ક્રોધ, ગુસ્સો, નફરત "आयुषः क्षण एकोऽपि सर्वत्नैर्न लभ्यते। नियते स वृथा येन प्रमादः सुमनहो ॥": જીવનની એક પળ પણ તમામ કિંમતી રત્નો વડે મેળવી શકાતી નથી. તેથી તેને ઉદ્દેશ્ય વિના ખર્ચવી એ ખૂબ મોટી ભૂલ છે. એક શિક્ષક પોતાના બાળકોને સવાલ પૂછે છે, ‘જો તમારી પાસે 86,400 રૂપિયા હોય અને કોઈ લૂંટારો 10 રૂપિયા છીનીને ભાગી જાય, તો તમે શું કરશો? શું તમે તેની પાછળ દોડીને લૂંટાયેલા 10 રૂપિયા પાછા મેળવવાનો પ્રયત્ન કરશો? કે પછી તમે તમારા બાકી રહેલા 86,390 રૂપિયાને સુરક્ષિત રાખીને તમારા માર્ગે આગળ વધશો?’ શિક્ષક ક્ષણ ઉપર બોધ આપવા માંગતા હતા. તે માટે શ્લોક નો સંદર્ભ