સુનિલભાઈએ કહ્યું. " અંકલ તમે તો જાણો જ છો કે બે વર્ષ પહેલાં ધંધાના કામે મુંબઈ આવતો ત્યારે પણ હોટલમાં જ ઉતરતો ને !! અને આ વખતે ...Read More

22

પ્રાયશ્ચિત - 22

પ્રાયશ્ચિત પ્રકરણ - 22સુનિલભાઈ શાહના ફ્લેટમાંથી કેતન ઝડપથી બહાર નીકળી ગયો અને રોડ ઉપર આવીને એણે ટેક્સી પકડી. એણે રેલ્વે સ્ટેશન જવાનું નક્કી કર્યું. ચર્ચગેટ તરફ જતી લોકલ ટ્રેનો મોટાભાગે બોરીવલી થી ઉપડતી હતી. ત્યાંથી એણે દાદરની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી અને ટ્રેનમાં બેસી ગયો. નિધીની વાતો સાંભળીને અને એનું આટલું બધું આઝાદ વર્તન જોઈને કેતનનું મગજ ખરાબ થઈ ગયું હતું. શું મુંબઈમાં છોકરીઓ આટલી આઝાદ થતી જાય છે ? ના..ના.. બધી છોકરીઓ ના હોય. પરંતુ અતિ શ્રીમંત પરિવારોમાં આવી આઝાદી કદાચ મળતી હશે !! ભલે સુનિલભાઈ ધંધામાં ગમે એટલા હોશિયાર હોય પણ ઘરમાં એમણે બિલકુલ ધ્યાન આપ્યું ન હતું. છોકરી ...Read More

23

પ્રાયશ્ચિત - 23

પ્રાયશ્ચિત પ્રકરણ 23કેતન ને આમ અચાનક ઘરે આવેલો જોઈને કુટુંબના તમામ સભ્યો ખુશ થઈ ગયા. સૌથી વધુ આનંદ શિવાનીને કારણકે શિવાની નાનપણથી જ કેતનની વધારે નજીક હતી. મમ્મી જયાબેને કેતનના માથે હાથ ફેરવ્યો. ગમે તેમ તોયે એ મા હતી. પપ્પા જગદીશભાઈએ પણ ખુશી વ્યક્ત કરી.કેતન સોફામાં બેઠો અને બધાં એને ઘેરી વળ્યાં. શિવાની અંદર જઈને ભાઈ માટે પાણીનો ગ્લાસ લઇ આવી અને મહારાજને ચા નું કહેતી આવી. " મુંબઈ નિધીને જોવા માટે ગઈ કાલે સુનિલભાઈ ના ઘરે ગયો હતો એટલે એમ થયું કે આટલે આવ્યો છું તો ઘરે પણ બધાંને મળી લઉં. " " કેવી રહી તમારી મીટીંગ ? સુનિલભાઈ નો બહુ ...Read More

24

પ્રાયશ્ચિત - 24

પ્રાયશ્ચિત પ્રકરણ - 24" પણ હું તો આ બધું જ જાણું છું પપ્પા !! " કેતન જગદીશભાઈની જોઈને બોલ્યો. " વૉટ !!! તું જાણે છે આ વાત ? " જગદીશભાઈ કેતનના જવાબથી આશ્ચર્યચકિત થઈ ગયા !! " તારા દાદાથી કોઈને મરાવી નાખવાનું આટલું મોટું પાપ થયેલું છે એ તને ખબર છે ? જયાને મેં મારા સોગંદ આપ્યા હતા તો પણ એણે તને વાત કરી ?" જગદીશભાઈને હજુ વિશ્વાસ નહોતો આવતો. " ના પપ્પા... મમ્મીએ મને કંઈ જ કહ્યું નથી. મને અમેરિકામાં એક ત્રિકાળજ્ઞાની સ્વામીજીએ આ વાત કહી હતી. " કેતન બોલ્યો. જમનાદાસે પોતે જ આ જન્મમાં કેતન સ્વરૂપે નવો જન્મ લીધો છે એ ...Read More

25

પ્રાયશ્ચિત - 25

પ્રાયશ્ચિત પ્રકરણ - 25કેતને આશિષ અંકલની ઓફિસમાંથી બહાર નીકળીને ગાડી પ્રતાપ અંકલના ઘર તરફ લેવડાવી. ઘરેથી નીકળ્યો ત્યારે ઘારીનું બોક્સ આપવાના બહાને ઊંડે ઊંડે વેદિકાને મળવાની ઈચ્છા પણ હતી. પરંતુ આશિષ અંકલે એને જે વાત કરી એનાથી એ ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો હતો. એ અમેરિકા રહેલો હતો. આધુનિક વિચારસરણી વાળો હતો. બ્રોડ માઈન્ડેડ હતો. પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી હોતો. વેદિકાએ પોતે એને એના ભૂતકાળ વિશે થોડીક વાત કરી હોત તો એને કોઈ જ વાંધો ન હતો. પરંતુ બહારથી આ વાત જાણવા મળી એના કારણે એ થોડો વ્યથિત હતો. વેદિકા ને એ બે વાર મળ્યો હતો. એકવાર પણ એણે ...Read More

26

પ્રાયશ્ચિત - 26

પ્રાયશ્ચિત પ્રકરણ - 26કેતનની વાત સાંભળીને વેદિકા તો આભી બનીને કેતનની સામે જોઈ જ રહી. આટલી મહાનતા છે આ વ્યક્તિમાં !!!હજુ પણ વેદિકાના માન્યામાં આવતું ન હતું. લગ્નની વાત બાજુમાં મૂકીને કેતને મારા દિલ નો વિચાર કર્યો. મારા પ્રેમનો , મારી લાગણીઓનો વિચાર કર્યો. " વેદિકા આજે ને આજે જ જવાબ આપવાની કોઈ ઉતાવળ નથી. બે વર્ષના તમારા સંબંધો છે. જયદેવે સંબંધ તારા પપ્પાની ધમકીના કારણે તોડ્યો છે. બની શકે કે એ આજે પણ તને ચાહતો હોય. બે દિવસ સુધી શાંતિથી વિચારી લે. જરૂર લાગે તો એને મળી પણ લે. પછી તારી ખરેખર શું ઈચ્છા છે એ તું મને વોટ્સએપ ...Read More

27

પ્રાયશ્ચિત - 27

પ્રાયશ્ચિત પ્રકરણ 27વેદિકાએ ફોન ઉપર જે સમાચાર આપ્યા એનાથી થોડી ક્ષણો માટે કેતન ગમગીન બની ગયો. વેદિકા એને ગમતી અને એના માટે થોડું આકર્ષણ પણ હતું. છતાં બે વર્ષની રિલેશનશીપની વાત એણે જાણી એ પછી એનું મન પાછું પડી ગયું હતું. એટલે એની ગમગીની બહુ લાંબો સમય સુધી ટકી નહીં. બે વર્ષનો ગાળો ઘણો લાંબો ગણાય. માનસિક રીતે બંને એકબીજાનાં બની ગયાં હોય એટલે હવે નવા સંબંધમાં પ્રેમની એ ઉષ્મા જોવા ના મળે. અને આમ પણ પહેલા પ્યારને જલ્દી ભૂલાવી શકાતો નથી. ચાલો જેવી ઈશ્વરની ઈચ્છા !! કેતને પોતાની પ્રવૃત્તિઓમાં મન પરોવી દીધું. પંદરેક દિવસનો બીજો સમય પસાર થઈ ગયો. પંદર ...Read More

28

પ્રાયશ્ચિત - 28

પ્રાયશ્ચિત પ્રકરણ-28" હા નાણાવટી સાહેબ.. હોસ્પિટલ નો પ્રોજેક્ટ આપણે પડતો મૂકીએ છીએ અને જે નવા નવા આઈડિયા મેં આપ્યા એમાંથી જે જે શક્ય હોય તેના ઉપર અમલ ચાલુ કરો. આપણે તો માત્ર લોક સેવા જ કરવી છે તો એ બીજી રીતે પણ થઈ શકે છે. " કેતન બોલ્યો. " હા હું ચોક્કસ એ દિશામાં કામ ચાલુ કરું છું. દરેક નવા નવા પ્રોજેક્ટ માટેની અલગ-અલગ ફાઈલ બનાવવી પડશે. આ બધું એક ટીમ વર્ક છે એટલે મારે કેટલાક લોકોને પગાર આપીને રોકવા પડશે. મને થોડો સમય આપો એટલે હું એક કાચો ડ્રાફ્ટ બનાવીને તમને બતાવી દઉં. " નાણાવટી બોલ્યા. " દ્વારકામાં મારા પોતાના ...Read More

29

પ્રાયશ્ચિત - 29

પ્રાયશ્ચિત પ્રકરણ - 29આજે રવિવાર હતો. આશિષ અંકલે કહ્યું હતું કે દક્ષામાસીને મારે એકવાર એમના ઘરે લઈ જવાના છે. એ કામ રહી ગયું હતું. આજે રસોઈ થઈ જાય પછી દક્ષામાસીને આશિષ અંકલ ના ઘરે લઈ જાઉં. - કેતને વિચાર્યું. " અંકલ કેતન બોલું. આજે રવિવાર છે. જો તમે ઘરે હો તો દક્ષામાસીને લઈને હું ૧૧ વાગ્યા આસપાસ આવી જાઉં. " કેતને સવારે ૯ વાગે આશિષ અંકલને ફોન કર્યો. " અરે એમાં પૂછવાનું થોડું હોય ! આજે જમવાનું પણ અહીં જ રાખજે."" ના અંકલ.. આજે તો દક્ષામાસીએ રસોઈ શરૂ કરી દીધી છે. તમારું આમંત્રણ પેન્ડિંગ ! આજે માત્ર આન્ટી સાથે દક્ષામાસીને વાતચીત ...Read More

30

પ્રાયશ્ચિત - 30

પ્રાયશ્ચિત પ્રકરણ-30મનસુખ માલવિયા કેતનને વાલ્કેશ્વરીમાં આવેલી આતિથ્ય રેસ્ટોરન્ટમાં લઈ ગયો. રેસ્ટોરન્ટ પેક હતી એટલે પંદરેક મિનિટ વેઇટ કરવું પડ્યું. ખરેખર સારી હતી. ઘણા સમય પછી એ પંજાબી ફૂડ ખાવા માટે આવ્યો હતો. એણે વેઈટરને એની પ્રિય સબ્જી વેજિટેબલ મક્ખનવાલા અને પાલક પનીર નો ઓર્ડર આપ્યો. સાથે તંદુરી રોટી દાલ ફ્રાય જીરા રાઈસ રોસ્ટેડ પાપડ અને છાસ તો ખરાં જ !! મનસુખને કેતન શેઠની સાથે જમવા બેસવા માં થોડો સંકોચ થતો હતો પરંતુ કેતન આવું કોઈ અંતર રાખવા માગતો ન હતો એટલે એણે મનસુખને પણ પોતાની સાથે જ બેસીને ડિનર લેવાનું કહ્યું. જમવાનું પૂરું થયું અને હેન્ડવોશ માટે બાઉલ મંગાવ્યા ત્યાં જ એણે ...Read More

31

પ્રાયશ્ચિત - 31

પ્રાયશ્ચિત પ્રકરણ -31 કેતન ઘરે પહોંચ્યો ત્યારે રાતના સવા અગિયાર વાગી ગયા હતા. એ આવીને તરત જ એ.સી. ચાલુ સુઈ ગયો કારણ કે રોજ સવારે એ સાડા પાંચ વાગે ઊઠી જતો હતો. ઊઠીને રોજ એક કલાક એ યોગા અને મેડીટેશન કરતો હતો. સ્વામીજીએ ખાસ એને રોજ ધ્યાનમાં બેસવાની સલાહ આપી હતી !! એ પછી એ થોડું જોગીંગ કરવા જતો હતો. એ બધો સવારનો રૂટિન કાર્યક્રમ પતાવી એણે નાહી લીધું. રોજ સવારે એ જાતે જ ચા બનાવી લેતો. ચા બની જાય એટલે ચા પીતાં પીતાં જ ન્યુઝપેપર વાંચવાની એને ટેવ હતી. છાપું વાંચતાં વાંચતાં અચાનક એની નજર એક જાહેરાત ઉપર ...Read More

