આસપાસની વાતો ખાસ - 31

  • 236
  • 56

31. વાત કરે કે?આ આશરે ચાલીસ વર્ષ પહેલાંની વાત છે. આ વાત જેમની છે તેમણે જ હસતાંહસતાં કહી હતી અને મને યાદ રહી ગઈ છે.એક સન્નારી ખૂબ સારી પર્સનાલિટી વાળાં અને નાગરસહજ રૂપાળાં. તેમાં પણ  તેઓ બહુ ઓછી નાગરાણીને મળ્યું હોય એવું ભરીભરીને રૂપ ધરાવતાં હતાં. છતાં તેમને રૂપનું અભિમાન ન હતું. કોઈ આડુંઅવળું બોલે તો તાકીને જોઈ રહે, એકાદ શબ્દમાં જ પેલાને ચૂપ કરી દે. પણ એવું ભાગ્યે જ થતું. તેમની સહુમાં એક સન્માનનીય નારી તરીકે છાપ હતી. એક વખત નવરાત્રીના દિવસો હતા.   તેમની સોસાયટીમાં  સારા કાર્યક્રમો હતા. એ પહેલાં આરતીનો સમય થયો.  આજે તેમનાં ઘરની આરતી હતી. તેઓ