ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ

(432)
  • 264.2k
  • 162
  • 123.8k

પાલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાંક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે, આવતો હતો. એકાદ કૂતરાનો અવાજ, કોઈક વહેલા ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર : એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા... અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહિ, છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબૂ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રૂજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ, એક સીધી સડક પર આવી પહોંચ્યો, ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો.

Full Novel

1

પોસ્ટ ઑફિસ

પાલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી જૂના અને ફાટેલા ઝબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાંક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે, આવતો હતો. એકાદ કૂતરાનો અવાજ, કોઈક વહેલા ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર : એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા... અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહિ, છતાં કતલ કરી નાખે એવા મીઠા ...Read More

2

લખમી

એક વખતે ધોળકા લાઈનના રેલવેના પાટા બદલાતા હતા, એટલે વેજલપરાથી સો-સવાસો માણસ કમાવા આવ્યું હતું, ને ધોળકા રેલવેના પાટા સીમમાં પડાવ નાખીને પડ્યું હતું. કાનો અને એનો સસરો પૂંજો ઢેઢ એ તરફથી આડેધડ ચાલ્યા આવતા હતા અને ગમે તેમ કરી એલિસબ્રિજ જનારી મોટી સડક પકડીને ‘માણેકચોક’માં પહોંચવાનો એમનો વિચાર હતો. વેજલપરાથી આઠેક દિવસ થયા આવેલા; લોટદાળ લાવ્યા હતા તે ખૂટી પડ્યાં અને અમદાવાદ તથા એનું ‘માણેકચોક’ એમની સ્વપ્નસૃષ્ટિામાં પહેલેથી જ કાંઈક સોનેરીરૂપેરી મહેલાત જેવાં લાગેલાં, એટલે આજે તો ભલે રાતના આઠ વાગે કે નવ થાય, પણ ‘માણેકચોક’માંથી જ હટાણું કરવાનો નિશ્ચય કરીને બન્ને નીકળ્યા હતા. મોટી સડક ઉપર એક ...Read More

3

એક ટૂંકી મુસાફરી

આ આપનો સેવક એક વખત વરસાદના ઝાપટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીયું તે તેણે, કંગાળ માણસ સાચવે તેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા, ને બરાબર એક અઠવાડિયા સુધી ગામની બહાર પગ પણ ન મુકાય એવો ધોધમાર વરસાદ પડ્યો. ગામની ચારેતરફ પાણી પાણી જ થઈ રહ્યું. અને રણમાં તો એ પાણીનો દેખાવ પણ ખાસા હિલોળાં મારતા સરોવર જેવો થઈ રહ્યો : ગામની બહાર નીકળીએ એટલે ચારેતરફ જાણે મહાસાગર ભર્યો હોય તેવો દેખાવ નજરે ચડે. આ બેટમાંથી બહાર નીકળવા માટે એક અઠવાડિયું ...Read More

4

પ્રેમાવતી

રાતના નવ વાગે ફોજદારનું ઊંટ ફળીમાં આવીને ઊભું રહ્યું. અમારા એ ઓળખીતા હતા. હમણાં જ નવાસવા નિમાયા હતા. અત્યારે વાળુપાણી કરીને તડાકા મારતા બેઠા હતા, ત્યાં અચાનક જ હબ કરતુંકને ઊંટ આવીને ઊભું રહ્યું. એને ઝોકારવા જતાં એણે ગાંગરી ગાંગરીને ફળીનાં બધાં કૂતરાંને પણ જગડી દીધાં. પછી તો કૂતરાંનો, ગધેડાંનો, ઊંટનો ને ફોજદારનો, એવા ચાર ચાર અવાજમાં અમારી બિચારી ગાય પણ ખીલે ઘાંઘી થઈને ફરવા માંડી. નવા ફોજદાર બહુ રોફીલા હતા એમ ઘણાને કહેતાં સાંભળ્યા હતા. પણ આટલા બધા જડબતોડ બોલકણા હશે એની તો અમને પણ ખબર ન હતી. એ તો બે મોંએ બેફામ બોલી રહ્યા હતા : ‘રાંડનીને ...Read More