32

પ્રાયશ્ચિત - 32

પ્રાયશ્ચિત પ્રકરણ 32બીજા દિવસે કેતને બેંક ઓફ બરોડામાં કે. જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટના નામનો એકાઉન્ટ ખોલાવ્યો. એ સુરત ત્યારે બેંકના એપ્લીકેશન ફોર્મમાં સિદ્ધાર્થની સહી એણે લઈ જ રાખી હતી. કેતને એમાં દસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. ચાર દિવસ પછી કેતને હોસ્પિટલ ટેક ઓવર કરી લીધી. ટ્રાન્સફર વગેરે ખર્ચ સાથે ટોટલ સાડા નવ કરોડમાં આ સોદો થયો. આખું ડીલ સી.એ. નાણાવટી સાહેબને વચ્ચે રાખીને કર્યું. " કે. જમનાદાસ ચેરીટેબલ હોસ્પિટલ" નામ અપાયું. તમામ રકમ ટ્રસ્ટના એકાઉન્ટમાંથી ચેકથી આપી.હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ એડમિટ થયેલા હતા. એટલે રિનોવેશન માટે દસ દિવસ રાહ જોવી પડી. તમામ દર્દીઓ ડિસ્ચાર્જ થયા પછી હોસ્પિટલને ત્રણ મહિના માટે બંધ કરી ...Read More

33

પ્રાયશ્ચિત - 33

પ્રાયશ્ચિત પ્રકરણ 33બીજા દિવસે કેતનને મનમાં એક વિચાર આવ્યો અને એણે તરત જ એના મેનેજર જયેશ ઝવેરીને ફોન કર્યો. જયેશભાઈ તમે આજે હોસ્પિટલમાં ચક્કર મારો અને જેટલા પણ ડોક્ટરો આપણી હૉસ્પિટલમાં સેવાઓ આપતા હતા તે બધાને ફોન કરી આવતીકાલે હોસ્પિટલમાં જ મારી સાથે મિટિંગ ગોઠવો. " " ભલે શેઠ. ૮ ડોક્ટર્સ વીઝીટીંગ છે અને બે ડોક્ટર રેસિડેન્ટ છે જે અનુક્રમે દિવસે અને રાત્રે સેવા આપે છે. હું આજે જ આ તમામને જણાવી દઉં છું અને કાલે મીટીંગ પણ ગોઠવી દઉં છું. " જયેશે કહ્યું. અને બીજા દિવસે સવારે ૧૦ વાગ્યે હોસ્પિટલમાં મીટીંગ ગોઠવાઈ. બધા ડોક્ટરો હાજર હતા અને કેતન પણ સમયસર પહોંચી ...Read More

34

પ્રાયશ્ચિત - 34

પ્રાયશ્ચિત પ્રકરણ 34*****************" બોલ લખા.... તારી તપાસ કેટલે પહોંચી ? " સાંજના સાતેક વાગે દરબારગઢ પાસે ચાની એક રેકડી રાકેશ વાઘેલા રણમલ જાડેજા, દીપક તિવારી અને લખમણ માણેક ભેગા થયા હતા. કેતનની ફરિયાદ પછી કોલેજ પાસેના પાનના ગલ્લા ઉપર બેસીને આવતી જતી કોલેજની રૂપાળી છોકરીઓની દારૂ પીને મશ્કરી કરતા ગુંડા તત્વોને પોલીસ ઉઠાવી ગઇ હતી અને બધાની ખૂબ જ ધોલાઈ થઈ હતી. છતાં વર્ષો જૂની આદત ક્યારેય છૂટતી નથી. રાકેશ વાઘેલાએ પોલીસનો ઘણો માર ખાધો હતો અને હવે બદલાની ભાવના સાથે એ સળગી રહ્યો હતો. રોજના બદલે દર અઠવાડિયે હવે એ લોકો આ રેકડી ઉપર ભેગા થતા હતા. તેઓ ચોક્કસપણે માનતા હતા ...Read More

35

પ્રાયશ્ચિત - 35

પ્રાયશ્ચિત પ્રકરણ 35કેતન શેઠ સાથે હોસ્પિટલ અંગેની ચર્ચા કર્યા પછી જયેશ ઝવેરી દોડતો થઇ ગયો હતો. સૌથી પહેલાં જામનગરના ન્યુઝ પેપરમાં એણે પોતાને લેવાના સ્ટાફ અંગેની જાહેરાત આપી. બે ક્લાર્ક, એક એકાઉન્ટન્ટ અને એક સુપરવાઇઝર એમ ચાર લોકોની ભરતી કરવાની હતી. જાહેરાત વાંચીને લગભગ ૭૦ યુવક યુવતીઓ એ અરજી કરી હતી. બે દિવસ સુધી ઇન્ટરવ્યુ લઇને છેવટે ચાર જણાંની જયેશે પસંદગી કરી. આ ચાર જણાંમાં એકાઉન્ટન્ટ કમ કેશિયર તરીકે એક છોકરીની પસંદગી એણે કરી. જેણે એમબીએ ફાઇનાન્સ કર્યું હતું. રાજેશ દવેને હોસ્પિટલના તમામ કામની જવાબદારી સોંપી. હોસ્પિટલનું જે પણ રીનોવેશન થાય એનો પ્રોગ્રેસ એણે જોવાનો હતો. એ ઉપરાંત હોસ્પિટલ માટે જરૂરી જે ...Read More

36

પ્રાયશ્ચિત - 36

પ્રાયશ્ચિત પ્રકરણ 36જયેશ ઝવેરી અને સ્ટાફ સાથે મીટીંગ થયાને એક અઠવાડિયું પસાર થઈ ગયું. આ એક વીકમાં કેતનના ચેરીટેબલ શરૂઆત થઇ ગઇ હતી. સહુથી પહેલાં ટિફિન સેવા શરૂ કરી હતી. પ્રારંભિક ધોરણે ૧૦૦ પેકેટ બનાવીને જયેશ ઝવેરીની વાનમાં જ વિતરણ કરવામાં આવતાં હતાં. આ ઓર્ડર કાજલના કહેવા મુજબ ભારતીબેન શાહને જ આપવામાં આવ્યો હતો. ભારતીબેન વર્ષોથી જામનગરમાં જુદા જુદા વિસ્તારમાં આવેલી નમકીનની દુકાનોમાં સપ્લાય કરતાં હતાં.ભારતીબેને આટલા મોટા સપ્લાયને પહોંચી વળવા માટે બીજી બે બહેનોને પોતાના ઘરે બોલાવી લીધી હતી. આટલાં બધાં થેપલાં બનાવવાં એ એક વ્યક્તિનું કામ ન હતું. પેકિંગ કરવા માટે પ્લાસ્ટિકનાં જ ડિસ્પોઝેબલ તૈયાર બોક્સ ખરીદી લીધાં હતાં. બટેટાની ...Read More

37

પ્રાયશ્ચિત - 37

પ્રાયશ્ચિત પ્રકરણ 37વાતો કરતાં કરતાં ક્યારે ચાર વાગી ગયા તે ખબર પણ ના પડી. ચા નો ટાઈમ થઈ હતો એટલે જાનકી અને શિવાની ઊભાં થઈ રસોડામાં ગયાં. રસોડામાં જઈને જોયું તો ચંપાબેને રસોડું એકદમ ક્લીન કરેલું હતું અને બધાં જ વાસણો વ્યવસ્થિત ગોઠવી દીધાં હતાં. સુરત કરતાં જામનગરમાં માણસો દિલ દઈને કામ કરતાં હતાં. ચા તૈયાર થઈ ગઈ એટલે બધાં ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયાં. કપ રકાબીનો સેટ કેતને વસાવી રાખ્યો હતો એ અત્યારે કામ આવ્યો. " પપ્પા આપણી પાસે અત્યારે ટાઈમ છે તો મારો બંગલો જોવા જઈએ. કારણ કે કાલે અને પરમ દિવસે આપણને ટાઈમ નહિ મળે. તમે પ્રતાપ અંકલ ...Read More

38

પ્રાયશ્ચિત - 38

પ્રાયશ્ચિત પ્રકરણ 38બીજા દિવસે સવારથી જ દર્શનાર્થીઓની ભીડ હતી. અઠવાડિયા પહેલાથી જ શતચંડી યજ્ઞની જાહેરાત કરી હતી. ખરો મહાયજ્ઞ આજે જ હતો. આજે પણ સવારે ૯ વાગ્યાથી કેતનનો પરિવાર હોલ ઉપર હાજર થઈ ગયો હતો. આચાર્ય કપિલભાઈ શાસ્ત્રી અને ૧૦ બાકીના પંડિતો પણ આવી ગયા હતા. આજે ૪૯ પાઠ થવાના હતા અને તે પછી ૧૦ હોમાત્મક ચંડીપાઠ થવાના હતા. શાસ્ત્રીજીએ તમામ યજમાનોને તિલક કરીને આજે ફરીથી વેદોક્ત મંત્રોથી સંકલ્પ કરાવ્યો. એ પછી આજે ફરીથી ગણેશજીનું પૂજન, કુળદેવીનું પૂજન, ૬૪ યોગીનીઓનું પૂજન, શક્તિપીઠનું પૂજન, યંત્ર પૂજન, ભય નિવારણ માટે ભૈરવજીનું પૂજન અને શિવજીનું પૂજન શાસ્ત્રીજીએ કરાવ્યું. પાંચ થી દસ વર્ષ વચ્ચેની કુલ ૨૭ ...Read More

39

પ્રાયશ્ચિત - 39

પ્રાયશ્ચિત પ્રકરણ-39કેતનની વાત સાંભળીને પ્રતાપભાઈના મનમાં ગણતરીઓ ચાલુ થઈ ગઈ. ઓફિસ બંગલો અને ત્રણ માળની હોસ્પિટલનું ફર્નિચર જો બનાવવાનું તો ૭૦ ૮૦ લાખ કે પછી એકાદ કરોડ આસપાસનું ફર્નિચર તો નાખી દેતાં બને. એમાંથી પાંચ દસ લાખ મારી ખાવામાં કોઈને કાંઈ ખબર ના પડે. મટીરીયલ આજે મોંઘું છે. સાગનો ભાવ આસમાને છે. ક્યાં કયું લાકડું વાપર્યું કોને ખબર પડવાની ? અને કરોડપતિ કેતનને પાંચ દસ લાખમાં કશો ફરક પડવાનો નથી. મારે આજે ને આજે જ માવજીભાઈને મળવું પડશે. જયેશ સાથે કોઈ ભાવતાલ નક્કી થાય એ પહેલાં જ માવજીને પકડવો પડશે.જમવાનો ટાઈમ થયો એટલે દમયંતીબેનેબધાંને ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ જવા કહ્યું. ...Read More

40

પ્રાયશ્ચિત - 40

પ્રાયશ્ચિત પ્રકરણ 40કેતનને પપ્પાની વાત સાચી લાગી. એને પણ લાગતું હતું કે પ્રતાપભાઈ વાઘાણી ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય. છતાં કેતન થોડો પ્રેક્ટીકલ હતો. ભલે જગદીશભાઈ એમના અનુભવના આધારે પ્રતાપભાઈ વાઘાણી વિશે કેતનને સાવધાન કરતા હોય છતાં કેતન જુદી રીતે વિચારતો હતો. જામનગર જેવા શહેરમાં એ એકલો જ રહેવાનો હતો. આશિષ અંકલની ટ્રાન્સફરેબલ જોબ હતી એટલે એ કાયમ માટે જામનગરમાં રહેવાના નથી એ કેતન સારી રીતે જાણતો હતો. પ્રતાપ અંકલને નારાજ કરવા એને પોસાય એમ નહોતું. હા એમના ઉપર નજર રાખવી જરૂરી હતી છતાં કેટલીક બાબતોમાં આંખ આડા કાન કરવા પડે તેમ હતા. ભવિષ્યમાં ગમે ત્યારે એ કામના માણસ ...Read More

