ભૂલ છે કે નહીં ? - ભાગ 45

રાતની મેચ હતી. આઠ  વાગ્યે ચાલુ થયેલી. બનેવી મેચ જીતી ગયા હતા. એેટલે તેઓ એમના ઘરે જતા પહેલા આપણા ઘરે આવ્યા. ઘરે મમ્મી પપ્પાને મળીને એ નીકળી ગયા. પપ્પા ખૂબ ખુશ હતા કે મારા જમાઈ આપણા ગામમાં આવીને ફાઈનલ મેચ જીતી ગયા. આ બધું પૂરું થતા લગભગ બે વાગી ગયા. બીજા દિવસે તમારે સવારે વહેલા નોકરીએ જવાનું હતું એટલે લગભગ સાડાચાર વાગ્યે તો આપણે ઊઠી પણ ગયા. તમે નોકરીએ ગયા પછી હું ફરી સૂઈ ગઈ કારણ કે મારે એ દિવસે સરકારી નોકરી માટેની પરીક્ષા આપવા જવાનું હતું. પણ એકાદ કલાકમાં જ મમ્મીએ બૂમ પાડી કે જલ્દી નીચે આવ પપ્પાને કંઈ