આપણે ઘરે આવી ગયા. ઘરે આવીને જે વિધિ હોય તે પતાવી અને પછી સૂવાની તૈયારી કરી. પણ આપણા ઘરે તો તમારા માસી માસાજી, બેન બનેવી રોકાયલા હતા એટલે આગળના રુમમાં બેન બનેવીને પથારી કરી આપી અને વચ્ચેના રુમમાં આપણે, મમ્મી પપ્પા અને માસી માસાજી બધા સાથે સૂઇ ગયા. મને થયું કે મને તો એમ કહ્યું હતું કે ઉપરનો રુમ તૈયાર કરાવવાનો છે તો એ કેમ હજી સુધી નથી થયો. મારાથી તો પૂછાયું પણ નહીં. પણ આવી રીતે બધાની સાથે સૂવામાં જરા સંકોચ થયો. એક તો સાડી પહેરીને સૂવાનું. ફાવે પણ નહીં. એવું લાગ્યું જાણે આખી રાત જાગતી જ રહી. બીજા