41

પ્રાયશ્ચિત - 41

પ્રાયશ્ચિત પ્રકરણ 41આજે રવિવાર હતો. રાકેશ વાઘેલા, દિપક તિવારી અને રણમલ જાડેજા દરબારગઢની એમની જાણીતી ચા ની રેકડી આવી ગયા હતા. લખમણની રાહ જોવાતી હતી. દસેક મિનિટમાં લખમણ પણ બાઈક લઈને આવી ગયો. લખમણ એટલે કે લખાને નીતાને મદદ કરનાર અને પોલીસ ફરિયાદ કરનાર માણસ કોણ હતો એ જાણવા માટે પટેલ કોલોનીમાં રેકી કરવાનું કામ સોંપ્યું હતું. અઠવાડિયામાં એણે રિપોર્ટ આપવાનો હતો. દર અઠવાડિયે આ લોકો ભેગા થતા હતા. " બોલ લખા....શું સમાચાર લાવ્યો ? " લખો બાઈક પાર્ક કરે એ પહેલાં જ અધીરો રાકેશ બોલી ઉઠ્યો. " અરે પણ એને બેસવા તો દે. આમ અધીરીનો શું કામ થાય છે ? ચા ...Read More

42

પ્રાયશ્ચિત - 42

પ્રાયશ્ચિત પ્રકરણ 42લખમણ સાંજના સાડા પાંચ વાગ્યાથી જ પટેલ કોલોની માં આવી ગયો હતો. કેતનના બંગલા સુધી બાઈકનું પણ માર્યું હતું પરંતુ ગાડી દેખાતી ન હતી એટલે એ શેરીના નાકે જઈને બાઈક સાઈડમાં પાર્ક કરી કેતનની ગાડીની રાહ જોતો ઊભો રહ્યો. સાંજે સાત વાગ્યે જેવી કેતનની ગાડી આવી કે એ સાવધાન થઈ ગયો. કેતન એને ઓળખતો ન હતો એ એના માટે પ્લસ પોઇન્ટ હતો. કેતનની સાથે એનું ફેમિલી પણ હતું એવું એને દૂરથી લાગ્યું. કેતનને એણે જોયેલો હતો એટલે સારી રીતે ઓળખતો હતો. કેતનના ઘરે ડોરબેલ વગાડ્યા પછી ઘરની બીજી કોઈ વ્યક્તિ બહાર આવે તો પણ એ કેતનને બહાર બોલાવ્યા વગર ...Read More

43

પ્રાયશ્ચિત - 43

પ્રાયશ્ચિત પ્રકરણ 43સાડા બાર વાગે સિક્યુરિટી ચેકિંગ ચાલુ થઈ જતું હતું એટલે મોડામાં મોડા બાર વાગ્યા સુધીમાં તો નીકળી જવાનું હતું. અગાઉથી સૂચના આપી હતી એટલે આજે દક્ષાબેન સવારે વહેલાં આવી ગયાં હતાં અને ૧૧ વાગ્યે તો તમામ રસોઈ થઈ ગઈ હતી. દાળ ભાત ભીંડાનું શાક રોટલી અને સોજીનો શીરો આજની થાળી હતી. બાર વાગે બંને ગાડીઓમાં આખો પરિવાર એરપોર્ટ જવા માટે નીકળી ગયો. કેતને મનસુખ માલવિયાને વાન સાથે બોલાવી લીધો હતો. એરપોર્ટ પહોંચીને કેતને જામનગર આવવા બદલ પરિવારનો આભાર માન્યો. બધાંની આંખો ભીની હતી. " તારા કરતાં અહીં આવવાનો આનંદ અમને બધાંને વધારે આવ્યો. ખરેખર માતાજીનું કાર્ય બહુ સરસ રીતે પતી ગયું. ...Read More

44

પ્રાયશ્ચિત - 44

પ્રાયશ્ચિત પ્રકરણ- 44પૃથ્વીસિંહ ઝાલા કાબેલ પોલીસ ઓફિસર હતો અને ખુદ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબે એને આ કામ સોંપ્યું હતું એટલે કોઈપણ જાતની કચાશ રાખવા માગતો નહોતો. એ સવારે સાડા પાંચ વાગે જ પટેલ કોલોની ની ૪ નંબરની શેરી બહાર આવી ગયો અને બાઇકને સાઈડમાં પાર્ક કરી દીધું. દૂર જઈને એ ઉભો રહ્યો. સવારે છ અને પાંચ મિનિટે કેતન સરને એણે બહાર આવતા જોયા. આનંદ ગાર્ડન સુધી કેતન ચાલતો ગયો અને પાછળ અમુક અંતર રાખીને પૃથ્વીસિંહ પણ ચાલવા લાગ્યો. લગભગ અડધો કલાક જોગિંગ કરીને કેતન ઘરે પાછો ફર્યો ત્યાં સુધી કોઈ રેકી કરનારો જોવા ન મળ્યો. પૃથ્વીસિંહે કેતનને ફોન કર્યો. " સર હું તમારી પાછળ ...Read More

45

પ્રાયશ્ચિત - 45

પ્રાયશ્ચિત પ્રકરણ 45જગદીશભાઈ લોકોએ મુંબઈ સેન્ટ્રલ થી સવારે સાડા છ વાગ્યાની શતાબ્દિ પકડી લીધી અને સુરત પહોંચી ગયા. થી મુંબઈ સેન્ટ્રલ જવા માટે બે ટૅક્સી કરી લીધેલી. જામનગરની યાત્રા કેતનના પરિવાર માટે ઘણી યાદગાર બની ગઈ. એક વાતે સંતોષ પણ થયો કે કેતન ત્યાં સરસ રીતે સેટ થઈ રહ્યો હતો. જો કે કેતન ફરી પાછો જામનગરમાં એકલો પડી ગયો હતો. નીતાએ એને તે દિવસે સાવધ કરી દીધા પછી એણે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આશિષ અંકલને વાત કરી હતી. આશિષ અંકલે એક બાહોશ ઓફિસરને હાલ પૂરતી કેતનની સુરક્ષા સોંપી દીધી હતી. સવારે આનંદ ગાર્ડનમાં જોગિંગ કરવા ગયો ત્યારે તો કોઈએ એનો પીછો કર્યો ન હતો. ...Read More

46

પ્રાયશ્ચિત - 46

પ્રાયશ્ચિત પ્રકરણ 46" બોલ હવે તને ગુજરાતી થાળી ફાવશે કે પંજાબી ? ઘરના ખાણામાં તને મજા નહીં આવે આપણે બહાર જ જઈએ છીએ. નોનવેજ ખાતો હોય તો એ પ્રમાણે લઈ જાઉં. અમેરિકા રહ્યો છે એટલે પૂછું છું. " અસલમ બોલ્યો. બપોરનો એક વાગી ગયો હતો. " નહીં દોસ્ત ભલે અમેરીકામાં રહ્યો હોઉં પણ ચુસ્ત શાકાહારી છું. પીવાની પણ ટેવ નથી. મારા પપ્પા સ્વામિનારાયણને બહુ જ માને છે. પપ્પાની ચેમ્બરમાં પણ પ્રમુખસ્વામીની મોટી તસવીર એમની પાછળ લગાવેલી છે. જો કે હજુ અમારા ઘરમાં ડુંગળી લસણ ખવાય છે. " કેતન બોલ્યો. " તું શાકાહારી છે એ મને ખબર છે એટલે જ પૂછું છું. ...Read More

47

પ્રાયશ્ચિત - 47

પ્રાયશ્ચિત પ્રકરણ 47રામકિશન તિવારી અસલમ શેઠનો ફોન આવ્યા પછી ડરી ગયો હતો. અસલમ એનો બોસ હતો. "ભાઈ" તરીકે એ ઓળખાતો હતો. પોતે રાકેશને ફઝલુ પાસે મોકલ્યો એ બૉસને ખબર પડી ગઈ હતી. ફઝલુ બૉસનો જ માણસ હતો. રાકેશના માથે હવે મોત ભમતું હતું એનો એને ખ્યાલ આવી ગયો. સવારે જ રાકેશને જામનગર છોડી દેવાનું કહેવું પડશે એવું એણે વિચારેલું. પરંતુ સવારે એ રાકેશને સાવધાન કરી શક્યો નહીં. સવારે ૯ વાગે એને કોઈ પોલીસે ફોન કરીને સમાચાર આપ્યા કે રાજકોટ રોડ ઉપરથી ગઈકાલે રાત્રે રાકેશની લાશ મળી આવી છે. આ સમાચાર મળ્યા પછી એ ખરેખર થથરી ગયો. એનો પોતાનો દીકરો દીપક ...Read More

48

પ્રાયશ્ચિત - 48

પ્રાયશ્ચિત પ્રકરણ 48સ્વામીજીએ ઊંડા ધ્યાનમાં તાજેતરમાં બનેલી ઘટનાઓનું વિશ્લેષણ કરી બતાવ્યું ત્યારે કેતન આશ્ચર્ય પામી ગયો. નિયતિ માણસને ક્યાં લઈ જાય છે. પાછલા જન્મના સંબંધો ફરી પાછા કેવી રીતે જોડાઈ જાય છે એ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કેતન હળવોફૂલ થઇ ગયો. હવે એને રાકેશના મૃત્યુનો કોઈ અફસોસ રહ્યો નહીં. આ બધો નિયતિનો જ ખેલ હતો એ એને સ્પષ્ટ સમજાઈ ગયું. સ્વામીજીએ તો એને ત્યાં સુધી કહ્યું કે નીતા મિસ્ત્રીના પડોશમાં મકાન મળવું એ પણ પ્રારબ્ધનો જ એક ખેલ હતો. નીતા મિસ્ત્રીને એણે મદદ ના કરી હોત તો એનો સંપર્ક રાકેશ સાથે કે ફઝલુ સાથે ક્યારે પણ થવાનો ન હતો. કેતન ...Read More

49

પ્રાયશ્ચિત - 49

પ્રાયશ્ચિત પ્રકરણ - 49તે દિવસે કેતન અસલમને મળીને જામનગર જવા રવાના થઈ ગયો એ પછી અસલમે ફઝલુને તરત જ કરેલો. " ફઝલુ સુન.. તુ આજ હી નિકલ જા. વો સુવરકા બચ્ચા અબ એક દિન ભી જિંદા રહેના નહીં ચાહિયે. ઉસને મેરે ભાઈ જૈસે દોસ્ત કો ઉડાનેકી સાજિશ કી હૈ. વો કલકા સૂરજ દેખ પાના નહી ચાહીયે "" જી ભાઈજાન.. થોડી દેરમેં નિકલ જાતા હું... ઇન્શાલ્લાહ આજ હી કામ હો જાયેગા." ફઝલુ બોલ્યો. "ભાઈ" નો આદેશ મળે એટલે ફઝલુ એક્શનમાં આવી જતો. એ ખૂનખાર વાઘ બની જતો. ફઝલુ અને રહીમ અસલમ ના બે જાંબાઝ શાર્પ શૂટર હતા. ખાસ યુપી મોકલીને આ બંને ...Read More

50

પ્રાયશ્ચિત - 50

પ્રાયશ્ચિત પ્રકરણ 50બે દિવસ પછી જયેશ ઝવેરીનો ફોન કેતન ઉપર આવી ગયો. "સાહેબ જગ્યા તો સુપર છે. લોકેશન એકદમ રોડ ઉપર છે. ટોટલ ૬૦૦૦ વારનો પ્લોટ છે. એમાં ૪૮૦૦ ચોરસ વારમાં બાંધકામ થશે. બાકીનો ભાગ પાર્કિંગ માટે ખુલ્લો રહેશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ૧૫૦૦૦ ચોરસ ફૂટમાં ઓફિસો થશે. બાકીની જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખુલ્લી રહેશે." જયેશ બોલ્યો. "આપણને ૧૫૦૦૦ ચોરસ ફુટ જગ્યા મળી જશે. અને આપણે જે ડિઝાઇન આપીશું એ પ્રમાણે બાંધકામ કરી આપશે. જો આખો ફ્લોર લેવો હોય તો બિલ્ડર ૪ કરોડ માગે છે. ભાણજીભાઈ ની સ્કીમ છે. બેઠે ઉઠે સાડા ત્રણ થી પોણા ચાર કરોડમાં સોદો થઈ શકે. "" તમે ...Read More

