રાઈટ એંગલ

(1.1k)
  • 140k
  • 86
  • 67.8k

જીવનમાં શું રાઈટ છે ને શું રોંગ? તે કોણ નક્કી કરે તમે કે તમારાં સગાં વહાલા? છેતરપીંડી/ છલના/ વિશ્વાસઘાત કેવી રીતે બદલે છે એક સ્ત્રીના જીવનને? એ જાણવા વાંચો રાઈટ એંગલ!

Full Novel

1

રાઈટ એંગલ - 1

રાઈટ એંગલ પ્રકરણ–૧ અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફર! ધડાધડ...ધડાધડ...ધડામ! એક પછી એક પંચ પંચિગબેગ પર જોર અને જોશથી છે જાણે પંચિગબેગને તોડી– ફોડી નાંખવી ન હોય! ગ્લવ્ઝના પણ છોતરાં નીકળી જવાના હોય તેમ ધ્રુજી રહ્યાં છે પણ પંચ મારનારનું ઝનૂન ઓછું નથી થતું. કસકસાવીને બાંધેલી કમરસુધીના વાળની પોનીટેલમાંથી વાળ નીકળીને એના પરસેવે રેબઝેબ ચહેરા પર ચોંટી ગયા છે. નેવી બ્લુ જીમ શોર્ટસ અને રેડ ટીશર્ટ પસીનાથી લથબથ થયું છે. જેમાંથી એનું પ્રપોશનલ બોડી દેખાય છે. એની અણિયાળી આંખોમાં ગુસ્સો છલકાય છે. ચહેરો તમતમી ગયો છે. એના મોંમાથી ગાળ નીકળતા નીકળતાં અટકી જાય છે, એમને ગાળ તો કેમ બોલી ...Read More

2

રાઈટ એંગલ - 2

રાઈટ એંગલ પ્રકરણ–૨ ‘ હું છેલ્લીવાર પૂછું છું, તું મને એમાં મદદ નહીં કરે?‘ ધ્યેયએ ગંભીર થઇ ગયો, ‘ના!‘ મારો કેસ નહીં લડે?‘ ‘મારે લડવાની જરૂર નથી. તારી ફરિયાદ પોલિસ સ્વીકરાશે તો તને પબ્લિક પ્રોસ્કિયુટર મળી જશે.‘ ‘તો હું માની લઉં કે તું મારું ભલું નથી ઈચ્છતો?‘ આ સવાલથી ધ્યેય જબરો મૂંઝાયો. પણ એની પંદર વર્ષની લોયર તરીકેની પ્રેકટિસ એને મદદે આવી, ‘યાર તું ગજબ છે! તું વકીલને ય ગોથા ખવડાવે તેવી છે. હું ફિઝિકલ કોઈ મદદ નહીં કરું. બસ ટીપ્સ આપી શકું!‘ કશિશ એની સામે જોઈ રહી ‘એટલે?‘ ‘એટલે એમ કે જ્યાં તારી ગાડી અટકે ત્યાં હેલ્પ કરી ...Read More

3

રાઈટ એંગલ - 3

રાઈટ એંગલ પ્રકરણ–૩ બહારથી પોલિસસ્ટેશનનો દેખાવ કોઈ મધ્યમ વર્ગના ઘર જેવો હતો. વિદેશી નળિયાથી છવાયેલું છાપરું અને લાકડાં અને બનેલા બારી બારણા. બહારના નાનકડાં ફળિયા જેવા ચોગાનમાં બે–ચાર બાઈક અને એક પોલિસ જીપ હતી. કશિશ તે જોઈને થોડી નિરાશ થઈ ગઈ. આવું પોલિસ સ્ટેશન હોય? બધાં પર અછડતી નજર નાંખતી થોડા સંકોચ સાથે પોલિસ સ્ટેશનના આગળના ઓસરી જેવા ભાગને વળોટીને અંદરના ઓરડામાં આવી. બે માણસ પોલિસ ડ્રેસમાં બે ટેબલ પર બેઠાં હતા. બીજી બે–ચાર ખુરશી અને મોટા રૂમના એક ખૂણામાં બે કબાટ. એક વોકીટોકી રેડિયો સેટ. જેમાંથી સતત કોઈકના બોલવાનો અવાજ આવતો હતો. ખૂણામાં એક સાત–આઠ વર્ષનો બાળક એક ...Read More

4

રાઈટ એંગલ - 4

રાઈટ એંગલ પ્રકરણ–૪ કશિશ ભારે હૈયે પોલિસ સ્ટેશનની બહાર આવી. એને હતું કે આજે એનુ કામ થઈ જશે. એ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે અને તરત એફ.આઈ.આર. થશે અને તરત એનો કેસ કોર્ટમાં ચાલવા લાગશે. બસ એ પછી એને ન્યાય જલદી મળી જશે. પણ અહીં તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો હતો. પોલિસ સ્ટેશનની બહાર નીકળીને એ ચૂપચાપ પોતાની કારમાં બેઠી. પણ ઘરે જવાનું મન ન થયું. એને નિરાશા ઘેરી વળી. એણે સ્ટિયરિંગ પ ર માથું ઢાળી દીધું. મનમાં વિચારો ચાલુ થઈ ગયા, ‘ધ્યેય સાચું કહેતો હતો. પોલિસ એની ફરિયાદ નોંધશે જ નહી. પણ ભલે આ બન્ને પોલિસવાળા ગમે તે ...Read More

5

રાઈટ એંગલ - 5

રાઈટ એંગલ પ્રકરણ–૫ ‘તું?‘ બન્ને જણ એકી સાથે બોલી પડ્યા. પોલિસ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસમાંથી બારણું ખૂલશે અને કૌશલ એમાંથી બહાર તેવું તો સપનામાં પણ કશિશે વિચાર્યું ન હોય ને! તો બીજીબાજુ એસ.પી. સાહેબની ઓફિસ બહાર આમ કશિશ ઊભી હશે એ એવું તો કૌશલે પણ વિચાર્યું ન હોય! ક્ષણભર બન્ને એકબીજાને આશ્ચર્ય અને આઘાતથી જોઈ રહ્યાં. સૌથી પહેલાં કૌશલ સ્વસ્થ થયો, ‘હેય કિશુ વ્હોટ આર યુ ડુંઇગ હિયર?‘ જવાબ આપતાં પહેલાં બે ક્ષણમાં કશિશે સ્વસ્થતા મેળવી લીધી અને મનોમન નક્કી કરી લીધું કે તે કૌશલને સાચી વાત અત્યારે અહીં આમ એસ.પી.ની ઓફિસ બહાર તો નહીં જ કહે. કારણ કે આ વાત ...Read More

