કામસૂત્ર

(1.2k)
  • 297k
  • 589
  • 134.6k

‘કામસૂત્ર’ ગ્રંથનું આયુષ્ય કેટલું જ્યાં સુધી ઓષ્ટો (હોઠો) વડે ચુંબનકાર્ય અને નેત્રો દ્વારા દર્શનકાર્ય થયા કરશે ત્યાં સુધી આ ગ્રંથ જીવતો રહેશે. ધર્મ, અર્થ અને કામ ને નમસ્કાર હો! ૧. સાધારણ ૨. સામ્પ્રયોગિક ૩. કન્યાસમ્પ્ર્યુક્તક ૪. પારદારિક ૫. ભાર્યાધિકારિક ૬. વૈશિક ૭. ઔપનિષદિક આ સાત અધિકરણોમાં લખાયેલ ભારતીય સંસ્કૃતિનો આચાર્ય વાત્સ્યાયનરચિત ગ્રંથ કામસૂત્ર . પ્રથમ અધિકરણ (સાધારણ) માં ધર્મ - અર્થ અને કામ વિશેની વિસ્તૃત સમજ છે. આચાર્ય શ્રી વાત્સ્યાયન મુનિ કહે છે કે, સો વર્ષ સુધી આયુષ્ય ભોગવનારા મનુષ્યોએ પોતાનું જીવન ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વચ્ચે વિભક્ત કરી નાખવું જોઈએ. પોતાના જ વર્ણવાળી અને શુદ્ધ આચરણ ધરાવતી કુમારી સાથે લગ્ન કરવાથી ધર્મનું રક્ષણ થાય છે તેમજ કામની પણ સિદ્ધિ થાય છે. અવ લગ્ન આવકારદાયક અને શ્રેષ્ઠ છે. સવર્ણ કન્યાની સાથે વિધિપૂર્વકના વિવાહથી સુખની પ્રાપ્તિ થાય છે. અસવર્ણ, વિધવા, પરસ્ત્રી તથા વેશ્યાના સહવાસથી કામની તૃપ્તિ તો થાય છે, પરંતુ ધર્મ તથા અર્થનો નાશ થાય છે. (Kama sutra)

Full Novel

1

કામસૂત્ર : અધિકરણ -૧ (સાધારણ)

‘કામસૂત્ર’ ગ્રંથનું આયુષ્ય કેટલું જ્યાં સુધી ઓષ્ટો (હોઠો) વડે ચુંબનકાર્ય અને નેત્રો દ્વારા દર્શનકાર્ય થયા કરશે ત્યાં સુધી આ જીવતો રહેશે. ધર્મ, અર્થ અને કામ ને નમસ્કાર હો! ૧. સાધારણ ૨. સામ્પ્રયોગિક ૩. કન્યાસમ્પ્ર્યુક્તક ૪. પારદારિક ૫. ભાર્યાધિકારિક ૬. વૈશિક ૭. ઔપનિષદિક આ સાત અધિકરણોમાં લખાયેલ ભારતીય સંસ્કૃતિનો આચાર્ય વાત્સ્યાયનરચિત ગ્રંથ કામસૂત્ર . પ્રથમ અધિકરણ (સાધારણ) માં ધર્મ - અર્થ અને કામ વિશેની વિસ્તૃત સમજ છે. આચાર્ય શ્રી વાત્સ્યાયન મુનિ કહે છે કે, સો વર્ષ સુધી આયુષ્ય ભોગવનારા મનુષ્યોએ પોતાનું જીવન ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વચ્ચે વિભક્ત કરી નાખવું જોઈએ. પોતાના જ વર્ણવાળી અને શુદ્ધ આચરણ ધરાવતી કુમારી સાથે લગ્ન કરવાથી ધર્મનું રક્ષણ થાય છે તેમજ કામની પણ સિદ્ધિ થાય છે. અવ લગ્ન આવકારદાયક અને શ્રેષ્ઠ છે. સવર્ણ કન્યાની સાથે વિધિપૂર્વકના વિવાહથી સુખની પ્રાપ્તિ થાય છે. અસવર્ણ, વિધવા, પરસ્ત્રી તથા વેશ્યાના સહવાસથી કામની તૃપ્તિ તો થાય છે, પરંતુ ધર્મ તથા અર્થનો નાશ થાય છે. (Kama sutra) ...Read More

