એ છોકરી

(168)
  • 89.6k
  • 32
  • 47.1k

ધારાવાહિક ભાગ – 1“ એ છોકરી “મિત્રો, આ સાથે મારી નવી રચના ધારાવાહીકરૂપે પ્રસ્તુત કરૂ છું. સ્થળ અને પાત્રો કાલ્પનીક છે. આશા છે કે આપને ગમશે.ખળખળ વહેતી નદી. આજુબાજુનાં લીલાછમ વૃક્ષો, સવારનાં સૂરજનાં કિરણોની લાલીમા, અને આ બધાની વચ્ચે દૂર દૂર પેલા ખેતરમાં એક આકૃતિ દેખાઈ. હા નજીકથી જોયું તો એક સોળ-સત્તર વર્ષની નાજુક નમણી છોકરી હતી.આજે તો કદાચ એના બાપુને શરીરે સારૂ ન હોવાથી એ આવી હતી, ખેતરમાં ડાંગરના ધરૂના રોપા કરવા. એણે પહેરેલ પોલકું અને ચણીયો અને ઉપરથી રાતા કલરની બાંધણીની ઓઢણી. અહાહા........ શું સુંદર કાયા હતી એની. ઈશ્વરે જાણે કે અપ્રતિમ સૌંદર્ય રસ ભરી ભરીને આપ્યું હતું.

Full Novel

1

એ છોકરી - 1

ધારાવાહિક ભાગ – 1“ એ છોકરી “મિત્રો, આ સાથે મારી નવી રચના ધારાવાહીકરૂપે પ્રસ્તુત કરૂ છું. સ્થળ અને પાત્રો છે. આશા છે કે આપને ગમશે.ખળખળ વહેતી નદી. આજુબાજુનાં લીલાછમ વૃક્ષો, સવારનાં સૂરજનાં કિરણોની લાલીમા, અને આ બધાની વચ્ચે દૂર દૂર પેલા ખેતરમાં એક આકૃતિ દેખાઈ. હા નજીકથી જોયું તો એક સોળ-સત્તર વર્ષની નાજુક નમણી છોકરી હતી.આજે તો કદાચ એના બાપુને શરીરે સારૂ ન હોવાથી એ આવી હતી, ખેતરમાં ડાંગરના ધરૂના રોપા કરવા. એણે પહેરેલ પોલકું અને ચણીયો અને ઉપરથી રાતા કલરની બાંધણીની ઓઢણી. અહાહા........ શું સુંદર કાયા હતી એની. ઈશ્વરે જાણે કે અપ્રતિમ સૌંદર્ય રસ ભરી ભરીને આપ્યું હતું. ...Read More

2

એ છોકરી - 2

ભાગ - ૨" એ છોકરી "(ભાગ-૧ માં આપણે જોયું કે રૂપલી ખેતરમાં કામ કરતી હતી અને વીણા બહેનને અને શહેરમાં જવા બાબતે ચર્ચા થઈ. હવે જુઓ આગળ) રૂપલી ને મેં કહ્યું હા બોલ હું કોઈને જણાવીશ નહી, તુ ચિંતા ના કર, તારે શું કામ છે? રૂપલી પહેલા તો મારી સામે ક્યાંય સુ઼ધી એની મોટી આંખોથી તાકી રહી, કઈ બોલા જ નહી, પછી ધીમે રહીને ગણગણતી હોય એમ કંઈક બોલી. મને કાંઈ સમજાયું નહીં, મેં ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો પણ સમજ ના પડી એટલે મેં કહ્યું ઓ રૂપલી તું શું બોલે છે? મને કંઈ જ સાંભળવામાં આવતું નથી, અને સમજ પણ ...Read More