6

રાઈટ એંગલ - 6

રાઈટ એંગલ પ્રકરણ–૬ કશિશને ફાળ પડી કે કૌશલે કેટલી વાતચીત સાંભળી હશે? પણ ધ્યેયનું હાજરજવાબીપણું કામ આવ્યું. ‘બીજી કંઈ તારી સાથે ડિવોર્સ લેવાની!‘ અને એ સાંભળીને કૌશલ ખડખડાટ હસી પડ્યો. આ જોઈને કશિશના ચહેરા પર રાહતના ભાવ આવી ગયા. એ પણ હસી. અને મજાકમાં જોડાય, ‘ધ્યેય, તદ્દન સાચી વાત છે, કૌશલ દર મહિને મને એકલી મૂકીને એક વીક માટે જતો રહે છે. આ બહાના પર મને ડિવોર્સ મળે ને?‘ ‘મળે તો ખરા પણ થોડું મીઠું–મરચું ભભરાવવું પડે. યુ નો કે એ ત્યાં કામે નથી જતો પણ કામાતુર થઈને કોઈને મળવા જાય છે.‘ કશિશ ખડખડાટ હસી પડી. ધ્યેયને મુક્કો મારતાં ...Read More

7

રાઈટ એંગલ - 7

રાઈટ એંગલ પ્રકરણ–૭ ‘ગુડ મોર્નિંગ!‘ કશિશ બારણું ખોલ્યું ત્યા તો સામે કૌશલ ચાની ટ્રે લઈને ઊભો હતો. એને જોઈને હાશ થઈ કે તે મોડી નથી પડી. ‘ગુડ મોર્નિગં ડિયર! તું કેમ ચા લઈને આવ્યો?‘ ‘તું સુતી હતી તો મને થયું કે તું ઊઠે ત્યાં સુધીમાં ચા મંગાવી લઉં તો તારે જે વાત કહેવી છે તે ચા પીતા પીતા કહેવાય જાય!‘ કૌશલની વાત સાંભળીને કશિશને આશા બંધાય. ભલે એ એને જાણ કરવામાં મોડી પડી હોય પણ કૌશલ એને સપોર્ટ કરશે. કેટલો કેરિંગ છે! બેડરુમની અમેરિકન વિન્ડોના પરદા ખોલીને કૌશલ બાજુમાં સર્વિંગ ટેબલ પર ચા મૂકીને પોતે સોફા પર ગોઠવાયો. ત્યાં ...Read More

8

રાઈટ એંગલ - 8

રાઈટ એંગલ પ્રકરણ–૮ કશિશને ખ્યાલ આવ્યો કે એનો મેલ ઈગો હર્ટ થયો છે. હવે પછીની વાત એકદમ સંભાળીને કરવાની નહીં તો કૌશલ દુ:ખી થઈ જશે અને એવું થાય તે ઈચ્છતી નથી. ‘હું તને કહેવાની હતી પણ તું કાલે રોમેન્ટિક મૂડમાં હતો..!‘ કૌશલને યાદ આવ્યું કે સાંજેપણ કશિશે એને કહ્યું હતું કે એણે ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે અને એણે પાર્ટીમાં જવાનું હતું. કૌશલને ખ્યાલ આવ્યો કે અત્યારે પોતાના ગમા–અણગમા બાજુ પર મૂકીને મૂળ વાત પર ધ્યાન આપવું જોઈએ. કારણે કે આટલી અમથી વાતમાં કોર્ટમાં જવું ડહાપણ ભર્યું નથી. ‘કિશુ, ડોન્ટ યુ થિન્ક તું વાત વધારી રહી છે? આઈમીન હવે આટલાં ...Read More

9

રાઈટ એંગલ - 9

રાઈટ એંગલ પ્રકરણ–૯ કશિશના કાનમાં રોજ સવારે પપ્પા ઠાકોરજીની પૂજા કરતાં કરતાં ગાતા હતા તે ભજન ગૂંજવા લાગ્યું, ‘મેરું ડગે પણ જેનાં મન નવ ડગે, ભલે ભાંગી પડે ભરમાંડ રે..‘ અને કશિશે આંખ પરથી ગોગલ્સ હટાવ્યા, ‘મારે હવે શું કરવાનું છે?‘ કશિશ બોલી એટલે ધ્યેયએ નિરાશામાં માથું હલાવ્યું. પછી વાતવરણને હળવું કરવા બોલ્યો, ‘તુમ નહીં સુધરોગી!‘ અને કશિશે કશું બોલી નહી માત્ર સ્માઇલ આપ્યું, એટલે ધ્યેયે એને સમજાવવાનું માંડી વાળીને કામની વાત કરી, ‘ રિસેસ સુધીમાં જજ સાહેબ પાસે તારી ફિરયાદ પહોંચી ગઇ હશે એટલે રિસેસ પછી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રાહુલ તને લઈને આવી જશે. ત્યાં સુધીમાં તું ...Read More

10

રાઈટ એંગલ - 10

રાઈટ એંગલ પ્રકરણ–૧૦ ‘શું કરવુ કે કૌશલ માની જાય?‘ કશિશે પોતાની જાતને સવાલ પૂછયો. અને તે સાથે જ કશિશને કૌશલ સાથે જે વાતચીત થઈ હતી તે યાદ આવી ગઈ. પોતે પોતાના ભાઈ અને પપ્પા સામે કોર્ટે ચડી છે એટલે કૌશલ ખુદ જ પોતાનાથી નારાજ છે. તો એ ક્યાં સાથ આપવાનો? કોણ જાણે કેમ પણ કશિશને હજુ પણ એની સિક્સથસેન્સ કહેતી હતી કે ભલે કૌશલ અત્યારે નારાજ હોય પણ લાંબો સમય એનાથી નારાજ નહીં રહે તેવી એને ખાતરી છે. ભલે એ કશી મદદ ન કરે પણ પોતે જે કરે છે તેમાં મેન્ટલ સપોર્ટ આપે તો પણ ઘણુ છે. કશિશને એને ...Read More

11

રાઈટ એંગલ - 11

રાઈટ એંગલ પ્રકરણ–૧૧ કૌશલ સાથ નહીં આપે? કશિશને ફેમિલિરુમમાંથી ટી.વી.નો અવાજ સંભળાતો હતો. આજસુધી એણે કૌશલનું આવું વર્તન પહેલાં જોયું નહતું. એટલે એને સમજ પડતી નહતી કે એને કેમ મનાવવો? બીજી બાજુ એમ પણ થતું હતું કે પોતાનાથી થાય તેટલાં પ્રયત્ન કરી ચૂકી છે. આથી વધુ તો એ શું કરે? બસ સમય પર બધું છોડી દેવું. સમય આપોઆપ બધી સમસ્યા હલ કરી દેશે. અને પોતે પહેલાંની જેમ નોર્મલ વર્તન કરવું. કશિશને આ વિચાર ગમ્યો. રોજ બન્ને જમીને વરંડામાં હીંચકા પર બન્ને બેસતા તેમ કશિશ ત્યાં જઈને બેઠી. કૌશલની નારાજગી દૂર થશે એટલે ચોક્કસ આવશે ઊંડે ઊંડે એ આશા હતી. ...Read More

