તલાશ 3 - ભાગ 38

  • 314
  • 136

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. નાથદ્વારાની ધર્મશાળાના એક કમરામાં સુરેન્દ્રસિંહ, સોનલ, મોહિની, જ્યા બા બેઠા હતા. ધર્મશાળાનું ઘરેલુ પરંતુ તણાવ ભર્યું વાતાવરણ હતું. અંદર ચાર લોકો હતા. દરેકના મનમાં પોતાનું વલણ, પોતાના ડર અને પોતાનું વચન. ઘૂમરાતા હતા. સુરેન્દ્ર સિંહને પોતાની નહીં. સોનલ, મોહિની અને જ્યા બાની ફિકર હતી. મોહિનીને જીતુભાની ફિકર હતી. સોનલ અત્યારે પૃથ્વી ક્યાં હાલમાં હશે, એની ચિંતામાં હતી. તો જ્યાબાના મનમાં આદરેલા શુભ પ્રસંગો સુખરૂપ પાર પાડવાની ફિકર હતી. બાજુમાં રૂમમાં અઝહર અને શાહિદ કૈક ચર્ચાએ ચડ્યા હતા. નાઝ ચૂપચાપ