પ્રકરણ - ૬ દોસ્તીઘર-પરિવારની યાદમાં ખોવાયેલો હેન્રી—એક જ લૂંટનો નિર્ણય કરતો—પોતાના જહાજના ડેક પર ઊભો હતો, ત્યારે બાજુમાં લંગરાયેલા જહાજનો એક નાવિક જહાજના મુખ્ય સ્તંભના દોરડાઓ પર લટકી રહ્યો હતો. હેન્રીએ વિચાર્યું કે તે સઢ કે પતંગા બાંધવાનું કામ કરતો હશે, એટલે શરૂઆતમાં તેને અવગણ્યો. થોડી વાર પછી, હેન્રીનું ધ્યાન ફરી તેના તરફ ગયું, ત્યારે તે એક હાથમાં દૂરબીન લઈ, બંદર તરફ અને ક્યારેક જહાજના અંદરના ભાગ તરફ તાકી રહ્યો હતો. હેન્રીએ તેનું ધ્યાન ખેંચવા જોરથી આવાજ કર્યો,"ઓયે! શું કરી રહ્યો છે?"પેલા લટકી રહેલા યુવકે તેની સામે જોયું. હેન્રીએ પોતાનો હાથ કમરે ચામડાના પાકીટમાં બાંધેલી પિસ્તોલ પર લઈ જઈ, પિસ્તોલ બતાવતો ઈશારો