અસવાર - ભાગ 2

ભાગ ૨: ગ્રહણ: સૂર્યનો અસ્તસમય: મે, ૧૯૯૯ (વિક્રમસંગ સામેની જીતના ૧૫ દિવસ પછી)સ્થળ: સાણથલી ગામ અને બાજુનું રામપર ગામવિક્રમસંગની બુલેટને હરાવ્યા પછી દેવાયતનું નામ પંચાળના સીમાડા વળોટીને આખા સૌરાષ્ટ્રમાં ગુંજતું થઈ ગયું હતું. ગામના ચોરે, ડાયરામાં અને લગ્નપ્રસંગોમાં બસ એક જ વાત થતી – “મરદ હોય તો દેવાયત જેવો, બાકી તો બધા પાણીના પરપોટા!”દેવાયત હવે જમીન પર નહોતો ચાલતો, સાચે જ હવામાં ઉડતો હતો. તેની ચાલમાં એક પ્રકારનો તોર આવી ગયો હતો. સવાર-સાંજ તેના ઘેર લોકો મળવા આવતા. કોઈ ઘોડાની સલાહ લેવા, તો કોઈ બસ ‘પંચાળના શુરવીર’ ને જોવા. અભિમાન ધીમે ધીમે દેવાયતની નસોમાં લોહી બનીને દોડતું હતું. પણ કહેવાય