51

પ્રાયશ્ચિત - 51

પ્રાયશ્ચિત પ્રકરણ 51સમયને પસાર થતાં વાર નથી લાગતી દિવસો ઉપર દિવસો અને પછી મહિના પણ પસાર થઈ જતા હોય દિવાળી ક્યારે આવી ગઈ એ ખબર પણ ના પડી. કેતનનો બંગલો એકદમ તૈયાર થઈ ગયો હતો. રોયલ ફર્નિચરવાળા મારવાડી મિસ્ત્રીનું ફર્નિચરનું કામ પણ તડામાર ચાલી રહ્યું હતું. મોડી રાત સુધી કારીગરો કામ કરતા હતા. ૧૫ દિવસ પછી સંપૂર્ણ ફર્નિચર બની જવાનું હતું. કેતને ત્યાંના એક માળીને પણ બંગલા આગળ મેંદીની વાડ બનાવી સુંદર ગાર્ડન તૈયાર કરી દેવાનું કહી દીધું હતું. ગાર્ડનમાં મુકવા માટે એક હીંચકાનો ઓર્ડર પણ જયેશભાઈ દ્વારા આપી દીધો હતો. આયુર્વેદ ચિકિત્સાલય માટેની ૧૫૦૦૦ ચોરસ ફૂટની ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યા ૩ કરોડ ...Read More

52

પ્રાયશ્ચિત - 52

પ્રાયશ્ચિત પ્રકરણ 52દિવાળીના દિવસે કેતન થોડો વહેલો ઉઠી ગયો. અડધો કલાક ધ્યાન કરી એણે બ્રશ વગેરે રૂટિન કાર્યક્રમ પતાવ્યો. પછી એણે નાહી લીધું. સવારે સાત વાગ્યે જ દક્ષામાસી આવી ગયાં હતાં એટલે ચા મુકવાની કોઈ ઝંઝટ ન હતી. એણે કબાટમાંથી કેટલીક રકમ કાઢી અને બેડ રૂમમાં બેસીને કવર બનાવવા લાગ્યો. આજે દિવાળી હતી અને પહેલી વાર એના હાથે તમામ સ્ટાફને બોનસ આપવાનું હતું. જયેશ અને મનસુખ માટે ૧૦,૦૦૦ નાં બે કવર બનાવ્યાં. દક્ષામાસી ચંપાબેન અને ઓફિસના ચાર સ્ટાફ મેમ્બરો માટે ૫૦૦૦ નાં છ કવર બનાવ્યાં.શરૂઆત એણે દક્ષામાસીથી જ કરી. એ રસોડામાં જઈ વિનમ્રતાથી દક્ષાબેનને પગે લાગ્યો અને ૫૦૦૦ નું કવર ...Read More

53

પ્રાયશ્ચિત - 53

પ્રાયશ્ચિત પ્રકરણ 53ગુજરાતનાં બીજાં બધાં શહેરો કરતાં સુરતની દિવાળીની રોનક કંઈક અલગ જ હોય છે. સુરત લક્ષ્મીની ભૂમિ વિલાસની ભૂમિ છે. સુરતની ધરતીમાં વિલાસિતા છે. એવું કહેવાય છે કે વાત્સ્યાયન મુનિએ કામસૂત્રની રચના સુરતની ભૂમિ ઉપર કરી હતી. અહીં પૈસાની રેલમછેલ છે. અહીંના માણસો લહેરી લાલા છે અને પૈસો ખર્ચવામાં માને છે. શુક્રનો વૈભવ સુરતના રોમ રોમમાં વ્યાપેલો છે. અહીંયાં અબજોપતિઓ પણ વસે છે. તાપી નદીના પાણીની કમાલ જ કંઈક ઓર છે. ડાયમંડની સાથે સાથે ભારતનો મોટો ટેક્સટાઇલ ઉદ્યોગ અને જરીઉદ્યોગ પણ સુરતમાં જ છે. સિદ્ધાર્થે સ્ટેશનથી કારને કતારગામ તરફ લીધી. આજે દિવાળી છે એવો અહેસાસ કેતનને રસ્તામાં જ થઈ ગયો. ...Read More

54

પ્રાયશ્ચિત - 54

પ્રાયશ્ચિત પ્રકરણ - 54સવારે ૯:૩૫ સુધીમાં તો હોસ્પિટલમાં તમામ આમંત્રિત મહેમાનો આવી ગયા હતા. જે પણ લોકો ઉદ્ઘાટન સમયે એ બધા જ આ હોસ્પિટલ જોઈને ચકિત થઈ ગયા. આખા જામનગરમાં આવી સુંદર હાય ફાય હોસ્પિટલ એક પણ ન હતી. કેતને પૈસા ખર્ચવામાં પાછું વળીને જોયું ન હતું. એની જિંદગીનું આ એક સપનું હતું. હોસ્પિટલ પણ એટલી બધી શણગારી હતી અને તબલાંની સાથે શરણાઈના સુર પણ એટલા તો મધુર હતા કે આવનાર સૌ મુગ્ધ થઈ ગયા.કેતનને બધા માત્ર નામથી ઓળખતા હતા. પરંતુ આજે તમામ ડોક્ટરો નર્સિંગ સ્ટાફ અને મહેમાનો ઉત્સાહથી થનગનતા આ નવયુવાનને પહેલી જ વાર જોતા હતા. કેતન સાવલિયા ગ્રે ...Read More

55

પ્રાયશ્ચિત - 55

પ્રાયશ્ચિત પ્રકરણ 55તમામ મહેમાનો અને સ્ટાફ નીકળી ગયા પછી જયેશે શરણાઇ વાળાનો માઇક વાળાનો, લાઇટિંગ વાળાનો અને આઈસ્ક્રીમ વાળાનો ચૂકતે કરી દીધો. સિક્યુરિટી સ્ટાફને પણ રજા આપી દીધી અને ૧૩ તારીખે બપોરે બાર વાગે આવી જવાનું કહ્યું. માત્ર ૩ સ્વીપરોને કેશ આપીને રોકી દીધા અને આખો હોલ સ્વચ્છ કરી દેવાની સૂચના આપી દીધી. ખુરશીઓ પણ વ્યવસ્થિત રીતે ગોઠવી દેવાની સૂચના આપી. જયેશનું મેનેજમેન્ટ ખરેખર જબરદસ્ત હતું !!બાર વાગવા આવ્યા હતા. જમવાનું પણ બાકી હતું. પહેલાં તો હોટલમાં જમવાનું કેતને નક્કી કર્યું હતું પરંતુ દક્ષાબેને ઘરે જ જમવાનો આગ્રહ રાખ્યો હતો એટલે હવે ઘરે જવાની તૈયારી કરી. જમીને કેતને પાછા નવી ...Read More

56

પ્રાયશ્ચિત - 56

પ્રાયશ્ચિત પ્રકરણ 56કેતન અને જાનકી ઘરે પહોંચ્યાં ત્યારે લગભગ છ વાગવા આવ્યા હતા. અહીંની તમામ ટીવી ન્યુઝ ચેનલોમાં છ વાગ્યાના મુખ્ય સમાચારોમાં "કે. જમનાદાસ" ટ્રસ્ટની નવી હોસ્પિટલના ઉદ્ઘાટનના સમાચાર હતા. તમામ ન્યૂઝ ચેનલોએ હોસ્પિટલના પેટ ભરીને વખાણ કર્યા હતા. બે થી ત્રણ વાર સ્ક્રીન ઉપર કેતનનો પ્રવચન કરતો ફોટો અને હોસ્પિટલ બતાવીને કેતનના વિચારોની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. કેતનના પ્રવચનની ક્લિપ પણ બતાવી હતી. " વાહ ભૈયા આપ તો છા ગયે હો ! ક્યા કમાલ કે લગ રહે હો ટીવી પે !! " સમાચાર જોઈને શિવાની બોલી ઉઠી. " કઈ ફિલ્મનો ડાયલોગ છે આ ? " કેતન હસીને બોલ્યો. શિવાનીને ફિલ્મો ...Read More

57

પ્રાયશ્ચિત - 58

પ્રાયશ્ચિત પ્રકરણ 58દિવસો ઉપર દિવસો વિતતા ગયા સમયને પસાર થતાં વાર નથી લાગતી. હોસ્પિટલ ચાલુ થયાને બીજા પંદર દિવસ ગયા. કેતનની હોસ્પિટલમાં થતી સારવાર જોઈને હોસ્પિટલમાં ધસારો વધતો ગયો. અને હવે હોસ્પિટલના તમામ વોર્ડ ફુલ રહેવા લાગ્યા. એડમિટ થવા માટે પણ વેઇટિંગ ચાલતું હતું. કેતન અને શાહસાહેબે ભેગા થઈને સારામાં સારા ડોક્ટરો અને સર્જનોની ટીમ ઊભી કરી હતી એટલે મોટાભાગના પેશન્ટો જમનાદાસ હોસ્પિટલ તરફ વળી ગયા. ઓપીડીમાં પણ ઘણી ભીડ થતી હતી. કેતને એચડીએફસી બેન્કમાં જમનાદાસ ચેરીટેબલ હોસ્પિટલનો એક અલગ એકાઉન્ટ પણ ખોલાવી દીધો હતો. કેતનની પેટ્રોલ પંપ પાસેની નવી ઓફિસ પણ ફુલ ટાઈમ ચાલુ થઈ ગઈ હતી. બે નવા ક્લાર્કની ...Read More

58

પ્રાયશ્ચિત - 57

પ્રાયશ્ચિત પ્રકરણ - 57કેતનનો પરિવાર સુરત જવા માટે રવાના થઈ ગયો એને પણ બીજા ચાર દિવસ થઈ ગયા અને તારીખ આવી પણ ગઈ. આવતીકાલે ૧૩ તારીખે હોસ્પિટલ ચાલુ થઈ જવાની હતી અને આજે બપોરે ૧૨ વાગ્યે તમામ સ્ટાફને ડૉ. શાહે હોસ્પિટલમાં બોલાવ્યો હતો. આજે તમામ નર્સોને, વોર્ડબોયઝને, હેલ્પરોને અને સ્વીપરોને એમની ડ્યુટી સમજાવી દેવાની હતી. દરેકનો વોર્ડ પણ નક્કી કરવામાં આવ્યો હતો. ડૉ. શાહે પોતાના હોસ્પિટલના અનુભવના આધારે ત્રણ પાળી નક્કી કરી હતી અને એ પ્રમાણે ત્રણ ગ્રુપ બનાવેલાં હતાં. એ ગ્રુપ સવારે આઠથી સાંજના ચાર સુધી, બી ગ્રુપ બપોરના બારથી રાતના આઠ સુધી અને સી ગ્રુપ નાઇટ ડ્યુટીનું હતું જે ...Read More

59

પ્રાયશ્ચિત - 59

પ્રાયશ્ચિત પ્રકરણ - 59કેતન સુધીર મર્ચન્ટને મળવા એના ઘરે પારલા ગયો હતો અને વિચાર્યું હતું કે બંને જૂના મિત્રો કલાક ટાઈમપાસ કરીશું પરંતુ ત્યાં જે દ્રશ્ય જોયું અને ખાસ કરીને નિધીને સુધીરના ઘરે જોઈ એ પછી એનું મન ખાટું થઈ ગયું. એ પંદર-વીસ મિનિટમાં તો ત્યાંથી બહાર પણ નીકળી ગયો. મુંબઈના સમૃદ્ધ યુવાવર્ગમાં આ બધું શું ચાલી રહ્યું છે !! મોડેલ બનવાની ઝંખનાએ નિધીને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી ! એને નિધીની દયા આવી. સુનિલભાઈએ એના ઉપર ધ્યાન ના આપ્યું અને એ જેમ કહે તેમ કરવા દીધું એ એમની સૌથી મોટી ભૂલ હતી. અત્યારે નિધીના દિલમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો પરંતુ ...Read More

