મેં મમ્મીને કહ્યું કે આજે મારી નોકરીનો છેલ્લો દિવસ હતો. મારી ઓફિસ બંધ થઈ ગઈ છે. એ દિવસે તમારી ઓફિસમાં બપોરની ડ્યુટી હતી એટલે તમે રાતે ૧૦.૩૦ વાગ્યે ઘરે આવે. ત્યારે આપણા ઘરે ફોન તો હતો નહીં અને એ જમાનામાં મોબાઈલ નું તો હજુ નામ નિશાન પણ ન હતું. એટલે મારી નોકરી વિશે તમને કહેવા માટે મારે રાત્રે તમે ઘરે આવો ત્યાં સુધી રાહ જોવાની હતી. પણ મમ્મીને તો પગાર આપ્યો એટલે કહેવું જ પડ્યું કે હવે મારી ઓફિસ બંધ થઈ ગઈ છે. આ સાંભળીને મમ્મી ત્યારે તો કંઈ પણ ન બોલ્યા પરંતુ પછી બહાર ઓટલા પર બેસીને એટલું બધું