3

એ છોકરી - 3

ભાગ – 3" એ છોકરી "(ભાગ-૨ માં આપણે જોયું કે હું ગામડે ગઈ હતી અને મને રૂપલી મળી અને મારે અને રૂપલીને વાતો થઈ અને મેં મનોમન એક નિર્ણય લીધો હતો. શું નિર્ણય લીધો આવો જાણીએ)રૂપલીની વાતો સાંભળીને મારા મનમાં અનેક વિચારો આવ્યા અને મેં મનોમન એક નિર્ણય લીધો. સાચું કહું તો રૂપલીને હું થોડી ક્ષણો પહેલાં ઓળખતી પણ ન હતી, તે પણ મને ઓળખતી ન હતી. પરંતુ કોણ જાણે કેમ તેની સાથેની થોડી ક્ષણની વાતોમાં મારે તો તેની સાથે આત્મીયતા બંધાઈ ગઈ હતી અને મેં રૂપલીને મારી સાથે શહેરમાં લઈ જવાનો નિર્ણય લીધો, હવે રૂપલીની શું મંજૂરી છે ...Read More

4

એ છોકરી - 4

ભાગ – 4" એ છોકરી "(ભાગ-3 માં આપણે જોયું કે રૂપલીને શહેરમાં લઈ જવા મેં નિર્ણય લીધો હતો, રૂપલી તૈયાર હતી પણ એના બાપુને હું મળીશ? આવો જોઈએ.)રૂપલીએ મને કહ્યું બૂન તમે તો મને શહેરમાં લઈ જવા તૈયાર થયા છો, મારી પણ ઈચ્છા છે પણ મારા બાપુ ? મારા બાપુ રાજી નહીં થાય બૂન હું જાણું છુ મારા બાપુને. મેં કહ્યું રૂપલી તારી વાત સાચી છે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તારા બાપુ ચોક્કસ તને ના જ મોકલે, પણ હું શું કહું છું તુ મારી વાત ધ્યાનથી સાંભળ. રૂપલી કહે હા, બોલો બૂન. મેં કહ્યું જો રૂપલી આમ તો હું આજેજ ...Read More

5

એ છોકરી - 5

ભાગ – 5" એ છોકરી "(ભાગ-4 માં આપણે જોયું કે વીણાબહેન એટલે કે મેં ડાહ્યાભાઈને રૂપલીને શહેરમાં લઈ જવા વાત કરી. તેઓ બોલ્યા ચાલ્યા વગર ચૂપ થઈ ગયા હતા. હવે જુઓ આગળ)ડાહ્યાભાઈ ચૂપ થઈને બેસી ગયા હતા, જાણે કે મેં તો શું વાત કરી નાખી હતી એમની આગળ. મેં તેમની વિચારધારા તોડવા પૂછ્યું ઓ ડાહ્યાભાઈ શું થયું ? મારી વાતનું કંઈ ખોટુ લાગ્યું? કેમ ચૂપ થઈ ગયા ? ડાહ્યાભાઈ કહે બૂન તમે વાત જ એવી કરી તો હવે હું શું બોલું ? મને સમજણ નથી પડતી તમને હું શું જવાબ આપુ? મેં કહ્યું કેમ મેં શું કોઈ ખરાબ વાત ...Read More

6

એ છોકરી - 6

ભાગ – 6" એ છોકરી "(ભાગ-5 માં આપણે જોયું કે તેમ ડાહ્યાભાઈ સાથે વાત થઈ, રૂપલીને શહેરમાં લઈ જવા તેમણે એક અઠવાડિયાનો સમય માંગ્યો)ડાહ્યાભાઈ સાથે વાત થયા પછી હું એ દિવસે શહેર પરત ફરી. શહેર આવ્યા બાદ સાંજે હું રોનકને મળી. રોનક મારા પતિ છે, તેઓ દિવસે પોતાની ઓફિસ હોવાથી અમે સાંજે મળી શક્યા. ફોન પર આ બધી વાતો જણાવવી યોગ્ય ન હતી એટલે રૂબરૂમાં જ વાત કરીશ એમ મેં નક્કી કરેલું. હું પોતે સરકારી કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતી હતી. મેં ઈંગ્લીશ લીટરેચરમાં પી.એચ.ડી.પુરુ કર્યું હતું.રોનકને રૂપલી વિશે સાંજે બધુ પરવારીને અમે અમારી અગાશીમાં આરામ કરવા બેઠા હતા ...Read More