5

હૃદયપલટો

હિમાલયે અનેક બચ્ચાંને પોતાની આંગળીએ વળગાડ્યાં છે. બધાં બચ્ચાં સુંદર ને રસભર્યાં લાગે છે, જાબલી નામે એક પહાડી ગામ તળેટીના ડુંગરોમાં છે. મેળામાં જતા કોઈ નાના બચ્ચાની માફક વિવિધ શણગાર ધરીને તે ઊભું છે. ઝેરીલી નાગણની માફક અનેક વળાંક લઈને ફરતી કાલકાસિમલા રેલવેની લાઈન એની ઉપરના ડુંગરાઓમાંથી ચાલી જાય છે. જાબલીની એક તરફ રમણીય ઝરાઓ અખંડ વહન કર્યા કરે છે; બીજી તરફ જલધિજલના તરંગ જેવો અનેક ડુંગરાઓ પર ‘કેલુ’ અને ‘બરાસ’નાં સુંદર રાતાં ફૂલોવાળાં વૃક્ષો ‘કેંથ’, ‘ચોળો’ ને ‘કન્નાર’ની• વચ્ચે ડોકિયાં કરે છે. • આ બધાં પહાડી ઝાડોનાં નામ છે. ગગનસ્પર્શી દેવદારુ વૃક્ષોથી એક તરફ ખીણ ભરાઈ ગઈ છે. ...Read More

6

જીવનનું પ્રભાત

મોરલા ટહુકે, લીલાંછમ જેવાં ખડ પથરાઈ જાય, અને સૃષ્ટિ નવું સૌંદર્ય ધરે એવો વરસાદ ન હતો. વૃષ્ટિ ન હતી, પણ ન હતો; હતો આકાશ ને પૃથ્વી એક થાય તેવો, હાથીની સૂંઢ જેવો, પ્રલયના ભયંકર રૂપ જેવો, રાત અને દિવસનો, અખંડ અને પ્રચંડ, પૃથ્વીએ ન અનુભવેલો એવો બારે મેઘનો ધોધમાર હલ્લો. એક દિવસ નહિ, બે દિવસ નહિ. ત્રણ દિવસ નહિ, સાત-સાત દિવસ સુધી માણસો, પશુ, પંખી અને જડ સૃષ્ટિ બધાં, પોતાનાં ભાન અને ભેદ ભૂલીને, આકાશ સામે એક મીટ માંડીને જોઈ રહ્યાં હતાં કે ક્યાંય, એકાદ ધોળું વાદળું દેખાય છે ! એકરસ બનેલા સોયરા જેવા આસમાની આકાશમાં, દયાના બિંદુ જેવું ...Read More

7

સત્યનું દર્શન

છેક છેલ્લી પળે અને તે લગભગ મૃત્યુની શય્યા પર માત્ર થોડો વખત એનું મોં અનિર્વચનીય આનંદથી ઝળહળી ઊઠ્યું હતું, કેટલાકે કહ્યું હતું. એક પછી એક સઘળા ડગી ગયા હતા. જ્યારે સીતાપુર અને માણેકનગર વચ્ચે મોટરબસ શરૂ થઈ ત્યારે સઘળા ટપ્પાવાળાએ પહેલાં તો સંપ કર્યો. પછી અયોગ્ય હરીફાઈ કરી. પછી અદેખાઈ શરૂ કરી. અંતે ‘મોટર’ વિષે, પોતપોતાની રીતે, ઉતારુઓને કહેવાના ખોટા રિપોર્ટ પણ તૈયાર કર્યા. એટલું છતાં છેવટે તો હાર્યા, ભાગ્યા, ને હરીફાઈમાં ન ટકવાથી જુદે જુદે ધંધે વળગી ગયા. કોઈએ મજૂરી શોધી લીધી; કોઈએ ઘોડો વેચીને બળદ લીધો ને એકો કર્યો. કોઈએ ઘોડાને વેચીને હાટડી માંડી. માત્ર ધનો ભગત ...Read More

8

રતનો ઢોલી

અમારા એવડા નાનકડા પીપળિય ગામમાં બીજો કોણ સંગીતવિશારદ આવીને બેસવાનો હતો ? એટલે શરણાઈવાળો ગણો, બંસીવાળો ગણો, સારંગીવાળો ગણો, ગણો કે વાજાંવાળો ગણો કે જે કાંઈ ગણો તે અમારો રતનો ઢોલી ! પણ એની પાસે અનોખી વાત હતી ! ગામને છેક છેવાડે એક નાનકડી ટેકરીની તળેટીમાં ઝૂંપડું બાંધીને એ રહેતો. ઝૂંપડીની આસપાસની જમીનમાં થોડાક છોડવા વાવીને એમની હાજરીમાં બેઠો બેઠો ઢોલ વગાડતોને મજા કરતો ! ટેકરી ઉપર જૂના વખતની કેટલીક મોટી શિલાઓ પડી હતી. એ શિલાઓ જો ડગે અને પડે તો રતના ઢોલીનું ઝૂંપડું સાફ થઈ જાય. પણ રતનો કહેતો કે એ તો માતાના સતને આધારે ટકી રહી છે. ...Read More

