તકદીરની રમત - ( અંતિમ ભાગ )

  • 252
  • 92

"‌આ ઈશાનના પિતા છે, પ્રણય!!", ક્રિષ્નવીએ વનરાજને કહ્યું."સોરી ક્રિષ્નવી, તને લાંબા સમય બાદ આમ અચાનક જોઈને ભેટી પડાયું.", પ્રણયએ કહ્યું."એમાં સોરી શું કહેવાનું હોય? તમારી જ પત્ની છે.", ક્રિષ્નવી કંઈ જવાબ આપે એના પહેલાં જ વનરાજએ કહ્યું, "હેલો, મારું નામ વનરાજ છે.""આ છે વનરાજ, તને ખ્યાલ હોય તો ઈશાનનો બેસ્ટ ફ્રેન્ડ હતો અર્જુન – તેના પિતા.", ક્રિષ્નવીએ વનરાજ અને પ્રણયની એકબીજા સાથે ઓળખાણ કરાવી.બંનેવએ એકબીજાને હાથ મિલાવીને ઔપચારિકતા દેખાડી. વનરાજના ચહેરા પર પ્રણયની અચાનક થયેલી હાજરીથી અણગમાના ભાવ સ્પષ્ટ દેખાતા હતા."સોરી વનરાજ, તમને વધુ જાણવાનું ગમત, પણ અત્યારે ઘણાં સમય પછી ક્રિષ્નવીને મળ્યો છું તો તમને ખોટું ન લાગે તો