પ્રવિણને એના ઓફીસથી વાત જાણવા મળી કે ભુપતના મેરેજ થોડાક સમયમાં થવાના છે અને કુલદીપના પપ્પાએ એની પાસે એવી વાત કરી હતી કે ભુપત તો સોમનાથની અંદર નથી. પ્રવિણ વાતની ખરાઈ કરવા માટે કુલદીપના ઘરે પહોચી ગયો.ભુપત વિશે કુલદીપના પપ્પાની વાત સાંભળીને પ્રવિણનું હૃદય એક ધબકાર ચુકી ગયુ. જે દોસ્ત એનો કાળજાનો કટકો હતો એ એનાથી અચાનક નફરત કરી ના શકે. પ્રવિણ હવે કોઈ વાત પર વિશ્વાસ કરવા માંગતો ન હતો."કાકા ! તમારી ભૂલ થતી લાગે છે. એ અને કુલદીપ મારા જીવ છે. એ લોકોને લીધે જ હું જીવી રહ્યો છું. એ એવું કોઈ દિવસ સપનામાં પણ આવીને મને બોલી