ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 8

  • 146

પ્રકરણ-૮ ગઠબંધનએક સાંજે કોમોરોસ ટાપુ સમૂહમાં આવેલા જોહાના ટાપુના બંદરે પહોંચી, એમિટી અને ફેન્સી બંને જહાજોના લંગર નાખવામાં આવ્યા. થોમસે આસપાસ નજર ફેરવી તેના મિત્રોની શોધ કરી. તેમનાં જહાજો ત્યાં લંગરેલાં હતાં, પણ બંદરના કાંઠે કોઈ દેખાયું નહીં.થોમસ અને હેન્રી તેમને શોધવા શહેરમાં આવેલા દારૂના પીઠાઓ તરફ ગયા. એક પીઠામાં ચોતરફ દારૂની મીઠી સુગંધ પ્રસરી હતી. સંગીતનો જલસો ચાલતો હતો. ઢોલની થાપ ગુંજતી હતી અને મધ્યમાં એક નર્તકી નાચી રહી હતી. ત્યાં ખૂણામાં એક દાઢીવાળો, ચહેરાથી કપટી દેખાતો યુવાન દારૂ પીતાં-પીતાં સંગીતના તાલે ડોકું હલાવી રહ્યો હતો અને નર્તકી પર સિક્કા ઉછાળી રહ્યો હતો."હે, માયેસ! શું ચાલે છે આજકાલ?"થોમસે તેની