9

વાતો ગઈ, સુગંધ રહી ગઈ

‘વાતો ગઈ, સુગંધ રહી, સાહેબ ! એ વાતો આ જમાનામાં બનવાની નથી. બની ગઈ, તે બની ગઈ !’ ‘અરે અ જમાનામાં આ જમાનાની વાતો બને, દલસુખભાઈ ! પણ આજે કેમ આવું બોલતાં બોલતાં જ દિવસના શ્રીગણેશ માંડ્યા છે ? બન્યું છે કાંઈ ?’ ‘બન્યું કાંઈ નથી. પણ કાલે જૂનાં કાગળિયાં ઉખેળી રહ્યો હતો, ત્યારે એક વાત એમાં વાંચી. એ વાત હજી ભુલાતી નથી.’ ‘એવી શી વાત હતી ? કોની વાત છે ? વાત કહી, એટલે એમાં એક બૈરી તો આવતી જ હશે !’ ‘ના. આ વાતની ખૂબી છે. આમાં એક પણ બૈરી આવતી નથી.’ ‘તો બે પુરુષ આવતા હશે.’ ...Read More

10

પાર્કર પેન !

એક મરા મિત્રે પોતાનું ખિસ્સું ત્રણ વખત એક જ રીતે કાપી જનારા એક ગઠિયાની વાત કરી, ત્યારથી હું મારા બન્ને બાજુએ ખિસ્સાનો ભ્રમ થાય, પણ ખરી રીતે ત્યાં ખિસ્સાં હોય જ નહિ, એવાં ભ્રમખિસ્સાં રાખું છું, એનાથી મને એક ફાયદો થયો છે. મારા એવા ખિસ્સામાંથી કોઈ દિવસ કાંઈ જતું નથી. એક વખત એક ગઠિયાએ પોતે પકડાઈ જવાનો છે એ જોઈને, મારા ખિસ્સામાં એક નાની ઘડિયાળ સરકાવી દીધી હતી, પણ એ તો જાહેરખબર કરતી ને ગાતીગાતી જઈ પડી નીચે, અને ન ગઠિયાને ફાયદો થયો, ન મને ફાયદો થયો ને ન એના માલિકને. એના માલિકને તો ફાયદાગેરફાયદાનો પ્રશ્ન જ ન હતો. ...Read More

11

સ્વતંત્રતાની દેવી

ચૌદમી સદીની શરૂઆત હતી. અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ અલફખાનના નામથી સારું ગુજરાત ધ્રૂજતું હતું. કરણરાજા, કોણ જાણે ક્યાં ગુજરાતનું ગૌરવ સ્થાપવાનું સ્વપ્ન ઘડતો હશે કે મનસ્વી માણસના વેદનાભર્યા પશ્ચાત્તાપથી સળગતો હશે ! હિંદુ નામર્દ બન્યો હતો. મુસલમાન જુલમી બન્યો હતો. સર્વત્ર પોતાનો ચોકો સાચવી લેવાની વૃત્તિ દેખાતી હતી. મેવાડના રાણા સમરસિંહ રાવળ જેવાએ પણ માર્ગ આપીને મુસલમાન સૈન્યને પાટણ જવા દીધું હતું. પછી તો પાટણ પડ્યું, સોમનાથ લૂંટાયું. સારુંય સૌરાષ્ટ્ર થરથરવા લાગ્યું; કચ્છનાં અનેક જાતવંત ઘોડાં, ને કાઠિયાવાડની ‘તેજણ’ ને ‘માણકી’, ‘લખમી’ ને અનેક જાતવંત ઘોડીઓ અલફખાનના સૈન્યમાં દેખાવા લાગી. દિલ્હી જવા ઊપડેલું અલફખાનનું સૈન્ય કંથકોટ, પારકર, ઠઠ્ઠા વગેરે ચાંપી ...Read More

