માણસ બાહ્ય આવરણ ભલે ગમે તેવું ઓઢી લે. પરંતુ તેનો જાતિગત સ્વભાવ, રુચિ,શોખ, અપેક્ષાઓ, ક્યારેય નાબૂદ થતાં નથી.કલાવતી એ પણ પોતાના વાણી - વર્તન માં,હરવા - ફરવામાં,પહેરવા- ઓઢવામા અને સજવા- ધજવા માં એક પ્રકારનું વણલખયુ નિયંત્રણ લાવી દીધુ હતું તેણી જાહેર કાર્યક્રમો માં, ઓફિસમાં કે જાહેર સ્થળે ગમે ત્યાં જાય. ત્યાં તે પ્રસંગ ને અનુરૂપ વસ્ત્રો પહેરીને જતી.મોટા ભાગે તે સાડી માં સજ્જ થઈને જતી.ભભકાદાર નેં બદલે તેણી પ્રભાવશાળી દેખાય તેવો મેક- અપ કરતી.સામે જેવો માણસ હોય તેવી ભાષામાં તે વાત કરતી. ગામડા ના અભણ માણસો જોડે ગામઠી ભાષામાં તે વાત કરતી.તો ભણેલા જોડે કે અધિકારી જોડે તે એવી ભાષામાં વાત કરતી.ને