આસ્તિક.... ધ વોરીયર...

(890)
  • 151.6k
  • 51
  • 59.5k

બ્રહ્માંડનું સર્જન ઇશ્વરે કર્યું એમાં અલગ અલગ લોક બ્રહ્મલોક, (વિષ્ણુલોક) સ્વર્ગલોક પૃથ્વીલોક, પાતાળલોક... પાતાળલોકમાં નાગોનું રાજ.. નાગલોક... નાગોનાં રાજા શેષનાગ, શેષનારાયણાય, તક્ષક, અનંત, વાસુકી,, કાળીયનાગ, પદ્મનાભ, ચંદ્રંબલંમ, શેખપાલાદ્રા કંબલાય, કર્કોટકાય, આમ સહસ્ત્ર નાગોનું આ નાગલોક, નાગની સૃષ્ટિ આવેલી છે. નાગોનાં ગુરુ ભગવન મહર્ષિ શુક્રાચાર્ય.. બલીરાજા દાનવોનાં રાજા. પુરાણોમાં આનો ઉલ્લેખ છે. ૐ નવ કલાય વિદમહે વિષદન્યાય ધીમહી, તન્નઃ સર્પ પ્રચોદ્યાત ।.

Full Novel

1

આસ્તિક.... ધ વોરીયર...

।। ૐ ।।।। ૐ શ્રી માં ।।।। ૐ નમો નારાયણાય ।।।। ૐ ગુરુ જરાત્કારુય નમઃ ।।।। ૐ પરશુરામાય ગુરુવે ।।ઇચ્છાધારી આસ્તિક..... એક લડવૈયો..આસ્તિક.... ધ વોરીયર... બ્રહ્માંડનું સર્જન ઇશ્વરે કર્યું એમાં અલગ અલગ લોક બ્રહ્મલોક, (વિષ્ણુલોક) સ્વર્ગલોક પૃથ્વીલોક, પાતાળલોક... પાતાળલોકમાં નાગોનું રાજ.. નાગલોક... નાગોનાં રાજા શેષનાગ, શેષનારાયણાય, તક્ષક, અનંત, વાસુકી,, કાળીયનાગ, પદ્મનાભ, ચંદ્રંબલંમ, શેખપાલાદ્રા કંબલાય, કર્કોટકાય, આમ સહસ્ત્ર નાગોનું આ નાગલોક, નાગની સૃષ્ટિ આવેલી છે. નાગોનાં ગુરુ ભગવન મહર્ષિ શુક્રાચાર્ય.. બલીરાજા દાનવોનાં રાજા. પુરાણોમાં આનો ઉલ્લેખ છે. ૐ નવ કલાય વિદમહે વિષદન્યાય ધીમહી, તન્નઃ સર્પ પ્રચોદ્યાત ।. આસ્તિક એક પૌરુણીક પાત્ર છે. ભારતીય સંસ્કૃતિમાં ભારતનાં સનાતનધર્મનાં પુરાણોમાં ઉલ્લેખ છે. ભગવાન રામચંદ્રજી નાં ...Read More

2

આસ્તિક.... અધ્યાય-2

"આસ્તિક" એક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-2 મહર્ષિ જરાત્કારુ વિશાળ વૃક્ષ નીચે બેસીને સૃષ્ટિનું નિરીક્ષણ કરી રહેલાં. એમની નજર નદીનાં આવેલાં હાથીનાં ટોળાં પર પડી. તેઓ તૃષાથી વ્યાકુળ થયેલાં જળ પીને સંતોષવા આવેલાં. ત્યાં મહર્ષિએ જોયું કે એક હાથીનું બચ્ચું મદનીયું મસ્તી કરતાં કરતાં નદીનાં પાણીમાં પ્રવેશી રહ્યું છે એમને એને જોઇ કરુણા અને આનંદ બંન્ને થયાં. ત્યાંજ એક શિકારી મગર જળમાં પ્રવેશેલાં હાથીનાં બચ્ચાને શિકાર બનાવવા આગળ વધી એણે વરસાદ મુશળધાર વરસી રહેલો અને ધુંધળું ધુધળું વાતાવરણ થઇ ગયેલું મહર્ષિની મગર તરફ નજર પડતાં એમને બધી વાત સમજાઇ ગઇ હતી ઋષિએ ઇશ્વરનું ધ્યાન ધર્યું અને બીજી જ ક્ષણે નિર્ણય લીધો અને હાથીનાં ...Read More

3

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-3

"આસ્તિક" એક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-3 મહર્ષિ જરાત્કારુ પક્ષીરાજ ગરુડની સલાહ માનીને પદમાસને સમાધીમાં બેઠાં. બધા પક્ષીઓએ પોતાનું એક એક પીંછું મહર્ષિનાં માથે પરોવીને જાણે એક મુગુટ બનાવી દીધો અને મહર્ષિનું સન્માન કર્યું. મહર્ષિને ખૂબ આનંદ થયો એમનાં માથા પર ગોળાકાર આકારે વર્તુળાકારે મુગુટની રચના થઇ ગઇ અને જાણે કોઇ અજ્ઞાત જ્ઞાન જ્ઞાત થયું હોય એમ ખૂબ આનંદીત થઇને બોલી ઉઠ્યાં... વાહ પક્ષીરાજ તમે તો મને સારી દિશા બતાવી દીધી પક્ષીઓનાં સમૂહે મને જ્ઞાનની રાહ મળી ગઇ હું તમારાં સહુનો ખૂબ ખૂબ આભાર માનુ છું. પક્ષીરાજ ગરુડે કહ્યું મહર્ષિ આપ ...Read More