12

રાઈટ એંગલ - 12

રાઈટ એંગલ પ્રકરણ–૧૨ ‘ મારી વાત તું સમજી નહીં શકે ભાઇ, એટલે બહેતર છે કે આપણે એ વિશે કોર્ટમાં કરીએ.‘ કશિશ આટલું બોલીને ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થઈ ગઇ એટલે ઉદયભાઈ લાચાર થઇને એમને તાકી રહ્યાં. પણ તરત પાછા પોતાના સ્વભાવ પર આવી ગયા. હવે એ નાસીપાસ થઈ ગયા એટલે ગમે તેમ બોલવા લાગ્યા, ‘તું પાગલ થઇ ગઇ છે, એમ કહે ને કે તને પપ્પાના વારસામાં ભાગ જોઈએ છે, એટલે આવા નાટક કરે છે, ભગવાને આટલું આપ્યું છે તો તો ય તને સંતોષ નથી...! બોલ કેટલાં પૈસા જોઇએ છે? દસ લાખ–વીસ લાખ? એક કરોડ કે પાંચ કરોડ?‘ કશિશ કશું ...Read More

13

રાઈટ એંગલ - 13

રાઈટ એંગલ પ્રકરણ–૧૩ કશિશને આંચકો લાગ્યો. એને એમ હતું કે કૌશલ બહુ બહુ તો ના પાડશે કે પછી બીજી કરશે એના બદલે એને જ આરોપીના પીંજરામાં મૂકી દીધી. આ સાત વર્ષના લગ્નજીવનમાં કદી કૌશલ ગુસ્સે થયો ન હતો અને આવી રીતે તો કદી બોલ્યો જ નહતો. એક બાબતથી એ આટલો બધો આકરો કેમ બની જાય છે? જ્યારથી એ વિષય બન્ને વચ્ચે આવ્યો હતો ત્યારથી આજસુધીનું કૌશલનું નિર્લેપ વલણ એને ખૂંચ્યું જરુર હતું. પણ આજના એના બોલે એના દિલમાં શારડી ફેરવી દીધી હોય એવી વેદના થઇ. જેના પર વિશ્વાસ કરીને એ આ ઘરમાં આવી હતી એણે જ એના પર આરોપ ...Read More

14

રાઈટ એંગલ - 14

રાઈટ એંગલ પ્રકરણ–૧૪ ઉદયભાઇ આમ બોલીને જતા રહ્યાં તેથી ધ્યેય સામે કશિશ જોઇ રહી કે એ શું રિએક્શન આપે પણ એના ચહેરા પર કોઈ હાવભાવ દેખાયા નહી. ‘બોલ ક્યુ મૂવી જોવું છે? ઇગ્લિંશ?‘ ધ્યેયએ એને ભણતો જ સવાલ કર્યો એટલે ઉદયભાઇએ જે ધમકી આપી તે વિશે કશિશ કશું કહેવા જતી હતી તે માંડી વાળીને એ બોલી, ‘નોઓ.....નો ઇગ્લિશ મૂવી...એઝ યુ નો હું તો હિન્દી ફિલ્મની આશિક છું. તારી ઇંગ્લિશ મૂવી સાવ ધડમાથાં વિનાની હોય છે. આમ તો તું કહ્યાં કરે છે કે હિન્દી મૂવી સાવ લોજિક વિનાની હોય છે પણ મને કહે કે સ્પાઈડર મેનથી લઇને હલ્ક સુધીની ઇંગ્લિશ ...Read More

15

રાઈટ એંગલ - 15

રાઈટ એંગલ પ્રકરણ–૧૫ ઉદયએ સફાઇ આપવાની કોશિશ કરી, ‘મેં હજુ વકીલ નથી રાખ્યો. આજે હજુ તો કોર્ટમાં એ માટે માંગ્યો.‘ એની વાત સાંભળીને ધ્યેય ખડખડાટ હસી પડ્યો, એ જોઇને ઉદય ખાસિયાણો થઇને એની સામે જોઇને બોલ્યો, ‘કેમ હસે છે?‘ ધ્યેયએ માંડ માંડ હસવાનું રોકીને બોલ્યો, ‘એ બધું તું કોર્ટમાં કહે તો ચાલે. પણ જેવા સમન્સ મળ્યાં હોય કે તરત તું વકીલ પાસે દોડ્યો હોય. એટલે ખોટા નાટક રહેવા દે. મુદ્દાની વાત કર!‘ ધ્યેય પાસે બધી વાત ખૂલી પડી ગઇ તેથી ઉદય સહેજ ઠંડો પડ્યો, બહુ બોલાચાલી થઇ ગઇ. હવે કામની વાત પર જ ધ્યાન આપવું બહેતર છે. ‘જો જે ...Read More

16

રાઈટ એંગલ - 16

રાઈટ એંગલ પ્રકરણ–૧૬ ‘આ ધ્યેય પણ જબરો છે...મને ધંધે લગાવી દીધી કે બિઝનેસ કર..પણ એમ કાંઈ રાતોરાત કોઇ બિઝનેસ થાય છે? કોઇ આઇડિયા પણ આવવો જોઇએ ને!‘ કશિશ બહાર ગાર્ડનમાં સાંજે વોક કરતાં કરતાં વિચારતી હતી. એક અઠવાડિયાથી રોજ કશું વિચારતી અને તે વિશે નેટ પર સર્ચ કરતી. અને જરાક મન એ બાબત પર પોઝિટવ થાય તો ધ્યેય સાથે એ વિશે ચર્ચા કરતી. આ છેલ્લાં અઠવાડિયામાં એણે અનેક નવા આઇડિયા વિશે વિચારીને કેન્સલ કર્યાં. કદીક વિચાર આવતો તે પ્રક્ટિકલી બંધબેસતો ન લાગતો. તો કદીક કોઈ આઇડિયા પ્રેક્ટકલી જામ તેવો હોય તો કશિશને પસંદ ન આવતો. ‘શું કરવું જોઇએ જેથી ...Read More

17

રાઈટ એંગલ - 17

રાઈટ એંગલ પ્રકરણ–૧૭ ધ્યેયના ઘરે પહોંચી તો કશિશે બહાર પડેલી ગાડી જોઇને સમજી ગઇ કે ઉદય આવી ગયો છે. સહેજ ઊંડો શ્વાસ લીધો અને ધ્યેયના ઘરમાં દાખલ થઇ. ધ્યેય અને ઉદય બન્નેએ એની તરફ જોયું અને ઉદય બોલ્યો, ‘જય શ્રી કૃષ્ણ!‘ આ એમના ઘરનો રિવાજ હતો. એકબીજા સાથે જય શ્રી કૃષ્ણ કહીને જ વાતચીત થતી. કશિશે પણ સામે કહ્યું,‘ જય શ્રી કૃષ્ણ!‘ એ સોફા પર બેઠી. થોડીવાર ચૂપકીદી છવાઇ ગઇ. કોણ વાતની શરૂઆત કરે છે તેની ઉદય અને કશિશ બન્ને રાહ જોઇ રહ્યાં. ઉદય વિચારતો હતો કે ધ્યેયએ સીધી રીતે જ સમાધાન કરી લે તેવું કશિશને કહેવાની ના પાડી ...Read More

