સ્વપ્ન અને હકીકત નો સામનો 2અર્પિત અને રુદ્રાનો પ્રેમ કોઈ ફિલ્મી ગાજવીજથી ભરેલો નહોતો; તે બે લોકોની શાંતિપૂર્ણ સમજણમાંથી જન્મેલો સંબંધ હતો.બન્ને ભણવામાં તેજસ્વી — અર્પિતે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી માસ્ટર શરૂ કર્યું અને UPSC ની તૈયારી પણ આગળ વધારી રહ્યો હતો.રૂદ્રા પણ પોતાના અભ્યાસમાં એ જ ઉત્સાહથી આગળ વધી, અને ગ્રેજ્યુએશન સુધી પહોંચી.બંધ બારણાં પાછળની ઘણી કાળજી છતાં, એક દિવસ વાત તેમના ઘરના કાન સુધી પહોંચી ગઈ.જબ્બર ધબકારા ભરેલી એક સાંજે રૂદ્રાએ અચાનક અર્પિતને કહ્યું:“અપણે કેટલું પણ ધ્યાન રાખ્યું, હવે પપ્પા ને બધી ખબર પડી ગઈ છે… અને તેઓ મારા માટે છોકરા જોવા લાગ્યા છે. મારી અને મોટી બહેન