60

પ્રાયશ્ચિત - 60

પ્રાયશ્ચિત પ્રકરણ 60સવારે આઠ વાગ્યા સુધી કેતન અને જાનકીને કોઈએ પણ ડિસ્ટર્બ કર્યાં નહીં. એમની મેળે જાગશે એટલે આવી જશે એમ જ સૌએ સ્વીકારી લીધું. સૌથી પહેલાં જાનકીની આંખ ખૂલી ગઈ. પુરુષ કરતાં સ્ત્રી જ વહેલી જાગી જતી હોય છે ! મોબાઈલમાં જોયું તો સવારના આઠ અને વીસ મિનિટ થઈ હતી. જાનકી સફાળી બેઠી થઈ ગઈ અને સીધી વૉશરૂમમાં ભાગી. કેતનના આ બંગલાનો વૉશરૂમ પણ ઘણો વિશાળ હતો ! વૉશરૂમમાં જેમ નાઇટી ગોઠવેલી હતી તેમ સવારે પહેરવાનો એક ફોર્મલ ડ્રેસ પણ મુકેલો જ હતો. આ કામ પેલી ઈવેન્ટ મેનેજમેન્ટવાળી બે છોકરીઓનું હતું કે પછી ઘરના જ કોઈએ આટલી બધી કાળજી રાખી ...Read More

61

પ્રાયશ્ચિત - 61

પ્રાયશ્ચિત પ્રકરણ 61 જમ્યા પછી સિદ્ધાર્થે કેતન અને જાનકી ના સ્પોન્સર લેટર માટે દુબઈ ગ્રાન્ડ હયાત હોટલના મેનેજર શેટ્ટી વાત કરી લીધી. એ પછી તરત જ કેતને પણ પોતાના અને જાનકીના તમામ ડિજિટલ ડોક્યુમેન્ટ ઈમેલ કરી દીધા. બીજા દિવસે સાંજે શેટ્ટીનો ફોન પણ આવી ગયો અને ઈમેલ ઉપર સ્પોન્સર લેટર પણ આવી ગયો. સ્પોન્સર લેટર આવ્યા પછી સિદ્ધાર્થે કેતન અને જાનકી માટે મુંબઈથી સવારે ૦૭:૫૦ કલાકે ઊપડતા ઈન્ડિગોની ૭ ડિસેમ્બરની દુબઈ જવાની બે ટિકિટ બુક કરાવી દીધી. કેતન અને જાનકી ૬ ડિસેમ્બરે સાંજે છ વાગે શતાબ્દિ એક્સપ્રેસમાં મુંબઈ જવા રવાના થઈ ગયાં અને એરપોર્ટ પાસેની કેતનની જાણીતી હિલ્ટન હોટલમાં ...Read More

62

પ્રાયશ્ચિત - 62

પ્રાયશ્ચિત પ્રકરણ 62જાનકી અને કેતનનું પરિવારે સ્વાગત કર્યું. બંનેના આગમનથી ઘરમાં જાણે કે રોનક આવી ગઇ. જાનકી મમ્મી પગે લાગી. ઘરના તમામ સભ્યો કેતન અને જાનકીને વીંટળાઈ ગયાં. " કેવી રહી તમારી દુબઈની યાત્રા ? " સૌથી પહેલો સવાલ રેવતીએ કર્યો. " ખૂબ જ મજા આવી ભાભી. ભાઈએ હોટલ પણ સારી શોધી કાઢી હતી. અમને લોકોને કોઈ જ તકલીફ પડી નથી. ત્રણે ત્રણ દિવસ ફરવામાં જ વિતાવ્યા છે. " કેતન બોલ્યો. " મને તો સૌથી વધારે મજા બુર્જ ખલીફા માં આવી. છેક ૧૨૪મા માળે બે મિનિટમાં લિફ્ટ પહોંચી ગઈ. અને ત્યાંથી આખું દુબઈ એટલું સરસ દેખાય છે ભાભી કે શું વાત કરું ...Read More

63

પ્રાયશ્ચિત - 63

પ્રાયશ્ચિત પ્રકરણ - 63જાનકીને વોર્ડમાં આવેલી જોઈને તમામ નર્સો અને બીજો સ્ટાફ આ નવાં મેડમને ઓળખી ગયા. " મેમ " તમામ નર્સોએ એક પછી એક જાનકીનું વેલકમ કર્યું. ટેબલ ઉપર બેઠેલો રેસિડેન્ટ ડોક્ટર ધવલ કાપડિયા પણ ઉભો થઈને જાનકી મેડમની પાસે આવ્યો અને વેલકમ કર્યું. " થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ !! કોઈ તકલીફ તો નથી ને ? " જાનકી હસીને બોલી." નહીં મેમ. વી ઓલ આર હેપ્પી. " બધા વતી એક નર્સ સૃષ્ટિએ જવાબ આપ્યો. " ચાલો પેશન્ટોનો એક રાઉન્ડ લઈ લઉં. " કહીને જાનકીએ તમામ દર્દીઓની વારાફરતી ખબર પૂછી. નર્સ જાનકીને સમજાવતી રહી." મેમ પેશન્ટ ડિસ્ચાર્જ થાય પછી બેડશીટ તો બદલાઈ ...Read More

64

પ્રાયશ્ચિત - 64

પ્રાયશ્ચિત પ્રકરણ 64" કેતન તમારામાં આજ સુધી ક્યારેય પણ મેં ગુસ્સો જોયો નથી તો પછી આજે અચાનક વિવેક આટલા ગુસ્સે કેમ થયા ? " રાત્રે બેડરૂમમાં જાનકીએ કેતનને આ સવાલ પૂછ્યો. " તારી વાત સાવ સાચી છે જાનકી કે ગુસ્સો મારા સ્વભાવમાં નથી. હું પોતે આધ્યાત્મિક યાત્રાનો પ્રવાસી છું. કોઈનું પણ ખરાબ કરવાનું વિચારી શકતો પણ નથી. મેં તે વખતે જાણીજોઈને ખોટો ગુસ્સો બતાવ્યો હતો જેથી ઓફિસનો શિષ્ટાચાર જળવાઈ રહે. સ્ટાફના માણસો એક ડિસ્ટન્સ રાખે. ફૂંફાડો ક્યારેક જરૂરી હોય છે. દરેકને આપણે ૫૦૦૦૦ પગાર આપીએ છીએ. એક શિસ્ત તો એમનામાં હોવી જ જોઈએ. " કેતન બોલ્યો. " સાવ સાચું કહું તો ...Read More

65

પ્રાયશ્ચિત - 65

પ્રાયશ્ચિત પ્રકરણ 65પ્રતાપભાઈ ના ત્યાં વાયણામાં આજે પુરણપોળી નો પ્રોગ્રામ હતો. સાથે છૂટી દાળ, કઢી, ભાત અને રીંગણ-બટેટા નું શાક પણ હતું. રસોઈ ખરેખર સારી બની હતી. વેદિકા પીરસવામાં હતી અને નવદંપતિને પ્રેમથી આગ્રહ કરી-કરીને જમાડી રહી હતી. પ્રતાપ અંકલ, ડૉ. રાજેશ અને જયદેવ ત્રણે કેતન જાનકીની સાથે જ જમવા બેસી ગયા હતા. એ લોકો જમી રહ્યાં પછી વેદિકા અને એની મમ્મી દમયંતીબેને જમી લીધું. જમ્યા પછી દમયંતીબેને જાનકીને જામનગરનું એક ભારે ઘરચોળું ભેટ આપ્યું અને કેતનને કવરમાં ૧૦૦૧ આપ્યા. " કેતન આ તો માત્ર શુકનના છે. ફુલ નહીં તો ફુલની પાંખડી સમજી લેવાનું. " પ્રતાપ અંકલ બોલ્યા. " વડીલ.. તમારા લોકોના આશીર્વાદ જ ...Read More

66

પ્રાયશ્ચિત - 66

પ્રાયશ્ચિત પ્રકરણ 66એટલામાં ઇમરાન ચા લઈને આવી ગયો એટલે વાતચીતમાં બ્રેક આવી ગયો. " જો તારી ઈચ્છા હોય અસલમ તો આપણે મુંબઈ એક ચકકર લગાવવું પડશે. કારણકે બધી વાતો ફોન ઉપર ફાઇનલ ના થાય. પેમેન્ટની ટર્મ્સ અને કન્ડિશન નક્કી કરવી પડે. હું વચ્ચે છું એટલે તારું કામ થઈ જ જશે છતાં તારે સમજી લેવું જરૂરી છે. આ ધંધો તારે સંભાળવાનો છે માટે. " કેતન બોલ્યો. " તને જ્યારે પણ ટાઈમ હોય ત્યારે આપણે જઈ આવીએ. મારું તો સાધુ તો ચલતા ભલા જેવું છે. હું તો ગમે ત્યારે તારી સાથે મુંબઈ આવવા તૈયાર છું. " કેતને કહ્યું. " હું તો અત્યારે પણ તૈયાર ...Read More

67

પ્રાયશ્ચિત - 67

પ્રાયશ્ચિત પ્રકરણ - 67 સમ્રાટમાં કેતન પહેલીવાર જમવા માટે આવ્યો હતો પણ ખરેખર એ ખુશ થઈ ગયો. વેજિટેરિયન રેસ્ટોરેંટ અને સર્વિસ પણ અફલાતૂન હતી. " આજે ચાર વાગે વિનોદ માવાણીને ઓબેરોય ઉપર બોલાવ્યો છે પરંતુ એ માત્ર ઔપચારિક મીટીંગ છે. તને એજન્સી આપવાનું મેં ફાઇનલ કરી જ દીધું છે. તમે એકબીજાને ઓળખી લો એટલે કામ પૂરું. તારે તાત્કાલિક કંપની ઊભી કરીને કંપનીના નામે ચલણ અને બિલ બુક વગેરે છપાવવાં પડશે. એ પછી જ માલ સપ્લાય કરી શકાશે. " " પેમેન્ટની ટર્મ્સ અને કન્ડીશન પણ નક્કી કરી લો. ૯૦ દિવસનો ટાઈમ તારે કહેવાનો ભલે પછી મહિના બે મહિનામાં જ આપણે ...Read More

68

પ્રાયશ્ચિત - 68

પ્રાયશ્ચિત પ્રકરણ 68અસલમ ના વચનમાં સચ્ચાઈનો રણકો હતો એટલે કેતન એ બાબતમાં નિશ્ચિંત થઈ ગયો. એ પછી કેતને લીધું અને અસલમે રૂમ સર્વિસમાંથી ચા ની સાથે બ્રેડ ઓમલેટ નો ઓર્ડર આપ્યો અને કેતન માટે ઢોસાનો. ચા નાસ્તો કરીને કેતને જાનકીને ફોન કર્યો. " હું હવે નીકળું છું. એકાદ કલાકમાં માટુંગા આવી જઈશ. " કેતને કહ્યું. " હું ગાડી લઈને દાદર સ્ટેશન ઉપર આવી જાઉં ? " જાનકી બોલી. " ના.. ના.. હું ટેક્સીમાં ઘરે આવી જઈશ. હવે તો ઘર જોઈ લીધું છે. ડોન્ટ વરી. " કહીને કેતને ફોન કટ કર્યો. " ઘરે જવાની શું ઉતાવળ છે ? બપોરે જમીને જ જજે ને ? " અસલમ ...Read More

69

પ્રાયશ્ચિત - 69

પ્રાયશ્ચિત પ્રકરણ 69ઘરે પહોંચીને કેતને મનસુખને રજા આપી કારણકે સાંજનો બીજો કોઈ પ્રોગ્રામ હતો નહીં. બીજા દિવસે સવારે વાગે કેતન હોસ્પિટલ પહોંચી ગયો. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘણી ગાડીઓ અને બાઈક પાર્ક કરેલી હતી. જો કે કેતનની ગાડી માટે એક અલગ જગ્યા સિક્યુરિટી સ્ટાફે ફાળવેલી હતી એટલે પાર્કિંગ કરવામાં કોઈ પ્રોબ્લેમ ન હતો. કમ્પાઉન્ડમાં હોસ્પિટલની બાજુમાં જ મેડિકલ સ્ટોરનો શો રૂમ બનાવવા માટે પાયા ખોદાઈ રહ્યા હતા. કેતને સૌથી પહેલાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઓપીડીમાં એક રાઉન્ડ લીધો. કેટલાક વધુ બીમાર દેખાતા દર્દીઓની ખબર પણ પૂછી. ત્યાંથી એ સીધો રિસેપ્શન ટેબલ ઉપર નીતા મિસ્ત્રી પાસે ગયો. ઘણા સમયથી એની સાથે વાત થઇ નહોતી. " તને ફાવે છે ...Read More