18

રાઈટ એંગલ - 18

રાઈટ એંગલ પ્રકરણ–૧૮ ‘કશિશ શું કામ આવું બોલી?‘ બે–ચાર દિવસ થયા તો ય ધ્યેયના મનમાંથી આ સવાલ હટતો ન કશો જવાબ પણ મળતો ન હતો. શું હશે કશિશના મનમાં જેને કારણે એ આ લડાઇ લડી રહી છે? એમને એમ છઠ્ઠી મે આવી ગઇ એટલે એણે કશિશને ફોન કર્યો જસ્ટ જણાવી દેવા કે કાલે કોર્ટમાં તારીખ છે એટલ હાજર રહેવાનું છે. ‘હાય! કાલે કોર્ટમાં પધારજો મેડમ...તારીખ છે!‘ ધ્યેયએ ફોન કરીને કોર્ટની તારીખ યાદ કરાવી એટલે કશિશ આશ્ચર્યચક્તિ થઇ ગઇ. ધ્યેય આવી બાબત જણાવવા ફોન કરે? ‘થેન્કસ...બાય ધ વે રાહુલનો ફોન આવી ગયો.‘ કશિશ બોલી એટલે ધ્યેયએ પેલીવાત કેમ પૂછવી તે ...Read More

19

રાઈટ એંગલ - 19

રાઈટ એંગલ પ્રકરણ–૧૯ ‘હજુ તો શરુઆત છે ભાઇ જો આગળ શું થાય છે!‘ કશિશ મનોમન બોલી. નિતિન લાકડાવાળાએ પોતાના વતી બીજી દલીલ કરી, ‘સર, આ કેસમાં એલીગેશન્સનું લેવલ જ એવું નથી કે જેને કારણે કોઇ ગુનો બને છે તે સાબિત થાય. મારા અસીલને માત્ર હેરાન કરવાના ઇરાદાથી આખી ય વાત ઘડી કાઢવામાં આવી છે. બિનપાયાદાર વાતને આરોપ બનાવીને રજૂ કરવામાં આવ્યા છે. આથી મારી અરજી છે કે મારા અસીલની ડિસ્ચાર્જ અરજી મંજુર કરવામાં આવે. અને એમને ટ્રાયલમાંથી બરી કરવામાં આવે! ‘ જજે એમની દલીલ સાંભળીને રાઈટર પાસે એક–બે પોઇન્ટ નોટ કરાવ્યા. પછી એમણે રાહુલ સામે જોયું જેમાં આદેશ હતો ...Read More

20

રાઈટ એંગલ - 20

રાઈટ એંગલ પ્રકરણ–૨૦ રાહુલ જો કે એને કેસ વિશે બ્રીફ કરતો જ હશે તો ય એકવાર એની સાથે વાત કરવી જોઇએ. કોફી હાઉસની સાઈટ પર પણ લઇ જવો જોઇએ. આફટરઓલ એના મેન્ટલ સપોર્ટના કારણે જ એ અહીં સુધી પહોંચી શકી છે. ઘરે પહોંચીને કશિશે પહેલું કામ ધ્યેયને ફોન કરવાનું કર્યું, ‘હેય, ક્યાં ગુમ થઇ ગયા છો વકીલ સાહેબ?‘ કશિશે જરા ટોળમાં પૂછયું અટલે સામે ધ્યેય બોલ્યો, ‘મેડમ, વકીલ ધારે તો ય ગુમ નથી થઇ શકતા. અસીલ તરત શોધતા આવી જાય. આ જુઓને તમારો ફોન આવી ગયો ને?‘ ધ્યેયની વાત સાંભળીને કશિશ તરત બોલી પડી. ‘બાય ધ વે, ધ્યેય સુચક ...Read More

21

રાઈટ એંગલ - 21

રાઈટ એંગલ પ્રકરણ–૨૧ એ પછીના પંદર દિવસમાં કોફી શોપનું મોટાભાગનું કામ પતી ગયું હતું. બસ હવે દિવસ નક્કી કરવાનો કે ક્યારે કોફી શોપનું ઉદ્રધાટન કરવું. કશિશ અને કૌશલ દિવસ નક્કી કરવાનું વિચારી રહ્યાં હતાં ત્યાં રાહુલનો ફોન આવ્યો, ‘કાલે સેશન્સ કોર્ટમાં હિયરિંગ છે, મેમ કાલે અગિયાર વાગે આવી જજો.‘ અને અચાનક કશિશ કોફી શોપના કામમાંથી બહાર આવી. ઓહ! કોફીશોપની રામાયણમાં એ કોર્ટ કેસ તો ભૂલી જ ગઇ હતી. કાલનો દિવસ મહત્વનો બની રહેશે. કશિશે એ વિશે રાહુલ સાથે ડિટેઇલમાં બધી વાત કરી લીધી. સેશન્સમાં લાંબી દલીલ નહીં થાય પણ પોતાની વાત રજૂ કરવાનો એક મોક્કો બન્ને પક્ષને મળશે. તેવી ...Read More

22

રાઈટ એંગલ - 22

રાઈટ એંગલ પ્રકરણ–૨૨ કેસ જીતવા માટે ક્યાં ક્યાં હથિયાર છે આપણી પાસે?‘ ઉદયે એના વકીલ નિતિન લાકડાવાલાને પૂછયું એટલે રહસ્યમય સ્મિત કરતાં કહ્યું, ‘તમે મને છૂટો દોર આપી શકો?‘ નિતિનભાઇની વાત ઉદયને સમજાય નહીં. ‘એટલે?‘ એણે પૂછયું, ‘તમે એ કહેવત જાણો છો ને,‘ એવરીથીંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર!‘ બસ આપણે હવે આ જ કરવાનું છે. જો તમે પરિમશન આપતા હોવ તો!‘ ‘એમા પરમિશનની શી જરુર છે? મારે આ કેસ જીતવો છે...બસ...!‘ ઉદયે કહી દીધું. આ સાંભળીને બન્નેની સહેજ પાછળ ચાલતા મહેન્દ્રભાઇના પગ થંભી ગયા. આ વાત એમના માટે આધાતજનક હતી. એમની વય એમને સાવચેત કરતી હતી કે ...Read More

23

રાઈટ એંગલ - 23

રાઈટ એંગલ પ્રકરણ-૨૩ ‘એવરી થીંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર!‘ ઉદય વિચારતો હતો, કારણ કે સામે દુશ્મન પણ જ કરી રહ્યોં છે. શા માટે પોતે નમતું જોખવું? એણે નિતિનભાઇને કહ્યું, ‘તમે તે દિવસે મને પૂછયું હતું ને કે હું તમને છૂટો દોર આપું કે નહી? તો મારો જવાબ હા છે...બસ બાય હૂક એન્ડ ક્રૂક આ કેસ જીતવો રહ્યો.‘ બરાબર અગિયારના ટકોરે બેલિફે આજના કેસ નંબરના પોકાર કરી દીધા. પોતાનો ક્રમ આવ્યો એટલે જજ પાસે જઇને રાહુલે જાણ કરી કે આરોપીઓ એમના વકીલ સાથે હાજર છે એટલે પ્લી રેકોર્ડ કરી લઇએ. જજે એ માટે સહમતિ દેખાડી એટલે પછી પ્લી ...Read More