2

કામસૂત્ર : અધિકરણ - ૨ (સામ્પ્રયોગિક)

કામસૂત્ર : અધિકરણ - ૨ (સામ્પ્રયોગિક)માં આચાર્ય વાત્સ્યાયન નીચેની બાબતોને વિસ્ત્તૃત પ્રકારે સમજાવે છે. ૧)સ્ત્રી-પુરુષ અને મિત્રોના પ્રકાર ૨)સ્ત્રી-પુરુષની ૩)આલિંગન ૪)ચુંબન ૫)નખક્ષત ૬)દંતદશન ૭)પ્રહાર અને સિત્કાર ૮)વિપરીત ક્રીડા ૯)મુખ મૈથુન ૧૦)સંભોગ પહેલા અને પછીનું કર્તવ્ય આ ખંડમાં મનુષ્યની આ દરેક બાબતનું ખૂબ સચોટ અને વિસ્તારપૂર્વકનો ચિતાર આપેલો છે. (Kama sutra) ...Read More

3

કામસૂત્ર - ૩ (કન્યાસમ્પ્રયુક્તક)

કામસૂત્ર અધિકરણ - ૩ (કન્યાસમ્પ્રયુક્તક) ૧)લગ્ન ૨)સોહાગ રાત ૩)કન્યા સાથે પરિચય કેળવવાની યુક્તિ-પ્રયુક્તિઓ ૪)નાયકે કન્યા-પ્રાપ્તિ માટે કરવાના યોગ્ય પ્રયત્નો વિવાહ (Kama sutra) ...Read More

4

કામસૂત્ર : અધિકરણ - ૪ (ભાર્યાધિકારિક)

કામસૂત્ર : અધિકરણ - ૪ (ભાર્યાધિકારિક) ૧) ગૃહિણીનું કર્તવ્ય ૨) પરસ્ત્રીગમન ૩) સ્ત્રીના હાવ – ભાવ ૪) પરસ્ત્રીના આંતરિક ભાવ સ્ત્રી પુરુષના આત્માને એક કરવા માટે ઈશ્વરે જે વ્યવસ્થા કરી છે, જે આકર્ષણ શક્તિ આપેલી છે તેનું નામ પ્રેમ છે. પ્રેમના મંદિરમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર લગ્ન છે. તેનાથી વધુ પવિત્ર બીજી કોઈ ક્રિયા નથી. તેનાથી ઉચ્ચ, શ્રેષ્ઠ સંબંધ પણ કોઈ નથી. (Kama sutra) ...Read More

5

કામસૂત્ર : અધિકરણ - ૫ (પારદારિક)

કામસૂત્ર : અધિકરણ - ૫ (પારદારિક) ૧) શ્રીમંતો અને રાજાઓના કુત્સિત કર્મ ૨) અંત : પુરની વિલાસ – લીલા વાત્સ્યાયન આ પ્રકરણમાં પુરુષ અને સ્ત્રીના વિલાસ વિષે વાતો કરે છે. આ દરેક પુરુષ – સ્ત્રીઓ તરીકે રાજાઓ, અમીરો અને શ્રીમંત લોકોની યાદી છે. આ દરેકની વ્યભિચાર – લીલાનું અહી પ્રદર્શન કરેલ છે. મઘ્યમ વર્ગના લોકો સદા સ્વતંત્ર અને ભયભીત હોય છે. રાજનીતિક દંડ અને સમાજ, લોકો, નીતિના ડરથી માધ્યમ વર્ગના લોકો આવા કુત્સિત કર્મો કરતા નથી. જયારે શ્રીમંત અને રાજવર્ગના લોકોને કોઈ પ્રકારનો ભય હોતો નથી. ઉપરાંત, અત્યાચારી શાસનકર્તાઓના ત્રાસથી સદાય નીચલા વર્ગના લોકો ભયગ્રસ્ત રહે છે. આવી સ્થિતિમાં પાપી શ્રીમંતો અને રાજાઓ પોતાની આશ્રિત પ્રજા પર અનેકવિધ અત્યાચારો કરે છે. વહુ-બેટીઓના હરણ કરે છે. આવા રક્ષણ નીચે કોઈને પણ સુખ મળી શકતું નથી અને અંતે રાજ્યનો નાશ થાય છે. આ પ્રકરણમાં વર્ણવેલા કપટને જાણીને પુરુષવર્ગ પોતાની ધર્મ-પત્નીઓની રક્ષાનો પ્રારંભ આરંભથી જ કરવા પ્રયત્નશીલ બને, નહિ તો તેમનું ચરિત્ર ખંડિત થઇ જતા કોઈ ઉપાય રહેતો નથી. ધર્મ – અર્થનો નાશ થઇ જાય છે. કોઈ એમ ન સમજી લે કે જનસમાજને વ્યભિચારનું શિક્ષણ આપવા માટે આ વિધાન કરવામાં આવ્યું છે. આવું સમજવું આ શાસ્ત્રકારના પવિત્ર ધ્યેયને કલંક લગાડવા બરાબર છે. (Kama sutra) ...Read More