70

પ્રાયશ્ચિત - 70

પ્રાયશ્ચિત પ્રકરણ 70" પપ્પા... તમે લોકો હવે મારી ઓફિસ પણ જોઈ લો. હું અને જાનકી ત્યાં બેસવાનાં છીએ. " ગાડી ઓફીસ તરફ લઈને રસ્તામાં કેતન પોતાનાં સાસુ-સસરા સાથે વાત કરી રહ્યો હતો. એ લોકો પહેલી વાર જમાઈના બંગલાના વાસ્તુ પ્રસંગ ઉપર જામનગર આવ્યાં હતાં. રસ્તામાંથી કેતને જયેશ ઝવેરીને પણ ફોન કરી દીધો હતો. કેતને જાનકી અને સાસુ-સસરા સાથે ઓફિસમાં પ્રવેશ્યો એટલે તમામ સ્ટાફે ઉભા થઈને એમનું સ્વાગત કર્યું. એ લોકો ત્યાં માત્ર પાંચ દસ મિનિટ રોકાયા અને પછી ઘરે જવા નીકળી ગયા. જયેશે એ બધાંને માટે આઇસ્ક્રીમ મંગાવવાની વાત કરી પરંતુ કેતને વિવેકથી ના પાડી. ઓફિસેથી ઘરે આવીને કેતને રાત્રે ગ્રાન્ડ ચેતનામાં જમવાનો ...Read More

71

પ્રાયશ્ચિત - 71

પ્રાયશ્ચિત પ્રકરણ 71સવાર-સવારમાં જ પેટ ભરાઈ ગયું. થેપલાં એટલાં સ્વાદિષ્ટ હતાં કે કોઈને ખાવાનું ભાન ના રહ્યું. " દક્ષાબેનને ફોન કરીને કહી દે કે રોટલીનો લોટ ના બાંધે. ગઇકાલના લાડવા પડ્યા છે તો દાળ ભાત શાક જ બનાવી દે. " જયાબેને કેતનને કહ્યું. કેતને ચાર દિવસ પહેલાં જ દક્ષામાસીને એક સાદો ફોન લઇ આપ્યો હતો. " ઠીક છે હું કહી દઉં છું. અને આપણે લોકો પણ હવે એકાદ કલાકમાં નીકળીએ જ છીએ. મનસુખભાઈને મેં ૧૦ વાગે આવી જવાનું કહ્યું છે. " કેતન બોલ્યો. " આપણે આ એરિયાના ન્યુઝપેપર વાળા ને પણ કહેવું પડશે. રોજ સવારે ઊઠીને ચાની સાથે છાપું વાંચવાની ટેવ છે." ...Read More

72

પ્રાયશ્ચિત - 72

પ્રાયશ્ચિત પ્રકરણ 72ધ્યાન અવસ્થામાં સ્વામીજીનો આટલો અદભુત અનુભવ કર્યા પછી અને એમનાં સાક્ષાત દર્શન પછી કેતનના મનને ખૂબ જ મળી હતી. અલૌકિક દિવ્ય અનુભવ આજે એને થયો હતો એટલે કર્મનો બોધ આપનાર ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય મૂર્તિ સામે એણે દિલથી પ્રાર્થના કરી. સ્વામીજીની વાત એકદમ સાચી હતી કે માન-સન્માન પ્રતિષ્ઠા એને હવે ગમવા લાગ્યાં હતાં. કરોડોની હોસ્પિટલનો પોતે માલિક બની ગયો હતો બધા જ એને સલામ કરતા હતા એનાથી એનો અહમ્ પોષાતો હતો !! તે દિવસે એણે વિવેકને પણ ધમકાવી દીધો હતો. એ સ્ટાફ સાથે ડિસ્ટન્સ રાખવા માગતો હતો. સ્વામીજી આ વાત પણ જાણી ગયા હતા. સ્વામીજીની વાત સાચી છે. મારે આ ...Read More

73

પ્રાયશ્ચિત - 73

પ્રાયશ્ચિત પ્રકરણ - 73મેડીકલ સ્ટોરના ફાર્માસિસ્ટને સુચના આપીને કેતન પહેલા માળે પોતાની ચેમ્બરમાં ગયો. બપોરની ચા પીવાની એને ટેવ એટલે એણે જયદીપને ચા લાવવાનું કહ્યું. " સર જોડે કંઈ નાસ્તો લેતો આવું ?" જયદીપ બોલ્યો. " ના અત્યારે માત્ર ચા જ લઇ આવ. " કેતને કહ્યું. ચા પીને કેતન હોસ્પિટલની ફાઈલ જોવા લાગ્યો. આ ફાઈલમાં રોજેરોજનો પેશન્ટ રેકોર્ડ રાખવામાં આવતો હતો. કયા વોર્ડમાં કેટલા પેશન્ટ છે અને કયા ડોક્ટર એની સારવાર કરી રહ્યા છે એની નોંધ રોજે રોજ મૂકવામાં આવતી હતી. કેટલા પેશન્ટ નવા દાખલ થયા અને કેટલા ડિસ્ચાર્જ થયા તે તમામ રેકોર્ડ આ ફાઇલમાં હતો. આ ફાઇલ આમ તો હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ માટે ...Read More

74

પ્રાયશ્ચિત - 74

પ્રાયશ્ચિત પ્રકરણ 74આજે પૂર્ણિમા હતી. કેતન વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠી ગયો. આજે નવા ઘરમાં પ્રસ્થાન હતું. ધ્યાનમાં બેસીને સ્વામીજીને દિલથી પ્રાર્થના કરી કે નવા ઘરમાં એનું સાચું પ્રાયશ્ચિત પૂરું થાય. નવી દિશા મળે. સેવાની પ્રેરણા મળે.નાહી ધોઈને ફ્રેશ થઈને એણે મમ્મી પપ્પાને પણ ફોન કર્યો અને એમના પણ આશીર્વાદ લીધા. સવારે સાડા સાત વાગ્યે દક્ષામાસી પણ આવી ગયાં. એમણે ચા બનાવી દીધી. આજે રસોઈ નવા ઘરમાં બનાવવાની હતી અને રસોઈનો તમામ સામાન અને વાસણો પણ ગઈકાલે સાંજે નવા બંગલામાં શિફ્ટ કર્યાં હતાં. ૮ વાગે મનસુખ માલવિયા પણ આવી ગયો. ત્રણ બેગ પેક કરી દીધી હતી. બીજો કોઈ સામાન હતો ...Read More

75

પ્રાયશ્ચિત - 75

પ્રાયશ્ચિત પ્રકરણ 75આઇસ્ક્રીમ વિશેની કેતનની મજાક સાંભળીને જાનકી પણ હસી પડી જ્યારે ખરેખર ફ્રીજમાંથી આઈસ્ક્રીમ નીકળ્યો ! " તમે ક્યારે આઈસ્ક્રીમ લઇ આવ્યા ? " જાનકીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. " એ આપણા જયેશભાઈની મહેરબાની છે. કેટલો બધો ખ્યાલ રાખે છે એ આપણો ? " કેતન બોલ્યો. " અરે સાહેબ શું કામ મશ્કરી કરો છો ? બહુ નાનો માણસ છું. તમે અમારી જિંદગી બનાવી દીધી તો ખ્યાલ તો રાખવો જ પડે ને !! " જયેશ નમ્રતાથી બોલ્યો. જાનકી ત્રણ બાઉલમાં આઈસ્ક્રીમ લઈને આવી અને દરેકના હાથમાં આપ્યો. રસોડામાં જઇને એણે જશીને પણ આપ્યો. એક બાઉલ પોતે લીધો. " શાહ સાહેબ કેતનભાઇ શેઠ હવે નવા બે ...Read More

76

પ્રાયશ્ચિત - 76

પ્રાયશ્ચિત પ્રકરણ 76जिंदगी के सफर में गुजर जाते हैं जो मकाम............ वह फिर नहीं आते वह फिर नहीं आतेसुबह है... रात जाती हैवक्त चलता ही रहता है रुकता नहींएक पल में यह आगे निकल जाता है ।સાવ સાચી વાત કહી છે. એક વર્ષનો સમય ક્યાં વીતી ગયો ખબર પણ ના પડી !! કેતન ગાડી લઈને શિવાનીને કોલેજ માં મૂકવા જઈ રહ્યો હતો ત્યારે એફ.એમ રેડિયો ઉપર આ ગીત વાગી રહ્યું હતું. ભવન્સ એ.કે દોશી મહિલા કોલેજમાં છ મહિનાથી શિવાનીનું એડમિશન લઈ લીધું હતું. રોજ સવારે એ શિવાનીને મૂકવા જતો હતો. શિવાનીને કોલેજ ઉતારીન ...Read More

77

પ્રાયશ્ચિત - 77

પ્રાયશ્ચિત પ્રકરણ 77" ગુરુજી કેતનનું પ્રાયશ્ચિત હવે પૂરું થવા આવ્યું છે. આપની આજ્ઞાનું પાલન કરીને હું અમેરિકા ગયો સંકલ્પ કરીને મેં એને મારી પાસે બોલાવ્યો. એનો પૂર્વ જન્મ યાદ કરાવી એના પાપનું પ્રાયશ્ચિત કરવા પ્રેરણા આપી." " હવે એ સાચા હૃદયથી જાતે સેવાના માર્ગે વળેલો છે. મારી ધારણા કરતાં પણ એની નિષ્ઠા બળવાન છે. હવે એનામાં કર્તાપણાનો ભાવ જરા પણ રહ્યો નથી. અહંકારથી પણ હવે એ દૂર છે. હવે એનો આગળનો માર્ગ શું છે ? આપ આજ્ઞા આપો એ પ્રમાણે હું એને પ્રેરણા આપું. ગુરુજી, આપનો એની સામે પ્રત્યક્ષ થવાનો સમય પાકી ગયો છે !! " સ્વામી ચેતનાનંદ ઋષિકેશની પોતાની કુટિરમાં ...Read More

78

પ્રાયશ્ચિત - 78

પ્રાયશ્ચિત પ્રકરણ 78છેલ્લા એક વર્ષમાં કેતનની સોસાયટીમાં તમામ લોકો રહેવા આવી ગયા હતા. તમામ બંગલા ફુલ થઇ ગયા હતા. જ પાડોશીઓ કેતનને વ્યક્તિગત રીતે ઓળખતા હતા અને કેતનની સેવાની પ્રવૃત્તિઓને જાણતા હતા. આખી સોસાયટીમાં કેતનનું માન હતું. કેતન બધાને ઓળખતો ન હતો પરંતુ જાનકી બોલકી હતી એટલે એની બધાં સાથે ઓળખાણ થઈ હતી. કેતને હોસ્પિટલ તો છોડી દીધી હતી પરંતુ ઓફિસે રેગ્યુલર જતો હતો અને કન્યા છાત્રાલય તથા આશ્રમમાં અવાર નવાર જતો હતો. વચ્ચે વચ્ચે દ્વારકાના સદાવ્રતની વિઝીટ પણ લઈ આવતો હતો અને દ્વારકાધીશનાં દર્શન પણ કરી આવતો હતો. રોજ સવારે ૧૦ થી ૧૨ એ નિયમિત ઓફિસમાં બેસતો જ્યારે સાંજના ટાઇમે ...Read More

79

પ્રાયશ્ચિત - 79

પ્રાયશ્ચિત પ્રકરણ 79નીતાના ગયા પછી કેતન થોડીવાર સુધી ચેમ્બર માં બેસી રહ્યો અને આત્મચિંતન કરવા લાગ્યો. પોતે આધ્યાત્મિકતાના લેવલ ઉપર પહોંચ્યો છે અને જ્યારે સ્વામીજીનાં દર્શન અને વાતચીત પણ કરી શકે છે એ લેવલ ઉપર વાસનાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. જાનકીને જો મારા ઉપર આટલો બધો ભરોસો હોય તો નીતાના વિચારોમાંથી મારે કાયમ માટે બહાર નીકળી જવું જોઈએ. એણે મનોમન નિશ્ચય કરી લીધો. બપોરે ૧૨.૩૦ વાગ્યે ઘરે જમવા ગયો. " શાહ સાહેબને એમની સુપ્રિન્ટેન્ડેન્ટની ફરજમાંથી મુક્ત કરી દીધા. હવે એ માત્ર એક સર્જન તરીકે પોતાના પેશન્ટોને જોશે. હું આજે જાતે હોસ્પિટલ ગયો ત્યારે ખબર પડી. સ્ટાફમાં બહુ જ અસંતોષ હતો. ...Read More

