આગળહોસ્પિટલના શાંત કોરિડોરમાં ડોક્ટર સાહેબ અને જેન્સી ઊભા હતા અને જાનના રિપોર્ટ પર ગહન ચર્ચા કરી રહ્યા હતા. ડોક્ટર સાહેબે ગંભીર સ્વરે કહ્યું, "મને લાગે છે કે આ પેશન્ટને ભૂતકાળમાં કોઈ તકલીફ થઈ હોય તેવું જણાય છે. તે અચાનક ગભરાઈ જાય છે અને પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. માત્ર એક અકસ્માતને કારણે આવું વર્તન કરે તેવું લાગતું નથી. આનું બીજું શું કારણ હોઈ શકે તે તપાસવું પડશે."જેન્સીના મનમાં એક વિચાર આવ્યો. તેને યાદ આવ્યું કે જ્યારે જાન અર્ધબેભાન અવસ્થામાં હતો ત્યારે તે કંઈક બબડી રહ્યો હતો, "આંટી મને છોડી દો... આંટી મને છોડી દો... મને અંધારાથી બીક લાગે છે..."તેણે ડોક્ટર