4

આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-4

"આસ્તિક" એક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-4 પિતૃઓનું તર્પણ કર્યા પછી મુક્તિ પામતાં પિતૃઓએ મહર્ષિ જરાત્કારુને આશીર્વાદ આપતાં કહ્યું "અમે તારી તર્પણ વિધીથી મુક્તિ પામી રહ્યાં છીએ અમે પૂરાં જ્ઞાત છીએ કે મહર્ષિ જરાત્કારુ તમે અમારી મુક્તિ કરીને અમારી વર્ષોની પીડા દૂર કરી છે અમે જાણીએ છીએ કે તેમે અવતારી પુરુષ છો વિષ્ણુનાં અંશ છો. હજી જીવનમાં તમારે ઘણાં કામ બાકી છે અને ઘણાં બીજા જીવોને બચાવવાનાં છે અને તમારુ કાર્ય ખૂબ સારી રીતે પૂર્ણ થાઓ એવાં અમારાં આશીર્વાદ છે આપ પોતે ત્રિકાળજ્ઞાની છો આપને ભૂત-વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન છે. આપનાં જીવનકાર્યમાં આગળ જતાં ઘણાં શુભકામ રાહ જોઇ રહ્યાં છે અને આપે સન્યાસ ...Read More

5

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-5

"આસ્તિક"એક ઇચ્છાધારી લડવૈયા અધ્યાય-5 મહર્ષિ જરાત્કારુ પાતાળલોક ગયાં ત્યાં વાસુકીનાગ ત્થા અન્ય નાગદેવતાઓએ મહર્ષિ જરાત્કારુનું ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યુ. જરાત્કારુ ખુબ આનંદ પામ્યા. અને બધી વ્યવસ્થા તથા સુશોભનનાં વખાણ કરતાં કહ્યું "વાસુકીજી આટલો ભવ્ય સત્કાર કર્યો. હું ખૂબ ખુશ અને સંતુષ્ટ છું પરંતુ હું તો બ્રહ્મચારી સાધુ જીવ મને આ શૃંગાર શા ખપનાં ? વાસુકી નાગે કહ્યું "ભગવાન હવે તો આપ પ્રભુતામાં પગલાં માંડવા જઇ રહ્યાં છો હવે તો શૃંગાર અને ભાંગ તમારે ભોગવવાં રહ્યાં આપતો ખૂબ જ્ઞાની છો અમે તમારાં લગ્નજીવનની માત્ર શુભેચ્છા પાઠવી રહ્યાં છીએ. આપ મહેલનાં રાણીવાસમાં પધારો ત્યાં બહેન જરાત્કારુ સાથે આપની મુલાકાત કરાવું.... મહર્ષિ જરાત્કારુ ...Read More

6

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-6

"આસ્તિક"એક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-6 રાજકુમારી જરાત્કારુ ભગવન જરાત્કારુનાં પગે સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. ભગવાન પ્રસન્ન થઇને બોલ્યાં દેવી સુખ આનંદર્યાં રહો. જે ઇચ્છા હોય એ માંગો હું આપવા બંધાયેલા છું અને બ્રહ્મચર્ય ત્યાગીને તમારો સ્વીકાર કર્યો છે. આજે જે લગ્નવેદીની સાક્ષીમાં બંધનમાં બંધાયા છીએ આખુ બ્રહ્માંડ સાક્ષી બન્યુ છે. દેવોએ પુષ્પવૃષ્ટિ કરીને આશીર્વાદ આપ્યાં છે. આજે હું ખૂબજ ખુશ છું. બ્રહ્મચર્યના તપ પછી તમારી સાથે પ્રભુતામાં પગરણ કર્યા છે અને મારાં નામેજ તમારું નામ વળી ખૂબજ રૂપ રૂપનાં અંબાર છો જાણે સ્વર્ગની અપ્સરાઓ પાણી ભરે. તમારી સમક્ષ દ્રષ્ટિ કરતાંજ મન મોહી પડે છે મને ખુદને આષ્ચર્ય છે કે મેં ...Read More

7

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-7

"આસ્તિક"માઁ જરાતકારું સાહિત્યએક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-7 જરાત્કારુ ભગવને નાગલોકોનાં હર્ષોલ્લાસ અને સત્કારથી આનંદીત થઇને ભવિષ્યવાણી કરી દીધી કે રાજકુમારી કુખે ખૂબજ પ્રતાપી તેજોમય દીકરો જન્મ લેશે જે વિધવાન, શક્તિશાળી, બહાદુર અને પ્રતાપી હશે જે દરેક શાસ્ત્રોનો જાણકાર થશે અને પોતાની બુધ્ધિશક્તિ ત્થા અગમશક્તિથી નાગકુળનો બચાવ કરશે. સમગ્ર નાગકુળ અને બધાંજ નાગ ખૂબજ આનંદીત થયાં. રાજકુમારી જરાત્કારુ પોતાને ભાગ્યશાળી સમજી રહ્યાં. એમણે ભગવાન જરાત્કારુ સામે પ્રેમભરી નજરે જોઇને કહ્યું પ્રભુ તમને પામીને હું બધુંજ પામી ગઇ મારે કંઇજ બીજુ નથી જોઇતું બસ તમનેજ સમર્પિત છું અને રહીશ આપની આજ્ઞામાં રહીશ આપની સેવા કરીશ. ભગવાન જરાત્કારુ ખૂબજ ખુશ થયાં પછી મંચ ઉપરથી ...Read More

