આસપાસની વાતો ખાસ - 32

32.  ‘અન્નપૂર્ણા ‘રસોઈ તો મોના બહેનની જ. આંગળાં ચાટી રહો એવી. એમનો મુખ્ય શોખ, કેટલાક લોકો તો રમૂજમાં એમનો ‘શ્વાસ પ્રાણ’  પણ રસોઈ જ છે એમ કહેતા. તેમને રસોઈ એટલી તો ગમતી જાણે તેમના જીવનનો આધાર આ રસોડું જ હોય. તેઓ વાસણો એટલી હદે ચમકાવેલાં રાખતાં કે કોઈ એન્ટીક મ્યુઝીયમ પણ એની પાસે પાણી ભરે.પાછું એક જ વાનગી સરસ બનાવવી એમ નહીં,  તેઓ સતત જાતજાતના પ્રયોગો  કરી નવીનવી વાનગીઓ બનાવ્યા જ કરે.પણ કોને માટે? તેમના પતિ મુકુલભાઈ તો બસ, કોઈ પબ્લિક સેક્ટરની નોકરી કરતા. અધિકારી હતા એટલે ઓફિસમાં ઘણી વાર મોડું થાય. આવે અને મોનાબહેન થાળી પીરસે એટલે એમના પોતાના ઓફિસના