24

રાઈટ એંગલ - 24

રાઈટ એંગલ પ્રકરણ–૨૪ સાંજે છ વાગે કશિશ મોલમાંથી બહાર નીકળી ત્યારે એના અને ધ્યેયના હાથમાં ચાર–પાંચ શોંપિંગ બેગ્સ હતી. મા...હવે કશું બાકી રહી નથી ગયું ને? ઓહ ગોડ આઇમ ડેડલી ટાયર્ડ!‘ ધ્યેય બોલ્યો એટલે કશિશે પોતાનું લિસ્ટ ચેક કર્યું, ‘મેંચિગ એસેસરીઝ ડન...મેંચિંટ શૂઝ ડન....પરફ્યુમ પણ લેવાઇ ગયુ. ઓહ! નેઇલપોશિલ રહી ગઇ છે...મારે આ ઇન્ડો–વેસ્ટર્ન ગાઉન સાથે એ જોઇશે ને!‘ ધ્યેયે મોલની બાજુના કાફેમાં ઘુસતા બોલ્યો, ‘નો મોર શોપિંગ...બહુ ભૂખ લગી છે...પેટપૂજા કરાવ...ચલાવી ચલાવીને મારું તેલ કાઢી નાંખ્યુ.‘ ‘હા...તો તારે કહેવું જોઇએ ને ભૂખ લાગી છે!‘ ‘મને એમ કે તને ભૂખ લાગશે...બટ યુ નો...તમને લેઝિડને શોંપિગ સમયે તે પણ યાદ ...Read More

25

રાઈટ એંગલ - 25

રાઈટ એંગલ પ્રકરણ–૨૫ આમ પોતાની જ પાર્ટી છોડીને જતો રહ્યોં એટલે વાતાવરણમાં સ્તબ્ધતા છવાય ગઇ. લોકો અવાચક થઇને કશિશ જોઇ રહ્યાં. કશિશ શરમની મારી જમીન પર નજર ખોડીને ઊભી હતી. એને સમજ ન હતી પડતી કે કૌશલ પોતાના જ ફંકશનમાંથી આવી રીતે જતો રહે તેથી કેમ કરીને ગેસ્ટસનો સામનો કરવો. થોડીક ક્ષણો એમ જ વીતી. કશિશ ચૂપચાપ ઊભી હતી. સૌથી પહેલાં એ.સી.પી. શિવકુમાર રાવ પાસે આવ્યા અને બોલ્યા, ‘ગોડ બ્લેસ યુ!‘ અને એમની મિસિસ સાથે જતાં રહ્યાં. એટલે એક પછી એક એમ બધાંજ મહેમાનો જવા લાગ્યા. કશિશ મૂક થઇને બધાંને જતાં જોઇ રહી. પાંચેક મિનિટમાં તો કોફી હાઉસ તદ્દન ...Read More

26

રાઈટ એંગલ - 26

રાઈટ એંગલ પ્રકરણ–૨૬ કૌશલે ઘરે પહોંચ્યોં અને મેઇન ગેટ હમેંશની જેમ બંધ હતો. એણે જોયું તો સકિયુરિટ ગાર્ડ એની ન હતો. એણે ધડાધડ હોર્ન માર્યા. એ સાંભળીને સિક્યુરિટિ ગાર્ડ દોડતો દોડતો આવ્યો, ‘ડયુટી ટાઈમે પે કહાં ચલા ગયા થા?‘ કૌશલ ચિલ્લાયો, ‘જી....સાબ બાથરુમ ગયા થા!‘ ‘તુજે બોલા હેં ને કીસી કો બિઠાકે જાયા કર!‘ કૌશલનો રોષ જોઇને ગાર્ડે ચૂપ રહેવામાં જ સમજદારી જોઇ. કૌશલે ગાડી ત્યાં જ છોડી દીધી. ‘ગરાજ મેં લગા દે..‘ એટલું બોલીને એ ફટાફટ પગથિયા ચડતો ડ્રોઇંગરુમમાં આવ્યો અને ત્યાં જ એણે સોફા પર પોતાનું બ્લેઝર ફેંક્યું. ‘બસ કોઇને કશી વેલ્યુ જ નથી...તમે ગમે તેટલું સાચવો...લોકો ...Read More

27

રાઈટ એંગલ - 27

રાઈટ એંગલ પ્રકરણ–૨૭ કશિશને હતું કે રાત પસાર થઇ છે એટલે કૌશલ હવે થોડો ઢીલો પડ્યો હશે. પણ એ આટલું જ બોલીને વેધક નજરે એની સામે જોઇ રહ્યો, કશિશને ખ્યાલ આવી ગયો કે કૌશલ એની વાતમાં મક્કમ છે. હવે જે થાય તે હરિઇચ્છા! ‘હું એ વિશે જ વાત કરવા ઇચ્છું છું.‘ કશિશે કહ્યું એટલે કૌશલ બોલ્યા વિના એની સામે જોઇ રહ્યો, ‘તું કહે તે બધું હું કરી શકું છું...પણ એકવાર મારી જગ્યાએ તને મૂકીને વિચારી જો કે અગર તારી સામે મારી સાથે થયું તેવું થયું હોત તો તે શું રિએકશન આપ્યું હોત?‘ કશિશની આંખમાં સ્વાભિમાન હતું કે એ જોઇને ...Read More

28

રાઈટ એંગલ - 28

રાઈટ એંગલ પ્રકરણ–૨૮ કશિશ એની સામે જોઇ રહી. રોજ કરતા ધ્યેયની આંખમાં આજે કંઈક અલગ જ ભાવ હતો. કશિશ ક્ષણ માટે એ નજરમાં વરસતા સ્નેહ–આદરને જોઇ રહી. પછી જાણે એની નજરનો ભાર લાગતો હોય અને એમાંથી બહાર નીકળવા ઇચ્છતી હોય તેમ બોલી, ‘પ્રાઉડ–બ્રાઉડ તો ઠીક છે પણ અત્યારે પેટમાં બિલાડાં બોલે છે એનું શું કરવાનું છે?‘ ‘ઓહ...મારો કૂક આજે રજા પર છે.‘ ‘ચાલ, આપણે બેવ કશું કિચનમાં બનાવી લઇએ?‘ કશિશે રસોઇ કરવાની તૈયારી દેખાડી. ‘નો...બહારથી જ કશું મંગાવી લઇએ....યુ નો આજે તારામાં મને ઝાંસીની રાણી દેખાઇ રહી છે. એટલે હવે રાણી તો કાઇ દિવસ રસોઈ બનાવતી હશે?‘ ધ્યેયની આ ...Read More

