મામાએ મમ્મીને એમ પણ કહ્યું કે શહેરમાં પણ તો એના માટે છોકરો મળશે જ ને ગામમાં કેમ લગ્ન કરાવવા છે ? પણ મમ્મી પણ પપ્પા જે કહે તે જ કરતી એટલે એણે પણ કોઈ વાંધો ન ઉઠાવ્યો. મામાએ મને કહ્યું કે તું ના પાડ. ગામમાં કેમ લગ્ન કરવા છે ? પણ મને વિચાર આવેલો કે તમે મારા પગ પર ડાઘા જોયા પછી પણ તૈયારી બતાવી છે મતલબ તમે સારા જ છો. અને પપ્પાએ બધું જોઈને પછી જ વાત આગળ ચલાવી હોય એટલે ના પાડવાનું કોઈ કારણ મારા તરફથી હતું જ નહીં. એટલે મામાએ હારી થાકીને વાત પડતી મૂકી. તમે ઘરે