અને આ અહીંયા તો જોને આ છોકરી કેટલી ડાહી ડમરી થઈને બેસી રહી છે અને "જી સર, ઓકે સર" કરી રહી છે અને ગઈકાલે રાત્રે તો કેટલું ચપળ ચપળ ચપળ ચપળ બોલી રહી હતી બાપ રે નાકમાં દમ લાવી દીધો હતો. લવ ગઈકાલ રાતના વિચારોમાં ખોવાયેલો હતો અને કમલેશભાઈએ લવને પૂછ્યું, "બેટા, તમે પહેલાં ક્યાંય મળેલા છો હમણાં તમે એવું રીએક્ટ કર્યું હતું એટલે પૂછી રહ્યો છું."લવ તો વિચારોમાં ખોવાયેલો હતો એટલે તેનું તો બિલકુલ ધ્યાન જ નહોતું એટલે તે એકદમથી બોલ્યો કે, "શું કહ્યું દાદુ તમે?"અને તે જ વખતે જૂહી પણ બોલી કે, "હા સર ગઈકાલે રાત્રે જ અમે બંને