80

પ્રાયશ્ચિત - 80

પ્રાયશ્ચિત પ્રકરણ 80જામનગરમાં રાજુ માણેકનું નામ બહુ મોટું હતું. એ ગુંડો કે બદમાશ ન હતો. એ એક ભારાડી માણસ આમ તો એ ઇંગલિશ દારૂના ધંધામાં જ હતો અને જામનગર શહેરને બાદ કરતાં આખા ઓખામંડળમાં એ સપ્લાય સંભાળતો. પરંતુ બેન દીકરીઓની રક્ષા માટે હંમેશા એ તત્પર રહેતો. એની એક જબરદસ્ત ધાક હતી. દર્શનાની ઘટના પછી આખીય કોલેજમાં સોપો પડી ગયો. આજુબાજુ ફરકતા તમામ ટપોરી અને રોમિયો કાયમ માટે બંધ થઈ ગયા. જીપમાં ઉઠાવીને લઈ ગયા પછી રાજુને કંઈ કરવાની જરૂર જ નહોતી પડી. દર્શનાની પાછળ પડનારો એ રોમિયો રાજુનો એક જ તમાચો ખાઈને થથરી ગયો હતો. બે હાથ જોડીને એ રાજુને પગે ...Read More

81

પ્રાયશ્ચિત - 81

પ્રાયશ્ચિત પ્રકરણ 81કેતન 'જમનાદાસ કન્યા છાત્રાલય' પહોંચ્યો ત્યારે ત્યાંનું વાતાવરણ જોઇ એને આશ્ચર્યનો સુખદ આંચકો લાગ્યો. છાત્રાલય સુંદર શણગારેલું હતું. ગેટ ઉપર તોરણ પણ લટકાવ્યાં હતાં. હોસ્ટેલનો હોલ પણ શણગારેલો હતો. તમામ કન્યાઓ વ્યવસ્થિત રીતે તૈયાર થઈને અહીં તહીં આંટા મારતી હતી. કેટરીંગ સર્વિસ વાળાએ ટેબલ પણ ગોઠવી દીધું હતું અને લગ્ન સમારંભમાં હોય એવી રીતે ટેબલ ઉપર બધી વાનગીઓ પણ ગોઠવાઈ ગઈ હતી. બસ કેતન સરની જ રાહ જોવાતી હતી ! કેતન જેવો ગેટ માં પ્રવેશ્યો કે તરત જ કાજલ અને અદિતિ એને મુખ્ય હોલમાં દોરી ગયાં. હોલમાં એક ટેબલ ઉપર ૧૦ કિલોની કેક ગોઠવેલી હતી. બેકરીમાં સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવરાવી ...Read More

82

પ્રાયશ્ચિત - 82

પ્રાયશ્ચિત પ્રકરણ 82અસલમની આખી વાત સાંભળ્યા પછી કેતનના મનમાં આશિષ અંકલ માટે રિસ્પેક્ટ વધી ગયું. આટલું બધું થઈ ગયું છતાં પણ ક્યારેય એમણે કેતનને ગંધ સુદ્ધાં ન આવવા દીધી કે એ બધું જાણે છે !! એકદમ નોર્મલ વ્યવહાર કર્યો. એટલું જ નહીં રાજકોટ જતા પહેલાં પણ ફાઇલમાં એવા રિમાર્ક લખ્યા કે જેના કારણે અસલમને કે કેતનને ભવિષ્યમાં પણ કોઈ વાંધો ન આવે ! ઉપરથી નવા સુપ્રિટેન્ડેન્ટ ઓડેદરાને કેતન વિશે ભલામણ કરતા ગયા. " મારે હવે વહેલી તકે આશિષ અંકલને મળવું પડશે અસલમ. આ બધું જાણ્યા પછી હવે હું જરા પણ વિલંબ ના કરી શકું. એક-બે દિવસમાં જ હું રાજકોટ આંટો મારું ...Read More

83

પ્રાયશ્ચિત - 83

પ્રાયશ્ચિત પ્રકરણ 83જયેશ નર્સને લઈને કેતનના ઘરે આવ્યો કે તરત જ નર્સે કેતનને સીફાક્ઝોન નું ઇન્જેક્શન આપી દીધું જેથી ઇન્ફેક્શન કંટ્રોલમાં આવે. તાવ ૧૦૩ જેટલો હતો એટલે નર્સે સાદી પેરાસીટામોલના બદલે આઇબુપ્રોફેન ના કોમ્બિનેશનની ગોળી આપી. એ સાથે એણે ઠંડા પાણીનાં પોતાં પણ કપાળ ઉપર મૂકવાનાં ચાલુ કર્યાં. દોઢેક કલાક પછી તાવ થોડોક ઓછો થયો પરંતુ ૧૦૨ તાવ તો સવાર સુધી ચાલુ જ હતો. સવારે આઠ વાગ્યે નર્સ કેતનની હેલ્થ અપડેટ આપવા માટે હોસ્પિટલ ગઈ. એ પછી સવારે નવ વાગે ફરી સીબીસી માટે બ્લડનું સેમ્પલ લેવા માટે ટેકનિશિયન ઘરે આવ્યો.સવારના બ્લડ રિપોર્ટમાં ડબલ્યુ.બી.સી. માં તો કોઈ ફરક નહોતો પડ્યો પરંતુ પ્લેટલેટ્સ ઘટી ...Read More

84

પ્રાયશ્ચિત - 84

પ્રાયશ્ચિત પ્રકરણ 84 પોતાની સોસાયટીના રહીશોને આપેલા વચન પ્રમાણે રવિવારે સોસાયટીના કોમ્યુનિટી હોલમાં કેતને જન્મદિવસ નિમિત્તે ભવ્ય ભોજન સમારંભનું કર્યું. સોસાયટીના રહીશોની સાથે સાથે પ્રતાપભાઈના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું . કેટરિંગ કોન્ટ્રાક્ટ ગાયત્રી કેટરર્સને આપવામાં આવેલો અને મેનુમાં પણ કોઈ ફેરફાર નહોતો કર્યો. આ વખતે તો ભોજન સમારંભમાં જગદીશભાઈ અને જયાબેન પણ જોડાઈ ગયાં અને એમણે પણ આ જન્મોત્સવમાં ભાગ લીધો. બધા જ આમંત્રિતોએ કેતનને ફરીથી જન્મ દિવસની અને શ્રેષ્ઠ આરોગ્યની શુભેચ્છાઓ પાઠવી. જગદીશભાઈ અને જયાબેનને અહીં નવા બંગલામાં સરસ ફાવી ગયું હતું. ધીમે ધીમે એ પાડોશીઓ સાથે પણ હળી ભળી ગયાં હતાં અને નવા નવા સંબંધો બંધાઈ ...Read More

85

પ્રાયશ્ચિત - 85

પ્રાયશ્ચિત પ્રકરણ 85 છેવટે ગુરુપૂર્ણિમા પણ આવી ગઈ. સ્વામીજીની મુલાકાત થઈ એ પછી આ બીજી ગુરુપૂર્ણિમા હતી. સ્વામીજીએ એને કે -- હું તારો ગુરુ નથી પરંતુ સમય આવે તને ગુરુની પ્રાપ્તિ ચોક્કસ થશે. ત્યાં સુધી તું કોઈપણ ચેતનાને તારા માર્ગદર્શક ગુરુ તરીકે સ્વીકારી શકે છે.-- અને એટલે જ શ્રી રામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદને પોતાના માર્ગદર્શક ગુરુ તરીકે કેતને સ્વીકાર્યા હતા !! ગુરુપૂર્ણિમાની તૈયારી તો કેતને આગલા દિવસે જ કરી દીધી હતી. નવા બંગલામાં તો અલગ નાનો પૂજારૂમ પણ હતો. ત્યાં નાનકડું આરસનું મંદિર ગોઠવી એણે શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શારદા મા, સ્વામી વિવેકાનંદ અને સહજાનંદ સ્વામીની તસવીરો રાખી હતી. જગદીશભાઈ સ્વામિનારાયણ ...Read More

86

પ્રાયશ્ચિત - 86

પ્રાયશ્ચિત પ્રકરણ- 86માતા વૈષ્ણો દેવી એક્સપ્રેસ બરાબર એના સમય પ્રમાણે જ ઉપડ્યો. મથુરા સુધીનું રિઝર્વેશન હતું એટલે બીજી ચિંતા નહોતી અને કેતને વિન્ડો ટિકિટ પસંદ કરેલી જેથી મુસાફરીનો પુરો આનંદ માણી શકાય. આ ટ્રેનમાં વડોદરા સુધી તો મોટાભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા.રાજકોટ સુધી તો કેતનના કમ્પાર્ટમેન્ટમાં માત્ર બે પેસેન્જર એની સામેની બર્થ ઉપર હતાં પરંતુ રાજકોટથી એની સામેની બર્થ ઉપર એક કુટુંબ ગોઠવાઈ ગયું. એ લોકો ટોટલ પાંચ જણા હતા એટલે ૬ બર્થનું આખું કમ્પાર્ટમેન્ટ ફૂલ થઇ ગયું. ૫૫ વર્ષના એક વડીલ, એમનાં પત્ની, ૨૨ ૨૩ વર્ષની લાગતી એમની એક દીકરી, એક નાનો દીકરો અને આઠ દસ વર્ષની ...Read More

87

પ્રાયશ્ચિત - 87

પ્રાયશ્ચિત પ્રકરણ 87 રાત્રે ૧૦ વાગ્યે ઉપરની બર્થ નીચે કરીને સૌએ હવે આરામ કરવાનું નક્કી કર્યું. વહેલી સવારે ત્રણ ત્રણે ટ્રેન મથુરા પહોંચી જતી હતી. સૌએ પોતપોતાના મોબાઇલમાં ત્રણ વાગ્યાનું એલાર્મ ગોઠવી દીધું. કેતન જો કે એલાર્મ વાગે તે પહેલાં જ અઢી વાગે ઉભો થઇ ગયો હતો અને બ્રશ વગેરે કરી લીધું હતું. દાઢી કરવાની મનાઈ હતી. ફ્રેશ થઈને એ પાછો પોતાની બર્થ ઉપર આવી ગયો. ત્રણ વાગે મહેતા પરિવાર પણ જાગી ગયો હતો. વચ્ચેનું બર્થ નીચે પાડી દઈને બધા ફરી પાછા લોઅર બર્થ પર બેસી ગયા. સવા ત્રણ વાગે મથુરા સ્ટેશન આવી ગયું. મથુરા પ્લેટફોર્મ ઉપર ઉતરીને કેતન થોડીવાર ઊભો રહ્યો. ...Read More

88

પ્રાયશ્ચિત - 88

પ્રાયશ્ચિત પ્રકરણ 88ગુરુજીની કૃપાથી કેતન મોહિનીની માયાજાળમાંથી બચી ગયો. કેતકીની વાતોની એના મન ઉપર કોઈ જ અસર ના કેતકીએ આપેલો મોબાઈલ નંબર સેવ કરવાના બદલે ચિઠ્ઠી એણે ખિસ્સામાં મૂકી દીધી. લગભગ દસેક વાગે મહેતા અંકલ સૂવા માટે રૂમમાં આવી ગયા. " બે દિવસથી ફરી ફરીને થાકી ગયા છીએ. અમે તો એટલા બધા મંદિરોમાં ફર્યા છીએ કે પગે ગોટલા ચડી ગયા છે. " " એટલા માટે જ હું મુખ્ય ચેતના જ્યાં છે ત્યાં માથું ટેકવી દઉં છું અને હૃદયના તાર મિલાવી દઉં છું. બાકી તો બધાં ઐતિહાસિક સ્થળો છે. " કેતન બોલ્યો. " તમારી વાત સાચી છે કેતનભાઇ પરંતુ ભાવના વધુ પડતી શ્રદ્ધાળુ છે ...Read More

