ઘરે આવ્યા પછી મમ્મીએ કહ્યું બેન માટે મેથીના લાડુ બનાવવાના છે તો તમે સામાન લઈ આવો. આપણે સામાન લેવા શહેરમાં ગયા અને મેં રસ્તામાં તમને કહ્યું કે આપણે શહેરમાં જતાં જ છીએે તો મારા ગળાના દુખાવા માટે દવા લેતા જઈએ. બનવા સંજોગ એવું થયું કે સામાન લેવામાં વાર લાગી અને દવા લેવામાં પણ વાર લાગી. એટલે ઘરે પહોંચતા અંધારું થઈ ગયું. આમ પણ આપણે બપોર પછી નીકળ્યા હતા એટલે સાંજ પડવી સ્વાભાવિક હતી પણ જરા વધારે મોડું થઈ ગયું. આપણે ઘરે પહોંચ્યા ને જોયું કે માસી માસાજી રહેવા આવ્યા છે. આપણે હજી એમને ખબર અંતર પૂછીએ એ પહેલાં તો મમ્મીએ