જન્માક્ષર જોઈ લગ્ન મેળાપક માટે કુંડળીઓ મેળવી રહેલા જ્યોતિષે કહ્યું, ' મારું માનો તો બેન, આ લગ્ન રોકી લો. તમારી મોટી દીકરી આરઝૂ અને આ મુરતિયાના ગ્રહો બિલકુલ નથી મળતાં. ' બિચારી આરઝૂની માતાનો ચહેરો વિલાઈ ગયો. આરઝૂનાં ચહેરા પર ફીક્કુ સ્મિત આવી ગયું. અને તમન્ના... ? એ ધગધગ થઇ ઉઠેલી. ' ઉઠ મમ્મી, આ જોશી મહારાજ પાસે બે - બે વાર જોવડાવીને નક્કી કરેલાં લગ્ન મોકૂફ રહ્યાં છે. હવે એ કહે છે કે આ લગ્ન મોકૂફ રાખો. તો ચોક્કસ હવે હું આ લગ્ન કરાવીને જ રહીશ. જોઉં છું કે આ વખતે એમનો રાહુ - કેતુ કે શનિ શું કરી લ્યે છે ? ' આટલું કહેતા - તમન્નાએ એની મમ્મીનો હાથ ખેંચીને ઉભી કરી દીધી.
Full Novel
શતરંજના મોહરા - 1
જન્માક્ષર જોઈ લગ્ન મેળાપક માટે કુંડળીઓ મેળવી રહેલા જ્યોતિષે કહ્યું, ' મારું માનો તો બેન, આ લગ્ન રોકી લો. મોટી દીકરી આરઝૂ અને આ મુરતિયાના ગ્રહો બિલકુલ નથી મળતાં. ' બિચારી આરઝૂની માતાનો ચહેરો વિલાઈ ગયો. આરઝૂનાં ચહેરા પર ફીક્કુ સ્મિત આવી ગયું. અને તમન્ના... ? એ ધગધગ થઇ ઉઠેલી. ' ઉઠ મમ્મી, આ જોશી મહારાજ પાસે બે - બે વાર જોવડાવીને નક્કી કરેલાં લગ્ન મોકૂફ રહ્યાં છે. હવે એ કહે છે કે આ લગ્ન મોકૂફ રાખો. તો ચોક્કસ હવે હું આ લગ્ન કરાવીને જ રહીશ. જોઉં છું કે આ વખતે એમનો રાહુ - કેતુ કે શનિ શું કરી લ્યે ...Read More
શતરંજના મોહરા - 2
‘શું મને અંદર આવવાનું નહીં કહે આરઝૂ ? ' અમેયના અનુનયભર્યા પ્રશ્નથી આરઝૂ ઝબકી હતી. એણે બાજુ પર ખસી અમેયને ફ્લેટમાં અંદર આવવા જગ્યા કરી આપી. તરત આરઝૂ અંદર કિચનમાં પાણી લેવા ચાલી ગઈ. જઇ રહેલી આરઝૂને જોઇ અમેયના હૈયેથી એક પ્રલંબ નિ:સાસો સરી પડેલો. એણે જીગરફાડ પ્રેમ કર્યો હતો આરઝૂને, હજી પણ કરતો હતો. છતાં આજે કેવા વિચિત્ર સંજોગોમાં એને અહીં આવવું પડેલું. ...Read More
શતરંજના મોહરા - 3
જયરાજ પરિમલ તન્ના - ડાયમંડ કિંગ ! આ નામ મુંબઈના હીરા બજારનું એક મોટું નામ ગણાતું. હીરા બજારની કોઈ પણ ઉકેલવી અને તુરત નિર્ણય લેવાની જયરાજ તન્નાની ફાવટ આજે દીકરીના કિસ્સામાં જવાબ દઈ ગયેલી. રાતનાં દોઢ વાગ્યો હતો. એ બેચેનીથી એનાં જુહુનાં બંગલામાં, એનાં જ જેવી એની તેજીલા તોખાર જેવી પુત્રી દેવયાનીની રાહ જોઈ રહેલો. ત્રેવીસ વર્ષની દેવયાની બંગલામાં પ્રવેશી, ત્યારે એની પસંદના પરફયુમની મહેકથી દીવાનખંડ મહેકી ઉઠ્યો. ...Read More
શતરંજના મોહરા - 4