29

રાઈટ એંગલ - 29

રાઈટ એંગલ પ્રકરણ–૨૯ ‘ડેડ, હું માત્ર નાણાવટી પરિવારની પુત્રવધુ નથી. એક સ્ત્રી પણ છું. અને મારામાં રહેલી સ્ત્રી મને લડવાનું કહે છે.‘ માથામાં ગોફણથી પથ્થરનો ઘા વિંઝાય અને માણસ થોડો સમય પથ્થરના મારથી હેબત ખાઇ જાય તેવી જ હાલત અતુલભાઇની હતી. આજસુધી આવી સ્પષ્ટ રીતે મોંઢામોંઢ એમને સંભળાવવાની કોઇએ હિંમત કરી ન હતી. આજે એમની જ પુત્રવધુએ આવી હિંમત દેખાડી. પણ આખરે હતાં વેપારી એટલે ગુસ્સો કરીને પુત્રવધુ સાથે સંબંધ બગાડવાના બદલે એમણે ફોન મુકી દેવાનું મુનાસિબ માન્યું. સામેથી ફોન કટ થઇ ગયો એટલે ક્ષણવાર કશિશ ફોન સામે જોતી રહી. પછી એના ચહેરા પર સ્માઇલ આવ્યું. જો ડેડ ફોન ...Read More

30

રાઈટ એંગલ - 30

રાઈટ એંગલ પ્રકરણ–૩૦ સવારે એ ઊંધમાં હતો અને સેલ ફોન પર રીંગ વાગી. એણે આશાભરી નજર ફેરવી તો ડેડનું ફલેશ થતું હતું. એને ફોન ઉપાડવાની ઇચ્છા ન થઇ. એણે ફોન ઊઠાવ્યો નહીં એટલે લેન્ડલાઇન પર રીંગ વાગવા લાગી. એ સમજી ગયો ડેડ જ હશે, છેલ્લાં વીસ દિવસમાં ગણીને બે ફોન પણ પોતે કર્યા નથી. હવે છૂટકો જ હતો, એણે ફોન ઊઠાવ્યો ‘યસ, ડેડ બોલો!‘ ‘બોલવા જેવું તો કશું બાકી જ રહેવા દીધું છે તે અને કશિશે?‘ અતુલભાઇ શબ્દો ચોર્યા વિના સીધો હુમલો જ કર્યો તે કૌશલને ગમ્યું નહીં. ‘ડેડ શું થયું?‘ ‘બોલો તને ખબર પણ નથી કે કશિશ બીજું ...Read More

31

રાઈટ એંગલ - 31

રાઈટ એંગલ પ્રકરણ–૩૧ ‘હા...તો મિસિસ નાણાવટી...આપ અત્યારે ક્યાં રહો છો?‘ નિતિન લાકડાવાલાએ સાહજિક રીતે પૂછયું પણ રાહુલ સચેત થઇ ‘માય ઓબ્જેક્શન સર...આપણાં કેસ સાથે સવાલ લાગતો વળગતો નથી.‘ રાહુલે તરત વાંધો ઊઠાવ્યો. એ સમજી ગયો કે નિતિન લાકડાવાલા વાત કંઇ તરફ વાળવા માંગે છે. ‘નામદાર...આપણાં કેસ સાથે આ વિગત જરુરી છે એટલે જ પૂછું છું.‘ ‘ઓબ્જેકશન ઓવર રુલ્ડ!‘ જજે ઓબ્જેક્શન રદ્દ કરી નાંખ્યું. ‘હા...તો મિસિસ નાણાવટી આપ ક્યાં રહો છો?‘ નિતિન લાકડવાલાએ ફરી પૂછયું એટલે કશિશે શટલ રીતે રાહુલ સામે જોયું. રાહુલના ચહેરા પર સહજભાવ હતા. ‘જી...હું મારા મિત્રના ફ્લેટમાં ભાડેથી રહું છું.‘ ‘આપ તો કૌશલ નાણાવટીના પત્ની છો...તો ...Read More

32

રાઈટ એંગલ - 32

રાઈટ એંગલ પ્રકરણ–૩૨ જોયું ને..તું કેવી છવાઇ ગઇ છે? કશિશ કોફી હાઉસ પહોંચી ત્યાં ધ્યેયનો ફોન આવ્યો. ‘અચ્છા તો તારું પરાક્રમ છે...આઇ નો કે તું જ હશે..‘ કશિશ સ્મિત કરતાં ફોન પર બોલી, ‘નાજી...આ વખતે આ મારું પરાક્મ નથી. ટુ બી ફ્રેન્ક, આ કામ પેલાં એડિટરનું જ છે. એ દિવસે મેં એને કહ્યું હતું કે કશિશની પર્સનલ લાઇફ ને બાદ કરતાં કેસને લગતી વિગત છાપી શકે છે. કાલે કોર્ટમાં એમનો રિપોર્ટર હાજર હતો. કાલે તો રાહુલે જે બેટિંગ કરી છે બાયગોડ! .અને તે પણ જે રીતે ગભરાયા વિના જવાબ આપ્યાં છે...આઇ એમ ઈમ્પ્રેસ્ડ!‘ કશિશ નાનપણથી ભણવામાં હોશિયાર હતી. સ્કૂલના ...Read More

33

રાઈટ એંગલ - 33

રાઈટ એંગલ પ્રકરણ–૩૩ ‘ડોબી એ ચોર નથી હું છું...દરવાજો ખોલ.‘ હજુ તો એ બોલવાનું પૂરુ કરે તે પહેલાં સામેથી સંભળાયો, આ સાંળભતા જ કશિશે દોડીને દરવાજો ખોલી નાંખ્યો, ‘ડોબા ફોન કરીને આવવું જોઇએ ને?‘ કશિશને નવાઇ લાગતી હતી કે એ ધ્યેયનો અવાજ કેમ ઓળખી ન શકી. ‘તો સરપ્રાઇઝ ના રહે ને? બારણાં વચ્ચેથી ખસ... જલદી ઘરમાં આવવા દે...‘ધ્યેય ઘરમાં ઝડપથી પ્રવેશ્યો. ને સીધો ટેબલ પર હાથમાં પકડેલું બોક્ષ મૂકીને ખોલ્યું તો એમાંથી કેક નીકળી. ધ્યેય ઝડપથી કેન્ડલ સળગાવી અને કશિશ તરફ જોયું, ‘મેડમ જોઇ શું રહ્યાં છો...જલદી કર...બાર વાગવામાં મિનિટ જ બાકી છે.‘ કશિશને સ્ટ્રાઇક થઇ કે અગિયાર ઓગષ્ટ ...Read More

