ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 7

જેક આરસર હિલાયસ વિલામાંથી તેના ભાડે રાખેલા વિલા તરફ જતો હતો ત્યારે તે ખાસ્સો ખુશ હતો કારણકે તે હેલ્ગાને એ પરિસ્થિતિમાં લઇ આવ્યો હતો જ્યાં તેની પાસે પૈસા આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો.પરમ દિવસે મારા ખિસ્સામાં દસલાખ હશે અને એ પૈસા આવતા જ હું ન્યુયોર્ક રવાના થઇ જઇશ જ્યાં જઇને ફરીથી હું મારૂ ટેક્સ કન્સલ્ટીંગનું કામ પાછુ શરૂ કરી દઇશ અને ત્યારબાદ મારી સ્થિતિ મજબૂત થઇ જશે.આ વિચાર કરતા કરતા તે પોતાના વિલામાં આવ્યો જ્યાં તેણે રેન્ટ પર લીધેલી મર્સિડિઝ પાર્ક કરી અને પગથિયા ચઢીને રૂમમાં ગયો અને જતાની સાથે જ તેણે કહ્યું કે ક્રિસ કામ થઇ ગયું