ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 39શિર્ષક:- સદગુરુની ઝાંખી થઈલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 39."સદૃગુરુની ઝાંખી થઈ"હજી આપણે હરદ્વારના કુંભમાં જ રહેવાનું છે. થોડી ચર્ચા બાકી છે.સંન્યાસપદ્ધતિ તથા આચારમાં આજ એટલું મોટું પરિવર્તન આવેલું છે કે મૂળ શાસ્ત્રો સાથે તેનો કશો જ મેળ રહ્યો નથી. પૂર્વે કહ્યું તેમ, પંચોતેર વર્ષ પછીના વૃદ્ધો માટે આ આત્મકલ્યાણલક્ષી જીવનવ્યવસ્થા હતી. જોકે આશ્રમવ્યવસ્થા ક્યારેય પણ ફરજિયાત કરી શકાઈ નથી. પ્રત્યેકને પંચોતેર વર્ષ પછી સંન્યાસ લેવો જ પડે તેવી ચુસ્ત વિધિઓનું પાલન થયું નથી. સંન્યાસાશ્રમની માફક વાનપ્રાસ્થાશ્રમ વિષે પણ આવી કડક વ્યવસ્થા થઈ શકી નથી. પચાસ વર્ષ વટાવ્યા