અંબાજી, ગબ્બર, વડનગર યાત્રાવડનગર વિશે અગાઉ અત્રે લખી ચૂક્યો છું. આજે અંબાજીની અત્યારની સ્થિતિનું વર્ણન કરીશ.અંબાજી ગુજરાતની છેક ઉત્તરે આવેલું યાત્રાધામ છે. આ સ્થળ એકાવન શક્તિપીઠો પૈકીનું એક છે. આકાશમાર્ગે સતી નાં અંગો પૃથ્વી પર પડ્યાં ત્યારે અહીં તેમનું હૃદય પડ્યું હતું એમ પૌરાણિક કથાઓ કહે છે.છેક ઇ.સ. 1800અને તે પહેલાં થી આ યાત્રાધામ પ્રચલિત છે. દર ભાદરવી પૂનમે તો અહીં એટલી ગિરદી હોય છે કે કહે છે કે મંદિરના ચોકમાંથી થાળી ફેંકો તો છેક મુખ્ય માર્ગને બીજે છેડે ક્યાંય નીચે પડ્યા વગર માનવ મેદની ઉપરથી જતી રહે!યાત્રીઓની ભીડ વધવા સાથે સરકાર અને અંબાજી ટ્રસ્ટે સુવિધાઓ પણ ઘણી વધારી છે.