12

એક વિચિત્ર અનુભવ

એક તો આખે શરીરે રંગે કાળું, એક ધોળો વાળ મળે નહિ ને સમ ખાવા, એમાં પાછું એક આંખે કાણું બાંડિયું, એક કાને બૂચું એ કૂતરું જ્યારે જ્યારે ‘સુપ્રભાતમ્‌’ કરતું ફળીમાં આવીને ઊભું રહેતું, ત્યારે મને અનુભવ છે કે કાંઈક પણ નવાજૂની થાતી. એટલે આજ એનાં દર્શન થયાં અને મારાં તો ઘરણ જ મળી ગયાં. હું તો ચા પીને ‘બસ’ પકડવા દોડી રહ્યો હતો, ત્યાં ભાઈસા’બ પોતાનું રૂપાળું મોં દેખાડતા ત્યાં પગથિયા પાસે જ ઊભા હતા ! જાણે કહેતા હોય કે ‘હું આવ્યું છું, મને વધાવી લ્યો.’ ‘અરે હડ ! હડ !’ મેં એને હડકાર્યું. પણ એ સઘળી માનાપમાનની ફિલસૂફીને ...Read More

13

ગોપાલ

મોટું મેદાન હતું, અને એમાંથી એક સાંકડી પગદંડી નજર પહોંચે ત્યાં સુધી આવી ને આવી ચાલી જતી હતી. એની બાજુ આવી રહેલાં, ઝીંડવો, ધોળિયું, અને બળદાણા - એમની ઘાસસુગંધ લેતો લેતો હું, ઉંબરવાડીના એ સાત ગાઉમાં ફેલાયલા વીડની પગદંડીએ પગદંડીએ ચાલી રહ્યો હતો. ચોમાસાના છેલ્લા દિવસો હતા. શરદ ઋતુમાં વાદળાં - એ ઘોળાં રૂપેરી આભરણથી આકાશને શણગારવા માંડ્યું હતું. આઘેની કેટલીક ધાર ઉપર રબારી પોતાનાં ઢોર ચરાવતા ઊભા હતા. ઠેર ઠેર પથરાયલી જમીનની લીલીછમ શોભાએ તમામના કંઠમાં બેઠેલાં ગીતોને જાણે બોલતાં કરી દીધાં હોય તેમ સીમ આખી જાણે ગાઈ રહી હતી ! ક્યાંકથી લંબરાગી દુહા આવી રહ્યા હતા. ક્યાંકથી ...Read More

14

માતાની માતા

અમે પાછળ આવવાનો જે વખત કહ્યો હતો તેના કરતાં થોડા ને ઘણા ખાસ્સા અઢી કલાક અમે મોડા પડ્યા હતા. આશા તો ન હતી. ગમે તેવો સજ્જન વીશીવાળો હોય, તો પણ ઊની ઊની વાનગી રાખીને અત્યાર સુધી રાહ જોતો બેઠો હોય એ ન બને ! એણે ઢાંક્યું હશે ને ઠરીને ઠીકરું થયેલું ભોજન અઢી વાગે મળે એ ખોટું પણ ન કહેવાય ! તે છતાં વખત ઘણો જવાથી અમે કાંઈક સંકોચભર્યા ગુનાઈત માનસે વીશીમાં પ્રવેશ કર્યો. પણ અમને જોતાં જ જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ, સવારના જેટલા જ ઉમળકાભર્યા શબ્દોથી ડોસાને આવકાર આપતો સાંભળીને અમને પગમાં નવું જોમ આવ્યું ...Read More

15

મીરાંણી

અસ્ત પામી ગયેલા દરબારી ઠાઠમાઠોમાં ગવૈયા કે રાજગાયકની પેઠે જ કોઈ કોઈ નાની મોટી ઠકરાતોમાં, ‘મીર’ નામની ગવૈયાની એક પણ રહેતી. એ જમાનાની એક વાત આજે સાંભરી આવી છે. એવી એક ઠકરાતમાં દરબાર ભરાયો હતો. જ્યારે નવા મીરે પોતાના કર્કશ અવાજે દરબારમાં ગાણું ઉપાડ્યું, ત્યારે ત્યાં ભેગી થયેલી મેદનીના કણબી, વેપારી, નોકરી, વસવાયાં, જેમાંના કોઈને ગાણાંની કે સારંગીની કાંઈ જ સમજ ન હતી, તે પણ દરબારના જૂના, મરી ગયેલા મીરની પ્રશંસામાં બેચાર શબ્દો બોલ્યા વિના રહી શક્યા નહિ. સૌને લાગ્યું કે એ જૂનો મીર ક્યાંય થાવો નથી. એની પાસે ગજબનું ગળું હતું. એની મીઠાશ પણ અજબની હતી. સમો સાચવવાની ...Read More

16

એની સમજણ !