7

એ છોકરી - 7

(ભાગ -6 માં આપણે જોયું કે રૂપલીને શહેરમાં લાવવા માટે વ્યવસ્થા કરવાની હતી અને હું યોગેશભાઈ જે એક ઉચ્ચ ટ્રસ્ટી હતા તેમની સલાહ લેવા માટે જવાની હતી અને હું તેમની ઓફિસ પહોંચી) તે દિવસે મારે કોલેજમાં લેક્ચર 3 વાગ્યા સુધીના હતા અને મારે યોગેશભાઈને સાંજે 5 વાગ્યે મળવાનું હતું અને તેથી મેં નક્કી કર્યું હતું કે કોલેજમાં લેક્ચર પતાવીને પછી ત્યાંથી ડાયરેક્ટ યોગેશભાઈની ઓફિસ જઈશ. 3 થી 4 નો એક કલાકનો સમય મારી પાસે ફ્રી હતો તેથી મેં તે સમયનો ઉપયોગ લાયબ્રેરીમાં પુસ્તકો વાંચવા એમ વિચાર્યું. લેક્ચર પતાવીને હું લાયબ્રેરીમાં ગઈ અને પુસ્તક વાંચવા શરૂ કર્યું. આ સમય દરમ્યાન પણ ...Read More

8

એ છોકરી - 8

(ભાગ-7 માં આપણે જોયું કે હું યોગેશભાઈની સલાહ લેવા ગઈ તેમણે ખૂબ જ સારી સલાહ આપી. બસ હવે ડાહ્યાભાઈના રાહ જોવાની હતી)યોગેશભાઈને મળીને હું ઘરે લગભગ આઠ વાગ્યે પહોંચી. રોનક મારી રાહ જોઈને જ બેઠા હતા, મોડુ થવાનું કારણ મેં જણાવ્યું. મહારાજે રસોઈ બનાવી દીધી હતી તેથી હું ફ્રેશ થવા ગઈ અને ત્યારબાદ અમે જમવા બેઠા. જમીને અમારી ગાર્ડન ગેલેરીમાં હું અને રોનક હીંચકે બેઠા. આ અમારો નિત્યક્રમ હતો કે આખા દિવસ દરમ્યાન અમારા બન્નેના જીવનમાં જે પણ થયું હોય તે બાબતોની આપ-લે અમે દરરોજ અમારી આ મનપસંદ જગ્યાએ કરતા હતા અને એકબીજાની સલાહ લેતા હતા. મેં રોનકને યોગેશભાઈ ...Read More

9

એ છોકરી - 9

(ભાગ-8 માં આપણે જોયું કે રૂપલીને શહેરમાં લઈ જવા માટેની મંજૂરી ડાહ્યાભાઈએ આપી દીધી હતી. હવે મારે ફક્ત એને લઈ આવવાની અને આગળના ભવિષ્ય માટેની વ્યવસ્થા કરવાની હતી)રૂપલીના બાપુ ડાહ્યાભાઈ સાથે વાત કર્યા મુજબ હવે મારે રૂપલીને શહેરમાં લઈ આવવા ગમે ત્યારે ત્યાં ગામડે જઈને એને લઈ આવવાનું હતું. હું ખૂબ ખુશ હતી. હુ કોલેજ તરફ જવા નીકળી ગઈ હતી, મને પહોંચવાને હજુ 20 મિનીટ જેટલી વાર હતી તેથી મેં યોગેશભાઈને આ શુભ સમાચાર આપવાનું નક્કી કર્યું જેથી આગળ મારે તેના માટે જે પર્સનાલીટી ડેવલોપમેન્ટના ક્લાસીસની તપાસ કરવાની હતી તે પણ હું વેળાસર કરી શકું. યોગેશભાઈને ફોન કરી કહ્યું ...Read More