8

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય - 8

"આસ્તિક"માઁ જરાતકારું સાહિત્યએક ઇચ્છાધારી લડવૈયા અધ્યાય-8 માઁ જરાત્કારુ અને ભગવન જરાત્કારુ પવનહંસથી બધી પર્વત માળાઓ વિહાર કરીને જોઇ રહેલાં પર રચેતી સૃષ્ટિને જોઇને આનંદ વ્યક્ત કરી રહેલાં. ઊંચી ઊંચી પર્વતમાળા, બરફ આચ્છાદીત શિખરો સૂર્યનાં પ્રકાશને કારણે સોનવર્ણા દેખાઇ રહેલાં. કેટલીય જાતની વનસ્પતિ ફળફળાદીથી લચકતા વૃક્ષોથી ભરપુર વન, જંગલ, કેટલીય જાતનાં વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જળચર ત્થા ઉડતાં ચાલતાં પક્ષીઓ... રંગબેરંગી પતંગીયા અને ફૂલોથી ભરેલાં વૃક્ષો, ક્ષૃપ અને ફેલાયેલી સૃષ્ટી એવી નયનરમ્ય દેખાઇ રહી હતી જ્યાં જુઓ ત્યાં ઇશ્વરની સાક્ષી હતી બધે સર્વવ્યાપ ઇશ્વર જુદા જુદા રૂપમાં દર્શન આપી રહેલો. માઁ જરાત્કારુએ કહ્યું "ભગવન આપની કૃપાથી હવે રાજકુમારીમાંથી હું હવે માઁ બનીશ ...Read More

9

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-9

"આસ્તિક"અધ્યાય-9 જરાત્કારુ બેલડી પવિત્ર ભૂમિ પર વિચરણ કરી રહેલા સાથે સાથે વિવાહીત જીવનનો આનંદ લઇ રહેલાં બંન્ને ખૂબ ખુશ સંતુષ્ટ હતાં. પરશુરામ ભગવાનની રક્ષિત ભૂમિ અને સહિયાદ્રી પર્વતમાળા એમને આનંદ આવી રહેલો. આ ભૂમિ પરજ માઁ જરાત્કારુનાં દેહમાં ગર્ભ રહ્યો હતો. ભગવાન જરાત્કારુ પણ ખૂબ જાણીને આનંદીત થયાં. રાજકુમારી જરાત્કારુએ કહ્યું "ભગવન આપને પામીને હું ખૂબ ખુશ છું બધી ધરતી એક છે માઁ સ્વરૂપ છે. પણ ખબર નહીં અહીં પાતાળલોકની જેમ આ ધરતી વિશેષ ગમે છે મને જાણે અહીં આનંદીત રાખે છે. સમગ્ર પૃથ્વીની સૃષ્ટિ માઁ છે હું સમજુ છું કે પંચતત્વથી બનેલી આ સૃષ્ટિમાં પૃથ્વીનું ખાસ મહત્વ છે ...Read More

10

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-10

"આસ્તિક"અધ્યાય-10 જરાત્કારુ બેલડી પવનહંસ દ્વારા પાતાળલોક પહોંચી ગઇ. પાતાળલોકમાં વાસુકીનાગ સહીત અનેક નાગ એમને સત્કારવા હાજર હતા. એમનું દબદબા સ્વાગત થયું મહેલમાં પધરામણી થઇ. થોડો આરામ લીધો પછી જરાત્કારુ દેવે વાસુકીનાગને બોલાવ્યા. જરાત્કારુ દેવે કહ્યું "ભાઇ વાસુકી તમને એક ખુશકબર આપવાની છે. વાસુકી નાગે નમ્રતાથી પૂછ્યું ભગવન ખુશખબર માટે તો તરસુ છું જણાવો ભગવન શું ખુશખબરી છે ? જરાત્કારુ દેવે કહ્યું તમારી બહેનને.... તમે મામા બનવાનાં છો. એજ ખુશખબરી છે. વાસુકીનાગ એકદમ આનંદીત થઇ ગયાં અને બોલ્યાં. વાહ વાહ સમગ્ર નાગલોકને પાતાળલોકને આપે ખુશ કરી દીધાં ખૂબ આનંદનાં સમાચાર છે હવે આજે તો જાણે બધાંજ અમારાં અરમાન પુરા કરી ...Read More

