28. હેલો, મે ડે..હું કોકપિટ તરફ જઈ મારા દાંત વડે ભીના વાયર ખોતરવા લાગ્યો, જો કાંઈ થઈ શકે તો. ઓચિંતો મગજમાં ઝબકારો થયો. આમેય બેટરી સાથે જોડેલા સ્ક્રુ તો કટાઈ ગયેલા. વિમાનમાં જ કોઈ અણીદાર વસ્તુ મળે તો જોવા ગયો પણ ન મળી. હું નીચે ફરીથી જઈ એક તીક્ષ્ણ અણી વાળી કોઈ ડાળ તોડીને લઈ આવ્યો અને એને એક તરફના સ્ક્રુ માં ભરાવી એને ઊંચો કરવા પ્રયત્ન કર્યો. એ થોડો હલ્યો પણ એમ બહાર આવે?હવે બહાર સાવ ચોખ્ખું હવામાન હતું. હું જ્યાંથી વહેણ પસાર થયેલું ત્યાંથી એક બે મોટા કાંકરા કે નાના પથ્થર લઈ આવ્યો. એને કોઈ સીટનાં પતરાં સાથે ઘસતો