10

એ છોકરી - 10

(ભાગ-9 માં આપણે જોયું કે રૂપલીના પર્સનાલીટી ડેવલપમેન્ટના કોર્સની માહિતી મેળવવા માટે હું મૃણાલીને મળી અને બધુ નક્કી કર્યુ. મારે રૂપલીને લેવા જવાનું હતું.)મૃણાલી સાથે બધુ ડીટેઈલમાં વાતચીત નક્કી કરી હું ઘરે પરત ફરી. લગભગ સાંજના આઠ વાગવા આવેલા. રોનકને જણાવી દીધું હતુ અગાઉથી તેથી કોઈ ચિંતા હતી નહી. ઘરે આવીને જોયું રોનક આવી ગયા હતા, અને જમવા માટે મારી રાહ જોતા હતા. તે તેમની ઓફિસનું કોઈ કામ કરી રહ્યા હતા. હું ફ્રેશ થઈને ડીનર ટેબલ પર આવી, મહારાજે જમવાનું પીરસી દીધું હતું. જમતાં જમતાં મેં થોડી ઘણી મૃણાલી સાથે થયેલ વાતની ઝલક રોનકને આપી. જમીને રોનકને આજે ઓફીસનું ...Read More

11

એ છોકરી - 11

રવિવારે સવારે લગભગ 8 વાગ્યે હું મારા ગામ રૂપલીને લેવા જવા નીકળી. લગભગ 2.30 થી 3.00 કલાકનો રસ્તો હતો. પર જૂના ફિલ્મી ગીતો ચાલુ કરી મેં કાર હંકારી અને લગભગ 11 વાગતા હું ગામ પહોંચવા આવી. ગામમાં જઈ હું પહેલા મારા ઘરે ગઈ ત્યાં થોડી ફ્રેશ થઈને પંદર મિનીટ આરામ કરીને રૂપલીને ત્યાં જવા વિચાર્યું.થોડીવાર આરામથી આંખો મીચીને બેસી રહી. લગભગ પંદર મિનિટ પછી આંખો ખુલી એટલે રૂપલીને ત્યાં જવા નીકળી.રૂપલીના ઘર પાસે પહોંચતા જ જાણે આજે તો રૂપલી મારી આવવાની રાહ જોઈને જ ખાટલો ઢાળીને બેઠી હતી, મને જોતાં જ દોડતી દોડતી આવીને મને ભેટી પડી બોલી વીણાબુન ...Read More

12

એ છોકરી - 12

રૂપલી અને હું શહેરમાં આવવા નીકળ્યા. રૂપલી તો પહેલીવાર કારમાં બેઠી હતી એટલે એ તો બહુ ખુશખુશાલ હતી, આગળની પર બેસી હતી અને આનંદથી આજુબાજુ જોતી હતી, એના મુખ પર એક અવર્ણનીય આનંદ દેખાઈ આવતો હતો. હાઈવે પરના વૃક્ષો અને ખેતરો જોવામાં તલ્લીન હતી, મેં એને પૂછ્યું રૂપલી કેવું લાગે છે તને આજે કારમાં બેસીને સફર કરવાનું?રૂપલી કહે વીણાબૂન સાચુ કહુ તો મને તો આ હજુ પણ સપનું જ લાગી રહ્યું છે, જાણે કે હું સપનામાં મારી ઈચ્છાઓ પૂરી કરી રહી છું. ઓલુ, પેલા આ બધા સિનેમામાં નથી બતાવતા આવું એવું લાગે છે મને તો.મને હસવું આવ્યું, મેં રૂપલીના ...Read More

13

એ છોકરી - 13

(ભાગ-12 માં આપણે જોયું કે રૂપલી શહેરમાં આવી ગઈ હતી, અને હવે મારે એનું નવું નામ પાડવાનું હતું.) જુઓ પંખીઓનો કલરવનો અવાજ, સૂરજના સોનેરી કિરણો સાથએ મંદ મંદ ફૂંકાતો પવન અને એમાં પણ બગીચામાં ખીલેલા મોગરાના ફૂલોની સુંગંધ તો સવારના વાતાવરણમાં કંઈક ઓર જ રંગ લાવી દેતા હતા.મારા સવારના નિત્યક્રમથી હું પરવારી ગઈ હતી. મેં કોલેજમાં એક અઠવાડીયાની રજા લીધી હતી. રૂપલી આવવાની હતી તેથી તેની સાથે રહેવા માટે મેં રજા લીધી હતી જેથી તેને એકલતા ના લાગે, અને હું વધુ સમય રૂપલી સાથે રહી શકુ, તેની સાથે શોપીંગ માટે જઈ શકુ, શહેરનું વાતાવરણ તેને બતાવી શકું, વધુમાં તેના ...Read More