11

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-11

"આસ્તિક"અધ્યાય-11 ભગવન જરાત્કારુનાં આશ્રમે ગયાં પછી રાજકુમારી જરાત્કારુ એમનું સતત સ્મરણ કરવા લાગ્યાં. એમની ભગવનની સ્તુતિ સ્મરણ અને પ્રેમને ભગવનનો એહસાસ થવા લાગ્યો અને એમને આનંદ અનુભવ્યો. રાત-દિવસ સ્મરણમાં વિતે છે. આમને આમ 14 દિવસ વીતી ગયાં અમાસની રાત્રી આવી રાજકુમારીને થયું હવે બસ વચ્ચે એક અમાસની રાત છે પછીનાં સુદ એકમે ભગવન પધારશે. એમનું સાંનિધ્ય મળશે મારાં ગર્ભમાં ઉછરતાં બાળકને પણ જ્ઞાનનું સાંનિધ્ય પ્રાપ્ત થશે. રાજકુમારી જરાત્કરુની આંખમાં ઊંઘ નથી રાત્રીનો હજી એકજ પ્રહર વીત્યો છે એમને થયુ આ ઘડીઓ વીતતી નથી પસાર નથી થઇ રહી રાત્રી ઘણી લાંબી અનુભવાય છે. ભગવન પધારશે પ્રહર થતાંજ. રાજકુમારી આકાશમાં નજર ...Read More

12

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-12

"આસ્તિક"અધ્યાય-12 આખા પાતાળ લોક નાગલોકમાં ભવ્ય ઉત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. જન્મોત્સવને ઉજવવા બધાં ઉત્સાહીત હતાં. રાજકુમારી જરાત્કારુ માં ગયાં હતાં. બંન્ને જરાતકારુ બેલડી આનંદમાં વિહાર કરી રહેલાં. પૂર્ણકળાએ ખીલ્યો હોય એવાં ચંદ્ર જેનો દેખાતો રાજકુમાર બધાને વ્હાલો લાગી રહ્યો હતો. વાસુકીનાગ તથા અન્ય નાગ સર્પ ખૂબ ખુશ હતાં કે એમનાં કુળને બચાવનાર બાળકે જન્મ લઇ લીધો હતો. એનાં જન્મની ખુશાલીમાં ઉત્સવની તૈયારી ચાલી રહી હતી. દેવલોકમાં પણ બાળકનાં જન્મની ખુશાલી હતી. ચોક્કસ લક્ષ્ય અને સંકલ્પ સાથે બાળકનો જન્મ થયો હતો. માં જરાત્કારુ આખો વખત પુત્રને જોયાં કરતા અને વ્હાલ કરતાં. ભગવન જરાત્કરુ પુત્રને ખોળામાં લઇને ખૂબ પ્રેમ કરતાં ...Read More

13

આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-13

"આસ્તિક"અધ્યાય-13 ખૂબ દુઃખની લાગણી સાથે પાતાળલોકથી જરાત્કારુ રાજકુમારી પોતાનો લોક અને પિયર છોડીને પવનહંસમાં બેઠાં એમની આંખમાંથી આંસુ સરી મહર્ષિ જરાત્કારુને પણ પૂરો ખ્યાલ હતો કે આ વસમી વિદાયની વેળાં રાજકુમારી માટે ઘણી કપરી છે. પણ કોઇને કોઇ દિવસ આ પળ આવવાનીજ હતી. આ પળનો સામનો ક્યારેક તો કરવાનોજ હતો. સાથે ભાઇ વાસુકી સાથેજ હતો જે બહેનને છેક આશ્રમ સુધી વિદાય આપવા આવ્યો હતાં. એની આંખમાંથી પણ અશ્રુધારા વહેતી હતી જે અટકવાનું નામ નહોતી લઇ રહી. જોત જોતામાં તેઓ પાતાળ લોક છોડીને એમનાં આશ્રમે આવી ગયાં. સુંદર શીતળ પવિત્ર ગંગા કિનારો અને એમાં ફળફળાદી અને અન્ય વૃક્ષોની વચ્ચે બનાવેલો ...Read More

14

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-14

"આસ્તિક" અધ્યાય-14 મામા વાસુકી ભાણાં આસ્તિક માટે તીરધનુષ્ય લાવ્યાં હતાં. પાતાળ લોકોનાં ઘુરંધર શસ્ત્ર બનાવનાર નાગે બનાવી આપ્યુ હતું. નાગને ખબર હતી કે આસ્તિક ઘણો નાનો છે આ ધનુષ્યની પણછ ચઢાવવા માટે પણ.. જરાત્કારુ બેલડીનો એકનો એક પુત્ર નાનપણથીજ બહાદુર લક્ષણ ધરાવતો. કોઇક અગમ્ય અને પ્રભુનાં અવતારનો અંશ હતો એને ખૂબ પ્રેમથી બનાવરાવ્યુ હતું. આસ્તિકે જોઇનેજ કહ્યું હું આ ધનુષ્યની પણછ ચઢાવીશ. અને જરાત્કારુ માં બાબા અને વાસુકી મામા હસી પડ્યાં હતાં. આસ્તિક રીસાયો અને બોલ્યો તમારાં માટે હું નાનો છું પણ મને ખરેખર નિશાન વિધતાં આવડે છે. પિતાશ્રીએ મને હું ગર્ભમાં હતો ત્યારથી બધુ શીખવ્યુ છે. જરાત્કારુમાંથી સાંભળીને રહેવાયુ ...Read More

