મિસ કલાવતી - 10

  • 1.1k
  • 476

રાજકારણમાં આગળ વધવા માટે 'કલાવતી'ને મોના અને ડી.એસ. તરફથી પૂરી સ્વતંત્રતા આપવામાં આવી હતી. તે ગમે ત્યાં જાય, ગમે તેની જોડે હરે -ફરે, તેની સામે તેમને કોઈ વાંધો ન હતો. તેમને ખાતરી હતી કે કલાવતી હવે પોતાના નિર્ણય લેવા જાતે જ સક્ષમ છે. ચુડાસમાથી જુદા પડવાની બધી જ નિરાશા ખંખેરીને  તેણીએ હવે પૂરેપૂરું 'રાજકારણ'માં ધ્યાન પરોવ્યું હતું. પક્ષ ની દરેક મીટીંગ હોય, કે કાર્યક્રમ હોય તેમાં તે અચૂક જતી. દરેક કાર્યક્રમમાં તેનો પહેરવેશ અલગ- અલગ રહેતો. જેની પસંદગી તેણી કાર્યક્રમનો વ્યાપ અને વિષય જોઈને કરતી. નાની મીટીંગો માં તે પંજાબી ડ્રેસ પહેરીને જતી. તો ક્યાંક પટિયાલા અને કુર્તા પહેરીને પણ