14

એ છોકરી - 14

(ભાગ-13 માં આપણે જોયું કે રૂપલીનું નવું નામ મેં “રૂપાલી” રાખ્યું, અને હવે તેને આપણે રૂપાલી નામથી જ ઓળખીશું, આગળ )રૂપાલી અને હું શોપીંગ કરવા માટે નીકળ્યા હતા, એસ.જી.હાઈવે પરના જાણીતા ઈસ્કોન મોલમાં અમે પહોંચ્યા. ગાડી પાર્ક કરીને હું રૂપાલીને લઈને મોલમાં ગઈ. રૂપાલી તો ચારેબાજુ આશ્ચર્યચકિત બનીને બસ જોયા જ કરતી હતી. એને તો જાણે કોઈ સ્વપ્ન જોતી હોય એમ લાગતું હતું. મેં કહ્યું શું થયું ? રૂપાલી એ બોલી બહેન આ તો જાણે હું મારા સપનાના નગરમાં આવી ગઈ હોઉં એમ મને લાગે છે. મને તો અહાહાહા શું જગ્યા છે અને આ તો બધું મે તો કદી ...Read More

15

એ છોકરી - 15

ભાગ – 15" એ છોકરી "(ભાગ-14 માં આપણે જોયું કે રૂપાલીને લઈને હું શોપીંગ કરવા અને બ્યુટીપાર્લરમાં ગઈ હતી) આગળ જુઓરૂપાલી અને હું બહારના બધા કામ પતાવીને ઘરે આવ્યા. રૂપાલી હતી તેનાથી પણ હવે વધુ સુંદર દેખાતી હતી. ઘરે આવ્યા ત્યારે હું રૂપાલીને લઈને કારમાંથી ઉતરીને ઘરમાં આવી તો મહારાજ, કામવાળા બાઈ અને રોનક તો રૂપાલીને એકીટશે જોવા લાગ્યા. રોનક તો આશ્ચર્યભરી નજરે જોતા હતા અને મહારાજ અને બાઈને તો જાણે કોઈ પરી ઊતરી આવી હોય તેમ એકીટશે તાકી રહ્યા હતા. રૂપાલી શરમાતી હતી, મૌન છવાઈ ગયું હતું, તે તોડવા મેં કહ્યું ઓ હેલો ? આ તમે બધા કેમ ...Read More

16

એ છોકરી - 16

(ભાગ-15 માં આપણે જોયું કે રૂપાલીનો સંપૂર્ણ લુક ચેન્જ થઈ ગયો હતો, સોમવારથી એના ક્લાસીસ શરૂ થવાના હતા) હવે જુઓઆખરે એ દિવસ આવી ગયો, સોમવારની ખુશનુમા સવાર હતી, મારી આજે છેલ્લી રજા હતી, રૂપાલીના ક્લાસીસનો પહેલો દિવસ હોવાથી રજા રાખી હતી જેથી એને એકલુ ના લાગે. હું સવારનો મારો નિત્યક્રમ પતાવીને નીચે આવી ગઈ હતી. રૂપાલીને પણ લગભગ પંદર દિવસ થવા આવ્યા હતા પણ મારે કહેવાની જરૂર પડતી ન હતી તે વહેલી ઊઠી જતી હતી અને પોતાનું દૈનિક કામ પતાવીને તૈયાર થઈ જતી હતી. ગામડામાં રહેલી હોવાના કારણે વહેલા ઊઠવાની તેની આ ટેવ ખૂબ સારી હતી.અમે ચા-નાસ્તા માટે ભેગા ...Read More

17

એ છોકરી - 17

એ છોકરી - ભાગ-17 (ભાગ-16માં આપણે જોયું કે રૂપાલીને શાળામાં એડમીશન મળી ગયુ હતું અને હવે તેની શાળા શરૂ હતી) જુઓ આગળ રૂપાલીને શાળામાં એડમીશન મળી ગયુ હોવાથી તે બહુ ખુશ હતી. રૂપાલીની શાળા શરૂ થવાને એક અઠવાડીયાની વાર હોવાથી અમે બંન્ને તેના માટે શાળાનો સ્કૂલ ડ્રેસ અને બીજી જોઈતી વસ્તુઓનું શોપીંગ કરી આવ્યા હતા. રૂપાલી ઘરે પણ અભ્યાસ કર્યા જ કરતી હતી. સમય મળે અમે બંન્ને અવનવી વાતો પણ કરી લેતા હતા. ખરૂ કહું તો રૂપાલી હવે શહેરના રંગમાં રંગાવા લાગી હતી. સોમવારથી રૂપાલીની શાળા શરૂ થવાની હતી અને આજે પહેલો દિવસ હોવાથી તેને મૂકવા માટે હું જવાની ...Read More