15

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-15

"આસ્તિક"અધ્યાય-15 આસ્તિક માતાપિતાની રજા લઇને બે દૈવી નાગ સાથે જંગલમાં ફરવા નીકળી ગયો. માત્ર આઠ વર્ષની વયે એની બહાદુરી માઁ જરાત્કારુ અને પિતા જરાત્કારુને ખૂબ આનંદ થયેલો. માઁને થોડીક ચિંતા હતી પરંતુ પાછું મનમાં વિચાર્યુ કે હું આમ ચિંતા કરીને એને રોકીશ તો એનો વિકાસ કુંઠીત થઇ જશે. ભલે વિચરતો જંગલમાં આમ પણ એનાં જીવનમાં એણે ઘણાં પડકારોનો સામનો કરવાનો છે અને ભગવાન વિષ્ણુમાં આશીર્વાદ છે મહાદેવની શક્તિ છે બ્રહ્માજીએ બુદ્ધિ આપી છે પછી શા માટે મારે ફીકર કરવી. આસ્તિક જંગલમાં આગળને આગળ વધી રહેલો ત્યાં થોડેક આગળ જતાં ખૂલ્લુ વિશાળ મેદાન આવ્યું અને સામે ઉચો વિશાળ પર્વત. એ ...Read More

16

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-16

"આસ્તિક"અધ્યાય-16 આસ્તિક બે દૈવી નાગ સાથે જંગલમાં વિહાર કરવા માટે આવ્યા પછી ઊંચા પર્વત પર બેઠેલાં વાનરરૂપમાં હનુમાનજીનાં આશીર્વાદથી વિદ્યાઓ અને જ્ઞાન મેળવી પુષ્ટ થયેલો. ત્યારબાદ જંગલના પ્રાણીઓની ફરિયાદ સાંભળી સરોવર કિનારે બધાં પ્રાણીઓને રંજાડતા સુવ્વરને પાઠ ભણાવતા સિંહ સ્વરૂપ ધારણ કરીને એને પડકાર્યો. સુવ્વરનાં વેષમાં માયાવી રાક્ષસજ હતો એણે પણ આસ્તિકને સિહ સ્વરૂપમાં જોઇને સિહનું રૂપ ધરીને લડાઇ કરવા સામે આવ્યો. આસ્તિક હજી બાળ હતો છતાં બહાદુર હતો એની પાસે અગમ્ય શક્તિઓ હતી એનાં પિતા પાસેથી મળેલી વિદ્યા અને હનુમાનજી પાસેથી મળેલી અમોઘ શક્તિઓ હતી. આસ્તિકે સિંહ સ્વરૂપે ઊંચી છલાંગ મારીને માયાવી સિહને પડકારી એનાં પર હુમલો કર્યો. ...Read More

17

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-17

"આસ્તિક"અધ્યાય-17 વશિષ્ઠ ઋષિનાં શિષ્ય આશ્રમ પર પધારે છે અને જરાત્કારુ મહર્ષિને એમનાં આગમનનું કારણ અને દિવસ જણાવે છે. જરાત્કારુ ખૂબ આનંદ પામે છે એમનાં સિષ્યને જળપાન ભોજન કરાવીને કહે છે તમે વિશ્રામ કરો પછી તમારાં ગુરુજી પાસે જઇને અમારો સંદેશ આપો કે અમે પૂનમની રાહ જોઇશું. અમને ખૂબ જ ખુશી થઇ છે કે એમનાં પાવન પગલાં અહીંની ભૂમિને પાવન કરશે ત્થા અમારાં દિકરા આસ્તિકને એમનાં આશીર્વાદ મળશે. વશિષ્ઠ ઋષિનાં શિષ્યએ બધું પરવારી વિશ્રામ કરીને પછી જરાત્કારુ બેલડીનાં આશીર્વાદ લઇને પોતાનાં ગુરુ પાસે જવા નીકળી ગયાં. પછી આસ્તિકે પોતાનાં પિતાજી પાસે આવીને આશીર્વાદ લીધાં અને પછી એમની સામે પદમાસન વાળીને ...Read More

18

આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-18

આસ્તિક"અધ્યાય-18 આસ્તિકે માતા જરાત્કારુની આજ્ઞા લઇને ઋષિપુત્ર સાથે જંગલમાં સુગંધીત હવનસામગ્રી એકઠી કરવા ગયાં. બંન્ને જણાં વાતો કરતાં કરતાં જઇ રહ્યાં હતાં. જાતજાતનાં નાના સુંદર છોડમાંથી સુગંધીત દ્રવ્યો એકઠાં કરતાં જતાં હતાં. ગુગળ, જાવંત્રી, કેવડો વગેરે એકઠા કરતાં જતાં હતાં એક આખો છાબ ભરીને આસ્તિક આગળ વધી રહેલો ત્યાં એણે જુદીજ જાતનું વિચિત્ર રંગબે રંગી વૃક્ષ જોયું એનાં પર્ણનો રંગ જાણે બદલાતો હતો એને તાજ્જુબ થયું કે આવું કેવું વૃક્ષ. એમાં એટલાં આકર્ષક સુંદર ફૂલો હતાં અને ખાસ તો એમાંથી માદક સુગંધ આવી રહી હતી જે મનને મોહીને તરબતર કરી રહેલી. ઋષિપુત્ર અને આસ્તિક બંન્ને જણાં આકર્ષાઇને એ તરફ ...Read More

