નિતુ - પ્રકરણ 102

  • 1.3k
  • 863

વિદ્યા કામમાં લાગશે તો અન્ય વિચારો ઓછા થશે એવું એના મિત્રો જાણી એને રુચિકર હોય એમ કરતા રહ્યા. નિકુંજે તેના માટે દરેક કામ કરવા હામી ભરી. વિદ્યા મૌનમૂક આ બધું જોયા કરતી હતી. તેની હાલતને લીધે નિકુંજ કે દિશા એને વધારે ભીંસમાં સાંપડવા નહોતા માંગતા. તેથી જો એનું મન હોય તો જ કામ કરવા કહેતા. તેમનું અનુમાન સાચું ઠર્યું. સમય જતાં વિદ્યાએ પોતાનું કામ સંભાળ્યુ. એના મનમાંથી વીતેલી ઘટનાઓની છાપ ધીમે ધીમે આછી થઈ એ ખરું, પરંતુ વિસરાય તો નહોતી જ. દિશાના પપ્પાએ એના કહેવાથી ફાયનાન્સ કરી આપી અને નિકુંજે બધી લીગલ પ્રોસેસ હેન્ડલ કરી લીધી. વિદ્યાને બિઝનેસ કરી આગળ વધવાની