અભિષેક - ભાગ 10

  • 310
  • 4
  • 156

અભિષેક પ્રકરણ 10અભિષેક ખૂબ જ ખુશ હતો. એના એકાઉન્ટમાં સોળ કરોડ જેવી માતબર રકમ જમા થઈ હતી. એણે કદી વિચાર્યું પણ ન હતું કે એક દિવસ પોતે આટલો શ્રીમંત બની જશે ! આટલી બધી રકમ ખાતામાં આવી હોય પછી એનું મેનેજમેન્ટ કરવું પણ જરૂરી હતું. ગમે ત્યારે ઇન્કમટેક્સની નોટિસ પણ આવી શકે છે. હવે વહેલી તકે એના માટે કંઈક વિચારવું પડશે. અભિષેકને અચાનક યાદ આવ્યું કે ઋષિકેશ અંકલ વેલ્થ મેનેજમેન્ટ માટે કોઈ વ્યક્તિની ઓળખાણ કરાવી આપવાના હતા. અભિષેકે ઋષિકેશ અંકલનો જ સંપર્ક કર્યો. " અંકલ... અભિષેક બોલું. તમે મને વેલ્થ મેનેજમેન્ટ માટે કોઈની ઓળખાણ કરાવવાની વાત કરતા હતા તો મારે એમને મળવું