19

આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-19

આસ્તિકઅધ્યાય-19 આસ્તિક ભગવન ધન્વતંરીનું કહેલું બધુંજ વનસ્પતિ સંહીતા સાથે મનન કરી રહેલો. એને વિચાર આવ્યો કે પંચતત્વ થકી સૃષ્ટિની ઉત્પત્તિ થઇ પણ એ સૃષ્ટિને નિભાવનાર એમાં જન્મ લેનાર બધાંજ જીવોને માનવ સહીત સર્વ પ્રાણીઓને વનસ્પતિજ નિભાવ કરે છે. સારસંભાળ લે છે. માનવને આહાર-અન્ન ફળફળાદી, ઔષધ, શાકભાજી, રસાયણ, આશરો કોણ આવે છે ? આ સૃષ્ટિમાં જીવવા માટે પ્રાણવાયુ વનસ્પતિ ઉત્પન્ન કરે છે. વાતાવરણમાં રહેલો વિષવાયુ શોષી લઇ લઇને પ્રાણવાયુ પુરો પાડે છે અને ભગવને વિશેષ કરીને કહેલું કે જ્યારે સૃષ્ટિમાં મહામારી જેવી આપદા આવે ત્યારે એમાંથી બચવા વનસ્પતિજ કામ આવે છે. વનસ્પતિ થકી શુધ્ધ પ્રાણવાયુ, ઔષધ, જડીબુટ્ટીઓ પુરી પાડશે. ઘર ...Read More

20

આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-20

"આસ્તિક"અધ્યાય-20 આસ્તિક ઊંડા જળમાં જઇ રહેલો એનામાં અનોખો આત્મવિશ્વાસ વધી રહેલો. અજાયબ અને નયનરમ્ય આ નવી શ્રુષ્ટિ જોઇને એને થઇ રહેલો આર્શ્ચય પણ થઇ રહેલું એને આ સૃષ્ટિ જોવાનું મન થઇ રહેવું થોડેક આગળ જઇને જોયુ કે ત્યાં જળચર પ્રાણીઓ હતા જે કંઇક દૈવી દેખાઇ રહેલાં એમાં સર્પ અને નાગ પણ વિહાર કરી રહેલાં. આસ્તિકે જોયું કે મોટાં ભાગનાં દૈવી નાગનાં માથે આકર્ષક અને ચમકીલો હીરો જેવા મણી હતાં એણે હાથ જોડીને નમસ્કાર કર્યા. આસ્તિક ધીમે ધીમે આગળ વધી રહેલો ત્યાં એની નજરે વિશાળ દ્વાર જોયો એણે એમાં પ્રવેશ કર્યો ત્યાં તો જાણે કોઇ અદભૂત નગરી વસ્તી હોય એવું ...Read More

21

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-21

"આસ્તિક"અધ્યાય-21 ભગવન જરાત્કારુનાં આદેશ પ્રમાણે આસ્તિક અને ઋષિપુત્ર બંન્ને જણાં હવનયજ્ઞની જગ્યાએ અગ્નિશાળામાં ગાયનાં છાણ મૂત્રથી ભૂમિને પવિત્ર કરીને કરવાનું ચાલુ કરી દીધું બંન્ને જણામા ખૂબ ઉત્સાહ હતો. આવનારાં દિવસોમાં અહીં મોટો હવનયજ્ઞન થવાનો હતો. એ પછી બધી હવનસામગ્રી પણ એકઠી કરીને નજીક મૂકવાની ચાલુ કરી. માતા જરાત્કારુ બધુ જોઇ રહેલાં. એમને આનંદ આવી રહેલો છતાં હૃદયનાં કોઇ અગમ્ય સંવેદના થઇ રહી હતી. એમને સમજાતું નહોતું કે આ આનંદનાં એહસાસ વચ્ચે આવી બીજી અગમ્ય સંવેદના શેની છે જે મને ઊંડે ઊડે આહત કરી રહી છે. એમની આંખો ભીંજાઇ ગઇ અને ભગવન જરાત્કારુની સામે જોઇને પ્રશ્ન કર્યો. સ્વામી આટલાં આનંદના ...Read More

22

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-22

"આસ્તિક"અધ્યાય-22 ભગવાન વશિષ્ઠજી પધાર્યા છે. આજે ભગવન જરાત્કારુજી નો આશ્રમ પાવન હતો વધારે પાવન થયો છે. ગમતાં અતિથિ પધાર્યા થનાર ચમત્કારનો પાયો નંખાઇ રહ્યો છે. બાળક આસ્તિક ખૂબ આનંદમાં છે. અહીં થનારો ભવ્ય અને પવિત્ર યજ્ઞથી ભૂમિ અને પાંચે તત્વો સક્રીય થશે વધુ શક્તિ અને જ્ઞાનનો સંચય થશે એમનાં આશીર્વાદ મળશે. પાંચે તત્વોનાં અધીષ્ધાતા ઇશ્વર ખૂબ આનદીત થઇને આશીર્વાદ અને જ્ઞાનનો વરસાદ વરસાવશે. આખો આશ્રમ એમાં આતિથ્ય પામેલાં ઋષિગણ, બ્રાહ્મણો, ઋષિપુત્ર આસ્તિક બધાં આનંદમય છે. માં જરાત્કારુને હૃદયમાં ખૂબ આનંદ છે એમનાં પુત્ર આસ્તિક જ્ઞાન અને આશિર્વાદથી પુષ્ટ થશે શક્તિશાળી, પ્રભાવી અને જ્ઞાની બનશે. પણ.. ઊંડે ઉડે માઁ જરાત્કારુને ...Read More

