નિતુ : ૧૦૮ (પુનરાગમન) વિદ્યાને નુકસાન પહોંચાડવાના ઈરાદે સાધારણ માણસ બનીને રોનીના ગુંડાઓએ ઉહાપોહ મચાવ્યો. પણ એમને હાથ કશું ના લાગ્યું. આ વાતથી અચંબિત થઈ રોહિતે નિકુંજને સવાલ કર્યા પણ એ હસીને પોતાની ખુરશી પર બેઠો રહ્યો.રોહિત ક્રોધાવેશમાં ઉભો થયો અને ટેબલ પર બંને હાથ રાખી બોલ્યો, "હું સીધી રીતે પૂછું છું, ક્યાં છે વિદ્યા?"નિકુંજને એની વાતથી કોઈ અસર ના પડી. રોહિત ગુસ્સાવશ બોલ્યો, "તું નહિ જણાવે તો મને બોલાવતા આવડે છે."એ હસીને કહેવા લાગ્યો, "કઈ રીતે બોલાવશો ઈન્સ્પેકટર? તમે જ તો હમણાં બહાર મીડિયા સામે કહ્યું કે હું તમારી સાથે છું. હવે જો મને કંઈ થયું તો એના દોષી તમને