તારીખ એકત્રીસમી ડિસેમ્બરે બરાબર સાડા નવ વાગે, બંગલાની સામેના ઉઘાડા ઝાંપામાંથી, એક વૃદ્ધ અંધ ડોસો પોતાના હાથમાં એક લાલ વાજિંત્ર રાખવાની, ગવૈયાઓ રાખે છે તેવી મોટી કોથળી લઈને આવતો દેખાયો. તે માંડ માંડ ધીમે ધીમે પગલે ચાલી શકતો. ભાગ્યે જ ત્રણસો પગલાં આઘે પેલો મોટો બંગલો હતો. પણ એ બંગલામાંથી પગથિયાં સુધી પહોંચતાં એને ઠીક ઠીક વખત વીતી જતો. ઘણાં વર્ષોની ટેવ હતી એટલે આ રસ્તો એ અથડાવા વિના પસાર કરી શકતો. દર વર્ષે બરાબર એકત્રીસમી ડિસેમ્બરે એ દેખાતો. સાડા નવ વાગે આવતો, અને અરધોએક કલાક બંગલાના ખખડધજ, વૃદ્ધ, જર્જરિત, બહેરા અને દેવાદાર, મુફલિસ જેવા જમીનદાર પાસે એ પોતાની ...Read More

17

જેનો જવાબ નથી !

કોઈએ જવાબ આપ્યો છે, કે નારંગી જેવી એક સામાન્ય જ્ઞાન ધરાવતી બાઈ એનો જવાબ આપી શકે ? એનો જવાબ પાસે નથી. ભૂખ ને જાતીય લાગણી - એ બન્ને માણસને ક્યાંથી વળગ્યાં હશે ? એનો જવાબ કોઈ આપી શકે તેમ નથી. નારંગીએ તો પોતાના દિવસો નીકળી જાય માટે આ મંદિરે, તે મંદિરે, આ ભજનમંડળી, પેલી ભજનમંડળી, આ કથાવાર્તા, પેલી કથાવાર્તા, એમ ઠેકાણે ઠેકાણે ફરવાની ટેવ પાડી હતી. એમાંથી એને પોતાને પણ ખબર ન પડે તેમ એકાદ વખત એનો પગ લપસી પડ્યો. થઈ રહ્યું. કુદરતે કુદરતનું કામ કર્યું. એ બિચારી વિવશ થઈ ગઈ. ગભરાઈ ગઈ. એને પોતાની આબરૂની, લોકનિંદાની વાત થાય ...Read More

18

મારાં ઘર

***** આજ વળી કોણ જાણે શું થયું છે તે મને મારાં ઘર યાદ આવે છે! જેટલાં જેટલાં ઘર મેં ને વસાવ્યાં તે બધાંય જાણે નજર સમક્ષ તર્યા કરે છે. એમને દરેકને કાંઈ ને કાંઈ કહેવાનું છે. સૌથી પહેલાં મારી નાનકડી ઓરડી યાદ આવે છે. એ ઓરડી ભાગ્યે જ છ ફૂટ લાંબી અને પાંચ ફૂટ પહોળી હતી. પણ એનું એક બારણું ઓશરીમાં પડતું હતું. અને એક બીજું બારણું રસ્તા ઉપર પડતું હતું. આટલી નાની ઓરડીને ય બે બારણાં હતાં, અને તેથી તે વખતે એ રાજદરબાર જેવી લાગતી. એ વખતે બે બારણાનું અસ્તિત્વ રાજદરબાર સમું જણાતું હતું. કેવો વખત ? કે ...Read More

19

વિનિપાત

આટલાં વર્ષે શિલ્પી હીરાધર ! ભાઈ ! તું તો ક્યાંથી હોય ? પણ તારી પ્રાણધારી કૃતિઓએ તો હદ કરી એમણે તો તારી વિજયગાથા લલકારી - વડોદરા, પૂના કે દિલ્હીને આંગણે નાહિ - છેક સ્કૉટલેંડમાંથી લીલીછમ ડુંગરમાળાઓમાં. ઈ.સ. ૧૭૮૩નો સમય હતો. મરાઠી રાજ્યના છેલ્લા બે મહાપુરુષો - મહાદજી સિંધિયા અને નાના ફડનવીસ - પોતપોતાનું સ્વત્વ જાળવી રહ્યા હતા. મરાઠી સૈનિકોના તેજથી અંગ્રેજો ધ્રૂજતા હતા. હરિપંત ફડકે ને પરશુરામ ભાઉનાં નામ રણક્ષેત્રમાં જાદુઈ અસર ફેલાવતાં. ગુજરાતને આંગણે બેઠેલી અંગ્રેજી સત્તા મહાદજી સિંધિયાને નમતું આપતી હતી. એ વખતે શિલ્પી હીરાધરની યશકલગી જેવા ડભોઈમાં એક બનાવ બન્યો. અંગ્રેજો ભરૂચ અને આસપાસનો સઘળો પ્રદેશ ...Read More