23

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-23

"આસ્તિક"અધ્યાય-23 વશિષ્ઠજીએ વ્યાસપીઢે બેસી આખો હવનયજ્ઞ કરાવ્યો. યજ્ઞ પછી બધાને આનંદ અને સંતોષ હતો. આસ્તિક પણ ખૂબ આનંદીત હતો. ભગવનનાં, માતાપિતાનાં અને ઋષિગણોનાં અનેક આશીર્વાદ અને જ્ઞાન મળ્યાં હતાં. બધાની સેવા કરી પગ દાબીને માઁ પાસે સૂઇ ગયો હતો. આસ્તિકને નીંદરમાં સરી ગયાં પછી ભગવન વિષ્ણુ નારાયણનનાં દર્શન થાય છે. એમનાં અનેક રુપ સાથે વિરાટ સ્વરૂપનાં દર્શન થાય છે. આસ્તિક ગદગદીત થઇને એમનાં ચરણમાં પડે છે. ચારેબાજુ તેજ છવાય છે. આસ્તિકને આશીર્વાદ આપીને અંતરધ્યાન થઇ જાય છે. આસ્તિક અચાનકજ ઊંઘમાંથી જાગી ઉઠે છે. એને આવાં અલૌકીક દર્શન થવાથી ખૂબ આનંદીત થાય છે. એ જુએ છે માઁ ઘાઢી નીંદરમાં છે. ...Read More

24

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-24

"આસ્તિક"અધ્યાય-24 ભગવન વશિષ્ઠજી આશ્રમાંથી વિદાય લે છે. આશ્રમમાં આતિથ્ય પામેલાં ભગવન બધાને આશીર્વાદ આપે છે અને અગમ વાણીથી માઁ સમજાવે છે. માઁ જરાત્કારુ ભગવન જરાત્કારુને કહે છે. તમે મને વશિષ્ઠજીનાં કરેલાં વિધાન સમજાવજો. ત્યારે ભગવન જરાત્કારુ માર્મિક હસતાં કહે છે. દેવી આપણાં મિલનની ક્ષણો અને સંવાદ યાદ કરો. માઁ જરાત્કારુ એ શુભ ઘડી યાદ કરતાં કહે છે ભગવાન મને બધું યાદ છે મારાં મન હૃદયમાં અંકિત થઇ ગયું છે એ કેમ ભૂલાય ? નાગકુળનો નાશ અટકાવવા માટે આપે મારી સાથે પાણીગ્રહણ કરેલું છે. તમારાં સહવાસ અને સાથથી આસ્તિકનો જન્મ થયો છે અને આસ્તિક નાગકૂળને બચાવશે. મારો આસ્તિક ખૂબ જ્ઞાની ...Read More

25

આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-25

"આસ્તિક"અધ્યાય-25 ભગવન જરાત્કારુને માઁ જરાત્કારુએ વિશ્રામમાં વિક્ષેપ ના પાડી સૂવા દીધાં. એમાં ભગવાનનું નિત્યકર્મ પડ્યું અને જરાત્કારુ ભગવન ક્રોધીત એમની શરતોમાંથી એક શરતનો ભંગ થયો. ધર્મ પાળવામાં અને ઇચ્છામાંજ કાયમ રહેવું પડશે નહીતર અવજ્ઞાએ તેઓ ત્યાગ કરશે એવું કહ્યું હતું. માઁ અનેક મનામણાં પછી પણ ભગવન ના માન્યાં. આસ્તિકે ઘણી વિનંતી કરી કરગર્યો પણ ભગવન જરાત્કારુ એક ના બે ના થયાં. એમણે એ લોકોનો ત્યાંગ કરવાનું નક્કી કરી લીધું અને આસ્તિકને આશીર્વાદનો અને માઁની કાળજી રાખવાની સૂચના આપીને આશ્રમનો ત્યાગ કર્યો. ભગવન દંડ અને કમંડળ લઇને આશ્રમ છોડી ગયાં. માઁ જરાત્કારુએ ઘણી વિનવણી કરી હતી પરંતુ કોઇ અર્થ ના ...Read More

26

આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-26

"આસ્તિક" અધ્યાય-26 હવનયજ્ઞની જવાળામાં પૂર્ણાહૂતિ સમયે સ્વયં જરાત્કારુ ભગવન પ્રગટ થાય છે. આસ્તિકને વિજયી થવાનાં આશીર્વાદ આપે છે માં ભગવનને જોઇને આનંદ પામે છે. સાથે સાથે વિહવળ થાય છે તેઓ આક્રંદ કરે છે અને કહે છે સ્વામી તમે આશ્રમે આવો આમ કેમ સમય વ્યતીત થશે ? ભગવન જરાત્કારુ કહે છે હું સૂક્ષ્મ તમારી સાથેજ છું પળ પળ આસ્તિક અને તમને જોઇ રહ્યો છું પણ હવે ભાગ્યની લકીરો હું બદલી શકું એમ નથી પણ હું એક દિવસ જરૂરથી આવીશ. મારો દીકરો આસ્તિક એનાં કુળને બચાવવાનું કાર્ય પુરુ કરશેજ. તમે નિશ્ચિંત રહો. વાસુકીનાગ અને અન્ય નાગ સેવકો હાથ જોડીને એમનાં દર્શન કરીને ...Read More