34

રાઈટ એંગલ - 34

રાઈટ એંગલ પ્રકરણ–૩૪ બીજા દિવસથી કશિશ કોફી હાઉસથી ઘરે આવે તે સમયે જ ધ્યેય એના ઘરે આવવા લાગ્યો. એ થાય તેટલી મદદ કરતો. બન્ને સાથે મળીને જમવાનું બનાવતા અને જમતાં. જાત જાતની વાનગી બનાવવાની ટ્રાય કરતાં, ધ્યેય કોર્ટની વાત કરતો, કશિશ કોફી હાઉસ વિશે વાત કરતી. પણ બન્ને એકબીજાને ચાહે છે તે શાબ્દિક કબૂલાત કરતાં ન હતા. પણ બન્નેને એકબીજાની કંપની ગમતી હતી અને બન્ને એથી ખુશ હતા. એક દિવસ બન્ને રસોઇ કરતાં હતા અને રાહુલનો ફોન આવ્યો, કશિશને યાદ કરાવવા માટે કે ચોવીસ ઓગષ્ટે કોર્ટમાં ડેટ છે અને આપણે પુરાવા રુપે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલની સરતપાસ લેવાની છે તેથી ...Read More

35

રાઈટ એંગલ - 35

રાઈટ એંગલ પ્રકરણ–૩૫ ‘નેકસ્ટ ડેટ કંઇ છે?‘ ધ્યેયએ રાહુલને પૂછયું, ‘જી...દસ સપ્ટેમ્બર..‘ ‘ઓ.કે. તે અત્યાર સુધીમાં જે કાંઇ નોટ્સ ફાઇલ તૈયાર કરી છે તે બધી મારા ટેબલ પર મૂકી દે જે...હું કાલથી જ તૈયારી શરુ કરી દઇશ.‘ બીજા દિવસથી જ ધ્યેયએ લડાયક મૂડમાં એની તૈયારી શરુ કરી દીધી. પહેલાં તો એણે રાહુલે આ કેસ વિશે જે નોટ્સ તૈયાર કરી હતી તે પર નજર ફેરવી લીધી. આમ તો રાહુલ એની સલાહ મુજબ જ કામ કરતો હતો. પણ અત્યાર સુધી ધ્યેયને આશા હતી કે કોઈકને કોઇક રીતે કેસમાં સમાધાન થશે, કશિશ કદાચ એમને માફ કરી દેશે અથવા તો ઉદય કે મહેન્દ્રભાઇ ...Read More

36

રાઈટ એંગલ - 36

રાઈટ એંગલ પ્રકરણ–૩૬ સવારે ઊઠતાંની સાથે જ સેલફોનમાં રિમાઇન્ડરનો ટોન સંભળાયો એટલે ધ્યેયએ જોયું તો આજે બુધવાર અને ઓગણત્રીસ બપોરના બે. એટલું રિમાઇન્ડરમાં લખ્યું હતું. ધ્યેય ફટાફટ ઓફિસ પહોંચીને પોતાના કામ પતાવવા લાગ્યો. એને બહુ જ ઉત્તેજના થતી હતી. આજ સુધી જે કામ કર્યું નથી તે કરવાનું હતું અને એમાં પકડાય જવાઇ નહીં તેનુ ધ્યાન રાખવાનું હતું. નહીં તો પોતાની સાથે કેસની પણ વાટ લાગી જશે. બાર વાગતા સુધીમાં તો એ ફ્રી થઇ ગયો. બસ હવે દોઢ વગાડવાનો છે. ધ્યેય એક્સાઈટમેન્ટમાં પોતાની ચેર પર બેસી પણ શકતો ન હતો. એ કેન્ટિનમાં ગયો અને ત્યાં ચા પીધી. બીજા વકીલ સાથે ...Read More

37

રાઈટ એંગલ - 37

રાઈટ એંગલ પ્રકરણ–૩૭ ધ્યેયના બે કામ પત્યા હતા. પણ હજુ એક મહત્વનું કામ બાકી હતું. જો કે આ કામ માટે એણે ચક્રો ગતિમાન કર્યાં હતા. અને એના પ્લાન મુજબ જ કેસની ચર્ચા રાજ્યમાં ચારેકોર થઇ રહી હતી. હવે જ પેલું બાકી કામ પતાવવાનો સમય થયો છે. તે ધ્યેય સમજતો હતો એણે એક દિવસ કૌશલને ફોન લગાવીને મળવું છે તે કહ્યું. ધ્યેયને શું કામ મળવું હશે તેનું કૌશલને અચરજ થયું પણ એણે મળવાની સહમતિ આપી. એક જાણીતી કલબમાં બન્ને મળ્યા. પ્રાથમિક હાય હલ્લો પછી બન્નેને વાત કરવામાં તકલીફ થઇ રહી હતી. કારણ કે બન્ને વચ્ચે સંબંધ કશિશને કારણ જ હતો ...Read More

38

રાઈટ એંગલ - 38

રાઈટ એંગલ પ્રકરણ–૩૮ ‘સર...ગજબ કર્યો તમે હો...!‘ રાહુલનો અવાજ આવ્યો અને બન્નેએ નજર ફેરવી લીધી, ધ્યેયનો હાથ અધ્ધર હવામાં અટકી ગયો, ‘કબાબમાં હડ્ડી...‘ ધ્યેય ઘીમેથી બોલ્યો જે કશિશે સાંભળ્યું અને એ ખડખડાટ હસી પડી. કશિશના હાસ્યથી બેખબર રાહુલ તો કોર્ટમાં જે બન્યું તે વિશે ટિપણ્ણી કરતો રહ્યોં. ધ્યેય સર તમે તો આમ ને તમે તો તેમ. જે સાંભળવાનો કશિશ અને ધ્યેય બન્ને કંટાળો આવતો હતો. પણ રાહુલને સહન કર્યે જ છુટકો તે બેવ સમજતા હતા. ‘રિસેસ પછી રાહુલ તારે કેસ છે ને?‘ધ્યેય એને અટાકવા માટે કામ યાદ કરાવ્યું, ‘જી...સર...‘ ‘હા...તો બસ એની તૈયારી કર..‘ ધ્યેયના કહેવાથી રાહુલ તરત પોતાના ...Read More

39

રાઈટ એંગલ - 39

રાઈટ એંગલ પ્રકરણ–૩૯ બન્ને કૌશલને અનુસર્યા. વિશાળ ડ્રોઇંગરુમ રિક્લાઈનર સોફાથી શોભતો હતો. આકર્ષક લાઇટિંગ, દિવાલ પર કલાત્મક પેન્ટિંગસ અને ઘરમાં હોય તેવી ઊડીને આંખે વળગે તેવી નયનરમ્ય સજાવટ. નાણાવટી હાઉસમાં આવવાનો ધ્યેય માટે આ પહેલો પ્રસંગ હતો. કશિશને જોઇને અતુલભાઇ સોફા પરથી ઊભા થયા અને બોલ્યા, ‘વેલકમ ટુ હોમ બેટા!‘ કશિશે એના જવાબમાં માત્ર સ્માઇલ કર્યું. એણે હજુ ય ધ્યેયનો હાથ પકડી રાખ્યો હતો, એની અતુલભાઇની ચકોર નજરે નોંધ લીધી. ‘મેં આમને ન ઓળખ્યા!‘ એમણે ધ્યેય સામે જોઇને પૂછયું, આજ પહેલાં એવા સંજોગ કદી બન્યાં ન હતા કે કશિશના દોસ્તને એ મળ્યાં હોય. ‘ડેડ એ ફેમસ વકીલ ધ્યેય સૂચક ...Read More