'દિ... ' તમન્ના દોડી આવી હતી. પૂરા ચૌદ દિવસ પછી હોસ્પિટલથી આવેલી આરઝૂ ઘરમાં પ્રવેશતાં જ ફસડાઈ પડેલી. તમન્નાને ડોક્ટરને બોલાવવા પડ્યા હતા, કેમ કે આરઝૂ બેહોશ થઇ ગઈ હતી. તમન્નાએ માનેલું કે પૂરા ચૌદ દિવસ અવિરત આરામ કર્યા વગર અમેયની સુશ્રુષામાં રહેલી આરઝૂ હદ બહારના થાકથી બેહોશ થઇ ગઈ છે. ...Read More
શતરંજના મોહરા - 5
'સ્ટોપ દેવયાની, ડોન્ટ મૂવ ' જયરાજે ઘર છોડીને જઇ રહેલી દેવયાનીને પડકારેલી. જયરાજ તન્નાને પણ ગણકાર્યા વગર ઘર છોડીને રહેલી દેવયાનીને રોકવાની મિથ્યા કોશિશ અમેયે કરી નહીં એ સારું થયું. કેમ કે દેવયાની સહેજ પણ થડકયા વગર હાથમાં હેન્ડ પર્સ અને એની સમાન ભરેલી બેગ લઇ ડ્રોઈંગરૂમના દરવાજા તરફ ધપી ગઈ હતી. ...Read More
શતરંજના મોહરા - 6
કોઈ ખોવાઈ ગયેલી કિંમતી ચીજ કે વ્યક્તિ પાછી મળે ત્યારે એ મળ્યાં બાદ સતત એક છૂપો ડર સતાવ્યા કરતો છે કે એ પાછી ખોવાઈ તો નહીં જાયને ? એટલે પછી એનાં માટે મમત્વ વધી જાય છે. એને પહેલાં કરતા વધુ ધ્યાનથી અને પ્રેમથી સંભાળવામાં આવે છે. આવું જ કંઇક આરઝૂ અને અમેયની પ્રેમકહાણીમાં થયેલું. હા, એક વાર ખોવાઈ ગયેલો અમેય આરઝૂને પાછો મળી ગયો હતો. ...Read More
શતરંજના મોહરા - 7
એ રાત્રે અચાનક એના અસબાબ સાથે આવી ચડેલી દેવયાનીને જોઈ અમેય ડઘાઈ ગયેલો. ઉપરથી દેવયાનીએ એનાં પગમાં પડી જતાં એમ કહ્યું , ' માફ કરી દે મને અમેય, ઘર છોડીને અહીંથી ચાલ્યા જવું એ મારી મોટામાં મોટી ભૂલ હતી. ' તો એ ખરેખર ચકરાઈ ગયેલો. દેવયાનીનું આ રૂપ એને સ્વપ્નેય કલ્પનામાં ન આવત. અધૂરામાં પૂરું દેવયાનીએ એનાં ઉપસેલા પેટ તરફ આંગળી કરતાં કહેલું, ' હું આનાં માટે પાછી ફરી છું, અમેય.. ! જયારે મેં ઘર છોડ્યું ત્યારે હું પ્રેગ્નન્ટ હતી. ' ...Read More
શતરંજના મોહરા - 8 - છેલ્લો ભાગ
શાંતિથી ઊંડો શ્વાસ લઇ રહેલ અમેય - આંખો બંધ કરી, ટિપોઈ પર પગ લાંબા કરી,એનાં માથાની પાછળ બંનેય હાથ સોફા ચેરમાં ગોઠવાયેલો હતો. એનાં પિતાએ આપેલ લિસ્ટ પ્રમાણે આજે એ શીલના જન્મ નિમિત્તનું છેલ્લું રહેલું મીઠાઈનું બૉક્ષ પણ આપી આવેલો. શીલ બે મહિનાનો થયો હતો. જિંદગી ફરી ગોઠવાતી જતી હતી- એવું લાગી રહ્યું હતું. દેવયાની એનાંથી ખુશ હતી. કેમ ન હોય? ગઇકાલની દેવયાની સાથે થયેલ વાત એને યાદ આવી. 'અમેય, આમાં તારી સહીની જરૂર છે.. ' દેવયાની એક પેપર લઇ એની સમક્ષ ઉભેલી. ...Read More