27

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-27

"આસ્તિક" અધ્યાય-27 આસ્તિક માં જરાત્કારુની આજ્ઞા માથે ચઢાવીને મામા વાસુકીનાગ સાથે જન્મેજન્ય રાજનાં રાજ્ય્ તરફ પ્રયાણ કરે છે. મનમાં નક્કી છે કે જન્મેજય રાજાને પ્રસન્ન કરી નાગકુળનમો બચાવ કરી લેવો. અને મનમાં નારાયણ પ્રભુનું સ્મરણ કરતો આગળ વધે છે. વાસુકી નાગ સમ્રાટ અમુક હદ સુધી આવીને પછી અટકી જાય છે. આસ્તિકને કહે છે. આસ્તિક દીકરા યજ્ઞનાં પ્રભાવની હદ હવે શરૂ થાય છે હું આગળ નહીં વધી શકું નહીંતર યજ્ઞનાં શ્લોક મંત્રોચ્ચારની શક્તિ એટલી પ્રબળ છે કે હું યજ્ઞ વેદી તરફ ખેંચાઈને ભસ્મ થઇ જઇશ. નાગસમ્રાટ આસ્તિકને સમજાવે છે કે આ યજ્ઞની અને મંત્રોની સૂક્ષ્મ, સાક્ષાત, ગમ્ય અગમ્ય શક્તિઓ ગોચર અગોચર ...Read More

28

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-28

"આસ્તિક" અધ્યાય-28 આસ્તિકનાં શાસ્ત્રાર્થથી રાજા જન્મેજય ખૂબ આનંદ પામે છે અને વરદાન માંગતા કહે છે. આસ્તિક નમ્રતાપૂર્વક હાથ જોડીને છે કે રાજન આપ સાચેજ ખુશ થઇને વરદાન માંગવા કહો છો તો આ સર્પયજ્ઞ તાત્કાલીક બંધ કરાવો અને દરેક સર્પનાગર, તક્ષ્ક, વાસુકી ત્થા સર્વ નાગકુળને માફ કરીને નાશ અટકાવો. જન્મેજય રાજાએ ખૂબ આનંદ પૂર્વક કહ્યું આસ્તિક તું સાચેજ જ્ઞાની અને હુંશિયાર છે. હું તારાં શાસ્ત્રાર્થ અને જ્ઞાનથી અભિભૂત છું. હું સ્તવરે સર્પયજ્ઞ બંધ કરવાનો આદેશ આપુ છું અને નાગકુળને માફ કરુ છું. તું સાચેજનો તારણહાર છે. રાજા જન્મેજયે સર્પયજ્ઞ બંધ કરાવ્યો. નાગકુળનો નાશ થતો અટક્યો. આસ્તિક પણ ખુબ આનંદીત થયો. એ ...Read More

29

આસ્તિક.... ધ વોરીયર... - આસ્તિક અધ્યાય 29

"આસ્તિક" અધ્યાય-29 આસ્તિકનાં આશ્રમે પાછા આવ્યાં પછી જરાત્કારુ ભગવન સ્વયં આશ્રમે આવી ગયાં. માં જરાત્કારુને ખૂબ આનંદ થયો. બંન્ને આસ્તિકની વાતો કરી રહેલાં અને માં જરાત્કારુ સ્વામીનાં વિરહમાં કૈટલું તડપ્યા એ બધી વાતો ભગવન સાથે કરી રહેલાં. પછી માં એમનાં ચરણો દાબીને ભગવનની સેવા કરી રહયાં હતાં. આસ્તિક મિત્રોને મળીને માઁ બાબા પાસે આવ્યો એને જોઇને ભગવન જરાત્કારુ બેઠાં થયાં અને આસ્તિકને પોતાની પાસે બેસાડ્યો. એમણે આસ્તિકને પ્રેમથી કહ્યું દીકરા તેં તારું લક્ષ્ય પુરુ કર્યું એનાં માટેજ તેં જન્મ લીધેલો. તારી બધીજ સ્થિતિઓ હું જાણુ છું પણ હું તારા મુખે સાંભળવા માંગુ છું અહીં આશ્રમથી પ્રસ્થાન કરી લક્ષ્ય પુરુ કર્યા ...Read More

30

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-30

"આસ્તિક" અધ્યાય-30 જરાત્કારુ માંબાબા બંન્ને આસ્તિકની બહાદુરી અને જ્ઞાનભરી સફળ કર્મયાત્રા સાંભળીને ખૂબ આનંદ પામ્યાં. બંન્ને આસ્તિકને આશીર્વાદ આપીને વ્હાલ કરી રહ્યાં. ત્યાંજ આશ્રમની બહાર સંગીત, ઠોલત્રાંસા, મંજીરા અને વીણાનો અવાજ આવ્યો. જરાત્કારુ ભગવને આશ્રર્ય અને આનંદથી આસ્તીકને કહ્યું જો બહાર કોણ મહેમાન છે ? આ મીઠું મધુર અને કર્ણપ્રીય સંગીત ક્યાંથી આવી રહ્યું છે ? આસ્તિકે કહ્યું હાં પિતાજી હું જોઊં છું આસ્તિક આશ્રમમાં પ્રવેશદ્વારે જઇને જુએ છે એ વિભુતીને જોઇને એમનાં પગે પડે છે અને બોલે છે ભગવન મહર્ષિ નારદ પધારો અમારો આશ્રમ પાવન કરો. નારદજીએ કહ્યું ખૂબ ખૂબ આશીર્વાદ વત્સ તું જરાત્કારુ બેલડીનો કુળદીપક, નાગ વંશને બચાવનાર ...Read More