89

પ્રાયશ્ચિત - 89

પ્રાયશ્ચિત પ્રકરણ 89હરીને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે .....જેની સુરતા શામળિયાને સાથ વદે વેદ વાણી રે આજ્ઞા પાળીને કેતન મથુરા વૃંદાવન અને જગન્નાથપુરીની યાત્રાએ નીકળી તો પડ્યો પણ એ પછી એની યાત્રામાં જે રીતે ઘટના ચક્રો આકાર લેતાં ગયાં એ બધું યાદ કરીને કેતનને નાનપણમાં સાંભળેલું કવિ પ્રેમળદાસનું આ ભજન યાદ આવી ગયું. હવે એને ખાતરી થઇ ગઇ હતી કે કોઈક દૈવી શક્તિ સતત એનું ધ્યાન રાખતી હતી. એણે હવે ચિંતા કરવાનું છોડી દીધું હતું. બે ટાઈમ જમવા માટે પૂરતાં થેપલાં હતાં. દહીં ના હોય તો પણ પાણીના ઘૂંટડા સાથે થેપલાં ખાઈ શકાય. બપોરે લગભગ ૧૨ વાગ્યે ચાંપા ...Read More

90

પ્રાયશ્ચિત - 90

પ્રાયશ્ચિત પ્રકરણ 90"કેતનને ગયાને ચાર પાંચ દિવસ થઈ ગયા. કેતન ફોન કેમ નથી કરતો ? કમ સે કમ એકવાર ઘરે વાત તો કરી લેવી જોઈએ ને ? અમેરિકા હતો ત્યારે પણ રોજ ફોન આવતો. જાનકી તારે કોઈ વાત થઈ છે કેતનની સાથે ? " જગદીશભાઈ બોલ્યા. " ના પપ્પા મારી ઉપર પણ એમનો કોઈ ફોન આવ્યો નથી. મેં ગઈ કાલે રાત્રે ફોન સામેથી કરેલો પણ એમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ટ્રેનની મુસાફરીમાં હોય તો નેટવર્ક પણ ક્યારેક નથી હોતું." જાનકી બોલી. " અરે પણ એ ટ્રેનમાં મુસાફરી શા માટે કરે ? અને માણસ રાત્રે હોટલમાંથી સૂતી વખતે તો ફોન કરી ...Read More

91

પ્રાયશ્ચિત - 91

પ્રાયશ્ચિત પ્રકરણ 91 જમીને કિરણભાઈ સાથે કેતન પોતાના રૂમમાં ગયો. બે-ત્રણ કલાક આરામ કરવાનો હતો એટલે કેતન પોતાના બેડ આડો પડ્યો. હવે ટ્રેન શોધવાની હતી. ગૂગલમાં એણે સર્ચ કર્યું તો ઓખા દ્વારકાની એક ડાયરેક્ટ ટ્રેન હતી પણ એ છેક રવિવારે ઉપડતી હતી. હજુ આજે તો બુધવાર થયો હતો. ચાર દિવસ સુધી અહીં બેસી રહેવાનો કોઈ મતલબ ન હતો. અમદાવાદ માટેની ટ્રેન રોજ ઉપડતી હતી. એકવાર અમદાવાદ પહોંચી જવાય તો ત્યાંથી આગળની ટ્રેન મળી શકે. એણે અમદાવાદની ટિકિટ બુક કરાવવાનો નિર્ણય લીધો.એણે તત્કાલ ક્વોટામાં સર્ચ કર્યું. ફર્સ્ટ ક્લાસ પેક હતો એટલે એણે સેકન્ડ એ.સી ની ટિકિટ લીધી. ટ્રેન આવતીકાલે ગુરુવારે ...Read More

92

પ્રાયશ્ચિત - 92

પ્રાયશ્ચિત પ્રકરણ 92કિરણભાઈ સવારે પાંચ વાગે મુંબઈ જવા નીકળી ગયા પછી રૂમમાં કેતન એકલો થઈ ગયો. કિરણભાઈની ઘણી સારી હતી અને આશ્ચર્યકારક વાત એ હતી કે કિરણભાઈ પણ ચેતન સ્વામીના શિષ્ય હતા ! કેતન એમને છેક નીચે સુધી મુકવા ગયો હતો. મીની બસ ઉપડી ગઈ પછી કેતન ઉપર રૂમમાં પાછો આવ્યો. એણે ઉપર આવીને જોયું તો કિરણભાઈએ પોતાની બેડ વ્યવસ્થિત કરી દીધી હતી ઓઢવાનું પણ વાળી દીધું હતું પરંતુ એમની માળા ઓશિકા પાસે રહી ગઈ હતી. તુલસીની માળા હતી અને એકદમ નવી જ લાગતી હતી. હવે એક માળા માટે એમને ક્યાં ડિસ્ટર્બ કરવા ? કેતને માળા એક યાદગીરીરૂપે પોતાની બેગમાં મૂકી ...Read More

93

પ્રાયશ્ચિત - 93

પ્રાયશ્ચિત પ્રકરણ- 93કેતન ઊંડા ધ્યાનમાંથી એકદમ બહાર આવી ગયો. સૂક્ષ્મ જગતની અદભુત વાતો સાંભળી એને ઘણું નવું જાણવાનું મળ્યું. સ્વરૂપે સૂક્ષ્મ જગતના કોઈ સંત મહાત્મા એની સાથે બે દિવસ રોકાયા હતા એ જાણીને પણ એને આનંદ થયો. બપોરના સાડા બાર વાગ્યા એટલે એ નીચે જમવાના હોલમાં ગયો. આજે કિરણભાઈની કંપની ન હતી. બીજા ઘણા લોકો જમી રહ્યા હતા. એણે પણ બુફેમાંથી પોતાને ભાવતી આઈટમો લઈ લીધી. જમીને ઉપર આવ્યો ત્યારે એક વાગ્યો હતો. હજુ નીકળવાની ત્રણ કલાકની વાર હતી. એને થોડો આરામ કરી લેવાની ઇચ્છા થઈ. સાંજે ચાર વાગે એણે સ્વામિનારાયણ ગેસ્ટ હાઉસ છોડી દીધું. હવે એ પૈસા ખર્ચી શકે તેમ હતો ...Read More

94

પ્રાયશ્ચિત - 94

પ્રાયશ્ચિત પ્રકરણ 94બરાબર સાડા ત્રણ વાગ્યે મનસુખ કેતન શેઠે આપેલા એડ્રેસ ઉપર પહોંચી ગયો. કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ગાડીને પાર્ક કરીને લિફ્ટમાં ઉપર ગયો અને અસલમની ઓફિસ શોધી કાઢી. " અરે આવી ગયા તમે ? ચાલો હવે અમે નીકળીએ. " મનસુખ માલવિયાને જોઈને કેતન બોલ્યો અને તરત ઊભો થઈ ગયો." અસલમ આ મનસુખભાઈ માલવિયા મારા માટે બહુ લકી છે. જામનગરમાં પગ મૂક્યો ત્યારે સૌથી પહેલી મુલાકાત એમની સાથે થયેલી. મને લેવા માટે એ સ્ટેશન ઉપર આવેલા. અને એ પછી પહેલા જ દિવસથી એ મારી સાથે છે. મારું જામનગરમાં આટલું ડેવલપમેન્ટ થઈ ગયું એનો થોડો યશ મનસુખભાઈને પણ મારે આપવો પડે. " કેતન ...Read More

95

પ્રાયશ્ચિત - 95

પ્રાયશ્ચિત પ્રકરણ 95ચા તૈયાર થઈ ગઈ હતી એટલે જાનકીએ બધાંને ડાઈનીંગ ટેબલ પર આવી જવાનું કહ્યું. " પપ્પા આવતી ટ્રેનમાં મને મુંબઈવાળા સુનિલભાઈ શાહ મળ્યા હતા. એમની નિધીએ ભાગીને કોઈ ક્રિશ્ચિયન સાથે લગ્ન કરી લીધાં." ચા પીતાં પીતાં કેતન બોલ્યો. " લે કર વાત ! છોકરીને એટલી બધી આઝાદી આપેલી તો બીજું શું થાય ? તારી સાથે એણે તે દિવસે જે રીતની વાતો કરી હતી ત્યારે જ હું તો સમજી ગઈ હતી !!" જયાબેન બોલી ઉઠ્યાં. " મને તો આ વાતની ખબર છે." સિદ્ધાર્થ બોલ્યો. " તેં તો ઘરમાં કોઈને કહ્યું પણ નહીં." જગદીશભાઈ બોલ્યા. " એમાં કંઈ કહેવા જેવું હતું નહીં પપ્પા. એ ...Read More

96

પ્રાયશ્ચિત - 96

પ્રાયશ્ચિત પ્રકરણ 96સૌરાષ્ટ્ર મેલ જામનગરને પાછળ મૂકીને આગળ વધતો ગયો. કેતન પોતાની સીટ ઉપર આવીને બેસી ગયો. " કેમ આટલો ઉદાસ લાગે છે ?" સિદ્ધાર્થભાઈ એ પૂછ્યું. " ના બસ એમ જ. થોડો જામનગરના વિચારે ચડી ગયો હતો. આ શહેરમાં બસ એક સંકલ્પ લઈને આવ્યો હતો અને આજે આ શહેરે મને માથા ઉપર બેસાડી દીધો હતો. ક્યાં સુરત અને ક્યાં જામનગર !! બસ આવા બધા વિચારોમાં ખોવાઈ ગયો હતો. " કેતન બોલ્યો. " તારી વાત એકદમ સાચી છે. અમે પણ કલ્પના નહોતી કરી કે સુરત છોડીને અમે જામનગરમાં સેટ થઈ જઈશું. " સિદ્ધાર્થ બોલ્યો. " દરેક સ્થળના ઋણાનુબંધ હોય છે. ઋણાનુબંધ પૂરો થઈ ...Read More

97

પ્રાયશ્ચિત - 97

પ્રાયશ્ચિત પ્રકરણ - 97(આ રહસ્યમય ગૂઢ પ્રકરણ શાંતિથી એક-બે વાર વાંચી જવું. ઉતાવળે ના વાંચી જશો. )કેતન જ્યારે ભાનમાં ત્યારે એણે પોતાની જાતને વારાણસીના બદલે ઋષિકેશની કુટીરમાં જોઈ. સામે એના ગુરુ સ્વામી શ્રી અભેદાનંદજી મહારાજ હાસ્ય કરતા વ્યાઘ્રચર્મ આસન ઉપર બેઠા હતા અને બાજુમાં ચેતન સ્વામી ઉભા હતા. કેતન આખા શરીરે ભીનો હતો. એ સમજી શકતો ન હતો કે આ સ્વપ્ન છે કે સત્ય ? કેતનને બધું યાદ આવવા લાગ્યું. વારાણસીના ઘાટ ઉપર દાદાનું શ્રાદ્ધ અને પિંડદાન કર્યા પછી ગંગા નદીમાં એ સ્નાન કરવા ગયો હતો. પરંતુ એ ડૂબવા લાગ્યો હતો. એણે એ સમયે માથે મુંડન કરાવેલું હતું અને સફેદ ધોતી ...Read More

98

પ્રાયશ્ચિત - 98 - છેલ્લો ભાગ

(વાચકમિત્રો... આજે આ નવલકથા સમાપ્ત થઈ રહી છે. છેલ્લું આ પ્રકરણ લખતાં મારું પણ હૈયું ભરાઈ આવ્યું છે. આટલા હું પણ કેતન સાથે જોડાઈ ગયો હતો. વાર્તાનાં પાત્રો સાથે એક માયા બંધાઈ જતી હોય છે. મારી આ પહેલી જ નવલકથા છે. આ પ્રકરણ વાંચીને નવલકથા વિશેની તમારી કૉમેન્ટ જરૂર લખજો ...)********************પ્રાયશ્ચિત પ્રકરણ 98કેતન ઊભો થયો. થોડો સમય તો એ પોતાના જીવનમાં પસાર કરેલા દોઢ વર્ષના એ સુંદર સમયગાળાની યાદોમાં ડૂબી ગયો. એક સુંદર સપનું તૂટી ગયું !એ કુટિરમાંથી બહાર નીકળીને જંગલની કેડીએ કેડીએ બહાર આવ્યો. ત્યાંથી ચાલતો ચાલતો મુખ્ય બજારમાં આવી ગયો. અહીંથી એણે સ્પેશિયલ ટૅક્સી કરી અને દોઢ ...Read More