મમ્મીએ દવાખાના માટે પૈસા પણ ગણીને જ આપ્યા હતા. મોટે ભાગે આપણે અમારા ફેમિલિ ડોકટર પાસે જતા એટલે વધારે પૈસા થતા ન હતા. આપણે અમારા ફેમિલિ ડોકટરને ત્યાં ગયા. એમણે એમ કહ્યું કે તમે થાઈરોઈડ વાળા ડોકટરને એકવાર મળી આવો. આપણે ત્યાંથી એ ડોકટરને મળવા ગયા. એમણે અમુક રિપોર્ટ કરાવવા માટે કહ્યું. પણ આપણી પાસે વધારે પૈસા ન હતા. એટલે આપણે મારા ઘરે ગયા. મેં મમ્મીને કહ્યું કે અમે તો ખાલી બતાવવા આવેલા પણ ડોકટરે રિપોર્ટ કરવા કહ્યું છે ને અમે વધારે પૈસા નથી લાવ્યા. અત્યારે તું પૈસા આપ પછી હું ફરી આવીશ ત્યારે આપી જવા. ને આપણે રિપોર્ટ કરાવ્યા.