20

રજપૂતાણી

ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે. જે ઝપાટામાં આવે તે ખાતા ધરામાં પડીને ઘડીબે ઘડીમાં અદૃશ્ય થઈ જાય છે. એક વખત ચોમાસું હતું. રૂપેણ બેય કાંઠામાં આવી હતી, ખેતર છલક્યાં હતાં, નદીનાળાં તૂટ્યાં હતાં, અને બારે મેઘ ખાંગા થઈને આજ ને આજ આકાશ-પૃથ્વી એક કરવાનું જોસ બતાવી રહ્યા હતા : તે વખતે એક ગરાસિયો પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો. પોતાની ઘોડી તેણે રૂપેણમાં નાખી. ઘોડી બહુ પાણીદાર ને જાતવંત હતી. પણ પાણીનો વેગ ઘણો જ હતો અને થોડી વારમાં સવાર તથા ઘોડી, પાણીમાં ગોથાં લેતાં, ઘૂમરી ખાતાં, ધરામાં ...Read More

21

આત્માનાં આંસુ

વૈશાલીના સંથાગારમાં• આજે ભારે ગરબડ મચી રહી હતી. કેટલાક વૃદ્ધ રાજપુરુષો સંથાગારનાં સ્વચ્છ આરસનાં પગથિયાં પર બેસી ગયા હતા. ખુલ્લા મેદાનમાં, પોતપોતાના રથની દોરી હાથમાં રાખી સંથાગારમાં થતો કોલાહલ સાંભળી રહ્યા હતા, જબ્બર ભાલા હાથમાં ધરીને કેટલાક જુવાનો ફાવે તેમ ટહેલતા હતા. સભામાં ગેરવ્યવસ્થા હતી. કોઈ કોઈનું સાંભળે તેમ હતું નહિ. જેને જેમ ફાવે તેમ બોલતા હતા. • વૈશાલીમાં પ્રજાકીય તંત્ર હતું. એટલે આ સંથાગાર ‘કોર્ટ’નું કામ પણ કરતું. સંથાગાર એટલે નગરમંદિર ‘ટાઉનહૉલ’ જેવું. અટલામાં સામેની બજારમાંથી એક રથ આવતો દેખાયો. આતુરતામાં ને કૌતુકમાં લાંબી ડોક કરી આવનાર કોણ છે તે જાણવાને સૌ ઉતાવળા થવા લાગ્યા. થોડી વારમાં જ ...Read More

22

પૃથ્વી અને સ્વર્ગ

જ્યાં સતલજનાં ઉતાવળાં વેગભર્યાં પાણી હિમાલયની તળેટીનો ભાગ છોડીને પંજાબના મેદાનમાં પ્રવેશ કરે છે, ત્યાં ગગનચુંબી ડુંગરાઓની પરંપરા અને નજર ન પહોંચે તેવાં લાંબાંલાંબાં મેદાનો એકબીજાં સાથે હાથમાં હાથ મિલાવી આજે સૈકાઓ થયાં ઘાટી મૈત્રી સાધી રહ્યાં છે. જ્યારે જગત બાલ્યાવસ્થામાં હતું ત્યારે એ મેદાનો પર નિર્ભય અને નિરંકુશ હરણાંઓ લીલોતરી ચરતાં ફર્યા કરતાં; સોનેરી-રૂપેરી વાદળીઓના પડછાયા નીચે ઋષિમુનીની ગાયો ત્યાં ચર્યા કરતી; તેનાં વાછરું રૂપાળી નાની ડોકો આમથી તેમ ફેરવીને ચારે તરફ દોડ્યાં કરતાં; સમિધ લઈને આવતાં ઋષિમુનિનાં સંતાનો જલધિજલના તરંગ જેવા મેઘને ડુંગરાઓ પર ઘૂમતા જોઈ રહેતાં. ચારે તરફ નવો પ્રાણ અમૃતભર્યું જીવન ને સંતોષભરી જિંદગી ભરચક ...Read More