6

કામસૂત્ર : અધિકરણ ૬ (વૈશિક)

કામસૂત્ર : અધિકરણ ૬ (વૈશિક) વેશ્યા વિષે રાજા ભર્તુહરિ એ પોતાના શૃંગાર શતકમાં પોતાનો મત પ્રદર્શિત કર્યો છે. રાજા ભર્તુહરિ છે, વેશ્યા સૌંદર્ય રૂપી ઇંધણમાંથી પ્રગટેલી કામ – અગ્નિની જ્વાળા છે. જેમાં પુરુષો યૌવન અને ધનને હોમે છે. • વેશ્યા • નાયક પ્રત્યે વેશ્યાનું વર્તન • વેશ્યા વડે ધન-નાશ • પૂર્વપરિચિત નાયકો વડે મિલન • લાભાલાભ • અર્થ, અનર્થ અને સંશયનો વિચાર વેશ્યા એ સમાજનું એક કલંક છે. તેમનું અસ્તિત્વ અતિ પ્રાચીન છે. વિશ્વના પ્રત્યેક ધર્મ અને સભ્ય સમાજમાં એ મળી આવે છે. પાશ્ચાત્ય દેશોમાં આ પ્રથા વધુ વિકસેલી છે. જ્યાં દેશો વધુ ધનિક અને સમૃદ્ધ છે ત્યાં આ વેશ્યાપ્રથા વધુ વિકસેલી છે. આપણા દેશના પ્રાચીન ગ્રંથો, પુરાણો અને અતીત કાળથી ભારતીય સમાજમાં વેશ્યાઓની વિદ્યમાનતા છે તેમ કહી જ શકાય. સમાજનું આ અંગ ઘણું ઘાતક છે. સાંસારિક જીવનને છિન્નભિન્ન કરી મુકે તેવી પ્રથા છે. સમાજમાં ભયંકર વ્યાધિઓ, વ્યભિચાર અને વાસનાની ગંધ ફેલાય છે. (Kama sutra) ...Read More

7

કામસૂત્ર : અધિકરણ ૭ (ઔપનિષદિક)

કામસૂત્ર : અધિકરણ ૭ (ઔપનિષદિક) • વશીકરણ તથા સૌંદર્યના પ્રયોગો • વાજીકરણ પ્રયોગો • નપુંસકતા નિવારણના પ્રયોગો • સંતાનપ્રાપ્તિના પ્રયોગો આ શાસ્ત્રને સમજનારાઓ પાશવિક ફસાતા નથી. ધર્મ, કર્મ અને અર્થને પોતાની અવસ્થા મુજબ આચરણમાં લાવે છે. તે પ્રમાણે વર્તે છે. ચારેય વર્ણના ગૃહસ્થાશ્રમમાં રહેનારા સ્ત્રી-પુરુષોની સંસારયાત્રાના કલ્યાણ માટે આ ગ્રંથનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શાસ્ત્ર સમાપ્ત થાય છે. પ્રભુ આ શાસ્ત્ર વાંચનારાઓને સદબુદ્ધિ આપે અને ગૃહસ્થનો પૂર્ણ આનંદ લેતા લેતા તેઓ આયુષ્ય અન યશની પ્રાપ્તિ કરે, એ જ પ્રાર્થના...! “ધર્મ, અર્થ અને કામનો જય હો...!” (Kama sutra) ...Read More