18

એ છોકરી - 18

એ છોકરી ભાગ -૧૮(આપણે જોયું કે રૂપાલી નો અભ્યાસ શરૂ થઈ ગયો હતો. હવે જુઓ આગળ) રૂપાલીનો શાળાનો અભ્યાસ થઈ ગયો હતો. તેને શાળામાં જવુ આવવુ ખૂબ જ ગમતું હતુ. તેના દૈનિક કામમાં પણ તે એકદમ પરફેક્ટ હતી. ઘણીવાર તો હું પણ વિચારમાં પડી જતી આ એ જ રૂપલી છે? જે મને ઘાઘરી અને પોલકામાં ખેતરમાં મળી હતી? સપનું તો નથી જોડીને હું? આવા વિચારો મને આવતા હતા. પણ પછી હું મનોમન ખુશ થતી કે આ એજ રૂપલી છે જેને રૂપાલી બનવામાં ઝાઝો સમય ન લાગ્યો હતો. .ખરેખર ઈશ્વરનો આભાર માનતી કે એક ગામડા ગામની છોકરી જેનું કોઈ ઉજ્જવળ ...Read More

19

એ છોકરી - 19

રૂપાલીની ધો.12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાઓ ખરેખર ખૂબ જ સારી ગઈ હતી. તેણે તનતોડ મહેનત કરી હતી. જમવાનું પણ તે ઘણી ભૂલી જતી હતી. મહારાજ યાદ કરાવીને જમાડતા ત્યારે મેળ પડતો હતો. હું આખો દિવસ ઘરે રહેતી ના હોવાના કારણે મહારાજને આ વિષે ધ્યાન રાખવા મેં સૂચના આપી હતી.રૂપાલીને મેં વચન આપ્યુ હતુ કે તેની પરીક્ષાઓ પૂરી થશે એટલે હું તેને ગામડે તેના બાપુ અને પરીવારને મળવા લઈ જઈશ. એટલે એક રવિવારે અગાઉથી ફોન પર ડાહ્યાભાઈ સાથે વાત કરીને અમે ગામડે મળવા ગયા હતા. ડાહ્યાભાઈ તો કાગડોળે રાહ જોઈને બેઠા હતા. જેવા હું અને રૂપાલી કારમાંથી ઉતર્યા ડાહ્યાભાઈ તો જોતા જ ...Read More

20

એ છોકરી - 20 (છેલ્લો ભાગ)

એ છોકરી – ભાગ – 20.(ભાગ-19 માં આપણે જોયું કે રૂપાલીને મેડીકલ કોલેજમાં એડમીશન મળી ગયુ હતુ.) હવે જુઓ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર લાવીને તેની કારકિર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ક્યાં ત્રણ ચાર વર્ષ પહેલાની એ રૂપલી જે કેતરમાં ચારો કાપતી હતી અને ક્યાં આજની ઉત્તરોત્તર પ્રગતિના પંથે વધતી રૂપલી. ખરેખર ઈશ્વરનો જ આશીર્વાદ ગણાય.રૂપાલીને શહેરની ઉચ્ચકક્ષાની કોલેજમાં એડમીશન મળી જતાં સૌ કોઈ હર્ષોલ્લાસથી ભરપૂર હતા. કોલેજમાં જતા પહેલા તેની ઈચ્છા તેના બાપુ અને ભાઈ-બહેનને મળવાની હતી તેથી આજે સવારે તેણે ડાહ્યાભાઈને ફોન કરીને શહેરમાં આવવા અંગે વાત કરી અને બે-ત્રણ દિવસ રોકાવા પણ જણાવ્યુ. પહેલા તો ...Read More