એક કોલની રાહ

(142)
  • 7.8k
  • 19
  • 3.8k

વિજય અને શેરું નામની પહાડીઓની વચ્ચે ચંદનપહાડી ઉપર ભારતીય સેનાની આઝાદ ચોકીપોસ્ટ આવેલી હતી. ચંદન પહાડી ઉપરથી વિજય અને શેરુ પહાડી વચ્ચેનું અંતર હવાઈ માર્ગે અનુક્રમે 400 અને 467 મીટર હતું. ત્યાં પણ ભારતીય પોસ્ટ ઉપર તિરંગો લહેરાતો હતો. આઝાદ પોસ્ટ ભલે ભારતીય સીમાની અંદર હોય પણ, તેની પહાડી જીગજાગ આકારે હતી એટલે બન્ને પોસ્ટથી આગળ પાકિસ્તાનની અંદર પડતી હતી, સીધી લાઈનમાં જોઇએ તો આઝાદ પોસ્ટ બન્ને પોસ્ટથી દુર પાકિસ્તાનની હદમા હતી. છતાં પણ નામ પ્રમાણે એક આઝાદની જેમ અડગ હતી. એ પોસ્ટ ઉપર ઘણીવાર દુશ્મનો તરફથી હુમલાઓ થયા હતા પણ વિજય અને શેરું પોસ્ટ પરથી કવર ફાયર મળતાં દુશમનો આઝાદ પોસ્ટને ક્યારેય જીતી નોહતા શક્યા.

Full Novel

1

એક કોલની રાહ - ભાગ ૧

વિજય અને શેરું નામની પહાડીઓની વચ્ચે ચંદનપહાડી ઉપર ભારતીય સેનાની આઝાદ ચોકીપોસ્ટ આવેલી હતી. ચંદન પહાડી ઉપરથી વિજય અને પહાડી વચ્ચેનું અંતર હવાઈ માર્ગે અનુક્રમે 400 અને 467 મીટર હતું. ત્યાં પણ ભારતીય પોસ્ટ ઉપર તિરંગો લહેરાતો હતો. આઝાદ પોસ્ટ ભલે ભારતીય સીમાની અંદર હોય પણ, તેની પહાડી જીગજાગ આકારે હતી એટલે બન્ને પોસ્ટથી આગળ પાકિસ્તાનની અંદર પડતી હતી, સીધી લાઈનમાં જોઇએ તો આઝાદ પોસ્ટ બન્ને પોસ્ટથી દુર પાકિસ્તાનની હદમા હતી. છતાં પણ નામ પ્રમાણે એક આઝાદની જેમ અડગ હતી. એ પોસ્ટ ઉપર ઘણીવાર દુશ્મનો તરફથી હુમલાઓ થયા હતા પણ વિજય અને શેરું પોસ્ટ પરથી કવર ફાયર મળતાં દુશમનો આઝાદ પોસ્ટને ક્યારેય જીતી નોહતા શક્યા. ...Read More

2

એક કોલની રાહ ભાગ-૨ ભૂમિ

મેં બીજા દિવસે જ ઓનલાઇન ફોર્મ ભરી દીધું હતું. થોડા ટેસ્ટ આપી હું એકેડમી માટે સિલેક્ટ થઈ ગયો હતો. દહેરાદુન એકેડમીમાં ટ્રેનિંગ માટે ઓર્ડર આવી ગયો. મેં આ વાત રાજેશ્વરીને કહેવા ફોન કર્યો. હાય... રાજ, હું તારા જ ફોનની રાહ જોતી હતી. મને કાલે જ મમ્મીએ ફોન પર કહ્યું કે, તે આર્મી ઝોઇન કરી. 'congratulations.' Thenk you રાજેશ્વરી, હું આજ રાતની ગાડીમાં જવાનો છું. તારું ધ્યાન રાખજે, અને મને ફોન કરવાનું ભૂલતો નહી. સોરી.. હું ફોનનું પ્રોમિસ નહી કરું. એકેડમિમાં મારી પાસે ફોન નહી હોય, પણ કોશિશ જરૂર કરીશ. રાજ, તને તારા સવાલનો જવાબ મળ્યો? હા..! રાજેશ્વરી. મને જવાબ મળી ગયો પણ તને અત્યારે નહી કહું, હું પાછો આવીશ ત્યારે તને મળીને કહીશ. ...Read More

3

એક કોલની રાહ- ભાગ-૩

એક કોલની રાહ ભાગ-૩ભૂમિટ્રેનિંગ પુરી થયા પછી હું, રજામાં રાજકોટ ગયો હતો ત્યારે મારા મમ્મીએ મને એક લેટર આપ્યો મમ્મી આ કોનો લેટર છે? રાજેશ્વરી, રજામાં આવી હતી ત્યારે આ લેટર આપી ગઈ છે. હું લેટર લઈ મારા રૂમમાં ચાલ્યો ગયો, બેડ પર બેસી લેટર વાંચવા લાગ્યો. હાય.. સોલ્જર, આન્ટીએ કહ્યું તારી ટ્રેનિંગ પુરી થઈ ગઈ છે, congratulations મને ખબર છે તું મને મળવા નહી આવે એટલે લેટર લખી અભિનંદન પાઠવી રહી છું... તું તો મને ભૂલી ગયો... મને આપેલું પ્રોમિસ પણ ભૂલી ગયો...? શું આટલી કમજોર હતી આપણી દોસ્તી...? શું મને મળવાની એકવાર પણ તારી ઈચ્છા ન થઈ...? ઓ.કે. જવાદે એ વાતને. બાળપણના ...Read More