ભાગવત રહસ્ય -૨૬૯ યશોદાજી ગોપીને પૂછે છે કે-અરી,સખી,કનૈયો તારે ત્યાં ચોરી કરવા આવે છે,તેની તને ખબર પડે છે કે નહિ? ત્યારે ગોપી કહે છે કે-મા,કનૈયો આવવાનો હોય તેની અમને ખબર પડે છે.જે દિવસે ઘેર આવવાનો હોય તેને આગલે દિવસે,સ્વપ્નમાં પણ દેખાય છે. મા,ઘરનું બધું કામ પૂરું કર્યા પછી,હું પથારીમાં પડું છું અને મને કનૈયો યાદ આવે છે, શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં નિંદ્રા આવી અને મને સ્વપ્નમાં દેખાયું કે –કનૈયો મારા ઘેર આવ્યો છે,અને મિત્રોને માખણ લુંટાવે છે. જાગ્યા પછી તો મને થયું કે-આજે લાલો મારા ઘેર જરૂર આવશે,સવારથી હું પાગલ જેવી થઇ . તન (શરીર) તેનું કામ કરે પણ