40

રાઈટ એંગલ - 40

રાઈટ એંગલ પ્રકરણ–૪૦ કશિશ પહેલાં માળે પહોંચી ગઇ હતી. એ ઊભી તો ન રહી પણ એણે ઘીમી પડી, કૌશલ દાદર ઊતરીને એની સાથે થઇ ગયો, ‘બોલ શું કામ છે?‘ કશિશે હવે સીધું જ પૂછી લીધું. ઉંદર–બિલાડીની રમત રમવી એના સ્વભાવમાં ન હતું. કશિશ સીધી રીતે આમ પૂછી લેશે તે એની કલ્પના બહારની વાત હતી. તેથી કૌશલ હેબતાય ગયો. એણે ધાર્યું ન હતું કે કશિશ ક્યારની એને વાત કરવા માટે ટટળાવી રહી છે તે સાવ અચાનક વાત કરવા માટે સહમત થઇ જશે. ‘બસ..કંઇ નહી...હું તને ફોન કરી શકુ?‘ જે કહેવું હતું તે વાત મનમાં દબાઇ ગઇ અને સાવ બાઘાં જેવો ...Read More

41

રાઈટ એંગલ - 41

રાઈટ એંગલ પ્રકરણ–૪૧ ત્રણવાર ડેટ પાછળ ઠેલ્યાં પછી હવે ફાઈનલી ડિસેમ્બરની દસ તારીખે નિતિનભાઈ કોર્ટમાં પોતાના અસીલ સાથે હાજર ફરિયાદીની જુબાની પતી ગઈ હતી, હવે આરોપીની જુબાની લેવાની હતી. આજનો દિવસ બેઉ પક્ષ માટે મહત્વનો હતો. ‘ઉદયભાઈ ફિરયાદીનો તમારા પર આરોપ છે કે તમે તમારા પપ્પા મહેન્દ્રભાઈ સાથે મળીને તમારી બહેન કશિશ નાણાવટીને મેડિકલમાં એડમિશન મળતું હોવા છતાં તમે એને સાથે જૂંઠું બોલીને એના પ્રવેશને અટકાવ્યો હતો, તે આરોપ તમને મંજૂર છે?‘ ઉદય સામેનું આરોપનામું કહેવામાં આવ્યું. ઉદય ટટ્ટાર થઈને કઠેડામાં ઊભો હતો, ‘ના..જી..મારી સામેના આરોપ તદ્દન ખોટા તેમજ મનઘડત છે.‘ ‘એટલે તમે એમ કહેવા ઈચ્છો છો કે ફરિયાદીના ...Read More

42

રાઈટ એંગલ - 42

રાઈટ એંગલ પ્રકરણ–૪૨ ધ્યેયના સવાલથી મહેન્દ્રભાઇ મૂંઝાય ગયા. અત્યાર સુધીના જે સવાલ પૂછાયા તેના જવાબ એમણે જાતે આપ્યાં હતા. હવે જે સવાલ પૂછાયો એના જવાબ એમને ગોખવવામાં આવ્યા હતા. એટલે જ એ યાદ કરવા પડે તેમ હતા. અને તેથી જ એ કન્ફયુઝ થઈ ગયા. ‘જી...મેં ક્યાં ડોકટર બનાવવાની ના પાડી હતી? એ તો એના ટકા આવ્યા નહીં...એટલે...બાકી હું તો ઇચ્છતો હતો...‘ એ જવાબ આપવામાં થોથવાઈ ગયા, ‘મહેન્દ્રભાઈ, કશિશની સાથે ભણતા બે છોકરા કે જેમને કશિશ જેટલાં જ માર્ક હતા તેમને એડમિશન મળે તો કશિશને કેમ ન મળે તેવો તમને સવાલ ન થયો? ‘ ધ્યેયના સવાલથી હવે મહેન્દ્રભાઈ અકળામણ અનુભવી, ...Read More

43

રાઈટ એંગલ - 43

રાઈટ એંગલ પ્રકરણ–૪૩ ‘વ્હોટ?‘ ધ્યેય અવાચક બનીને કશિશ સામે જોઈ રહ્યોં, ‘હા...મારે કેસ પાછો ખેંચવો છે.‘ કશિશ એક એક છૂટો પાડીને બોલી, ‘કિશુ, આપણે જીતી જઇશુ...તારે ન્યાય જોતો હતો ને તે તને મળી રહ્યોં છે. તે સાથે દુનિયાભરની નામના મળી રહી છે. આવતી કાલના પેપર જોજે...ઈનફેક્ટ ન્યુઝ ચેનલ પર તો અત્યારથી આ વિશે ચર્ચા ચાલુ હશે. માત્ર ગુજરાતમાં જ નહીં દેશ આખામાં નામ બનાવવાની જીવનમાં આવી બીજી તક નહીં મળે.‘ ધ્યેયએ પળભરના આચકાં પછી એને સમજાવવાની કોશિશ કરી, ‘ધી, આઈ નો કે તારે માટે આ બહુ ઓચિંતું છે. પણ મેં કેસ કર્યો ત્યારે જ એ નક્કી કરી રાખ્યું હતું ...Read More

44

રાઈટ એંગલ - 44 - છેલ્લો ભાગ

રાઈટ એંગલ પ્રકરણ–૪૪ બીજે દિવસે સવારથી જ કોર્ટના પ્રાંગણમાં મહિલા સંસ્થાના કાર્યકરો, મિડિયાના પત્રકારો, ચેનલ રિપોર્ટર્સ ફોટોગ્રાફર્સની અને ઓબી જમાવટ થઈ ગઈ હતી. મિડિયા આ કેસની સરખામણી પરેશ રાવલની ફિલ્મ ‘ઓહ માય ગોડ‘ સાથે કરી હતી. કારણ કે એ ફિલ્મમાં ધરતીકંપમાં થતાં નુકસાન માટે ભગવાનને જવાબદાર ઠેરવીને એમની સામે વળતર મેળવવા માટે કેસ કરવામાં આવ્યો હતો જેનો વિચાર આજસુધી કોઈ કર્યો ન હતો કે ધરતીકંપ આવે તો અને નુકસાન થાય તો એના વળતર મેળવવા માટે ભગવાન સામે કેસ કરી શકાય. તેવી જ રીતે આજસુધી કોઈએ કશિશની જેમ વિચાર્યું ન હતું કે પોતાને મરજી મુજબ જાણીજોઈને માત્ર છોકરી હોવાના કારણે ...Read More